Mariyam Dhupli

Thriller

3  

Mariyam Dhupli

Thriller

બંધ બારણું

બંધ બારણું

1 min
532


ઓરડામાંથી નિરાશ ડગ બહાર નીકળ્યા. બારણું સાચવીને બંધ થયું. સોફા ઉપર ગોઠવાતા મુખમાંથી નિસાસો વેદનાનું રૂપ ધારણ કરી રહ્યો. હતાશ પત્નીના આગમન સાથે જ સમાચારપત્ર સંકેલાઇ ગયું. પતિનો આશ્વાસન સભર હાથ ખભે અનુભવતા જ આંખો વરસી ઉઠી. 


" આપણે એના ભલા માટે જ તો...."

અંદરના ઓરડામાંથી કંઈક અફળાવાનો ક્રોધપૂર્ણ અવાજ બહાર સુધી પડઘાયો. 

" આપણી જોડે એનું ભવિષ્ય વધુ ઉજ્જવળ, સુંદર અને તકસભર હશે એ ક્યારે સમજશે ?"

" થોડો સમય, થોડી ધીરજ. સૌ ઠીક થઇ રહેશે. ચિંતા ન કર. "


અંદરના ઓરડામાંથી નીકળી રહેલા નાનકડા ડૂસકાંઓ સાંભળતાજ ફરીથી ચિંતિત ડગ ઓરડા અંદર ધસી ગયા અને બારણું બંધ થયું.

સમાચારપત્રમાં પુનઃ ધ્યાન કેન્દ્રિત કરતી આંખો આગળ જડબેસલાક કર્ફ્યુ , બંધ બારણાંઓ અને આર્ટિકલ ૩૭૦ તરી રહ્યા જ કે....


અંદરના ઓરડામાંથી ફરીથી ખળભળાટ ગુંજ્યો. 

અનાથાશ્રમમાંથી ગોદ લીધેલ બાળક અનાથાશ્રમ પરત થવા ફરીથી જીદે ચઢ્યું.


સમાચારપત્રમાંથી ઉપર ઉઠેલી વિસ્મિત નજર આગળ હતું એક બંધ બારણું ,

તદ્દન સમાચારપત્રમાં પ્રકાશિત બંધ બારણાંઓ જેવું જ.......!


Rate this content
Log in

Similar gujarati story from Thriller