STORYMIRROR

Mahendrasinh Rathod(રા.મ.)

Horror Thriller

4  

Mahendrasinh Rathod(રા.મ.)

Horror Thriller

મૃત સાપ બન્યો માયા

મૃત સાપ બન્યો માયા

5 mins
320

આ મકાનના હું તમને સારો એવો ભાવ આપીશ અને સામે ગામની બહાર તમને પ્લોટ પણ આપીશ.

જનકભાઈની વાત સાંભળી ગોવિંદભાઈ બોલ્યા “ ના ભાઈ ના મારે હવે આ મકાન વેચવાનું નથી કોઈ પણ સંજોગોમાં ભલે તમે ગમે તેવી સારી ઓફર આપશો તો પણ.

જનકભાઈ બોલ્યા “અરે ગોવિંદભાઈ ક્યાં સુધી તમે આ મકાનને સાચવીને રાખશો, મારી વાત માની જાઓ આવી ઓફર તમને કોઈ નહીં આપે.

તમારી વાત સાચી છે જનકભાઈ પણ મારે આ મકાન નથી વેચવું.

ગોવિંદભાઈ ની વાત સાંભળી જનકભાઈ ત્યાંથી ચાલ્યા ગયા.

આમને આમ ક્યાં સુધી હેરાન થઈશું ? દિવસે ને દિવસે હાલત બગડતી જાય છે, કઈ આશામાં તમે જીવો છો..? જરા છોકરાઓ સામું તો જુઓ. નિસાસો નાખતા નાખતા કંચનબેન બોલ્યા.

તારી વાત સાચી છે પરંતુ તને તો ખબર છે ને કે હું શું કામ આપણું આ ઘર અને જમીનો વેચતો નથી. મને આજે પણ આશા છે કે ક્યાંક ને ક્યાંક એ વાત સાચી પડશે. ગોવિંદભાઈ આટલું બોલીને ઊંડી આશા સાથે ખભે પાવડો નાખી ખેતરે જવા માટે નીકળી પડ્યા.

કંચનબેન પણ ઘરના કામમાં લાગી પડ્યા.

નાનુ એવડું ગામ 1500 માણસની વસ્તી એમાંય ગોવિંદ પટેલ નામનો એક ખેડૂત રહેતો હતો ગોવિંદભાઈ અને તેમના પત્ની કંચનબેન અને બે બાળકો આમ તો સામાન્ય પરિવાર હતો. પરંતુ વર્ષો પહેલાંની આ વાત છે ગોવિંદ પટેલના પિતાજી સવજી પટેલ અને તેમના પિતાજી ગોવરધન પટેલ.

વર્ષો પહેલા ની આ વાત છે જ્યારે સવજી પટેલ ની ઉંમર ચારેક વર્ષની હશે. તેમના પિતાજી એક ખેડૂત હતા. એક દિવસ બન્યું એવું કે રાત્રે વાળુ પતાવીને બેઠા હતા, ત્યાં ચોમાસાની ઋતુ હતી વરસાદનો માહોલ જામ્યો હતો. કાળા ડિબાંગ વાદળો માથે ચડ્યા હતા અને ધીમે ધીમે વાતાવરણ ઘનઘોર બનતું લાગતું હતું. ગોરધન પટેલને યાદ આવ્યું કે બળદ ને તો વાડીએ બાંધેલા છે જો વરસાદ આવશે તો શું થશે એમનું...?

એટલે મોડું કર્યા વગર ગોરધન પટેલ ખેતરે જવા માટે નીકળ્યા, સવજી પટેલ એટલે કે ગોવિંદભાઈના પિતા સવજીભાઈ તેમને સવજી કહીને બોલાવતા.

સવજીએ જીદ પકડી બાપુજી મને તમારી સાથે ખેતરે લેતા જાઓ ગોરધનભાઈએ ના પાડી પરંતુ સવજી માન્યો નહીં એટલે થયું ભલે જોડે આવે

બંને બાપ દીકરો ઉતાવળે નીકળ્યા થોડીક વારમાં ગામથી થોડે દૂર આવેલું તેમનું ખેતર ત્યાં પહોંચી ગયા, લીમડાની નીચે નાની એવી ઓરડી હતી જેની બાજુમાં એક કૂવો હતો અને નજીકમાં જ પાણીની કુંડી હતી. જ્યાં બળદો બાંધ્યા હતા એટલે બાપુજીએ સવજી ને કહ્યું કે તું ગાડા જોડે બેસ હું બળદને છોડીને ગાડા જોડું છું.

સવજી એ કહ્યું હા ભલે બાપુજી.

સવજી ગાડામાં બેઠો હતો ત્યારે અચાનક બન્યું એવું કે કોઈને વિશ્વાસ ના આવે.

કૂવામાંથી એક ૨૦ ફૂટ લાંબો અને એક હાથ જેવો પહોળો કાળો ડિબાંગ નાગ ધીમે ધીમે કૂવાની બહાર આવી રહ્યો હતો, કૂવાની બહાર આવીને તે ધીમે ધીમે જે ગાડામાં સવજી બેઠો હતો એ ગાડામાં ચડી રહ્યો હતો. આ બાજુ બળદને છોડીને ગોવર્ધનભાઈ આવી રહ્યા હતા તેમની નજર આ હોશ ઊડાવી દે એવા દ્રશ્યો ઉપર પડી, મોઢાંમાંથી એક ચિસ નિકળી ગઈ..”સવજી............”

ગોરધનભાઈ બળદ ની રાસ બાજુએ મૂકી બાજુમાં પડેલી કુહાડી લઈને તેઓ ક્ષણ ચૂક્યા વગર તેમણે સવજી તરફ દોટ મૂકી, સવજી પોતાની રમતમાં મસ્ગુલ હતો તેને ખબર ન હતી કે પાછળ ગાડામાં આવો ભયંકર સાપ ચડી રહ્યો છે.

ગોરધન પટેલને કંઈ સમજાય એ પહેલા સાપ અડધો ગાડામાં ચડી ગયો હતો એમણે થયું કે હમણાં મારા સવજીને સાપ ભરખી જા છે, હાથમાં રહેલી કુહાડીનો ગોરધન પટેલે ફણફણ તો ઘા કર્યો અને ગાડામાં ચડતા એ ભયંકર સાપના બે કટકા કરી નાખ્યા. સવજીને પોતાની તરફ ખેંચીને છાતીએ લગાવી લીધો.

પોતાના દીકરાને તેડીને ગોરધનભાઈ જટ કૂવાથી દૂર ચાલ્યા ગયા તેમણે પાછળ વળીને જોયું તો તેમના હોસ ઉડી ગયા હજુ આવડા મોટા સાપને જોઈને હૃદયના ધબકારા વધી ગયા હતા એ શાંત થયા ન થયા ત્યાં તો બીજી ઘટના બની.

બન્યું એવું કે ગોરધન પટેલના કુહાડીના ઘાથી સાપના બે કટકા થઈ ગયા હતા, એમાંથી જે ભાગ ગાડાની નીચે પડ્યો હતો એ ભાગ અચાનક ગાયબ થઈ ગયો અને જેટલો ભાગ ગાડાની અંદર આવી ગયો હતો એ ભાગ સોના મહોરના સિક્કા બની ગયા.

આ દ્રશ્ય જોઈને ગોરધન પટેલ પરસેવાથી રેબ જેબ થઈ ગયા હતા તેમને કંઈ સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે...? કોઈ હકીકત છે કે પછી હું કોઈ સપનું જોઈ રહ્યો છું....?

થોડીવાર પછી પોતાના મગજના વિચારોને શાંત કરતા કરતા તેઓ ગાડાની નજીક ગયા અને ગાડામાં રહેલા સોના મોહરને જોઈ તેના ઉપર હાથ ફેરવે છે તો એ સોનામહોરના સિક્કાઓ બધા સાચા હતા.

હવે ગોરધન પટેલને નવી ચિંતા ઊભી થઈ કે આ સોના મહોરના સિક્કાઓ ઘરે તો ન લઈ જવાય જો બહાર કોઈને ખબર પડશે તો સરકાર જપ્ત કરી લેશે અને ક્યાંથી આવ્યું એ હું કેમ સાબિત કરીશ...? મારી આ નજરે જોયેલી વાત કોણ માનશે...!

બીજી તરફ આ આવેલા મોકા ને જવા પણ ન દેવાય આનાથી તો મારી સાત પેઢીઓ તરી જશે.

ગોરધન પટેલે થોડીવાર વિચાર કર્યો અને એક નિર્ણય લીધો કે આ ધન કે આ માયા હું આ ખેતરમાં રહેલા ખીજડાના ઝાડ નીચે દાટી દઈશ અને થોડું થોડું કરીને કાઢતો જઈશ એટલે તેમણે સમય ન વેડફતા પળવારમાં ખાડો ખોદી એ બધું જ ધન ત્યાં દાટી દીધું અને દીકરા સવજીને કીધું કે દીકરા આ ધન હું અહીંયા દાટુ છું એ તું અને હું બે જ જાણીએ, જ્યારે તું મોટો થા ત્યારે અહીંથી કાઢી લેજે.

સમય જતા વાર ન લાગે ચોમાસુ પૂરું થયું ગોરધન પટેલ એક રાત્રીએ જમીને સુતા એ સુતા પછી ક્યારેય જાગ્યા જ નહીં. ચાર વર્ષનો સવજી જ્યારે મોટો થયો તેના ઘરે દીકરાનો જન્મ થયો એ પણ પરણાવે એવડો થઈ ગયો ત્યાં સુધી આ વાત કોઈને ખબર ન હતી આ રાજ માત્ર રાજ રહ્યો.

એક દિવસ સવજી પટેલે એના દીકરા ગોવિંદને બોલાવીને કહ્યું કે બેટા આપણા કોઈ એક ખેતરમાં ધન દાટેલું છે પરંતુ ચોક્કસ કઈ જગ્યાએ છે એ મને યાદ નથી માટે તું ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ આપણી જમીન કે ઘર વેચતો નહીં એની શોધ તું ચાલુ રાખજે એક દિવસ તને અવશ્ય મળશે. આવી આશામાં જ ગોવિંદની જિંદગીના ઘણા વર્ષો વીતી ગયા.

કંચનબેનની વાત સાંભળી ગોવિંદ પટેલ ખેતરે ચાલ્યા ગયા, ખેતરે પહોંચીને તેઓ લીમડાના ઝાડ નીચે ખાટલો નાખીને બેઠા હતા અને વિચારતા હતા કે એ ધન કઈ જગ્યાએ દાટેલું હશે...? એમની ખોજ તેઓ આજ દિન સુધી ચાલુ રહી... પરંતુ તેમને એ ધન મળ્યું નહીં. માટે કહે છે ને કે માયા કોઈની થઈ નથી અને થશે પણ નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Horror