Bhanu Shah

Children Stories Tragedy Crime

3  

Bhanu Shah

Children Stories Tragedy Crime

ભરોસો તૂટ્યાનો આધાત

ભરોસો તૂટ્યાનો આધાત

1 min
172


આખું ઘર પરેશાન હતું. એમની પાંચ વર્ષની પૌત્રીને સ્કુલમાંથી લઈને વિનોદ (એમનો ડ્રાઈવર) હજી ઘરે નહોતો આવ્યો. આ એજ વિનોદ હતો જેને અતુલભાઈ પોતાને ગામથી શહેરમાં લઈ આવેલા. એને ભણાવ્યો, ઓફિસનું કામ શીખવ્યું અને જયારે ડ્રાઈવરની જરૂર પડી તો ડ્રાઈવીંગ શીખવ્યું.

ઘરનાં નાનામોટાં કામ,બાળકોને લેવાંમૂકવાં જવાંનું કામ એને રહેતું. અતુલભાઈની પૌત્રી માહીને મૂકવા પણ એ જ જતો. નાનપણથી મોટી થઈ ત્યારથી વિનોદ એને રમાડતો. પાંચ વર્ષની માહીને એને ભરોસે જ મોકલતાં. ક્યારેય નહીંને એ દિવસે માહીનો આવવાનો સમય થઈ ગયો, વિનોદનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. સ્કુલમાં ફોન કર્યો તો ત્યાં પણ તાળા લાગી ગયાં હતાં.

હવે ઘરનાં બધાં સભ્યો રધવાયાં બની ચારે બાજુ તપાસ આદરી. શહેરની બહાર અવાવરું જગ્યા પાસે એમની ગાડી પડેલી જોઈ. એની બાજુમાં પાણીનાં ખાડામાં પિખાયેલી માહીની લાશ પણ મળી આવી. વિનોદ ઉપર આંધળો ભરોસો કરવા બદલ ખુબ પસ્તાવો થયો પણ બહું મોડું થઈ ચુક્યું હતું.

ભરોસો તૂટયાનો આઘાત અતુલભાઈ ખમી ન શક્યાં અને ત્યાં જ ફસડાઈ પડયા.


Rate this content
Log in