Mahendrasinh Rathod

Abstract

4.0  

Mahendrasinh Rathod

Abstract

બસમાં થયેલી મુલાકાત - 2

બસમાં થયેલી મુલાકાત - 2

6 mins
182


બરોબર ૧૩માં દિવસની સવાર પડી અને નક્કી કરી લીધું કે આજે તો બસ જલ્દીથી કોલેજ જવા નીકળી જવું છે, ફટાફટ તૈયાર થઈ ગયો અને બસસ્ટેન્ડ પહોંચી ગયો આજે ઘરેથી જરા થોડો વહેલો નીકળ્યો એટલે વહેલી બસમાંજ જતો રહ્યો.

મનમાં વિચાર આવ્યો કે એક કામ કરીએ તો " જે સ્ટેન્ડથી પેલા મેડમ ચઢે છે ત્યાં જ ઉતરી જાઉં અને પછી એમની સાથે જ બસમાં ચઢીશું", મારા આ વિચારને જતા વાર લાગે એ પહેલા તો સ્ટૅન્ડ આવી ગયું અને હું ઝડપથી ત્યાં ઉતરી ગયો.

હું થોડો વહેલો આવી ગયો હતો એટલે પેલા મેડમ દેખાણા નહિ, મનમાં ટેન્શન થવા લાગ્યું કે આજે આવશે તો ખરાને. ...?

મારા વિચારને મેં એકદમ ફગાવી દીધો જેમ જજ પહેલી તારીખે જ કેસ ફગાવી દે એમ. અને મનને બનાવતા વિચાર કર્યો કે જરૂર આવશે.

હું મારા આ વિચારોના વમળમાં હજુ તો ડૂબકીઓ લાગવતો હતો ત્યાંજ મારી નજર રોડની સામે પડી. એ જ દુપટ્ટો....એ જ આંખો....એ જ નજારો....તે છોકરી હવળે હવળે મારી તરફ આગળ વધી રહી હતી. ...એ જેમ જેમ મારી તરફ આવી રહી હતી તેમ તેમ મારા હૃદયની ધડકન પણ તેજ થઈ રહી હતી, મારી નજર એના તરફથી હટી જ નહિ...એકદમ નજીક માત્ર ૫- ૭ ડગલાંની દુરી પર આવીને એ ઊભી રહી ગઈ, અને બસની રાહ જોવા લાગી.

થોડીક વાર થઈ અને એણે મારી તરફ નજર કરી, હું એને જ જોતો હતો તો એને નજર ફેરવી લીધી. આવું એને ૨ - ૩ વાર કર્યું એટલે મને થયું કે શું એ મને ઓળખી ગઈ હશે. .?

મને તો મનમાં થોડો ડર લાગ્યો કે કદાચ એને એમ થશે કે આ મારો પીછો કરે છે !

હું તો ઘડીક એને જોવું ઘડીક બસ તરફ જોવું, મનમાં થયું લાવ ને અત્યારે જ વાત કરી લઉં. પણ આજુ બાજુમાં ઘણી પબ્લિક હતી, બહુ મક્કમતાથી એની તરફ ડગલાં માંડ્યા.....જેવા મેં ૨ - ૩ ડગલાં ભર્યા કે બસ આવી ગઈ, અને બધું પબ્લીક બસમાં બેસવા માટે દોડવા લાગ્યું એટલે મારો બધો જુસ્સો પાણીમાં વહી ગયો.

બસ જેવી સ્ટેન્ડ પર આવી ને ઊભી રહી કે હું તો દોડ્યો, આમતો આપણ ચડવામાં પાક્કા કેમ કે ગમે એટલી ભીડ હોઈ વાર ન લાગે, પણ તે દિવસે જરા અલગ બન્યું, જેવો હું ચડવા દોડ્યો કે પેલા મેડમ ભીડમાં ચડતા હતા તો અચાનક જ કોઈકનો ધક્કો વાગ્યો અને મેડમ સીધા જ મારી તરફ નમ્યા, જો હું ના હોત તો તે સીધા દરવાજામાંથી બહાર આવી ગયા હોત.

