Vimal Soneji

Romance Inspirational

3  

Vimal Soneji

Romance Inspirational

પ્રેમાળ જોડી

પ્રેમાળ જોડી

7 mins
201


"આજના વિજેતા છે, આજની પ્રેમાળ જોડી અંબિકા અને અંબર "ગીવ ધેમ અ બિગ હેન્ડ "

તાળિયોના ગડગડાટ, પ્રકાશનો ધોધ અને ફૂલોની વર્ષામાં બધાના અભિનંદન ઝીલતાં બંને ભાવ વિભોર ને સ્તબ્ધ થઈ ગયા.

અઠવાડિયાથી ચાલતા રિઆલિટી શો માં,દસ જોડીમાંથી તેઓ વિજેતા થયા હતાં,

 પ્રશંસકોથી ઘેરાઈ ગયા હતાં, માંડ માંડ સ્ટેજ પરથી નીચે ઉતરી શક્યા. 

સોનિકા,અંબિકાની ખાસ મિત્ર દોડીને આવીને અંબિકાને ભેટી પડી,ને ત્યાં અંબરે આવીને શરમાતા ગભરાતા અંબિકાને પૂછ્યું,"કોફી " 

અંબિકા એ માથું હલાવી ઇશારાથી ના કહી, અંબર સ્મિત કરીને જતો રહ્યો. 

બીજે દિવસે અંબરે ફરી અંબિકાને કોફી માટે આમંત્રણ આપ્યું, ને બહુ આનાકાની પછી તેણે હા પાડી. 

કોફી હાઉસમાં પણ અંબિકા બહુ શાંત રહી, અંબરને નવાઈ લાગી, ને પૂછ્યું કે "રિયાલિટી શો ની અંબિકા, ક્યાં ગઈ ? "

"એ તો શો પૂરતી જ હતી, શો પૂરો ને ખેલ ખતમ ને વાત પૂરી. ને મારુ નામ અવની છે, અંબિકા તો શો માટે નામ રાખેલ. 

એ તો સોનિકા મારી પાછડ પડી ગઈ હતી ને પરાણે ભાગ લેવડાવ્યો હતો."

પણ અંબર એને છોડવા નહોતો માગતો, એને એ ગમી ગઈ હતી, એની સાથે મૈત્રી કરવી હતી, તેને વધુ જાણવી હતી. 

ત્યાર પછી અંબરના ઘણા પ્રયત્ન પછી તે ક્યારેક તેને મળતી, 

એક સમી સાંજે ચોપાટીના દરિયા કિનારે રેતીમાં બંને બેઠા હતાં,ચૂપચાપ, ત્યારે અંબરે તેને આ મૈત્રીના વિરોધનું કારણ જાણવા બહુ પ્રયત્ન કર્યો ને ત્યારે અવનીની આંખ છલકાઈ આવી,

અંબરે એ અશ્રુબિંદુ જીલી લીધું જે સૂર્યના કિરણમાં ચમકી ગયું હતું 

" અવની એવું શું છે કે તું ખીલી નથી શકતી ને ખૂલીને વાત નથી કરી શકતી " તેણે પ્રેમથી તેનો હાથ પકડી લીધો," પ્લીઝ બોલ અવની શું છે " 

 ને માંડ માંડ તેણે તેના જીવનમાં બનેલ ઘટના કહી સંભળાવી,

"પરેશ",  કહી ને તે અટકી,વાતની ક્યાંથી શરૂઆત કરવી ખબર ના પડી, "

ઘરના સૌને તે અને તેના કુટુંબીજનો ગમી ગયા, આર્કિટેક પરેશમાં ના પાડવા જેવુ કઈં નહોતું, 

અને સગાઈ થઈ ગઈ,પણ તેની સાથે ફરવા ગઈ હોઉં ત્યારે કોઈ આનંદની અનુભૂતિ ના થતી, રેસ્ટોરાં માં નાસ્તો કરતી વખતે પણ,"કોને ગોતે છે, કોની સામે જોવે છે, કોને સ્માઇલ આપે છે,બસ આ જ વાત ને આવો જ કર્કશ ટોન, તેમના ઘરે ગઈ હોઉ ને મારાથી કઈં આર્ટિસટીક સજેશન અપાઈ જાય તો તરત કહેશે, આવું કઈં અહીં નહીં કરવાનું, 

દીદીના દીકરા નીરવ ને જમાડતા જમાડતા વાતો કરું કે," જો નીરવ આ કડવું મમ કારેલનું શાક ખવડાવતા કહું 

આ તીખું મમ, મરચું ને ચટણી દેખાડી ચખાંડીને કહું,આ ખાટું મમ લીંબુના ટીપા હાથમાં આપી કહું,

શીરો ખવડાવતા કહું આ પોચું મીઠું મમ, લાડૂ ખવડાવતા કહું જો આ કઠણ મીઠું મમ,તો તેને આ બધી વાનગીની ઓળખ પડતી ને મજા આવતી. 

