બિચારો
બિચારો
“બિચારો ”
ભાવનાત્મક વર્તમાનની આગળની કડી
મૌનથી ભરેલ ભારેખમ જ્યોતિ હોસ્પિટલ જે ડોક્ટર વિશ્વાશના બંગલાનો ટોપ ફ્લોર ઓરડો. તેમાં કહાનની ખાલી વિલ્ચેર ખૂણે ઉભી હતી. ત્યાં પહેલાં એ જગ્યાએ ગુલાબી ટેડી બેર બેસાડેલા હતાં હોય , હવે ફક્ત કહાનની નિશાની છે –
એક યાદ.
કિયારા દરરોજ આવે. ખુદ સાથે નહીં, પરંતુ કહાને લખેલી ડાયરી લઈને.
"બિચારા"ની હવે પહેલી લાઇન, આખરી બની ગઈ છે
—
કહાન અને કિયારા દો દિલ એક ધડકન.
સિનેમાના સીન મુજબ બદલાતી ક્ષણોમા, એક દિવસ રાત્રે મ્યુજિકનો શો પતાવી કહાન તેની સ્કૂટી પર પાછો આવી રહ્યો હતો. શો કામયાબ નીવડ્યો હતો તેની ખુશાલીમા વધારે પીવાઈ ગયેલું, જેથી તે ઘેરના બદલે સીધો હોસ્પિટલ પહોંચી ગયો.
કહાન ની નાજુક હાલત, મલ્ટીપલ, ફ્રેક્ચર અને બિલની રોજ બદલાતી રકમનું દબાણ વધતું હતું. કહાનની સીમિત બચત જોઈ, લાગણી અને જવાબદારી નો મેળ નહતો પડતો.
આખરે તેણે બિચારા કહાન માટે, ડોક્ટર વિશ્વાસ ની One Night Stand નીઓફર સ્વીકારી કહાનની ટ્રીટમેન્ટ કરાવી.
તે દિવસથી કિયારાએ કહાન થી કિનારે રહેવાનું ચાલુ કરેલું, તો બીજીબાજુ ડોક્ટર વિશ્વાસમા તેનો વિશ્વાશ વધતો ગયો.અને સ્વપ્ન પળોની ચાહમા તેને સમર્પિત થઈ ગઈ.
સ્વપ્ન પછી હકીકતની દુનિયામા પગરવ થયો, તયારે ખબર પડી કે એ One Night Stand ની રમત હતી, જે તે પહેલી નહતી .
કહાન અક્ષત તેને સમર્પિત હતો, પણ તાળા વગરના કિયારાના દિલના દરવાજામા કોઈ પગરાવ કરી ચુક્યો હોઈ, કિયારા પોતે તેણે લાયક નથી, સમજી એ તેના દિલના દરવાજા કાયમી બંધ કરી દીધેલા હતાં.
માંદગી અને કિયારાનો નિષતેજ પ્રતિભાવ, બન્ને માર સહન ન થતાં, કહાન દુનિયા ને અલવિદા કરી ચુક્યો હતો. તેના સમાન માં થી એક ડાયરી કિયારા ને હાથ આવી.
કિયારાના હાથમા રહેલી કહાનની ડાયરી ના પાને કોક જગ્યાએ લખેલુ...
"આમ તો શ્વાસ તૂટ્યા બાદ પણ દિલ તો ધબકશે જ …
પણ કોઈના દિલ મારે નામે ધબકે તો બીજો જ અર્થ થાય."
એ દિવસે 8PM કલાકે જ્યોતિ બાંગ્લામાં એક છોકરી આવી — રૂહિ. તે કિયારાને નજાણતી નહોતી. પણ કિયારા તેને જાણતી હતી.
ગઈકાલે એક જીવલેણ અકસ્માત મા ઘાયલ યુવાન નો નવો કેસ આવ્યો હતો.
" રુહીની ચહેરા ની તાસીર જોઈને, કિયારા ને લાગ્યું કે કહાની રિવાઇન્ડ થવાની છે'.
કદાચ હું એની છેલ્લી લાઇન લખી શકું. તો તે કહાન માટે શ્રદ્ધાંજલિ લેખાશે...
એ રાતની સવાર પડે તે પહેલા ડોક્ટર વિશ્વાશનો ભ્રમ તૂટી ચુક્યો હતો. ઇન્ટેરોગેશન રુમની થાપટો પછી હવે ડોક્ટરને કોઈ તબીબ દ્વારા ટ્રીટમેન્ટની જરૂર હતી, પણ સરકારી દવાખાનું મોડી સવારે ખુલવાનું હતું.
કહાન ની યાદમાં કિયારાએ શરૂ કરેલી વાત હવે બીજી ભાષામાં ગુંજવા લાગી.
"બિચારો"...
પણ યાદ રાખો,
બિચારાપણું એટલે અંત નથી — એ તો ક્યારેક ભૂલ સુધારવા ની પહેલ પણ હોય શકે.
.“હું મારી જાતથી નફરત કરું છું કહાન...
પણ તારા શ્વાસ ટકી રહે એ માટે હું મારી લાગણી દફનાવી.
આ નફરત તારા માટે નહોતી — એ તો મારી જાતને લાગેલી સજા હતી.
હું તારી ધબકતાની કિંમત ચુકવી હતી
— પોતાના આત્માને જુદી કરી."
કહાન તારી આ ડાયરીમાં આગળની લાઈન જોડાવા હું આવતા જન્મનો ઇંતેજાર કરવાનું પસંદ કરું છુ, શું તું પણ રાહ જોઇશ ને? આ બિચારી ની.
---
ફાયનલ

