STORYMIRROR

Mahendrasinh Rathod(રા.મ.)

Drama Tragedy Others

3  

Mahendrasinh Rathod(રા.મ.)

Drama Tragedy Others

બસમાં થયેલી મુલાકાત - 3

બસમાં થયેલી મુલાકાત - 3

4 mins
198

ચાલતા ચાલતા કોલેજ ના ગેટ સુધી પહોંચ્યો અને કેમ્પસમાં પ્રવેશતા જ .....

મારો મિત્ર ઉત્સાહ સાથે તૂટી પડ્યો મારી પર, " કા ભાઈ શું થયું કઈ મેળ પડ્યો...? કઈ વાત થઈ..? તારી ગાડી આગળ વધી કે નહિ..? પાર્ટીનું શું છે કયારે આપો છો....?"

સાવ અજાણ બનતા મેં કહ્યું " શેની પાર્ટી ? અને શેનો મેળ પાડવાની વાત કરે છે ? "

"અરે ભાઈ પેલી બસ વાળી છોકરી જોડે, જે રોજ તારી બાજુ માં આવીને ઊભી રહે છે એની." - મિત્રએ કહ્યું.

મેં કીધું " ના ભાઈ હજુ સુધી કઈ મેળ નથી પડ્યો "

તો એણે કીધૂ " ભાઈ ગપ્પા ના માર ચહેરો કહીદે છે કે આજે વાત થયી જ હશે"

મારો ખાસ મિત્ર છે, એટલે એના થી હું કઈ વાત છુપાવતો નથી. મેં એને બધી વાત માંડી ને કરી.

એને મારો બયડો થપ થાપવાતાં કીધું " વાહ સાવજ વાહ, આજ તો વાત કરીજ લીધી અમને "

મેં કીધું " તો યાર ક્યાં સુધી રાહ જોવી , પણ ભાઈ કઈ ખાસ વાત બની નહિ."

મારા મિત્ર એ મને કીધું " અરે ભાઈ આજે એટલું થયું કાલે વધારે થશે, ધીરજ ના ફળ મીઠા "

મેં મનને મનાવતા કીધું " હા ભાઈ ધાર્યું ધણી નું થાય". પણ હાલ તો ક્લાસ માં નહિ ગયા તો સાહેબ આપણી વાંહે ધાર્યું લઇ ને દોડશે. એટલે સીધા જ દોડતા દોડતા ક્લાસ માં. પછી કોલેજ થી છૂટી ને ઘરે ગયા.

રાત્રે જમીને એયીને ધાબે વહેલા ચડી ગયો સુવા માટે, પણ પથારી માં પડ્યા પડ્યા આજના દિવસ વિશે જ વિચારતો હતો. ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ના રહી.

"બીજા દિવસની સવાર"

ફટાફટ ફ્રેશ થઈ ને નાસ્તો કરી હું કોલેજ જવા નીકળી ગયો અને જેવો જ બસસ્ટૅન્ડ પહોંચ્યો તો શું જોયું મેં..?મારો ફ્રેન્ડ ત્યાંજ ઉભો હતો.

હું એને જોઈ ને ચકિત થઈ ગ્યો કોઈ દિવસ નહિ ને કોલેજ જવાના ટાઈમે આ ભાઈ અહીં કેમ, ફટાફટ ત્યાં જઈને પૂછ્યું એને

" ભાઈ આજ કેમ આ બાજુ....? કઈ કામ"

"કેમ ભાઈ આ એરિયામાં તમારું રાજ હાલે છે..?" એને મજાક ના મૂડ માં જવાબ આપ્યો.

"અરે કોઈદી નહિ ને આજ આવ્યા... એટલે ખાલી પૂછું છું" મેં કીધું એને.

"અરે ભાઈ આજ તો તમારા પેલા દુપટ્ટા વાળા મેડમ ને મળવા નું છે. એટલે આવ્યા છીએ." એને વળતો જવાબ આપ્યો.

ઘડીક તો મને કઈ સુજ્યું જ નહિ. કેમ કે આ ભાઈ જો આવશે તો કંઈક ને કંઈક ડખો કરશે એટલે.

મેં એને કીધું " અરે ભાઈ શું તું પણ, એના માટે થઈ ને અહીં લાંબુ થવાય..?"

"ભાઈ વાત બીજા કોઈક ની હોઈ તો ના થવાય પણ મામલો તમારો છે એટલે આવુજ પડે અને હા આજ તો તારી અને એની દોસ્તી ફાઇનલ. "એને પુરા જોસ થી જવાબ આપ્યો .

"તું એવું કાંઈપણ ના કરતો કે મામલો બગડી જાય." મેં થોડો નર્વસતા થી જવાબ આપ્યો.

એટલા માં બસ આવી ગઈ એટલે અમે દોડી ને આપડી ફિક્સ સીટ પર બેસી ગયા.

હું થોડો વિચારો માં હતો કે ભાઈ આજ આવ્યા છે જોડે તો કઈ આડું- અવળું ના કરી નાખે. એટલા માં મારો મિત્ર બોલ્યો.

"અરે..તું મારા પર વિશ્વાષ રાખ હું બધું ઠીક કરી દઈશ."

થોડી વાર માં એ સ્ટેન્ડ આવી ગયુ જ્યાંથી પેલા મેડમ રોજ બેસતા હતા. એટલે મારી નજર ત્યાંજ ટકી રહી હતી, હું એમની જ રાહ જોતો હતો એટલા માં બસ ઉપડી ગયી અને પેલા મેડમ તો ના બેઠા. એટલે હું તો ચિંતા માં આવી ગયો કે આજ એ નહિ આવ્યા હોઈ...? પણ હવે શું..બસ તો ઉપાડી ગઈ એટલે હું નિરાશ થઈ ને બેસી ગયો. મને નિરાશ જોઈ મારો દોસ્ત બોલ્યો. .

" ભાઈ કેટલી વાર ક્યાંથી બેસે છે પેલા મેડમ. ..?" અને ઉત્સાહ પૂર્વક પૂછ્યું.

"ભાઈ એ સ્ટેન્ડ તો જતું રહ્યું અને એ મેડમ પણ ના આવ્યા" (મૂડ ઓફ સાથે.)

તે ભડકી ગયો અને બોલ્યો " બે ભાઈ શું વાત કરે..? તે ધ્યાન થી તો જોયું ને....?"

"ભાઈ મેં તો ધ્યાન થી જ જોયું એ મેડમ નથી ચઢ્યા. ..."

"ઓ સીટ. .....હું આજે આવ્યો અને એ ના આવ્યા. .?" એ મારી તરફ જોઈ ને બોલ્યો

" ભાઈ ખોટું ના લગાડતો પણ તું મારા માટે પનોતી સાબિત થયો હો...." મજાક કરતા મેં કીધું.

"હા ભાઈ હવે તો તમે એજ કહો ને.....ok હું આગળના સ્ટોપ પર ઉતારી જઈશ બસ" એને કીધું

"હા જરૂર" એટલું બોલ્યો.

હજુ હું મજાક ના મૂડમાં જ હતો ત્યાં તો પેલો ઉતરવા લાગ્યો.કઈ કહું એ પેલા તો ભાઈ સાહેબ ઉતરી ગયા. હું પણ એની પાછળ પાછળ ઉતરી ગયો.અમે બંને આગળ ના દરવાજે થી ઉતર્યા એમાં પાછળ ના દરવાજા નું ધ્યાન ના રહ્યું.

બસ આગળ વધી અને મારી નજર જેવી દરવાજામાં પડી તો સાહેબ ચક્કર આવી જાય એવી વાત બની. અમે બંને દોસ્ત જેના માટે લડી રહ્યા હતા એ વ્યક્તિ તો આજ સ્ટેન્ડ થી ચડ્યા.....અને અમે ઉતર્યા.

"અલ્યા ભાઈ પેલી દુપટ્ટાવાળી તો બસમાં જ છે" મેં જોરથી બૂમ પાડી ને મારા મિત્ર ને બોલાવ્યો.

અમે બંને એકસાથે દોડવા લાગ્યા, પણ સાહેબ બસ ની જોડે તો નાજ થયી શકીયે ને. ..?એટલે હું ઉભો રહી ગયો અને મારા મિત્ર ને કીધું કે ભાઈ જવાદે હવે એ ગયી.

"ભાઈ એક કામ કરીયે આપડે રિક્ષામાં બેસી જઈએ આગળ ટ્રાફિક હશે તો જરૂર બસ ભેગી થયી જશે." એણે ફટાફટ દિમાગ ચલાવ્યું.

અમે બંને રીક્ષામાં બેસીને આ બસની પાછળ ગયા.....અને ભગવાન ને કરવું ને આગળના ક્રોસ પર ટ્રાફિક હોવાથી એ બસ મળી ગઈ.

"ભાઈ ચાલ જલ્દી નહીતો બસ હાથ માંથી જતી રેશે , લો ભાઈ ભાડું " મારો મિત્ર બોલ્યો.

નીચે ઉતરી ને અમે બંને ઝડપથી દોડી ને બસમાં ચઢી ગયા અને એ મેડમને ગોતવા લાગ્યા....

"ભાઈ દુપટ્ટાવાળા મેડમે તો હદ કરી હો, બહુ માન ખાય છે, બસમાં તો ક્યાંય નથી.." મારો મિત્ર બોલ્યો.

અને હું અચાનક પાછળ ફર્યો ને....હું શું જોવું છું..?...................

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama