બસમાં થયેલી મુલાકાત - 4
બસમાં થયેલી મુલાકાત - 4
અચાનક પાછળ ફરતા હું શુ જોવું છું ? પેલા દુપટ્ટાવાળા મેડમ મારી પાછળ જ ઉભા હતા, એની નજર અમારી સામે જ હતી.
મારો મિત્ર બોલ્યો. "તું ખોટો પેલી દુપટ્ટા વળી પાછળ પડ્યો છે, જવાદે હવે એના નસીબમાંજ તું નથી"
અલ્યા ભાઈ બંદ થા તું "મેં એને ઇસારામાં કહ્યું"પણ ત્યાં તો એ બોલ્યો "નક્કી એનું સેટિંગ હશે."પેલા મેડમની નજર અમારી સામે જ હતી.
મને તો માથે પરસેવો વાળવા લાગ્યો મનમાં વિચાર ચાલતો હતો કે નક્કી આ અમારી વાતો સાંભળી ગઈ હશે,
"ભાઈ તું આજ નક્કી વાટ લગાવીશ, પ્લીઝ બંદ થા."
મિત્ર બોલ્યો "કેમ ભાઈ તું આટલો ગભરાઈ છે એ ક્યાં તારી પાછળ ઉભી છે." મેં કીધું "પાછળ ઉભા એ એજ છે દુપટ્ટાવાળી."
આટલુ કીધું ત્યાં તો પેલી છોકરી એ અમારી તરફ ડગલાં માંડ્યા, મારી તો ધડકન તેજ થવા લાગી.
"ભાઈ આવી બન્યું આજ તમારું" મિત્ર એ કીધું. પણ મારુ ધ્યાન જ નહતું. મારો મિત્ર ફરીથી બોલ્યો "ભાઈ....એ ગુસ્સે થાય એ પેલા સૉરી કહીદે"
એટલે મેં પેલા મેડમ પાસે આવ્યા એટલે તરત જ હું હિમ્મત કરી ને બોલ્યો "અમે તમારી વાતો નહોતા કરતા, અમે તમારા જેવાજ એક મેડમ છે એમની વાતો કરતા હતા, તેમ છતાં હું સૉરી કહું છું પ્લીઝ તમે ગુસ્સે ના થતા." મેં એકજ શ્વાસે એટલું બોલી નાખ્યું. અને પછી જે થયું એ જોવા જેવું હતું.
પેલા મેડમ એ કાનમાંથી ઈયરફોન નીકાળી ને બોલ્યા "તમે મને કહી કીધું ?"
આટલા શબ્દો જ્યાં સાંભળ્યા ત્યાં તો હું અને મારો દોસ્ત એકબીજા સામે જોવા લાગ્યા. ત્યાં પેલા મેડમ ફરીથી બોલ્યા "એસ્ક્યુઝ મી તમારે મારુ કઈ કામ હતું ?"
"નો..... નો.....એતો હું મારા મિત્રને કેહતો હતો કે સ્ટેન્ડ આવી ગયું છે બસ." મેં તરત જ વાત ફેરવી લીધી.
"ઇટ્સ ok. પ્લિસ જરા જગ્યા કરસો જવાની ?" એટલું બોલ્યા. મેં એમને જગ્યા આપી એટલે એ જતા રહ્યા.
સાહેબ, મારા જીવમાં જીવ આવ્યો અને મને શાંતિ થઈ કે બચી ગયા આજે. અચાનક મારી નજર એ જ્યાં ઉભા હતા ત્યાં પડી, મેં જોયું પેલા મેડમ નું પર્શ પડ્યું હતું, શાયદ ટિકિટ લેતી વખતે ભૂલમાં પડી ગયું હોઈ. કોઈ ઉપાડે એ પેલા ઝડપથી મેં ઉપાડ્યું.
મારો મિત્ર બોલ્યો.."ભાઈ આતો પેલીનું છે."
મેં કહ્યું "ચાલ એને આપી આવીયે." ઝડપથી અમે બસમાંથી ઉતર્યા એને ગોતી પણ ક્યાંય આજુબાજુમાં દેખાણી નહિ. "ભાઈ...જવાદે કાલ બસમાં આવે એટલે આપી દેજે અને એ બાને વાત પણ થાય જશે."
એટલે મેં કીધું "એની કોલેજ મેં જોઈછે.પણ..."
મિત્ર બોલ્યો "શુ પણ ?તો ચાલને એની કોલેજમાં જ સીધા પહોંચી જાઈએ."
"ના ભાઈ ના...મરવું છે. અને કોલેજમાં જઈને ક્યાં ગોતસુ ?" મેં કીધું.
મિત્ર એ કીધું "એના પર્સમાં જોને શાયદ કંઈક મળી જાય"
એટલે મેં પર્સ માં જોયું, એમાં તો બસનુ પાસ, કોલેજ ફીની રિસિપ્ટટ,થોડા રુપિયા અને બિજો થોડો સામાન. અમે રિસિપ્ટમાં જોયુ, જેમાં લખ્યું હતું "bca sem-3 , રોલ નં :94."
એટલે મેં કીધું "ભાઈ કાલ નહિ આજેજ જવું પડશે, નહિ તો એ પાસ વગર આવશે સેમા અને રિસિપ્ટમાં રોલનં. પણ છે."
મિત્ર એકદમ ઉછળ્યો "તો પછી વાર શેની ચાલો...આજે તો થઈજ જાય."
મેં પણ સાહસ કરીને કીધું "ચાલો...."
"સાહેબ.....આગળ અમે પર્સ આપવા જે કાંડ કર્યો છે શાયદ કોઈએ કર્યો હશે,, એ હું આવતા ભાગમાં જણાવું. પણ તમે રાહ જરૂર જોજો હો...."
ક્રમશ:
