Bhanu Shah

Comedy

3  

Bhanu Shah

Comedy

રવિનાનો રવિવાર

રવિનાનો રવિવાર

1 min
198


"રવિવાર એટલે પરિવાર" આ ઉક્તિ રવિના માટે એકદમ બંધબેસતી હતી એ તો એની રવિવારની દિનચર્યા જોઈને સૌને ખ્યાલ આવી જ જશે.

રવિવાર એટલે બધાંને મોડાં ઊઠવાનો પીળો પરવાનો રવિનાને બાકાત રાખીને....કેમ ?

શનીવારની રાતે જ ગરમ નાસ્તાની ફરમાઈશ આવી ગઈ હોય. ઊઠીને નાસ્તાની તૈયારી, બપોરના જમવામાં પણ કાંઈક હટકે !

પહેલાં પતિદેવ ઊઠે એટલે ચા નાસ્તો કરીને ઘરનાં કામે લાગે.

દરેકનાં રૂમમાંથી જ્યાં ત્યાં લટકતાં ધોવાનાં કપડાં ભેગાં કરે. પલંગમાં પડ્યો પડ્યો રૂમિતનું ફરમાન છૂટે છે ,"મમ્મી, મારાં કપડાં ધોઈને ઈસ્ત્રી કરી દેજે. સાંજે મારે પહેરવાં છે." કહેતાં કહેતાં ઊઠીને પલંગમાં જ

વોટસેપનાં મેસેજ જોવાં બેસી ગયો.

કોલેજકન્યા રૂત્વી મોબાઈલ ઉપર પિકનિક જવાનો પ્રોગ્રામ બનાવવામાં બીઝી હતી.

પતિદેવ છાપુ વાંચીને આળસ મરડતા મરડતા ઉવાચ્યા,"રવિના, હું તને કહેતાં જ ભૂલી ગયો. આજે સાંજે મારા બોસ પત્ની સાથે જમવાં

આવવાનાં છે. અફલાતૂન બનાવજે, પ્રમોશનનાં ચાન્સ છે."

રવિના,".............!!"

દરરોજ દસ વાગે વ્યવસ્થિત થઈ જતું ઘર આજે બાર વાગ્યાં સુધી વેરવિખેર પડયું હતું ન રવિનાને તૈયાર થવાનો સમય મળ્યો હતો.

પરિવારનાં રવિવારની પરોજણમાં એ બાઘડા જેવી ફરતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy