STORYMIRROR

Vimal Soneji

Inspirational Others

2  

Vimal Soneji

Inspirational Others

નૂતન નૂતનવર્ષાભિનંદન

નૂતન નૂતનવર્ષાભિનંદન

1 min
11.3K


સાતથી સિતેરમાં થયેલ અભિષેકની વર્ષાના અભિનંદન

જે સતત નૂતન હોઈ

નૂતન વર્ષાભિનંદન આ શબ્દોએ જુની સ્મ્રૂતિમાં સળવળાટ આણ્યો. મમ્મીએ નૈૈરોબીમાં એકલા રહેતા મામાને દિવાળી ઉજવવા મોમ્બાસા બોલાવ્યા. અને એ દિવાળીએ મામાએ ઘરના એ પેસેજમાં એક વેંત જેવડા કેલીગ્રાફીથી સુંદર સફેદ અક્ષરેામાં લખેલ અને ઉપરમમ્મીના શ્યામગુલાબી કંકુના છાંટણા કરેલ નૂતન વર્ષાભિનંદન અક્ષરો આજે પણ ક્ષર નથી થયા આજે પણ એ અજર અમર છે.

હજી આજે પણ આબેહૂબ આંખ સામે આવે છે અને જાણે મામા આપણા સૌ પર અભિનંદનનો અભિષેક કરી રહ્યા છે જે સતત નૂતન છે.

ત્યારે એ સાત વર્ષની ઉમ્મરમાં ન તો કેલીગ્રાફીની ખબર હતી કે ન તો

નૂતન વર્ષાભિનંદનનેા. પણ આજે સાત દાયકાની સફરે જીવનમાં સતત નાવિન્યભર્યા ચૈતન્યમયના અભિષેકથી ધન્યતા ઝીલતા અભિનંદન પામીએ છીએ.

એ ધવલ રંગ જાણે જીવન આકાશમાં સપ્ત રંગી મેઘધનુષ સર્જી ગયું

જયદેવભાઇ, રમેશભાઇ, અરવિંદભાઇ અને સમસ્ત શબ્દ શણગાર પરિવારને નૂતન વર્ષાભિનંદન અને આજે નવ તારીખે જીવનમાં આવતી નવ પ્રભાતને આવકારીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational