STORYMIRROR

Vimal Soneji

Others

3  

Vimal Soneji

Others

વેણુનાદ પત્રમ્ પ્રથમ

વેણુનાદ પત્રમ્ પ્રથમ

1 min
171

ઓ પરમહંસ

આ હંસના હંસલાએ એનો હોંસલો બુલંદ રાખ્યો ને આજે 

પત્ર લેખનથી પત્રમ લખાણનું શુભારંભ કરી શબ્દબિંદુનો સ્નેહ સાગર સ્નેહબિંદુ પર વરસાવું છું 

કારણ એજ તો છે તેજબિંદુ.


આ અનહદ ખુશીથી જાણે રોમ રોમ પુલકિત થઈ ગયું !

વેણીભાઈ પુરોહિત જેમ કહેતા,” હું ગાભણો થયો છું.“

ને ત્યારે એ ચૂપચાપ એક ખૂણામાં બેસી જતા ને તેમની કવિતા કે લખાણ લખાઈ જાય પછી જ ઊભા થતા.

તેમ હું પણ ગાભણી થઈ છું ને પ્રસવ વેદના પણ બહુ વેઠી છે ચારેક વરસ તો સાચા આ ડિજિટલ દુનિયામાં અવતરણ કરવા માટે, પણ અંતે મા ની ને ગુરુ તત્ત્વોની કૃપા થઈ આજે ને સાચે જ સરળતાથી બધું પાર પડ્યું

પણ હવે તેમાં થડો વધુ સુધાર કરવો રહ્યો. 

જેવું વોટસએપમાં બિંદિયાબેને મારા મોકલેલ પત્રલેખન માટે આનંદમય અભિપ્રાય મોકલ્યું ને તે ખુશીની આછી ના મનાય એવી ધ્રૂજારી થઈ ને બસ મારું લેપટોપ લઈને મંદિરમાં મૂકયું ને પ્રભુ ચરણે ગુરુ ચરણે ધરી, બાબાને વંદન કર્યા.

શુભ શુધ્ધ સુંદર સૌમ્ય લખાણ માટે આશિષ ઝીલ્યા.

કે કલમ થકી પણ ના હવે તો આ અંગુલિયોના ટેરવા થકી,

અંબર સુવિચારોની અમી વરસાવે,

અવિરત જલધારા ધરાને કોમલ નિર્મલ રાખે

આ અવની અવિરત એ અમી ઝીલે,

અગ્નિ ઓજસ આપે ને લેખનીને જ્વલંત રાખે

અનિલ આ આતમરુપિ હંસલાને પ્રાણવાન બનાવે,

એ જ વિમલાંશની અરજી.


Rate this content
Log in