STORYMIRROR

Mahendrasinh Rathod(રા.મ.)

Comedy Drama

4  

Mahendrasinh Rathod(રા.મ.)

Comedy Drama

બસમાં થયેલી મુલાકાત - 5

બસમાં થયેલી મુલાકાત - 5

4 mins
318

આગળ આપણી વાતને ચલાવતા હું એટલું કહીશ કે જો તમે આ ધારાવાહિકના આગળના ભાગનું વાંચનના કર્યું હોય તો પહેલા એ વાંચી લેવું તો જ આગળની સ્ટોરીમાં મજા આવશે.

તો આપણે દુપટ્ટાવાળા મેડમનું પર્શ આપવા જવાના હતા. વાત જરાક એમ છે કે એ મેડમ એમનું પર્સ બસમાં ભૂલી ગયા અને એ પર્સ અમારા હાથે લાગ્યું. મોકા પર ચોકો મારતા હું અને મારો મિત્ર એ પર્સ એ દુપટ્ટાવાળા મેડમને આપવા જવાના હતા. મળતી માહિતી મુજબ એ મેડમ"સી.યુ.શાહ કોલેજ-ઇનકમ ટેક્સ, અમદાવાદમાં ભણતા હતા. તો હું અને મારો મિત્ર જાણે જંગ ખેલવા જતા હોઈએ એવી રીતે પોતાની જાતને તૈયાર કરી. જોકે આપણા માટે તો એ જંગ જ કેવાય કારણ કે કોઈ છોકરીને આવી રીતે ડાયરેક્ટ સીધા મળવા જ પહોંચી જવું એ કઈ જેવી તેવી વાત થોડી છે

એટલે હું અને મારો મિત્ર બંને સીધા બસમાંથી ઉત્તરીને કોલેજ પહોંચી ગયા. અને જેવાજ એન્ટર થવા ગયા ત્યાંતો બાહુબલી જેવો એક ભાઈ આવ્યો અને અમને સટાક દઈને ઉભા રાખી દીધા. મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારી મંજિલના રસ્તામાં મોટો પહાડ ઉભો કરી દીધો.

"ઉભારો ક્યાં જવું છે ? કોનું કામ છે ? આઈડી કાર્ડ બતાવો."આ શબ્દો હતા એ બાહુબલીના. એના યુનિફોર્મ પરથી લાગ્યું કે ભાઈ સિક્યુરિટીવાળા છે. એટલે વધારે કઈ બોલાય એમ હતું નહિ. કારણ કે ક્યાં જવું છે અને કોને મળવું છે એ કેવાય એમ નોહ્તું અને આઈડી કાર્ડ આપડી પાસે હતું નહિ. એટલે અમે મુંજાણાં.

"અમારી પાસે આઈડી કાર્ડ નથી." અમે સિક્યુરિટીને કીધું.

"તો શુ ચાલ્યા આવો છો આઈડી કાર્ડ વગર અંદર પ્રવેશના મળે." એનો કડક અવાજ આવ્યો.

"પણ ભાઈ અમારું જવું જરૂરી છે. તમે અમને જવાદો" અમે જરા દબાતા અવાજે કીધું.

"ના ભાઈના એમ એન્ટ્રી ન મળે"એ તો ભાઈ બગડ્યો.

એ ભાઈ અમને જવાદે તેમ નથી અને અમે પેલા મેડમને મળ્યા વગર પાછા જવી એમ નહોતા. હું વિચાર કરતો હતો ત્યાં મારા મિત્ર એ ૧૦૦ની કડકડતી નોટ નીકળીને પેલા ભાઈના ઉપરના ખિસ્સામાં મૂકી દીધી. અને જાણે જાદુ થયું હોઈ એમ પેલો સિક્યુરિટીવાળો અચાનક જ પોતાના બદલાતા અંદાજમાં બોલ્યો.

"સાહેબ કોની રાહ જોવો છો.જાવ જાવ ફટાફટ જે કામ હોઈ એ પતાવતા આવો."

હું તો જોતો રહી ગયો કે સાલું રૂપિયામાં કેટલી તાકાત છે.

"અલ્યા ભાઈ આ રૂપિયા કેમ આપ્યા ?"આગળ કઈ બોલું એ પેલા જ મારો મિત્ર મારો હાથ પકડીને ચાલવા લાગ્યો 

"ભાઈ આ બધું આમજ હોઈ એમનામ કોઈ કામ નથી થતા" મિત્ર એ મને જવાબ આપ્યો.

"પણ સાવ આમ હોઈ"...હું બોલ્યો.

"હવે ચૂપ-ચાપ પેલીને ગોતવી છે કે પાછા જવું છે ?"મિત્ર એ ઠપકો આપતા કીધું.

"સાવ આમ બ્લેક મેલ કરવાનું ?"મેં વળતો સવાલ કર્યો 

"ચાલવા માંડને બ્લેકમેલવાળી"

અમે સિક્યુરિટી કેબીનથી સીધા જ bcaના ક્લાસ તરફ ચાલવા લાગ્યા. આવડી મોટી કોલેજમાં કલાસ કેવી રીતે ગોતવો એટલે એક ભાઈને ઉભો રાખ્યોને પૂછ્યું કે...

"bca sem -3 કલાસ ક્યાં આવ્યો ?" 

"કેમ ભાઈ કોનું કામ છે તમારે ?"પેલાનો વળતો સવાલ 

"તારા બાપાનું.."મારો મિત્ર ગુસ્સામાં બોલ્યો..

"ઓ ભાઈ જરા સભ્યતાથી વાત કરો"પેલા ભાઈ સામે બોલ્યા 

"તને પૂછ્યું એનો જવાબ આપને વધારે પડતી પંચાત કરતો."મિત્ર પાછો બોલ્યો..

"નથી કેવું જાવ ગોતી લો જાતે" પેલા ભાઈ તો ચાલવા લાગ્યા..

"અરે મિત્ર સોરી એમના વાતનું ખોટુંના લગાડતા એમની મજાક કરવાની ટેવ છે." મેં ઝગડાને વધારે વણસતો અટકાવી વાતને વચ્ચે થી જ કાપી.

"પણ આવી રીતે વાત કરાય." 

"હશે ભાઈ ફરીથી સોરી" હું વાતને વધારવામાંગતો નોહ્તો.

"ok..આગળ થી લેફ્ટ ઉપર ચાલ્યા જાવ બીજા માળે ત્રીજો ક્લાસ bca sem-૩"ભાઈએ જવાબ આપ્યો.

"થેન્ક્સ ભાઈ" અમે ત્યાંથીનીકળ્યા. સીધા બીજા માળે પોહચી ગયા. લગભગ ૧૫ એક ડગલાં અમારાથી કલાસ દૂર હતો. 

જેમ જેમ ડગલાં આગળ વધતા હતા એમ એમ મારા માથા પર પરસેવો વળવા લાગ્યો..

"ઓ ભાઈ એમાં ડરે છે શુ આપડે પર્સ જ આપવા જઈએ છીએ કઈ પ્રપોઝ કરવા નહિ" મિત્ર એ મને સચેત કર્યો.

"અલ્યા અહીંયા પણ તને મજાક સુજે છે" મેં તેને સામે જવાબ આપ્યો.

"હવે ભાઈ ઉતાવળ રાખીને જલ્દી ચાલ" મિત્ર ઉતાવળો થયો.

અમે એકદમ દોડીને સીધા ક્લાસમાં.

સાલું મગજમાં જના રહ્યું કે કલાસમાં લેક્ચર્સ પણ ચાલુ હોઈ શકે. અમને તો બસ પેલા મેડમને મળવાની ઉતાવળ હતી આગળ શુ થયું હશે ? અમારા એ ક્લાસમાં ગયા પછી જે ક્લાસમાં લગભગ ૧૦૦ થી ૧૨૦ સ્ટુડન્ટ બેઠા હોઈ.

"શુ થાય ?"એકદમ સન્નાટો.બધા અમારી સામે જોવા લાગ્યા. 

મેં કલાસમાં ચારે કોર નજરને ફેરવી લીધી અને એકી જાટકે મારી નજર વચ્ચેની રોની ત્રીજી બેંચીસના કોર્નર પર પડી. હું તો એકી નજરે જોતો જ રહ્યો કે હું જેને આટલા દિવસો થી જોવું છું એ આજ મેડમ છે ? હું એ વાત તો ભૂલી જ ગયો કે અમે એ કલાસમાં ઉભા છીએ જેમાં ૧૦૦ જણા એકી ટસે અમારી સામે જોય રહ્યા છે અને અમારા કારણે જ ચાલુ લેક્ચરમાં રુકાવટ આવી છે."

"એસ્ક્યુઝમી....આ કઈ રીત છે કલાસ મા આવવાની ?" સામે જનરલ ડાયર જેવા ઉભેલા સાહેબ એ ગુસ્સામાં સવાલ કર્યો.

મારુ ધ્યાન તો પેલા મેડમ બાજુ જ હતું પણ મારા મિત્ર એ જવાબ આપ્યો.

"સોરી સાહેબ, પણ અમે એક જરૂરી કામથી અહીં આવ્યા છીએ. અમને એક મેડમનું પર્સ મળ્યું છે જેમાં એમના ડોક્યુમેન્ટ હતા. અમે એમાં જોયું તો ખ્યાલ આવ્યો કે એ મેડમ અહીં સ્ટડી કરે છે."મારા મિત્ર એ જવાબ આપ્યો.

"ઓકે....પણ એ મેડમનું નામ શુ છે એ જરા જણાવશો" સાહેબ જરા ઠંડા મગજથી બોલ્યા.

"એ મેડમનુંનામ તો..........." મારો મિત્ર મારી સામે જોઈને એટલું બોલી અટકી ગયો.

"કેમ ભાઈ તમે અટકી ગયા નામ બોલતા બોલતા" સાહેબના મોઢા પરની રેખા બદલાણી.

"એ મેડમનું નામ આ ભાઈ બોલશે.."મારી સામે આંગળી ચીંધી મિત્ર આટલું બોલી અટકી ગયો.

"એક તો તમે ચાલુ લેક્ચરે અંદર આવી જાવ છો અને મજાક કરો છો. ફટાફટ જવાબ આપો." સાહેબ જરા ગુસ્સે થયા.

"સોરી સાહેબ"મેં સાહેબને ઠંડા પાડ્યા 

"સાહેબ એ મેડમનું નામ છે....નામ છે...

એ મેડમનુંનામ જાણવાની જેટલી સાહેબને ઉતાવળ છે શુ આટલી તમને પણ ઉતાવળ છે ?

જો હોઈ તો તમારે થોડીક રાહ જોવી પડશે. કેમકે એ એક આપણો સસ્પેન્સ છે જે તમને આગળના ભાગમાં જાણવા મળશે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Comedy