STORYMIRROR

Bindya Jani

Abstract Tragedy

3  

Bindya Jani

Abstract Tragedy

બંધ ડાયરીનું પાનું

બંધ ડાયરીનું પાનું

1 min
254

આજ અચાનક વર્ષો પછી તેની સાથે મુલાકાત થઈ. અને વર્ષો પછી મારી બંધ ડાયરીનું પાનું ખુલી ગયું. મારી નજર વિતેલા વર્ષોની યાદમાં ખોવાઈ ગઈ. અને હું શોધતો રહ્યો એ ડાયરીનું પાનું 

મારી એ ડાયરી અકબંધ સચવાયેલી હતી દાગીનાની જેમ મારા દિલોદિમાગની પેટીમાં. આજે પણ મેં તેને ધૂળ લાગવા નહોતી દીધી. એક પછી એક પાના ઉથલાવતા મારી નજર એ યૌવનના ઉંબરે ડગ માંડતા મુગ્ધાવસ્થાની ઉંમરમાં જઈ પહોંચ્યો. હું જાણે કે 30 વર્ષ પહેલાંનો આકાશ બની ગયો. 

મારું મન ધરતીની યાદોમાં ખોવાઈ ગયું. અને હું એ સોનેરી દિવસોની યાદોને તાજી કરતો ગયો. ભલે એ યાદો કદાચ મારા પૂરતી જ મર્યાદિત હતી. 

હું હંમેશાં તેને જોવાનો પ્રયત્ન કરતો. પણ તે ક્યારેય મારી સામે એ રીતે જોતી નહીં. ક્યારેક શબ્દોની આપ લે જરૂર થતી પણ એ પણ સામાન્ય. આમ તો અમે એક જ ફળિયામાં રહેતા અને અમારાં ઘર વચ્ચે સારો એવો ઘરોબો પણ હતો. અમે સાથે રમ્યા હતાં અને જમ્યા પણ હતાં. તે મારા ઘરે ઘણીવાર આવતી.પણ તેના દિલ સુધી પહોંચવા હું કામયાબ નહોતો રહ્યો. કદાચ મારા શરમાળ સ્વભાવના કારણે હું ઈચ્છતો હોવા છતાં પણ તેને ક્યારેય એ રીતે મળી શક્યો નહોતો. 

તે તેના સંસારમાં ગોઠવાઈ ગઈ મારા દિલની વાત તેના સુધી ન પહોંચાડી શકવાનો અફસોસ રહી ગયો. 

જે વાત તેને વર્ષો પહેલાં ન કહી શક્યો તે આજે તેને મળવાની ખુશીમાં અનાયાસે કહેવાય ગઈ. તે માત્ર એટલું જ બોલી તું આકાશ ન હોત તો ? 


Rate this content
Log in

Similar gujarati story from Abstract