Kalpesh Patel

Romance Crime

4.9  

Kalpesh Patel

Romance Crime

ભાઈ - 1

ભાઈ - 1

8 mins
1.1K


ઘસરકો પડ્યા વગર ઓઝલ થઈ સંસાર સગરમાં સરી ગયેલ મારિયા અમે તારે પગલે ....

જગજીવનદાસ સોઢા કુટુંબ:- {૧}જગદિશ, ઉર્ફે જગભાઈ,અને ઉર્ફે જગજીવનદાસ,{૨} મારિયા જગદીશની ધર્મપત્ની,{૩}વિનય જગદીશનો પાલકપુત્ર {૪}મનસુખ જગદીશનો મોટો દીકરો{૫}માલતી મનસુખની પત્ની {૬} યોગેશ જગદીશનો નાનો દીકરો, {૭} યોગિની, યોગેશની પત્ની,{૮}ગુંજન જગદીશની દીકરી,{૯} ગૌરાંગ ગુંજનનો મંગેતર,{૧૦} મનસુખનો દીકરો,{૧૧} મનસુખની દીકરી,{૧૨,૧૩ અને ૧૪ } યોગેશની દીકરીઓ

જુહુ બીચ ઉપર આવેલા લા’બેલા ટાવરના સત્તરમે માળે આવેલ સી-ફેસ પેન્ટહાઉસનાં બગીચામાંમાં સવારના છાપાઓની વચ્ચે જગજીવન શેઠ સવારની ચાય પીતા છેલ્લા પચાસ વરસના લેખાં-જોગા જોતાં પોતાના અતીતમાં ખોવાઈ ગયા,પચાસ વરસ પહેલા મોટે ભાગે રેલ ગાડીને જ તેમનું ઘર ગણીને મુંબઈ નવસારી મુંબઈના અગણિત ફેરા કરી કાચા –પાકા હીરાની હેરફેર કરતો આંગડિયો જગલો, અને અને આજની તવારીખ ના જગાભાઈ- જગજીવનદાસમાં ખોવાઈ જતા " મારિયા"ની યાદ તેઓની પાંપણ ભીંજવી ગઈ.

‘કેટલું...... જલદી બધું બદલાઈ ગયું ?’ આજની સવારે જગાભાઈને તેમનું બાળપણ યાદ આવી ગયું. ગણદેવી ગામના પેલા નાનકડા ઘરમાં પહોચી જઈ ભૂતકાળના દિવસો યાદ આવ્યા.

રે “જગા”, જરા સમજ, હવે ભણતરનો જમાનો આવશે ! તું વાડીએ આવીશ નહીં ! બધુ થઈ રે'શે ..એ..તો ! આ મારી સાઈકલની વાંહે બેસારીને તને સ્કૂલે મૂકતો જઈશ .. અને સાંજે હું વાડીએથી પાછો આવીશ ને ત્યારે તને ઘેર પણ લેતો આવીશ.

“પાલેજ,ના ગામનો દોઢસો વીઘા જમીનનો માલિક “ગિધુભાઈ”ને ખેતી સિવાય બીજો કસબ આવડે નહીં, પણ બંજર જમીનમાં શેરડીની ખેતી કરી સોનું પકવી જાણે ! એક દીકરો તે “જગદિશ” પણ બધા એને “જગો” કહે.વિધુર અને એક દીકરી નામે “માણેક”. અને કુટુંબના મોભી સમાન મોટાભાઈ “ડાહ્યાલાલ” અને તેમનો પરિવાર .તેઓ ખાંડની મિલ સંભાળે, અને પોતે ખેતી, ગિધુભાઈ અને તેના બંને સંતાનોએ મન મોટાભાઈ એટલે બાપ સમાન, પૂરે પૂરી આમન્યા રાખી માન-આદર આપે. મોટાભાઈ “ડાહ્યાલાલ” પણ ગિધુને ભાઈ નહીં પણ દીકરો ગણી પ્રેમ આપે. કળયુગ હજુ પગલાં માડતો હતો, તેવા સમયે બાપદાદાની વારસાઈ જમીન કે ખાંડની મિલના ભાગલા પાડવાનો કુવિચાર હજુ બંનેમાંથી કોઈ ભાઈ ને આવ્યો નહતો.

અભણ પરંતુ કોઠાસૂજ વાળા "ગિધુભાઈ"એ એક દિ “જગા”ને વાડીએ સિરામણ કરતાં પૂછ્યું બોલ “જગા... ભણવું છે ને ? .. જો હા પાડે તો હું તને લૂગડાંની નવી જોડ સિવડાવી દઈશ ! અને જગો ભણવા તૈયાર થઈ ગયો, એ વખતે પાલેજની વાડીમાં મજૂરીની બોલીમાં બપોર-રાતના રોટલા, દિવાળીએ અમુક પૈસા અને ત્રણ જોડી લૂગડાં, એક જોડી ગામના મોચીના બનાવેલા જૂતાં અને જીપ કંપનીની મોટી ટોર્ચ લઈ દેવાની ! તેમાં સન્ધુય સુખ ! અને અહીં “ગિધુભાઈ”નો, “જગા” સાથેનો સોદોમાત્ર એક જોડી લૂગડાંનો હતો ! અને તેટલામાં જગો ભણવા જવા માન્યો, એટલે ગિધુભાઈ રાજીના રેડ થયેલા જાણે ઈડરિયો જીત્યા !

તે વધુ વિચારતો હતો ને તેનું મન તેના છેલ્લા પચીસ વર્ષના ગાળામાં થયેલી ઊથલ પાથલની યાદમાં સરી પડતાં, યાદ આવ્યું તે વખતે મિશેનરી શાળાએ તે ચોથા ધોરણમાં ભણતો અને દર વરસે વર્ગમાં નંબર લાવી હોશિયાર ગણાતા ગિધુભાઈના દીકરા જગાને જોઈ કોઈ એમ ન ધારે કે પાંચ વર્ષ પછી એ આ રેલવેના થર્ડ ક્લાસ ડબ્બાની ફેરી કરતો રખડતો નજરે પડશે. તેનું ભવિષ્ય ઊજળું હતું એમ,સ્કૂલના સફેદ ડગલાં વાળા ફાધર, તેના બીજા સહપાઠીને હંમેશા કહેતા. જગો પોતે પણ એમ માનતો. શા માટે ન માને ? ગિધુભાઈ જેવા અડીખમ બાપ જ્યાં સુધી જીવતા જાગતા બેઠા હોય ત્યાં સુધી તેમનો દીકરો શા માટે સ્વપ્નાં ન સેવે ? તેના અભ્યાસની કારકિર્દી ઊજળી હતી; તેના બાપ પૈસાદાર ગણાતા હતાં. ઉપરાંત…. ઉપરાંત.. “જગા”ની આંખો સામે તેના મનમાં જીવની પેઠે જડાઈ ગયેલો એક પ્રસંગ તરવરી રહ્યો.

ત્યારે પોતાની ઉંમર બહુ મોટી નહોતી. હજી તો ગુજરાતી નિશાળમાં જ ભણતો હતો. તે દિવસે ચાર-પાંચ ગોઠિયાઓ સાથે રખડવા નીકળી પડ્યો હતો. રસ્તામાં એક આંબા-વાડીએ, આંબા ઉપર લાગેલા પીળા પાકટ, સાલ પડેલી કેરીઓ ના જુમખા જોયા. વળી તે ખાસ ઊંચે પણ નહોતાં. પથરા મારીને સહેલાઈથી પાડી શકાય. કોઈનું પણ મનલોભાઈ જાય એવી વાત હતી અને બધા પાછા રખડવા નીકળેલા. જે થાય તે ખરી. પકડાઈ જશું તો બે તમાચા ખાઈ લેશું, એવો વિચાર કરી બધા વાડ કુદાવીને અંદર ગયા.

હજીતો પથરા મારવાની શરૂઆત જ કરી હતી ને, તોફીની ટોળીએ દસ-બાર કેરીઓ તોડી, ત્યાં તો કશેકથી એક રખેવાળ ફૂટી નીકળ્યો. તેણે આવીને માલિકના રુઆબથી બધાને ધમકાવવા માંડ્યાં. છોકરાઓ પહેલાં તો તેને જોઈ સ્તબ્ધ થઈ ગયા, પણ પછી ખિજાઈ ગયા. તેમણે તે રાખેવાળની સામે દાંતિયા કર્યા અને રાડારાડ કરી મૂકી, પણ તેપણ ગંજયો જાય તેમ ન હતો, મોટા હાકોટા સાથે ડાંગ લઈ ને ધસી આવ્યો, અને ચોકીદારની અડફેટમાં મગન મામાનો દીકરો જીવણ તે વાડીના કૂવામાં પડ્યો, અને જીવલાની રાડું પોતાથી ન જોવાઈ. પોતે કૂવામાં શેઢેથી દોરડું લઈ પડ્યો અને “જીવણ”ને અને દોરડાને મજબૂત પકડી રાખ્યું.

