Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Vimal Soneji

Others


3  

Vimal Soneji

Others


રંગબરસે

રંગબરસે

4 mins 215 4 mins 215

સંગીતકારો તો આ રંગમય વસંતને ગાઈ વગાડીને શબ્દોના સાથિયા પૂરી આખી સૃષ્ટિને વસંતોત્સવમાં પરિવર્તિત કરી દે

હોળી ઉત્સવમાં કોઈ નસીબદારને જ મનમીતના રંગનો લહાવો મળે.

ને તે છતાંયે કોઈ અમન જેવી વ્યક્તિ વગર રંગે તમને તેના રંગમાં રંગી દે,એને મળો તો લાગે કૃષ્ણ તેના રૂપે ધરતી પર આવ્યા છે, હા પણ તેની જેમ વેણુ નથી વગાડતા કે ગાયો નથી ચરાવતા, પણ રથે ચડયા વગર ઘણાના સારથી બન્યા છે, તેમની વાતો ને વિચારોથી ઘણાને માર્ગદર્શન મળે છે. તેમની સાધક નામની નાની પુસ્તીકાઓ ઘણી છે, જે અમનના નામે ઘણી વખત વાંચી છે.

અને એક દિવસ અમનની ઓળખાણ થઈ, અનાયાસે ફક્ત સ્મિતથી. એનું અદભૂત સ્મિત જોઈને મન ખુશ થઈ ગયું ને એમની બોલવાની શૈલી પણ એવી જ સુંદર ને મધુર વાણી,

ક્યારેક વોક કરવામાં ભેગા થઈ જતાં અને અલક મલક ની વાતો થતી, વાતોમાં ખાસ તો વાંચન કે કલાની કે આધ્યાત્મિક વાતો હોય, કેટલા સમય સુધી તો અમને એકબીજાના નામ પણ ખબર નહોતી.

એકવાર વાંચનની વાતમાં મારાથી કહેવાઈ ગયું, મને અમનની સાધક નામની પુસ્તિકાઓ ગમે છે, તેઓ વેરસેટાઇલ લેખક છે, અનેક વિષય પર બહુ સરળતાથી ને રસમય શૈલીમાં લખી શકે છે. ત્યારે તેઓની શરમાળ શૈલીમાં હસતાં હસ્તા કહ્યું, “હું જ અમન છું“ 

“ ઓહ સાચ્ચે ? “ આતો પેલું અમૃતભાઈ વેગડ જેવી વાત થઈ, નર્મદા પરિક્રમાના તેઓના ચિત્રોનું પ્રદર્શન મિસ થયું ને બીજે દિવસે જહાંગીર આર્ટ ગૅલેરીમાં અન્યો ચિત્રો જોતાં જોતાં, સાથે ખાદીધારી વડીલને વાત કરી, કે “ અમૃતભાઈ ના ચિત્રો જોવાના રહી ગયા ને તેમણે કહ્યું, હું જ અમૃતભાઈ છું, “ અને એ અચંબા ભર્યો અહેસાસ બહુ આનંદમય હતો, એવો જ આનંદ આજે થયો.

અને પછી તો મૈત્રી વધુ ખિલતી ગઈ,

કૃષ્ણ એ મારે મન એક એવા મિત્ર કે જેમને જે હસતાં રમતા ગાતા નાચતા ને ગીતાના ગીતો ગાઈ જીવનના પાઠ પણ ભણાવ્યા અને મુંજવણમાં માર્ગદર્શક પણ બન્યા છે.

અમનના પણ કૃષ્ણ પ્રિય, ને તેમણે તો મેનજમેંટ ના ઘણા કોર્સ કર્યા છે, અમસ્તા જ શોખ ખાતર, અંતરાષ્ટ્રીય સ્તરે પણ ઘણા સેમિનારમાં ભાગ લીધો છે. કૃષ્ણ અને તેમની ગીતા તો તેમનામાં સાક્ષાત ઉતરી ગયા હોય એવું લાગે. ને સાથે ધ્યાનની સાધના પણ ખરી.