પણ મેં પકડી લીધા એટલે એ પડ્યા નહિ. અને પછી આગળ જઈ ને એમની રોજની જગ્યાએ ઊભા રહી ગયા.

ચાલો પડ્યા નહિ એનો આનંદ હતો પણ મેડમ તો થેંક્યુ પણ ના બોલ્યા, એમ તો આપણે કઈ આભાર ના ભૂખ્યા નહિ પણ આ તો એમ જ.

પછી હું આગળ વધ્યો, સ માં આગળ ભીડ હતી એટલે હું એમની જોડેજ ઊભો રહી ગયો.

સાહેબ નસીબ જબરા જોર કરતા હશે કે અમે બંને આજે જોડે ઊભા હતા, અમદાવાદની આ બસની ભીડમાં અમે બંને એકબીજાને અડી ના જાઈએ એમ ઊભા રહેવાની કોશિશ ચાલુ હતી પણ ડ્ર્રાઈવર જાણે મારા દિલની વાત જાણતો હૉય એમ થોડા સમયે બ્રેક લગાવતો એટલે એ મેડમ સીધા જ એમના હાથનો ટેકો મારા હાથ પર રાખતા ( પણ મારી એવી કોઈ જાતની મનસા નોતી, એ તો ડ્ર્રાઈવરની વાત છે.)

આવું ૨થી ૩ વાર બન્યું એટલે મેડમ અકળાના, એમની આંખનો ભ્રમર ફર્યો જાણે કોઈનું ખૂન કરવું હોઈ એમ, મને લાગ્યું કે આજ તો આવી બન્યું આપણું,

પણ મેડમ તો બોલ્યા, " આ તો કઈ રીત કેવાય બસ ચલાવા ની..કેવી રીતે બસ ચલાવે છે. ? "

આટલું બોલી ને બંધ થઈ ગયા જાણે મને જ સંભળાવાનું હોઈ એમ, એટલે હું ઘડીક ચૂપચાપ ઊભો રહ્યો કઈ પણ હિલચાલ કાર્ય વગર.

અને એવામાં બન્યું એવું કે કંડક્ટર અમારી પાસે આવ્યો અને મને ઓળખે એટલે જોઈ ને બોલ્યા " કેમ ભાઈ આજ આ સ્ટેન્ડથી ચડ્યા....? રોજ તો વહેલા ચડી જાવ છોને...? કઈ કામથી મોડા પડ્યા...? "

સાહેબ એક તો પહેલેથી જ માહોલ ગરમ હતો અને આ કંડક્ટર સાહેબે એમાં વધારો કર્યો.

મારી નજર પેલા મેડમ સામે ગઈ કે એમની નજર મારી સામે જ હતી અને એક તીખી નજરે જોઈ રહ્યા હતા.

એમને એવું હશે કે એમના માટે જ હું અહીંથી ચઢ્યો હોઈશ. (જો કે એવું જ હતું.)

બાજી વધારે બગડે અને માહોલ વધારે ગરમ થાય એ પેલા મેં (આંખ મારતા) કંડક્ટર સાહેબ ને કીધું ના સાહેબ અહીં આપણ પેલો દોસ્ત ખરો ને એને મળવા આવ્યો હતો.

ઓહ્હ હા પેલો તમારો મિત્ર કોલેજવાળો " કંડક્ટર એ મારો ગુગલી જીલી લીધો "

ત્યારે છેક પેલા મેડમ એ નજર ફેરવી. અને મારા જીવમાં જીવ આવ્યો.

કુદરત ને કરવું ને 2 સીટ એક સાથે ખાલી થઈ એટલે ઓરીજનલ લક્ષણ નો બતાવતા " મેં એમને કહ્યું તમે પહેલા બેસી જાવ"

ઓરીજનલ લક્ષણ એટલે કે જનરલી સીટ ખાલી થાય એટલે ઠેકડા મારી ને બેસી જવી પણ કોઈને વારો નો આવે.

પેલા એમને બેસવાનું કીધું પછી હું બેઠો. માંડ માંડ બધું થાળે પડ્યું બંનેને જગ્યા મળી ગઈ.