એટલામાં એક છોકરોગામમાથી “જીવલા”ના બાપા “મગનભાઈ”ને પકડી લાવ્યો, અને જ્યારે તેની બહેન “માણેક” ત્યાં ભાળ લેવા આવી ત્યાસુધીમાં બીજા બધા છોકરા વાડ ઠેકી, ડરીને ભાગી ગયા હતા . પોતે કૂવામાં “જીવણ”ના વજનથી થાકી ગયો હતો કે વધારે ખેંચાય એમ નહોતું. છતાં મન કાઠુ કરી ત્યાં જ રહ્યો, તેણે અવાજ સાંભર્યો કોણ છે ? “હરામખોર ! મારા “જીવણ”ને કૂવામાં ધકેલનારો? ક્યાં ગયા બીજા બધા ?” દોરડું ખેંચી બંનેને બહાર કાઢ્યા,”જીવણ”ના બાપને વાડીના રખેવાળે મારી તરફ ઈશારો કરતાં કહ્યું કે, ભા... આ છોકરાએ તમારા “જીવણ”ને પકડી બુડતા બચાવ્યો છે અને નવું જીવન આપ્યું છે.

“એમ ! શાબાશ.” “જીવણ”ના બાપે કહ્યું અને થોડી વાર તેની સામે તાકી રહ્યા. પછી પૂછ્યું : “અલ્યા, કોનો છોકરો છે ?”

ગિધુ-પટેલનો.” પોતે કહ્યું.

અને વીજળી પડી હોય તેમ “જીવણ”નો બાપ સ્તબ્ધ થઈ ગયો,

“જીવણ”નો બાપ મગન એ, મારા મોટા બાપાના સાળા. તેઓએ તેમના દીકરા “જીવણ”ને કૂવાના પાણીમાંભીનો થયેલો જોઈ, ગભરાઈ ગયેલા. પણ મારી નાની બહેન “માણેક”,જીવણને જોઈ લજવાઈ, તરત બે હાથમાં તેનું મોં છૂપાવી દોડી ગઈ. પછી “જીવણ”ના બાપે કહ્યું : “ઓહો, ચાલ “જગદીશ ” તું મારે ખોરડે, આવશે ને ?”

કેમ ?”

“કાંઈ નહિ, ચાલ તો ખરો, જરા ચા-બા,પીને જજે. અલ્યા, જગદીશ, હું તારા મોટાબાપનો સાળો, મગન, અને મારે પણ તારા બાપુ “ગિધુભાઈ”સાથે સારી દોસ્તી છે,’ કહી પોતાને ઘરમાં લઈ જઈ ચા નાસ્તો કરાવીને થોડાંક પાકાં ચીકુ અને કેરી બંધાવીને ઘેર મોકલ્યો.

ઘેરઆવીને ભાઈબંધોને પોતે આ વાત કરી,અને “મગન”મામાએ આપેલા પાકા ચીકુ બધાએ ખાધા. : અને જગાના વખાણ કરી બોલ્યા “શાબાશ, તું હવે ખરો ભાઈ છે !’

“એટલે?” પોતાને કશી સમજ પડી નહિ. “એટલે શું ?” પેલાએ હસતાં હસતાં કહ્યું: “તું તારીબેનના ભાવિ સાસરે ચા પી આવ્યો. હવે “જીવણ” તારો…’વધારે સ્પષ્ટતા કરવાનીજરૂર નહોતી. પોતે શરમાઈને દોડી ઘેર ગયો.

“મગનમામા”ને તો શુંગુમાવવાનું હતું ? “ગિધુકાકા” જેવો વેવાઈ આખા ગણદેવી ગામમાં નહતો અને તેમની છોડી જો મોટો કરિયાવર લઈ વહુ બની આવે, તો પછી તેનાથી ક્યાં કોઈ બીજી મોટી વાત હતી.મગનભાઈ એ ત્યાર પછી “જીવણ”નું ગિધુભાઈની છોરી “માણેક” સાથે સગપણ નક્કીકરીદીધુ .