 વાંચનમાં જેમ એકબીજાના ગમતા લેખકોની વાતો કરીએ, તે ઉપરાંત તેમને કુદરત પણ આકર્ષે, ખાસ કરીને તેઓ તેમની પ્રકાશનની ઓફિસ પર જતાં રસ્તામાં ચેરી બ્લોસમના વૃક્ષોની હારમાળા જોઈને ખુશ થાય ને તેની વાત કરે ને જાપાનમાં તે જોવા જવાની તેમની ઇચ્છાની વાત કરી, કે ક્યારેક જઈશ,

ચેરી બ્લોસમના ગુલાબી પુષ્પો બે ત્રણ અડવાડિયા પૂરતા જ હોય આખે રસ્તે ગુલાબી વૃક્ષો જ દેખાય ને આખો રસ્તો પણ નીચે પડેલા ગુલાબી પુષ્પોને કારણે ગુલાબી થઈ જાય.

આ બધું સાંભળીને એક વહેલી સવારે મારી મિત્ર કવિતા સાથે આ નજારો જોવા જવાનું નક્કી કરીને અમે નીકળ્યા, સાથે કડક મીઠી ચા લીધી ને સાથે મસાલા પૂરી પણ. ચા પીવા નવા જ ખરીદેલા સુવાક્ય લખેલા કાળા મગ “enjoy N focus on your Dreams “ સાથે લીધા.

હાઇવે પર પહોંચી સર્વિસ રોડ પર ગાડી પાર્ક કરી, બંનેએ ચા ને પૂરી, ગુલાબી પહોરની ગુલાબી પુષ્પોની વચ્ચે માણી, પછી નીચે ઉતરીને થોડું વોક કર્યું, ફક્ત ગાડીની ચાવી હાથમાં રાખી અમે આ ગુલાબી નજારો માણીને પાછા આવ્યા તો અમારો આ આનંદનો કેફ ઉતરી ગયો.

કોઈ મોરલો કળા કરી ગયો હતો,

ગાડીનો કાચ તોડીને કોઈ મારી બેગ ઉપાડી ગયું હતું, પછી તો બધા ચક્કર ચાલુ થયા,પણ બધું વ્યર્થ.

હજી આજે પણ ચેરી બ્લોસમ જ્યારે પણ જ્યાં પણ જોઉ તો આ આનંદ ઉદ્વેગ સાથે જ યાદ આવે છે.

મિત્ર અમનની વાત કરતી હતી તો તેમને ઘણી થેરપીની જાણ છે સંગીતોપચાર ને કલર થેરપી વગેરે ને તેની પણ ચર્ચા થાય

રંગની વાત આવે કે તેમનો ચહેરો સાચે જ રંગીન થઈ જાય ને ઉત્સાહથી રંગની વાતો કરે, તેઓ ચિત્રકાર પણ છે, તેથી રંગો તો તેમને જાણે આત્મસાત હોય એવું લાગે.

તેઓ કહેતા કે,” ચિત્રો કરવા બેસું ને રંગની પેટી હાથમાં લઉં એ મારી માટે રંગોત્સવ બરાબર. આ રંગોમાં એવું કંઈ કુદરતી જાદુ છે કે તેમાં ડૂબી જ જવાય, કુદરતમાં કે આપણાં જીવનમાં બધે જ રંગ ને રંગ જ છે

સૂરજનો સોનેરી રંગ તો કેટલી તાજગી ને ઊર્જા આપે છે સવારના પહોરમાં,

ને ધરતીની હરિયાળી જુવો ,બાગમાં ફરીએ છે ત્યારે આંખને કેટલી ઠંડક આપે છે.

ને આપણાં મમ્મીનો લાલ ચટક ચાંદલો તો એની ચહેરાની શોભા તો છે જ સાથે તેના આનંદમય જીવનની પણ સાક્ષી પૂરે છે.

નીલ આકાશ ને સાગરનો નીલ રંગ તો એક ના સમજાય એવી પ્રશાંત શાંતિ આપે છે

બસ આમ જ આવી અનેક વાતોથી આ મનસ્વી મિત્રની મિત્રતા માણવાનો અખૂટ આનંદ જે મળ્યો છે, એ અનેક રૂપે, અનેક રંગે વિચારોના અનેક રંગ વરસાવીને રંગ બરસેનો જે આનંદ મળે છે એ માણું છું ને જાતને પૂછું છું શું આ સ્વપ્ન છે કે કલ્પના.


Rate this content
Log in