ભરોસો તૂટ્યાનો આઘાત
ભરોસો તૂટ્યાનો આઘાત
આખું ઘર પરેશાન હતું. પાંચ વર્ષની માહીને લેવા ગયેલો ડ્રાઈવર વિનોદ હજી આવ્યો નહોતો.
આ એ જ વિનોદ હતો જેને અતુલભાઈ પોતાના ગામથી લઈ આવેલા.ભણાવ્યો, પોતાની ઓફિસમાં કામ શીખવ્યું. ઘરમાં જ્યારે ડ્રાઈવરની જરૂર પડી ત્યારે ડ્રાઈવીંગ શીખવીને ઘરનાં નાનાં - મોટા કામ, બાળકોને શાળાએ લેવાં મૂકવા જવાનું કામ તે કરતો.
માહી નાની હતી ત્યારથી એને રમાડતો અને શાળાએ જવા જેવડી થઈ ત્યારે વિનોદ જ મૂકવા જતો. એક ઘરની વ્યક્તિ જેટલો ભરોસો બધાંને એનાં પર હતો.
રોજ સમયસર આવી જતી માહી તે દિવસે મોડી પડી. શાળામાં ફોન કર્યો તો ત્યાં તાળાં લાગી ગયેલાં. વિનોદનો ફોન બંધ હતો. ઘરનાં બધાં જ રઘવાયાં બની ગયાં હતા. ચારે બાજુ તપાસ કરવાં નીકળી પડયાં.
શહેરની બહાર અવાવરું જગ્યામાં એમની કાર જોઈ. વિનોદ ફરાર હતો. બાજુનાં ખાડામાં વિખરાયેલી અવસ્થામાં માહીની લાશ જોઈ.
વિનોદ પર આંધળો ભરોસો કરવા બદલ બધાંને ખુબ જ પસ્તાવો થયો પણ બહુ જ મોડું થઈ ચૂક્યું હતું. અતુલભાઈ તો આઘાતથી ત્યાં જ ફસડાઈ પડયા.
