STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

4  

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

બિનપરંપરાગત શ્રાદ્ધ

બિનપરંપરાગત શ્રાદ્ધ

1 min
590

 કુટુંબીજનોનાં પિતૃતર્પણની તિથિઓ ભાદરવા વદ ચૌદસ સુધીમાં આવતી અને વિધિપૂર્વક એનું તર્પણ થતું. આજે શ્રાદ્ધ પર્વનો અંતિમ દિન - ભાદરવા વદ અમાસ, બે વર્ષ પહેલાં પરણીને આવેલી વહુએ આજે પણ શ્રાદ્ધની વિધિની તૈયારી કરી. સૌ તેની સામે અચરજથી જોઈ રહ્યાં. 

સૌનાં મનમાં ચાલી રહેલી ગડમથલને સમજી જતાં તેણે અશ્રુભીની આંખે ઉત્તર આપ્યો, "આ મારી કોખમાં જ મૃત્યુનાં દ્વારે પહોંચેલ મારી દીકરીનું શ્રાદ્ધ છે, જેને આપ સૌ એ સાપનો ભારો ગણી મૃત્યુદંડ આપ્યો. હું એ વખતે લાચારીમાં કંઈ કરી ન શકી, પણ આજનું આ શ્રાદ્ધ મારી આ લાચારીનું પુનરાવર્તન ન થાય તેના માટે છે."

ઘરનાં સૌ વહુ દ્વારા કરવામાં આવેલ બિનપરંપરાગત શ્રાદ્ધનાં કારણ માટે શરમ અનુભવી રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract