Mahendrasinh Rathod(રા.મ.)

Others

3  

Mahendrasinh Rathod(રા.મ.)

Others

ફિલ્મી સાગરમાંથી એક બુંદ

ફિલ્મી સાગરમાંથી એક બુંદ

6 mins
129


ફિલ્મ વિશે તો તમે બધા ઘણું બધું જાણો જ છો ફિલ્મ એટલે અંગ્રેજીમાં જેને આપણે મુવી કહીએ. આજની નવી જનરેશનને આપણે ફિલ્મ અથવા ચલચિત્ર કહીએ કે ભાઈ કયું ચલચિત્ર જોવા ગયા હતા.. ? તો એ શાયદ માથું ખંજવાળવા લાગે પણ એવું કહીએ કે નવું કયું મુવી આવ્યું છે... ? તો તરત આંગળીના વેઢે ગણી ગણી તમને હજાર નામ આપી દે એટલે આ થઈ એક ફિલ્મની વાત.

એમ ફિલ્મોની શરૂઆત આજથી લગભગ 200 વર્ષ પહેલા કહીએ તો પણ ખોટું નથી ભારતમાં માન્યતા પ્રાપ્ત 22 ભાષાઓ છે અને આજે બધી જ ભાષાઓમાં ચલચિત્ર બની રહ્યા છે દરેક પ્રદેશની અલગ-અલગ ભાષા હોય છે અને પ્રદેશનું મનોરંજન માટે અલગ-અલગ ફિલ્મો પણ બનતી હોય છે.

ભારતમાં અલગ અલગ પ્રદેશોમાં ફિલ્મો બનાવવા માટે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે મુંબઈમાં બોલીવુડ, કોલકત્તામાં ટોલીવુડ, ગુજરાતીમાં બોલીવુડ, અલગ અલગ પ્રદેશોમાં ઇન્ડસ્ટ્રીઓ હોય છે. ભારતીય ફિલ્મ જગતની વાત કરીએ તો ભારતની સૌપ્રથમ મુક એટલે કે મૂવી ફિલ્મ સાઇલેન્ટ ફિલ્મ એ હતી રાજા હરિશ્ચંદ્ર જે દાદાસાહેબ ફાળકે દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આજે ફિલ્મ જગતનો સૌથી મોટો પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એ દાદા સાહેબ ફાળકેની યાદમાં જ આપવામાં આવે છે. આગળ જતા જોઈએ તો ભારતની પ્રથમ બોલતી ફિલ્મ જે એક ગુજરાતી વાર્તા પરથી બનેલી છે, જેનું નામ છે આલમ આરા. આમ આગળ જતા ધીમે ધીમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થતો ગયો શરૂઆતમાં આટલી બધી ટેકનોલોજી ન હતી, પરંતુ પાછળથી ટેકનોલોજી નો વિકાસ થવા લાગ્યો બ્લેક એન્ડ વાઈટમાંથી કલરિંગ ફિલ્મો બનવા લાગી અને હાલમાં તો વાત કરીએ તો બાહુબલી, કેજીએફ જેવી સારી સારી ફિલ્મો ટેકનોલોજી નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