ત્યાં તો તરત પરેશની બૂમ પડતી,આ શું રમત માંડી છે ,ડગલે ને પગલે વિરોધ, બધી વાતોમાં વિરોધ ને ટોક ટોક.

તેના બધી વાતે ડબલ સ્ટેન્ડર્ડ હોય સરસ તૈયાર થઈ હોવું તો કહે,"કોને દેખાડવા આટલી સરસ તૈયાર થઈ છો, કોણ તારો યાર આવવાનો છે, 

સાદી રીતે તૈયાર થઈ હોઉં તો કહેશે," કેમ આજે આમ ઠેકાણા વગરના ઢંગ છે."

તેના ઘરના સૌ બહુ સરસ, પણ જીવન તો આમની સાથે જ જીવવાનું, અંદર ને અંદર ઘૂંટાયા કરું,ને કોઈને કહી ના શકું, ડર લાગે, કે ખરાબ લાગશે !

મને થાય ધીરે ધીરે પ્રેમથી સમજાવી લઇશ, બધુ બરાબર થઈ જશે, એ સુધરી જશે,ધીરે ધીરે સમજી જશે. 

 પણ પ્રેમની જ ઉણપ ને શંકાશીલ મન ને કેટલું સુધારી શકાય. એક વખત તો ગુસ્સાથી થપડ પણ મારી હતી,

ઘરે આવું ને કેટલાય પ્રયત્ન છતાં ચહેરો ચાડી ખાઈ દેતો ને મારા દાદી તરત પારખી ગયા,કે હું ખુશ નથી.

દાદીએ એકવાર આવીને મારી પાસેથી બધું જાણી લીધું, ને બીજે દિવસે તેની ઓફિસે પહોંચી ગયા, તેની કૅબિનમાં જોયું કે કોઈ અન્ય સ્ટાફ નથી, ને તરત દાદીએ તેણે એક થપડ મારી, "મારી અવનીને તેં આમજ થપડ મારી હતી ને, અમે અવની ને એક ટપલી પણ મારી નથી ને તારી આ હિંમત ! ને ઘરે આવી ને દાદી એ કહ્યું,"આ સગાઈ ફોક કરવા પરેશના ઘરનાને બોલાવો,"

થોડી ધમાલ થઈ પણ દાદી મક્કમ રહ્યા, કે "આ પાત્ર સાથે જીવન ના જીવાય, એને સુધારતા સુધારતા તો આપણી અવની અડધી મરી જાય. ના એટલે ના "

સગાઈ તો ફોક કરી પણ હું,..

ને અવની ધ્રુસકે ધ્રુસકે રડી પડી, અંબરે તેને પાસે લીધીને શાંત કરી.

તે સમજી ગયો કે તે અંદરથી ખૂબ ઘવાઈ ગઈ છે.જીવન જીવવાનો ઉત્સાહ મારી ગયો છે.

 ને તેને થોડો સમય આપવો પડશે,બહુ ધીરજથી તેના ઘા ને રુજવવા પડશે,

તેણે તેને શાંત કરી, "ચાલ શાંત થા, હું છું ને, આપણે આજે સાથે આઈસ્ક્રીમ ખાઈએ, કારણ મારા દાદી કહેતા,"વ્હેન ધેર આર સ્ક્રીમસ અરાઉન્ડ ઇટ આઈસ્ક્રીમ એન્ડ ડોન્ટ સ્ક્રીમ ," ને બન્ને હસી પડ્યા,"સો લેટ્સ ગો "

ધીરે ધીરે મળવાનું ચાલુ રાખ્યું. ને તેને આમાંથી બહાર આવવાની તૈયારીની સંમતિ માંગી લીધી.

પછી તો અંબરે તેની થેરેપી,તેનો વ્યવસ્થિત ઉપચાર ચાલુ કર્યો !

ધીરે ધીરે બધી વાત ફરી ફરી કહેવડાવી,જેથી તેના મનમાંથી તે નીકળી જાય,ને તે વાત તેણે તેને નવેસરથી જુદાજ દ્રસ્ટિકોણથી, જોવાની ને સમજવાની,ને તે ભૂલી જવાની, ખંખેરી નાંખવાની સમજાવતો ગયો,"જેમકે તેણે તેના સ્વભાવ પ્રમાણે વર્તન કર્યું, તો તારે એ બધું મનમાં ભરીને હજી દુ:ખી થવાની કોઈ જરૂર નથી !"

