Bhanu Shah

Thriller

3.5  

Bhanu Shah

Thriller

હાજી કાસમની વીજળી

હાજી કાસમની વીજળી

1 min
179


આજની પેઢીને અને કદાચ આપણાંમાંથી પણ ધણાંને 'ટાઈટેનિક' ફિલ્મ બહુ જ ગમી હશે અને એનાં વિશે પુષ્કળ માહિતી પણ હશે.

આપણે ત્યાં પણ આવી જ એક દુર્ધટના ૧૧૨ વર્ષ પહેલાં બની ગઈ એનો ખ્યાલ બહું ઓછાં લોકોને હશે.

૮ ,ડીસેમ્બર,૧૮૮૮નાં રોજ માંડવી

(કચ્છ)થી ઉપડેલી આગબોટની સત્ય ઘટના છે.

શેફર્ડ કંપનીની બનાવટની આ જહાજની

પહેલી જ સફર હતી. માંડવીથી મુંબઈ જઈ રહી હતી. વીજળીનાં દીવાનો ઉપયોગ આ જહાજમાં પ્રથમ વખત જ થયો હોવાથી એનું નામ વીજળી રાખવામાં આવેલું.

કાસમ ઈબ્રાહીમ એનો કપ્તાન હતો જે હાજી કાસમના નામે ઓળખાતો. આ સફર એટલાં માટે ખાસ હતી કારણકે તેમાં તેર વરરાજા, જાન સહિત જઈ રહ્યાં હતાં જેની,

પીઠી ચોડેલી, કોડભરી કન્યાઓ મેંદી રંગ્યાં હાથે રાહ જોઈ રહી હતી.

    શાહુકાર વેપારીઓ, શેઠીયાઓ, મેટ્રિકની પરીક્ષા આપવાં જતાં વિદ્યાર્થીઓ સફર કરી રહ્યાં હતાં. પોરબંદર છોડ્યા પછી દરિયાઈ તોફાનનાં એંધાણ આવી ગયાં હતાં પણ કપ્તાનને પોતાનાં પર અને જહાજ પર પૂરેપૂરો ભરોસો હતો ઉપરાંત ગભરાઈને જહાજ રોકી દે તો ભોમકા લાજે એવું તેનું માનવું હતું. અંતે પોરબંદર અને માંગરોળ વચ્ચે તોફાનમાં જહાજ સપડાયું અને તહસનહસ થઈ ગયું.

જહાજનાં કોઈ અવશેષ પણ ન મળ્યાં અને કોઈ વ્યક્તિ પણ ન બચી અને એક કરુણાન્તિકા બની ગઈ જે ટાઈટેનિકથી જરાય કમ નહોતી.

આ દુર્ધટના પર શ્રી ઝવેરચંદ મેઘાણીએ લોકગીત રચેલું જેનાં વગર ડાયરો અધૂરો ગણાય.

"હાજી કાસમ તારી વીજળી,

મધદરિયે વેરણ થઈ." -ઝવેરચંદ મેઘાણી

   'હાજી કાસમ તારી વીજળી' નામક નવલકથા લેખક શ્રી ગુણવંતભાઈ

આચાર્યએ લખેલી. 'ગુજરાતની ટાઈટેનિક' ઉપરથી પણ સારી ગુજરાતી ફિલ્મ બની શકે.


Rate this content
Log in

Similar gujarati story from Thriller