જેવા અમે બેઠા એટલે પેલા તો એકબીજાની સામું જોયું, મેં અમને સ્માઈલ આપી,અમને પણ મને સ્માઈલ આપી એવું એમની આંખોથી લાગ્યું કેમકે એમણે તો મોં પર દુપટ્ટો બાંધ્યો હતો એટલે, અને આંખો ક્યારે પણ ખોટું ન બોલે.

અચાનક જ અજીબો ગરીબો ઘટના બની. જેમ કાળા ડિબાંગ વાદળોમાં વીજળી કડાકો નાખે એવું બન્યું.

તમને થશે એવું તો શુ થયું હશે. .?

પણ મને જેની આશા નોતી એવું બન્યું.

હું મારા મોબાઈલ માં મશગુલ હતો અને એ મેડમે મારી તરફ જોઈ ને કીધું " થેન્ક્સ ફોર ધ હેલ્પ "

મેં કીધું કે " મેં ક્યારે તમારી હેલ્પ કરી. ..?"

એમને કીધુ મને " હમણાં આપડે બસ માં ચડતા હતા ત્યારે મને તમે પડતા પડતા બચાવી એટલે તમારો આભાર... "

" ઓહ્હ્હ હા એમાં શુ થેન્ક્સ કેવાનું એતો મારી ફરજ કેવાય, મારી જગ્યા એ કોઈ બીજું હોઈ તો એ પણ એ જ કરેત જે મેં કર્યું" મેં જરા સમાર્ટ બનતા જવાબ આપ્યો.

એમણે સામે વળતો જવાબ આપ્યો કે " તો પણ તમારે મારુ થેન્ક્સ સ્વીકારવું પડશે."

મેં પણ જરાક ફ્લર્ટ કરતા કીધું " આપકા હુકમ સર આંખો પર".

આટલી જ વાત કરી એમાં કૉલેજ આવી ગઈ ખબર જ ના પડી.

એમને મારી તરફ જોઈ ને કીધું " સ્ટેન્ડ આવી ગયું મને જરા જગ્યા આપશો જવા.."

હું તો હજુ વિચારો માંજ હતો અને સ્થિર થઈ ગયો હતો, એમને શું કીધું કઈ સંભળાણું નહિ.

એમને ફરીથી મારા તરફ જોઈ અને ચપટી વગાડતા કીધું " મિસ્ટર કોલેજ આવી ગઈ ઉતરવાનું નથી. .?"

"ઓ હા, સોરી મારુ ધ્યાન જ ન રહ્યું "- મેં જરા ભાનમાં આવતા વળતો જવાબ આપ્યો.

બસ એટલું કહી ને ઉતરી ગયા એ. અને હું બસ માં જ મોટો નિસાસો નાખી ને બેઠો રહ્યો,

કંડક્ટર એ મારી તરફ જોયું અને કીધું " અલ્યા ભાઈ ઉતરવું નહિ તમારે. .?"

મેં જરા ગુસ્સા માં કીધું " તમે બહુ ઝડપી બસ ચલાવો છો હો, આરટીઓ માં કંપ્લેન કરવી પડશે". એટલું કહી ને હું ઉતરી ગયો.

નીચે આવીને જોયું પણ પેલા દુપટ્ટા વાળા મેડમ ક્યાંય દેખાણા નહિ, મને લાગ્યું એ જતા રહ્યા હશે. હું પણ કોલેજ તરફ જવા લાગ્યો.

આટલી બધી માથાફૂટ માં એમનું નામ તો પૂછવાનું ભૂલાઈ જ ગયું, અને એમનો ફેસ તો જોવા જ ના મળ્યો, જેના માટે આટલા બધા દિવસથી દોડાદોડ ચાલે છે.

આવા વિચારો કરતા કરતા કૉલેજ તરફ આગળ વધી રહ્યો હતો. પણ મનમાં એકવાત નો આનંદ હતો કે અમને મારી સાથે વાત તો કરી.

ચાલતા ચાલતા કોલેજના ગેટ પાસે પહોંચ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract