ઝરુખો
ઝરુખો
ઝરુખો શબ્દ કાન પર પડે ને મનહરભાઇ ઉદાસની શાંત ઝરુખે વાટ જોતી રુપની રાણીની ગઝલ કાનમાં ગુંજતી થઇ જાય. ને નવાબ સૈફ પાલનપુરી ભાઇના શબ્દોનો જાદુ જાણે આપણને સાક્ષાત્ એ નકશીદાર ઝરુખે લઇ જાય. પણ મારે તો આજે મારા સ્વપ્ન ઝરૂખે આપ સૌને લઇ જવા છે. હા આવા જઝરુખાનુ સ્વપ્ન જોયું હતું અને જ્યારે નવું ઘર મળ્યું ત્યારે તેને શણગારવા અમારા પંકજભાઇએ કહ્યું કે "ભાઇ એ કામ તો હું જ કરીશ" અને જ્યારે ફલાવરબેડની જગ્યાને ભરીને ઓટલો બનાવી ઝરુખાની મેં વાત કરી તો બહુ ખુશથઇ કહે "ભાભી લો સાંભળો", અને એમણે આ મનહરભાઇની ગઝલ સંભળાવી.
અમે બંન્ને મળી ઝરુખો કેવો કરવો તેની ચર્ચા કરીને તેવો એ ઝરુખો તૈયાર થયો ને સામે જ તેવો ઝુલો પણ જેની પીઠ બંન્ને તરફ રાખી શકાય તેવી. મારા ઝરુખાની ધરતી સરસ લાલાશને કેસરી રંગોની નાની ટાઇલ્સની બનેલીછે ને ચારે ખુણે નકશીદાર થાંભલા ને નાના નાના છોડથી સુશોભિત આ મારોઝરુખો એક દિવ્ય મનઝરુખો છે અને વધુ સુંદર વાત એ છે કે જ્યારે આ ઝરુખામાં બેસી સિતારની સાધના કરું ત્યારે આખો ઝરુખો સુર્યનાસુવર્ણ કિરણોથી ઝગમગી ઉઠે ને એમ લાગે જાણે એ રવિ કિરણો સંગીતનીસાધના માટે આશિષ વરસાવે છે.
યોગ સાધના, પ્રાણસાધના ધ્યાન સાધના ,પણ આ ઝરૂખામાં જ થાય. ત્યારે જાણે મનઝરુખામાં આત્મજ આતમન આનંદ સ્વરૂપે એક દિવ્ય પ્રકાશ રુપેબિરાજમાન હોય કેવી ક્વચિત અનુભૂતિ કરાવે અને અનકહી શાંતિનોઅહેસાસ કરાવે. મારા એવન સાથે સ્માઇલી કપમાં કડક મીઠી ચા પીવાની તો મજા જ કંઇ ઓરછે સાથે ડબલ મરીના ગાંઠિયા. ઝરુખાની બાજુમાં જ કાચના કબાટમાં સિતાર રહે ને સાથે મારા સ્વર્ગસ્થ ગુરુનો ફોટો પણ. સિતારની સાથે તેમને વંદન કરી આશિષ ઝીલી ઝરુખાનીઓટલે બેસું. બાંસુરીની સાધના પણ આ જ ઝરુખે થાય જાણે મીની વૃંદાવ .
રવિ કિરણ અને મા શારદાની ક્રુપા ઉતરે ને કલમ રીઝે તો શબ્દનો શણગાર પણ ક્યારેક સર્જાય. આ વસંત પંચમીના સુરસરિતાની બહેનો મા શારદાની વંદના કાજે આવી નેમારા સુરાંગણમે પવિત્ર કરી ગઇ ત્યારે આ જ ઝરુખો એક રંગમંચ બનીસુરમંચ બની ગયો હતો. ત્યારે લતાજીની નાજુક તબિયત માટે આ જ ઝરૂખેથી નિત્ય પ્રાર્થના થતી. અને બીજે દિવસે માનો લતાજી સાક્ષાત્ત મા શારદા બની અષ્ટ દાયકાનીએમની અવિરત સુર સાધના થકી આપણને સુર સાગરમાં સુર સરિતામાં સંગીત સાહિત્યનો અમૂલખ ખજાનો આપીને સંગીત સાધકોને આશીર્વાદ આપીને સુર સમેટી લઇ પરમના પંથે પ્રયાણ કરી ગયા.
એમનો શોક વિયોગના અશ્રુ પણ આજ ઝરુખે વહ્યા ને એમની અંતિમ યાત્રાનાદર્શન કરતા એમનો કોકીલ સ્વર એમના લાજવાબ ગીતોમાં સાંભળતા એમનાદિવ્ય આત્માની શાંતિ માટે અનાયાસે પ્રાર્થના થઇ. ને એક પ્રાર્થના એવી થઇ કે મા જતાં જતાં અમારા વોકલ કોડ્સને હાથ ફેરવત.