અત્યારની ફિલ્મોનું શૂટિંગ ઓછું થાય છે અને મોટાભાગનું વીએફએક્સ ઉપર આધાર હોય છે. પહેલાંની ફિલ્મો તો ઓછા રૂપિયામાં બની જતી પરંતુ હાલની ફિલ્મોનો જે આંકડો છે એ આપણને ડર લાગે એવડો આંકડો હોય છે, 100 કરોડ, 200 કરોડ, 700 કરોડ, આ તો એનું બજેટ છે ફિલ્મ બનવાનું હવે સાચું હોય કે ખોટું હોય તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વાળા જાણે પણ એક જાહેર જનતાને હાઉ ઉભો કરવા માટે આંકડાઓ બધા માર્કેટમાં ફરતા કરવામાં આવે છે, અને એની પાછળ ફિલ્મ રજૂ થયા પછી જે કમાણીનો આંકડો બતાવવામાં આવે છે 1000 કરોડ, 1200 કરોડ એ પણ આંકડો એક કાલ્પનિક લાગે છે. એમાં આપણે બહુ ઊંડા નથી ઉતરતા પણ આ એક સામાન્ય વાત છે કે પહેલાંના ફિલ્મોમાં અને અત્યારના ફિલ્મોમાં આટલો ફરક છે. હવે વાત કરીએ ફિલ્મ વિશે તેના કલાકારો વિશે ભારતમાં બહુ સારી સારી ફિલ્મો બની છે જે સિનેમા ઘરમાં બહુ લાંબા ગાળા સુધી ટકી રહી હોય એવી પણ ઘણી બધી ફિલ્મો છે. ફિલ્મોના નામ આપવા જઈએ તો સાહેબ આખી એક પુસ્તક લખાઈ જાય. પણ આ ફિલ્મો માનવીના જીવનમાં સારો એવો પ્રતિભાવ પાડે છે. ઘણા બધા ચલચિત્રો જોઈને ઘણા બધા લોકોના જીવનમાં પરિવર્તન પણ આવે છે, આમાંથી સારી વાતો પણ ગ્રહણ થાય છે અને ખરાબ વાતો પણ ગ્રહણ થાય છે પણ ફરક પડે છે એ ચોક્કસ. ફિલ્મ જગતના મહાનાયકોની વાત કરીએ તો રાજકુમાર, પૃથ્વીરાજ કપૂર, રાજેશ ખન્ના , દેવાનંદ થી લઈને અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, આ બધા જે મારા પ્રિય પાત્ર છે. જેના ચલચિત્ર મને વધુ જોવા ગમે છે. ત્યારબાદ વાત કરીએ તો અજય દેવગન, અક્ષય કુમાર અને હાલની જનરેશનના હીરો કહીએ તો રણવીર સિંહ સિદ્ધાર્થ કપૂર થી માંડીને સારા સારા કલાકારો બોલીવુડ જગતની અંદર રહેલા છે. આ બધું તો તમે જાણો જ છો એટલે બહુ ડીપમાં વાત નથી કરવી કેમ કે આના ઉપર તો સારા સારા પુસ્તકો લખાઈ ગયા છે અને હાલમાં પણ રોજબરોજ લખાવતા રહ્યા છે.

આગળ ગુજરાતી ચલચિત્ર ની વાત કરીએ તો સૌ પ્રથમ ફિલ્મ હતી નરસિંહ મહેતા ત્યારબાદ શ્રીકૃષ્ણ સુદામા ત્યારબાદ સારા સારા લેખકોની રચનાઓ ઉપર ફિલ્મો બની છે એમાં પણ કવિ પન્નાલાલ પટેલની રચના પરથી બનેલી ફિલ્મ માનવીની ભવાઈ આગળ જતા સારા સારા ફિલ્મો બન્યા છે. અને સારું એવું પર્ફોર્મન્સ પણ આપ્યું છે હાલના જે ફિલ્મો બની રહ્યા છે એ કહેવા જઈએ તો એમાં ભાવનાઓ ઓછી અને વલગારીટી ની જાજી હોય છે બને છે. હાલમાં પણ એવા થોડા ઘણા બને છે પિક્ચરો જે તમને જોવા ગમે પણ મહદ અંશે તો કહી શકીએ કે અત્યારની કમ્પેરીઝનમાં પહેલા ના ફિલ્મો સારા હતા.

અમુક લોકોની વાત કરીએ તો ફિલ્મો પાછળનું એ લોકોનું જે ગાડંપણ હોય છે, જે ફિલ્મનું એમને જે ઘેલું લાગેલું હોય છે, પહેલા જ દિવસે પહેલા જ શોમાં કોઈપણ પિક્ચર જોવાનું એટલે જોવાનું જ એ બહુ ખતરનાક હોય છે. અમુક લોકો એક જ ફિલ્મને 100-100 વખત જોતા હોય છે, આવા પણ છે દાખલા અને હકીકત છે અમુક એવા સારા પણ ફિલ્મ હોય છે જે તમે આજે જુઓ કે વર્ષ પછી જુઓ તમને એ મજા જ આવે જોવાની. આમ તો હું પણ ચાર-પાંચ વખત ગયો છું સિનેમા ઘરમાં ફિલ્મ જોવા માટે જેમાનું હું પ્રથમ ફિલ્મ જોવા ગયો હોય તો એ છે રામલીલા આજની નવી જનરેશનને ગમે એવું મુવી છે. જેના નિર્માતા સંજય લીલા ભણસાલી છે અને જેનો ગુજરાતમાં બહુ વિરોધ થયો હતો એની સ્ટોરી પાછળ અમુક સમાજને વાંધો હતો. ગુજરાતના ઘણા બધા સિનેમા ઘરોમાં તોડફોડ થઈ હતી એને બંધ કરવા પાછળ ઘણા બધા કારણો હતા અને હોઈ શકે તેમ છતાં પણ એ ફિલ્મ સારી એવી કમાણી કરી હતી. જેના મુખ્ય પાત્રો હતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જે બંને મારા પ્રિય અભિનય કરતા છે.

ગુજરાતી ભાષામાં બનેલા ચલચિત્રોની વાત કરીએ તો એમાં અમુક ચલચિત્રો એવા છે જેણે મારા જીવન ઉપર થોડી ઘણી અસર કરી છે જે મને ખૂબ જ પ્રિય છે થોડા વર્ષો પહેલા જ આવેલું છેલ્લો દિવસ એ ફિલ્મ તેના નિર્માતા ને જ ખબર નહીં હોય કે આટલું બધું જનતાને પસંદ આવશે. એક કોલેજકાળ માં વિદ્યાર્થીઓ કેવી રીતે રહેતા હોય છે એ કોલેજનો સમય કેવો હોય એના ઉપર એ ફિલ્મ બનેલું છે. જે મને ખૂબ જ પસંદ હતું. ત્યારબાદ વાત કરીએ તો વેન્ટિલેટર જેમાં એક દીકરા અને બાપનો સંબંધ વિશે દર્શાવવામાં આવ્યું છે જે મને ખૂબ જ મારા દિલને વાત સ્પર્શી ગઈ છે.

કે એક બાપ એના દીકરાને મોટો કરવા માટે અને જીવનમાં આગળ પ્રગતિ થાય એ માટે ઘસાઈ જતો હોય છે તેનું સર્વસ્વ લૂંટાવી દે છે પરંતુ દીકરાઓ મોટા થઈને બાપની ભાવનાઓ બાપના કરેલા બલિદાન ને ભૂલી જાય છે અને સવાલ રહી જાય છે તો માત્ર એક જ તમે મારા માટે શું કર્યું ? તમે જે કર્યું એ તમારી ફરજ હતી આ શબ્દો સાંભળીને એક બાપની માથે શું આપ તૂટી પડતું હોય એ તો જે બાપ હોય એને ખબર હોય જેને ઘા વેઠીયા હોય એને ખબર હોય.

"બાપનું મૂલ્ય આપણા જીવનમાં શું હોય છે એ આપણે સમજવું જોઈએ બાપ એક ગાઢ વડલા સમાન છે, બાપ એ આપણા ઘરનું એ છાપરું છે, જે બારેમાસ તપતું હોય છે, પલળતું હોય છે, ફરતું હોય છે પરંતુ એ ઘરને કોઈ દિવસ આ જ નથી આવા દેતું એટલા માટે એ વેન્ટિલેટર ફિલ્મ મને ખૂબ જ પસંદ આવી હતી. ઘણા બધા ફિલ્મો ગુજરાતી ભાષામાં પણ બનેલા છે જે તમે બધા જાણતા જ હશો. પુસ્તકો જેમ આપણા જીવન ઉપર ગહાડ પ્રતિભાવ પાડતા હોય છે, એમ આજના જમાનામાં ફિલ્મો પણ આપણી લાઈફ સ્ટાઈલ પર આપણા માઈન્ડસેટ પર ઘણી બધી અસર છોડતા હોય છે, ફિલ્મો બનાવવા પાછળ ઘણા બધા વ્યક્તિઓનો થાક પરિશ્રમ હોય છે. ઘણા બધા રૂપિયાઓ ખર્ચાઈ જતા હોય છે, ત્યારે આપણી સમક્ષ પડદા પર રજૂ થાય છે, માટે આપણે એ નિર્માતાઓ અભિનય કરતા હો અને એની પાછળ રહેલા વ્યક્તિઓનો આભાર માનવો જોઈએ કે એ લોકોએ આપણા જીવન પર સારી એવી છાપ છોડેલી છે. 

અંતમાં મને એક ડાયલોગ્સ બહુ જ પ્રિય છે, જે માંઝી ફિલ્મનો છે, કે " ક્યાં સુધી ભગવાન ભરોસે બેસી રહીશું, કોને ખબર ભગવાન આપણા ભરોસે બેઠો હોય "


Rate this content
Log in