ભારતભ્રમણ
ભારતભ્રમણ
મીનાબેન અને મહેશભાઈ બન્નેફરવાના ખુબ જ શોખીન. નોકરીમાંથી રજા મળે કે તરત જ ફરવાં નીકળીપડે. આ વખતનાં વેકેશનમાં મહેશભાઈએ સુચન કર્યું કે,"આપણે ફોરનની ટુર તો ઘણી કરી પણ આપણાં દેશમાં જ ઘણું બધું જોવાનું છે.
વિવિધ રાજ્યો, એમનો પહેરવેશ, ખોરાક,તહેવાર, રીતરિવાજ, સંસ્કૃતિ,કલા બધાંમાં એટલી બધી વિવિધતા ભરી છે કે જોવાની ખુબ મજા આવશે.
બન્ને તૈયારી કરીને નીકળી પડ્યાં, અલગારીની જેમ.અંતરિયાળ ભાગો સુધી ગયાં. લોકોને મળ્યાં,તેમની સાથે રહ્યાં અને આપણાં લોકો એટલે "અતિથિ દેવો ભવ." બધાંની આગતાસ્વાગતા જોઈને ખુબ ખુબ થયાં.બધાંએ જ સંભારણાં રૂપે વિવિધ કલાકારી કરેલી ચીજવસ્તુ આપી. તેઓ જ્યારે બધાંની તસવીરો, યાદગીરી લઈને ઘરે આવ્યાં ત્યારે એમણે મનોમન આપણાં ભારત દેશની જાહોજલાલીને સલામ ભરી.
