Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Vimal Soneji

Inspirational Others


3  

Vimal Soneji

Inspirational Others


રૂહનું આરોહણ

રૂહનું આરોહણ

7 mins 145 7 mins 145

સુંદર સુશીલ સુકન્યા સુશિક્ષણ ક્ષેત્રે સિધાવી મંદ ગતિએ સ્મિત રેલાવતી સખી સંગે એ નિસરી બેધ્યાન પણે હાથમાંથી રૂમાલ પડ્યો, ન ખબર રહી.

પાછળ આવતા યુવકે ઉપાડી લીધો એ રૂમાલને ત્તત ક્ષણે શુભારંભ થયો, થતી રહી કમાલ !

લખાણ સુંદર હતું એ રૂમાલ પર થઈ અસર વાંચી એના મન પર આર્ટ ઓફ લવિંગ આર્ટ ઓફ લિવિંગ વાંચી થઈ અસર મનોહ્દય પર પ્રસન્નતા પ્રસરી રહી મન પર સુગંધના દરિયામાં ડૂબવાની થઈ અસર

સાંચવીને હળવાશથી સરકાવ્યો ખિસ્સામાં રૂમાલ ધડકનના ધબકારને સાચવ્યો એ કમાલનો રૂમાલ

અવનીની જાણ બહાર અંબરે જાણ્યું કે આ રૂમાલની અનામત અવનીની છે જે તેનાથી બે વરસ જુનીયર છે,અચાનક સાંસ્ક્રુતિક કાર્યક્રમની તૈયારી માટે સૌ ભેગા થયા ને ત્યાં અવનીની ઓળખાણ મિત્રોએ કરાવી ને ગરબા વગેરેની પ્રેકટીસ ચાલુ થઈ ગઈ .એ બહાને થોડું મળવાનું થતું રહ્યું ..

અંબર મનોમન હસ્તી રમતી અવનીને ચાહતો હતો, તેને તે બહુ ગમતી હતી. તેની દોસ્તી પણ ગમતી હતીતેને અભ્યાસ માં મદદ કરતો ને સાથે સંગીત સાહિત્યની ચર્ચામાં મનને ખુશ રાખતોકોલેજ છોડ્યા પછી પણ ક્યારેક અચાનક આવીને સૌ સાથે ચા નાસ્તો કરી લેતેને તેની હૈયાની વાત કરવાની તેની હિંમત હતી પણ દોસ્તી ખોવાની બીક પણ હતી .ને આમ તેના હૈયાની વાત હોઠ સુધી આવી જ ના શકી.

ને બસ અવની ની જાણ બહાર તેના રૂમાલની સુગંધથી સુગંધીત થતો રહ્યો,તેની સુરભીથી સૌરભાતો રહ્યો .

ને એક દિવસ કોલેજ ગયો ત્યારે અવનીએ તેને તેના આ ખાસ મિત્રને તેની સગાઈની વાત ચાલે છે એ જણાવ્યું .અવની તેના થનાર મંગેતરની ખુબીઓ વિશે,બંન્ને કુટુંબોની સામ્યતા ને પસંદગીની એટલી વાતો કરી ને છેલ્લે તેનો અભિપ્રાય માગ્યો,અંબર એક પલ તો જાણે થીજી જ ગયો, સુનમુન થઈ ગયો ને તરત સંતુલન જાળવી તેની વાતો સાંભળતો રહ્યો,એક ગ્લાનીમય અજ્ઞીમાં અંદર પીગળતો ગયો,

અવનીને પોતાની વાતોની ધુનમાં કંઈ ખબર જ ના પડી.વાત પુરી કરીને અવનીએ તેને ઢંઢોળ્યો,“ હે, કયાં ખોવાઈ ગયો તું”“ક્યાંય નહી, બસ તારા ચહેરાની ખુશીમાં ખોવાઈ ગયો હતો, ““ તો કહે ને શું જવાબ આપું, તેઓ મારા જવાબની રાહ જુએ છે ““ તું ખુશ છે। ને, તને ગમ્યુંને ?”“હા, ના પાડવાની કોઈ ગુંજાઈશ જ નથી ““તો વિના જીજક હા પાડી દે “ને પછી જાણે તેને આ અવસર મળે કે ના મળે, તેણે તેને દુરંદેશીની થોડી વાતો કહી દીધી“ જો અવનીlife will be a little ups n down,a bit of rock n rollA bit of high n lowA bit of now n how n wowA bit of ohhh n ahhhhપણ એવા સમયે વચન આપ કે તું જીવવાનું નહી છોડે, ઝીંદાદીલી ઉત્સાહ ઉમંગ ને આનંદ આજ જેટલો જ તું જાળવી રાખીશ, બહુ થાય તો આકાશને જોઈ લેજે, તારો અંબર ત્યાંથી તને ગાઈડ કરશે ને તારા થાકનો વિસામો પણ થઈશ અને હા તારા એ આયુષને આયુ પર્યંત ખુબ પ્યાર કરજે કોઈ પણ અપેક્ષા વગર,એને એ જેવો હોય એવો સ્વીકારી લેશે, એના ગર્વનો અહમનો ગૌરવ કરજે,ને જોજે તું કેવી સચવાઈ જઈશ,થાકી જઈશ તો હું તો છું ને અંબર આકાશમાંઅવનીએ માથું હકારમાં ધુણાવી હા પાડી।

અંબર ઘરે આવ્યો ને અવનીનો રૂમાલ લઈને બેઠોતેની અવની સારા કુટુંબમાં જઈ રહી છે તેની ખુશી છે ને તેનાથી દૂર જાય છે તેનો ગમ પણ છે ને સોથી મોટી દુ:ખની વાત તો એ હતી કે તે તેના પ્રેમની લાગણી વ્યક્તના કરી શકયો પણ મનમાં એક રાહત હતી કે અવનીએ તેને પોતાનો માની તેની અંગત વાત શેર કરી. અંબર વિચારતો રહ્યો કે હવે શું ? તે રૂમાલ ને જોતો રહ્યો, તે પર લખેલા શબ્દો વાંચતો રહ્યો ક્યાંય સુધી બેસી રહ્યો સુનમુન આ રૂમાલ એ રૂમાલ નથી પણ મારી રૂહ છે, અમારો આત્મા છે રૂમાલે મને પ્રેમની સોગાત આપી છે, પ્રેમનો મંત્ર આપ્યો છે, જીવન જીવવાની જડ્ડીબુટી આપી છે.

કંઈક નિર્ણય કરીને ઉઠયો ને તેણે તે રુમાલનો એક ફોટો પાડી લીધો તેના હાઈ પાવરના લેંસવાળા કેમેરાથી બીજે દિવસે સ્ટુડિયો પર જઈને ને તેની કોપી કઢાવી લીધી, ઝેરોક્ષની દુકાનેથી તેની પ્રીંટ કોપી લઈને ઘરે આવ્યો તેના રાઈટીંગ ટેબલ પર બેઠો ને ડ્રોવરમાંથી રંગીન પેન્સિલનો સેટ કાઢી રુમાલ પર થોડું ચિત્રકામ કરી વચ્ચે લખ્યું, “અવની પર ઉતરેલ દિવ્યતાને સાંચવજે”અને તે રુમાલની કોપીની સરસ ઘડી કરી ને કવરમાં મુકી દીધી અવની માટે ને સાથે તે રુમાલનો ફોટો પણ.

થોડા દિવસોમા તો અવની ની સગાઈ થઈ ગઈ, ને લગ્નની શરણાઈ વાગી સૌ કોલેજના ગરબા ગ્રુપ સાથે તે તેના લગ્નમાં ગયો. બસ અવનીને દુલ્હનના રૂપમાં જોવા ને તેની આખરી ઝલક પામવા.તેનો જેાબ સારો હતો, તેણે તેના બોસને તેની બદલી તેઓની નૈનીતાલની ઓફિસમાં કરવા વિનંતી કરી. તેને મુંબઈથી દૂર જતું રહેવું હતું તે ને તેના ગિટાર પર પહાડી બાળકો માટે સંગીત વગાડી તેઓના ચહેરા પર સ્મિત લાવવું હતું ને કુદરત સાથે રહી પ્રકૃતિમાં પરોવાઈ જવું હતું.

અહીં અવની લગ્ન પછી નિરાંતે ભેટ સોગાદને ખોલતી ગઈ. છેલ્લે અંબરનું કવર ખોલ્યું ને રુમાલનો ફોટો જોઈને છક્ થઈ ગઈ. આટલા દિવસે તેનો ખોવાયેલો રુમાલ મળ્યો અને તે પણ ફોટા સ્વરૂપે ને સાથે બીજા રુમાલ પર કલાકારી પણ, તે કેટલાક સમયથી તેના આ મનપસંદ રુમાલને ગોતતી હતી ને આજે તેણે જાણ્યું કે તે અંબર પાસે છે ને ફરી પરિવર્તન પામી તેની પાસે આવી ગયો, એ સાથે જ તેને અંબરની બધી વાતો યાદ આવી ગઈ .

અને તેની નજર તેના ઘડિયાળ પર ગઈ, ને યાદ આવ્યો એ દિવસ, જ્યારે અંબરે તેની પાસેથી તેની ઘડિયાળ માગી હતી ને ખીસામાં સરખાવતા કહ્યું, ”કાલે પાછી આપીશ,”ને બીજે દિવસે અંબરે અવનીના કાંડે ઘડિયાળ બાંધતા કહ્યું, “ હર પલ આકાશમાં “ ને ઘડિયાળમાં નજર કરતાં તેણે જોયું કે ઘડિયાળનાં સેકંડના કાંટા પર એક નાનું પ્લેન હતું,જે સેકંડના કાંટા સાથે ગોળ ગોળ ફરતું હતું. ને ખરે જ જાણે એ સાથે જ તે મનોમન વિહંગ વિહારી બની ગઈ હતી એ યાદ આવ્યું .રૂમાલની ભેટને ફરી એકરાર જોઈ,ને સાથે તેને અંબરની એ બધી વાતો યાદ આવી,જે તેણે તેને તે દિવસે કહી હતી,જ્યારે તેણે તેને સગાઈને વાત કરી હતી.ઓહ કેટલી અમૂલ્ય દિવ્ય ભેટ. ને અનાયાસે તેના નેત્ર બીડાઈ ગયા ને હાથ જોડાઈ ગયા ને અંતરથી એક વચનબધ્ધતા સેવાઈ ગઈ,”હા અંબર જરુર જિંદગીની જીવંતતાનો દીપ સદાય પ્રકાશીત રાખીશ, હોઠોના સ્મિતને વિલાવા નહીં દઉં “બસ આ વાત તેના માટે એક જીવન જીવવાની તપસ્યામય જીવન મંત્ર બની ગઈ ને તેના જીવનમાં વણાઈ ગઈતે તેના જીવનમાં ઓતપ્રોત થઈ ગઈ, તેના જીવનના બધા ચડાવ ઉતાર twist n turns,ups n downs, Rock n roll હસ્તે મોઢે માણતી રહી. દિવસો મહીના વરસો વહેતા રહ્યા, ઘણીવાર તેને અંબર યાદ આવતો, ક્યારેક જુના મિત્રો મળતા,ને એકબીજાની ખબર પૂછતા, ને અંબરને પણ સૌ યાદ કરતા પણ કોઈ પાસે તેની માહિતી નહોતી। લગ્ન જીવનના ત્રણ દાયકા પસાર થઈ ગયા હતા, આજે બાળકો પોતાની રીતે સેટ થઈ ગયા છે,ને પતિ આયુષ તેની ઓફિસની કોનફરન્સમાં હતો,ને તેને જાણે ઘણા દિવસે નવરાશભરી એકાંત મળી હતી. કામથી પરવારી તેણે છાપા હાથમાં લીધા, ને એક કોલમના સમાચાર વાંચીને તે સુનમુન થઈ ગઈ.

નૈનીતાલની બાજુના પહાડી વિસ્તારના બાળકોના ફરિશ્તા એવા અંબર કપૂરનું નિધન,ને સાથે તેમણે હાથમાં પકડેલ એ રૂમાલ સાથેનો હસ્તો ચહેરો એ ફોટામા દેખાયો, જાણે અવની ને જ કહેતો હોય, “ચાલ જાંઉં છું, ક્યાંક,ક્યારેક ફરી મળીશું, “લેખની વિગત પરથી જાણવા મંળ્યું, કે તેણે તેની જિંદગી ત્યાંના પહાડી બાળકોને અર્પણ કરી દીધી હતી.વાંચીને અવનીનું હૈયું હાથ ના રહ્યું, ને તેના આંસુ પણ, તેને સમજાઈ ગયું કે અંબરના જીવનમાં તેનું જે સ્થાન હતું તે તેણે એક અમુલ્ય સોગાતની જેમ જાળવી રાખ્યું ને તેના પ્રેમના સહારે બાળકોમાં સંગીત સાહિત્ય સંસ્કાર રેડતો રહ્યો,ને પોતાનો ખાલીનો ભરતો રહ્યો .અવની આજે વચન ભંગ કરીને ખૂબ ખૂબ રડી,તેનો રાગ અનુરાગ, યોગ વિયોગ, બધું ઉમટી ઉમટીને જાણે વહેતું રહ્યું, જીવનની વણજાર જીવી ગઈ, બસ હવે જાણે જીવવાનો કોઈ ઉદેશ ના રહ્યો. મનોમન અંબરને કહ્યું,”આવું છું “સાવ રિક્ત થઈ ગયા બાદ તે માંડ માંડ ઉઠીને હાથ મોઢું ધોઈ તેના ગ્રુહ મંદિરમાં ગઈ, દીવા બત્તી કરી શાંતિથી બેઠી, અંબરના આત્મા માટે પ્રાર્થના કરી,ને સાંજ થઈ ગઈ હતી તેથી સાંજના જમવાની તૈયારી કરી, ને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતી રહી, આયુષ આવે ત્યાં સુધી તે દરોજની જેમ હસ્તી રમતી થઈ જવા માંગતી હતી, તે તેને પણ આ હાસ્ય ને સ્મિત ભેટ કરીને જવા માંગતી હતી, આજ સુધી તેને કોઈ ફરિયાદનો મોકો નહોતો આપ્યો, તે આયુષથી ખુશ હતી,જિંદગીથી ખુશ હતી,સંતોષ હતો,આયુષ આવ્યો ત્યાં સુધી તે ટેબલ સેટ કરીને સરસ સાડી પહેરીને મેચીંગ ઘરેણા પહેરીને તૈયાર થઈ ગઈને આયુષની રાહ જોતાં તેના રુમાલના ચિત્રને જોતી રહીઆ રુમાલે તેને જ્યારે જોઈએ ત્યારે અપાર શક્તિ આપી હતી,આજે છેલ્લીવાર અખૂટ શકિત જોઈતી હતી રુમાલના ચિત્રને ફરી તેની જગ્યાએ ગોઠવી તે આયુષની રાહ જોતી બેઠી આયુષ આવ્યો ને તેને તૈયાર થયેલી જોઈ પૂછ્યું, ”શું વાત છે ? કશે જવાનું છે ? “ “ હા તમે થાક્યા ના હો તો જમીને જરા લોંગ ડ્રાઈવ પર જઈએ”“ જરુર ચાલ હું ફ્રેશ થઈને આવું”જમીને બંન્ને ડ્રાઈવ પર ગયા ચોપાટીના ક્વીન્સ નેકલેસની રાઈડ લઈને કે રુસ્તમ પાસે ગાડી પાર્ક કરી તે અંદર તેની પસંદગીની ને અહીંની સ્પેશિયલ બે બીસ્કીટ વચ્ચેની આઈસક્રીમ લઈ આવી. બંન્નેએ વાતો કરતાં તેની મજા માણી, ઘરે આવીને આયુષને ગુડનાઈટ કરીને સુદ ગઈ, ચેંજ કર્યા વગર જ,આયુષે પુછયું પણ ખરું કે ચેંજ નથી કરવું તો કહે હા બસ કરીશ હમણાં આયુષ તો સૂઈ ગયો કારણ આજે એનો બહુ હેકટીક દિવસ હતો. અવની અંબર પાસે પહોંચવા પ્રાર્થના કરતી રહી, વિદેહી થવા, ને તે એક ગહેરી ઉંઘમાં સરકતી ગઈ, તેના અંબર પાસે પહોંચી ગઈ. એક હસ્તી રમતી જિંદગી સંકેલીને વિદાય લઈ લીધી.

સવારે આયુષ ઊઠ્યો ને જોયું તો અવનીના ચહેરા પર સ્મિત હતું ને જાણે ભર ઊંઘમાં હતી, તેણે હાથ લંબાવીને તેને ઊઠાડવા પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ. તેને સમજાતા વાર ના લાગી કે તેની હસ્તી રમતી અવની બંધાને રડાવવાની છે.


Rate this content
Log in

More gujarati story from Vimal Soneji

Similar gujarati story from Inspirational