એ પોતેજ લઘુતા ગ્રંથિથી પીડાતો હશે અને તને ટોક ટોક કરીને તેની અન્ય કોઈ ખામીને ઢાંકવા કોશિશ કરતો હશે અથવા પોતાના અહમને ખોટી રીતે પંપાળતો હશે, તેને મળ્યા વગર જાણ્યા વગર કઈં ખબર ના પડે, બસ તું તારી ફરતે એક માનસિક દીવાલ રચી દે કે જ્યાં તને કોઈની આવી વાતો કે વર્તન સ્પર્શી ના શકે.

એક દિવ્ય પ્રકાશથી પોતાને ઢાંકી દે, જે તારી રક્ષા કરશે ને પ્રકાશિત પણ કરશે.

લાઈફ ઇઝ અ ગિફ્ટ થોડી સોચથી એક શિફ્ટ રચી શકાય તો ગિફ્ટ માણી શકાય !

રેતીમાં બેઠા હોઈએ તો શરીર પર કપડાં પર રેતી તો ચોંટવાની જ,પણ તેને ખંખેરીને આપણે ઊભા થઈ જઈ એ છે ને ? બસ આ બધા રેતીના કણ છે,

આપણું કઈં ખરાબ ના કરી શકે,હા આપણે તેને ના ખંખેરીએ તો ખૂંચ્યા કરે.

આવી તો અનેક રીતે તેને તે સમજાવતો રહ્યો,એક દિવસ ઉત્સાહથી કહે,

" અરે હા મને યાદ આવ્યું, તને યાદ છે એક વખત રિયાલિટી શો વખતે તું કઈં લખતી હતી ને, મેં પૂછ્યું ત્યારે તેં માંડ માંડ તેં લખેલી કવિતા મને બતાવી,

તને વાંચીને પછી આપું એટલી વારમાં આપણને બોલાવ્યા, એટલે મને તે મારી પાસે રાખવાની તક મળી ગઈ, જો ચાલ સાથે વાંચીએ, કેટલી સરસ લખી છે. "

પ્રેમોત્સવ 

પ્રેમ એ પરમાત્મા છે 

અનેક દઇશ છતાં અનકહો છે 

 પ્રેમ શક્તિ એક અમ્રુત છે

પ્રેમામ્રુત પી નાર બચી જાય છે


પ્રેમ એ બધા શાસ્ત્રનો સાર છે 

પ્રેમ કરનાર એ પામી જાય છે


એકેય શબ્દ કે સ્લોકની જરુર નથી

પ્રેમ પામનાર મૌન થઇ જાય છે


પુષ્પની જેમ ખીલી જવાય છે ને ખરી પડાય છે 

પ્રેમની સૌરભ થી જીવી જવાય છે


તુટી જવાની અણી પર હોય જીવન

તોય પ્રેમથી નવજીવન પામી જવાય છે


પ્રેમ જીવન જીવતા શીખવે છે 

મ્રુત્યુમા અમ્રુત પી જવાય છે 


પ્રેમથી સુર્ય ચંદ્ર ધરતી ધરી પર ફરે છે

સુર્યની જેમ પ્રકાશિત થઇ જવાય છે 


પ્રેમમાં બધું સુંદર લાગે છે 

પ્રેમથી સુંદરતાથી જીવાય છે 

સૌને ગમી જવાય છે 


પ્રેમમાં પર્વતની અડીખમતા છે

પ્રેમમાં પર્વતથી પણ ઝુકી જવાય છે 


પ્રેમમાં અપાર ધૈર્ય છે 

સાથીનો સાથ મળે તો ઉઠી જવાય છે


પ્રેમમાં ગુમ થઇ જવાય છે 

લગનથી શોધી લેવાય છે


જન્મથી સ્વાસની કેદમાં જીવીએ છે

પ્રેમથી જીવન સ્વસી જવાય છે 


પ્રેમ જડીબુટ્ટી છે સંજીવની છે 

પ્રેમથી છલકાઈ જાઓ 

સૌને પ્રેમ કરો " 

"તને સમજાય છે, કે તું પોતે પ્રેમસ્વરૂપ છો, તો જ આવું લખી શકાય 

તારા મનના અરીસા પર ચડી ગયેલી ધૂળ સાફ કરવાનો એક જ ઈલાજ છે,મગજને રિવાયરિંગ કરવાનું,અને એની માટે તારે  21 વખત આત્મસંબોધનનાં 21 દિવસ સુધી લખાણ લખવાના છે

 9 વખત જમણા હાથે,3 વખત ડાબા હાથે ને,9 વખત ફરી જમણા હાથે 

લખજે કે,"હું પ્રેમસ્વરૂપ ને આનંદસ્વરૂપ છું, હું શક્તિશાળી ને પૂર્ણ છું "

અને હું ચેક કરીશ . ઓ કે ?"

" અરે તું મારી માટે આટલી મહેનત કરે છે તો મારે તો સાથ દેવાનો જ છે, અને દઇશ "

" અને તારા સમાજ સેવાના કાર્યમાં ફરી જોડાઈ જા, જ્યાં વડલાના વડીલોની સેવા ને દેખરેખ રાખવાની તને મજા આવતી, અને તું તેઓને ગીતો ગાઈને ડાંસ કરાવીને કેટલી ખુશ રાખતી,તેઓને વાર્તા રામાયણ ગીત બધું વાંચી સંભળાવતી, તેઓ પણ તને મિસ કરે છે.

ને તેઓના રાજીપાનાં તને આશિષ મળશે, તારું જે પ્રેમાળ હૃદય છે કરુણાસભર સ્વભાવ છે એ જાળવી રાખ, આપણે બે પગલાં આગડ ને એક પગલું પાછળ એમ કરતાં આપણી મંજિલે પહોંચશું" 

ધીરે ધીરે અવની તેની લઘુ સોચમાંથી બહાર આવતી ગઈ,તેનો આત્મવિશ્વાસ વધતો ગયો, 

ઘણા દિવસે તેઓ આજે ચોપાટીની રેતીમાં બેસીને નિરાંતે વાતો કરતાં હતાં, "અવની હવે આપણે હજી એક વિધિ કરવાની છે,ને ત્યારે જ તું આમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થઈશ, જેમ આપણે બીમાર પડ્યા હોય તો,ડોકટર બધું ચેક અપ કરી ને રિપોર્ટ જોઈને દવા આપે, અને વધુ ખાતરી કરવા સારા થયા પછી ફરી મેડિકલ રિપોર્ટ કઢાવવા કહે કે જેથી કોઈ કીટાણુ રહી નથી ગયા તેની ખબર પડે 

તેમ આ તારી સૂક્ષ્મ માનસિક બિમારીમાં પણ હવે કોઈ ખામી નથી રહી તે જાણી લીધા છતાં એ વિધિ કરીએ, 

"આજે ખરા દિલથી પરેશને ક્ષમા કરી દે,એની બધી કડવાશ આ સાગરને સમર્પિત કરી દે,એને પ્રેમ ને કરુણાની જરૂર છે,તે તું ભાવથી તેણે આપ તારી પ્રાર્થનામાં,તેને માફ કર .

ઇટ્સ લાઈક તમે કોઈ વિકલાંગ ને જુઓ તો તેના પ્રત્યે ગુસ્સો ના કરો તેમ કોઈ માનસિક વિકલાંગ પ્રત્યે પણ ગુસ્સો ના કરાય, તે ક્ષમા ને કરુણા ને પાત્ર હોય,"

અવની ટટાર બેસી ગઈ જાણે ધ્યાનમાં બેઠી હોય, થોડી વારે આંખ ખોલી ને સ્મિત કર્યું ને સાચે તેના ચહેરાની આભા કાઈં ઓર હતી. 

અંબરે બીજી એક વાત કરી," આજે આ અવનીને પણ આ દરિયામાં ફેંકી દે ને નવી અંબિકા સ્વરૂપે ફરી જન્મ લે,બાય ગોઇંગ બેકવર્ડ તારી માતાના ગર્ભ સુધી પાછી જા, સ્ટે ધેર, ત્યાં થોડી વાર વિરામ કર ને તને તારું જેવું સ્વરૂપ જોઈએ એની પાકી કલ્પના કરી એ સ્વરૂપનું ત્યાં આરોપણ કર અને ફરી જન્મ ધારણ કર "

ફરી અવની આંખ બંધ કરીને ટટ્ટાર બેસી ગઈ,ખાસી વારે આંખ ખોલી એક નવી ચમક સાથે "

બોલો અંબિકા હવે નો સ્ક્રીમિંગ બટ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ ઓન્લી ટુ સેલિબ્રેટ યોર ન્યુ બર્થ'" હવે તો આઈસ્ક્રીમ પાર્ટી સાચી "ને બન્ને ખુશીથી હસી પડ્યા !

અવની અંબરની ધીરજ,તેની સમજણ અને તેના પ્રેમ પર વારી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance