Bhanu Shah

Drama

3  

Bhanu Shah

Drama

કોણ હલાવે લીમડી

કોણ હલાવે લીમડી

1 min
116


પંદર વર્ષ પછી ભાઈબહેનનું મિલન રાખડીની સાક્ષીએ થઈ રહ્યું હતું. બંનેની આંખોમાંથી ખુશીનાં અશ્રુની ધારાઓ વહી રહી હતી. એક ગોઝારા અકસ્માતમાં નાની ઉંમરે માબાપને ગુમાવ્યાં પછી 

અનાથાશ્રમમાં આશરો પામેલાં મિત અને મીતાને નાની ઉંમરમાં જ, બે જુદાં જુદાં દંપતિ દત્તક લઈ ગયેલાં. મીતા આપણાં દેશમાં જ્યારે મિત વિદેશમાં ....

બંને ભાઈબહેન આ બધું સમજવાં માટે નાનાં હતાં. બંને જેમ જેમ મોટાં થતાં ગયાં તેમ તેમ આછું આછું યાદ આવવાં લાગ્યું. એકબીજાની યાદ આવવાં લાગી પણ શરૂઆત કયાંથી કરવી ?

કોઈ છેડો પણ તેમની પાસે નહોતો. મીતાએ હિંમત કરીને તેના પાલક પિતાને વાત કરી. ધીમે ધીમે તેઓ મીતાની ભાઈ પ્રત્યેની લાગણીને સમજવાં લાગ્યાં.

તેમણે અનાથાશ્રમથી શરૂઆત કરી. આશ્રમનાં કોઈ બાળકનો અતોપતો આપવો એ એમનાં નિયમની વિરુદ્ધ હતું પણ ભાઈબહેનની લાગણીને માન આપીને તેમણે તે દેશનું નામ આપ્યું. આપણાં દેશની એમ્બસીએ તેમને ખરાં દિલથી મદદ કરી અને ભાઈબહેન ઘણાં પ્રયત્ને અને લાંબા સમયનાં અંતરાલે મળી શક્યાં. એ શુકનવંતો દિવસ હતો રક્ષાબંધન. અને....

"કોણ હલાવે લીમડી,

ને કોણ ઝૂલાવે પીપળી ?

ભાઈની બહેની લાડકી,

ને ભઈલો ઝૂલાવે ડાળખી."


Rate this content
Log in

Similar gujarati story from Drama