લક્ષ્યની ખામી કે લક્ષ્ય માં ખામી
લક્ષ્યની ખામી કે લક્ષ્ય માં ખામી
મારા વ્હાલા મિત્રો આજ મને લક્ષ્ય ટીવી ચેનલ જોતા જોતા"લક્ષ્ય" શબ્દ પર થોડી વાત કરવાની ઈચ્છા થઇ ગઈ.
આતો બે ઘડી ગમ્મતની વાત છે સાહેબ પણ વાત વિચારવા યોગ્ય તો છે જ. કેમ કે મિત્રો જીવનમાં લક્ષ્ય એક બહુ જરૂરી શબ્દ છે. જીવન જીવવા માટે એક લક્ષ્ય તો હોવુંજ જોઈયે. જો એ નહીં હોઈ તો નકામું છે કેમકે લક્ષ્ય હશે તો જ જિંદગીમાં કંઈક કરવાની પ્રેરણા મળશે. સપના જોઇશુ તો જ એ પુરા કરવાની ઈચ્છા થશેને ?
તો મિત્રો આજે મારે લક્ષ્ય ઉપર થોડી ઘણી મને સમજ પડે એટલી વાત કરવી છે. જે મને અનુભવ અને વાંચન દરમીયાન જાણવા મળેલ છે. મારું આ શીર્સક છે કે"લક્ષ્યમાં ખામી કે લક્ષ્યની ખામી ?" જેના વિશે આપણે બે ભાગમાં સમજીયે.
લક્ષ્યની ખામી :- મિત્રો દરેકના જીવનમાં ક્યાંકને ક્યાંક તો લક્ષ્ય નક્કી કરવામાં આવેજ છે, જેમકે બાળપણમાં માતા પિતા નક્કી કરે કે મારો દીકરો મોટો થઇને ડોક્ટર, એન્જીનીયર, કે પછી કોઈ બિઝનેસમેન બનશે. તો આ એક જાતનું લક્ષ્ય જ કેવાય.આવી જ રીતે કોઈ એમ નક્કી કરે કે આ વર્સે હું મારા ધંધામાં એટલો ફાયદો તો કરીશ જ તો એ એનું લક્ષ્ય કેવાય. કે પછી કોઈ વ્યક્તિ એવું નક્કી કરે કે મારે અમદાવાદથી રાજકોટ ૩ કલાકમાં પહોંચવાનું જ છે તો એ પણ એક પ્રકારનું લક્ષ્ય નક્કી કર્યું કેવાય.
આમ આવા અનેક પ્રકારે લક્ષ્ય નક્કી કરવામાં આવે છે જિંદગીમાં, એટલે જ એવું કેવાય છે કે જિંદગી જીવવી એ પણ એક પ્રકારનું લક્ષ્ય જ કેવાય છે. એટલે મિત્રો કોઈ પણ લક્ષ્ય નક્કી કરવું જ પડે છે. આગળ કહ્યું એમ કોઈપણ જાતના લક્ષ્ય વગર આપણી રાહ ભટકી જાય છે, અપણે ક્યાં જવાનું છે એજ નહીં ખબર હોઈ તો ત્યાં પહોચશું કેવી રીતે ?
"એક ઉદાહરણ સાથે સમજીયે -- એક છોકરો છે જે ભણવામાં હોશિયાર છે તેના વાલી તેને સારી રીતે ભણાવે છે એ છોકરો ૧ થી ૧૦ સારા એવા ટકા સાથે પાસ થાય છે, પણ આગળ શુ કરવું એ નક્કી નથી એના વાલી એ પણ ક્યારેય એવું પૂછ્યું નહિ કે બેટા તારે આગળ ભણીને શુ બનવું છે ? અમને તો એમ કે ૧૦ ભણીલે પછી વિચારીશુ કે શુ કરવું. હવે ૧૦ પાસ થયા પછી ચિંતા થઈ કે આગળ કઈ લાઈન લેવી ? કોમર્સ, સાઇન્સ, કે પછી આર્ટસ. તો છોકરાના પેરેન્ટ્સે ૫- ૧૦ લોકોને પૂછ્યું તો બધાના અલગ અલગ જવાબ મળ્યા, કોઈ કહે સારા ટકા છે એટલે સાઇન્સ જ કરાવાય, તો કોઈ કહેનાના કોમર્સ જ કરાવાય, તો પછી કોઈ કહે અરે હાલ તો iti અને ડિપ્લોમાનીમાંગ વધુ છે તો એ જ કરવો.
આવા અલગ અલગ જવાબોથી વાલી મુંજાણાં અને અંતે અમને એને કોમર્સમાં ભણાવ્યો, પણ પેલા છોકરાને પૂછ્યુઃજ નહિ કે તારે શુ કરવું છે. પછી ૨ વર્સ વિતિ ગયા માંડમાંડ કોમર્સ પત્યું પાછી નવી મુસીબત કે આગળ કોલેજ શેમાં કરશુ ? પાછું પેલાની જેમ લોકોનો મંતવ્ય જાણ્યો ત્યાં પણ જવાબો જુદા જુદા. કોઈ કહે bca, તો કોઈ કહે bba અને પાછી એવીજ ભૂલ છોકરો શુ કરવા માંગે છે એ નહિ પણ લોકો શુ કહે છે એ કરો અને પછી bca લીધું પણ આગળ જતા છોકરો પરાણે પરાણે કોલેજમાં ગયો પણ છોકરો કોમર્સ લાઈનમાં સેટ થયેલો અને હવે પાછું કોમ્પ્યુટર લાઈનમાં સેટ થવાનું.છોકરાને એ ફાવતું નથી એટલે એનાપાસ થાય છે."
આ હતી લક્ષ્યની ખામી. આમ કોઈપણ લક્ષ્ય નક્કી કર્યા વગર બસ આગળ જઈને વિચારસું અને કાંતો લોકોનો મંતવ્ય જાણીને વિચારીશુ તો નહિ મેળ પડે, અને આ છોકરાની માફક જીવન બગડશે. માટે જો છોકરાના વાલી તેને નાનપણથી જ પૂછીને એક લક્ષ્ય નક્કી કરી નાખે તો તેને મેળવા બાળક અને તેના માતા- પિતાને સહેલાઇ પડે છે, અને લક્ષ્યની દિશામાં યોગ્ય પગલાં ભરી શકે છે.
ફલાણાનો દીકરો આમાં ભણે છે તો આપડે પણ એજ કરવું, કે પછી તમારી ઈચ્છા છે એટલે એજ ભણાવો એવી ખોટી જીદ બાળકો પરના થોપવી જોઈએ. લોકો શુ કહેશે એની ચિંતા ન કરો પણ બાળકને શેમાં રુચિ છે એ જાણવાની કોશિશ કરો. માટે લોકોના મંતવ્ય જાણીને નહિ પણ આપણું મન શુ કહે છે એમ લક્ષ્ય નક્કી કરો. "પણ તમારે લક્ષ્ય તો નક્કી કરવું જ પડશે."
લક્ષ્યમાં ખામી :- તો આગળ મુજબ કે લક્ષ્ય ખુબજ જરૂરી છે, જીવનમાં અને કંઈક મેળવવા એક લક્ષ્ય નક્કી કરવું પડે. અને એ મુજબ આપણે આપણા જીવનમાં એવા ઘણા લક્ષ્ય નક્કી કરતા હોઈએ છીએ જેમ કે ડોક્ટર બનવુ, વકીલ બનવું, એન્જીનીયર કે પછી બિઝનેસમેન બનવું, આવા આપણે ઘણા અગણિત લક્ષ્યો નક્કી કરીયે છીએ. પણ ક્યારેય એ જાણવાની કોશિશ કરી કે શુ આપણું નક્કી કરેલું લક્ષ્ય યોગ્ય છે કે નહિ ? શુ આપણે એને મેળવી શકીશુ ? શુ એને મેળવા માટે યોગ્ય પગલાં કે મહેનત કરીયે છીએ ?
પણ મિત્રો આવા સવાલ લક્ષ્ય નક્કી કાર્ય પછી નહિ પણ પહેલા થવા જોઈએ. પરંતુ દરેક કિસ્સામાં આ સવાલો લક્ષ્ય મેળવવાની દોટમાં ઘણા આગળનીકળી ગયા પછી થતા હોઈ છે. અને જયારે આવા સવાલ સવાલ મનમાં ઉભા થાય એટલે માનવું કે નક્કી આપણા લક્ષ્યમાં ખામી છે. એટલે આપણે હિંમત અને મહેનત કરવાની તેવડ હોય એવાજ લક્ષ્ય નક્કી કરવા. દરેક વ્યક્તિ બિલ ગેટ્સ કે પછી શ્રી નરેદ્ર મોદી બનવાની ઈચ્છા રાખે એ કેમ ચાલે. દરેક વ્યક્તિ તો વડાપ્રધાનના બની શકેને ? પછી લોકો કહે છેને કે"ચાદર હોઈ એટલાજ પગ લાંબા કરાય" માટે લક્ષ્ય એવાજ નક્કી કરવા જે પુરા થઈ શકે મિત્રો.
એક ડિપ્લોમાનો વિદ્યાર્થી છેક ફાઇનલ વર્ષમાં આવીને વિચારે છે કે સાલું આ નતું કરવાનું કેમ ? એટલા માટે કે મારા મિત્ર એ આ જ લીધું હતું તો હું પણ આજ કરીશ, અને પછી દેખાદેખીમાં atkt ઓ વધી જાય છે અને પછી સોલ નથી થતી આ હતી લક્ષ્યમાં ખામી.
એક બીજું ઉદાહરણ આપું- જેમાં સ્નાતક થયા પછી એવું વિચારે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે અને એમાં ૨- ૩ વર્ષ ગયા પછી પાસ ના થાય એટલે વિચાર આવે કે શુ આ લઈનમાં આવીને મેં ભૂલ તો નથી કરીને ? અહીં ફરીથી લક્ષ્યમાં ખામી દેખય છે. ડિપ્લોમા કરવું કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી એ એક સારું લક્ષ્ય કેવાય, પણ એને પૂરું કરવામાં યોગ્ય મહેનતના કરવામાં આવે એટલે આપણને આપણા જ લક્ષ્યમાં ખામી દેખય છે.
મારી નજરે જોયેલા દાખલા છે એવા જેમાં નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ હારી જાય છે લોકો, અધવચ્ચે પહોંચીને પછી વિચારે કે આનોતું કરવા જેવું પણ ત્યારે મોડું થઇ જાય છે. અને હા દરેક માણસ પોતાના જીવનમાં એકવાર તો આ વિચાર કરેજ કે"સાલું આના કર્યું હોત તો સારું થાત કે પછી એ સમયે એ કરીનાખ્યું હોત તો સારું થાત".
માટે મિત્રો જીવનમાં સમજી વિચારીને લક્ષ્ય નક્કી કરો અને એને પુરા કરવા જીજાન લગાવી દો, પોતાનું ૧૦૦% એમાં લગાવીદો અને ક્યારેય પીછેહટ નહિ કરવાની કે એવા વિચાર પણ નહિ કરવાના. હંમેશા સકારાત્મક ઉર્જા રાખો.
"તમે તે કરી જ શકશો"