આ પ્રસંગ યાદ આવતાં “જગજીવન દાસ”નો ચહેરો અત્યારે પણ હસી ઊઠ્યો. તેને યાદઆવ્યું. પછી કેટલાં વરસ સુધી અવારનવાર જીવણ ને ત્યાંથી ચીકુ, દાડમ,કેરીની ટોપલીઓ આવ્યા કરતી. તે દિવસોની યાદ આવવાથી બધુ સારું લાગતું તો એથી પણ મીઠીલાગતી સુંદર જોડી “જીવણ” અને “માણેક”ની …માણેક, હા માણેકે બેન સાથે એક માનો પણ પ્રેમ આપેલો, તેને શીદને ભૂલાય ... પછીની યાદોએ ....હર સમયની માકક, જગજીવન દાસને કપાળે પરસેવો ફૂટી નીકળ્યો અને તે ગોઝારી રાતની ઘટના યાદ આવી.

એક રાત્રે,શેરડીની કપાત વખતે વાડીએ પોતાના બાપને મોટાબાપા સાથે પહેલીવાર ઊંચા અવાજે વાત કરતાં જગાએ ભાળ્યા. બંને ગરમા ગરમીમાં ઉતારી આવેલા, અને કપાયેલી શેરડી ભરી મિલ ઉપર ગયેલા. જગો પણ શેરડી ભેળો ખાંડની મિલમાં ગયેલો, અને જાંપે ઉતરી ગયેલો. લાપતા છૂપાતા જગાએ મોટાબાપા અને બાપાની વાતો સાંભળી, ભળે ચોથીમાં ભણતો, પણ વાતનો મતલબ ચોખ્ખો સમજી ચૂક્યો હતો. મોટાબાપને સાળો બારોબાર ખાંડના સોદા કરી પૈસા ચાંઉ કરી જતો હતો, અને મોટાબાપા, બાપાની વાત સાંભળવા તૈયાર ન હતા. બંને શેરડીના પીલવાના ખળા પાસે ઊભા હતા, શરૂની સામાન્ય વાતે હવે ઉગ્ર સ્વરૂપ પકડેલું, અને જગાએ જોયું, તો તેના બાપાની પાછળજ મગનમામા ઉભેલા હતા, અને બાપા, તેમના સાળાએ આચારેલી લીલા મોટાબાપને કહેતા હતા, પોતે બાપને ચેતાવે, તે પહેલા,મગનમામા એ બાપાને ખળામાં પિલાઈ રહેલી શેરડી ભેળા ધક્કો દઈ દીધો. જગાએ નજર સામે બાપ ચીસો પાડતો શેરડી ભેળો પિલાતો જોઈ બહાર આવ્યો ત્યારે મોટાબાપા અને મગનમામા બંને હસી રહ્યા હતા,

“મગન”મોટાબાપાનો સાળો, ને માણેકનો સસરો ! તેનું મગજ કામ નહોતું કરતું…મોટાબાપાએ “ગિધુભાઈ”નું ઠંડે કલેજે કાળશ કાઢી, તેને અકસ્માતમાં ખપાવતા,અચાનક મૃત્યુ પામ્યા ત્યારે જ બધાને ખબર પડી કે, “ગિધુભાઈ”ને તારાજ કરવામાં તેમના મોટાભાઈ “ડાહ્યાલાલે” કોઈ કસર છોડી ન હતી. “ડાહ્યાલાલે” જમીનઅને મિલમાંથી ભાગ લખવી લીધો હતો, આમ “ગિધુભાઈ” જગદીશ અને માણેક માટે એકેય પૈસો નહોતો મૂકી ગયા. અને મોટાબાપના જનમના ઓશીયાળા બનાવી મૂક્યા હતા. ઊલટાનું “ડાહ્યાલાલે” ઉપાડ બતાવી સારું એવું દેવું “જગા”ને માથે ઠોકી બેસાડેલું, આમ “મનસુખે” શાળા છોડી દેવી પડી અને નાની ઉમરે, મોટાબાપાની વાડીએ કર્મી મજૂરીએ જોતરાવું પડ્યું. પણ એનું તેને એટલું બધું દુઃખ નહોતું. એને ખરું તો સાલતું હતું “જીવણ”ના બાપ રણછોડભાઈ કરેલું તેનું અપમાન.

“જીવણ”નોબાપ “મગન”ભાઈ લોભી હતો. સારું ઘર અને પૈસો જોઈને એણે પોતાના દીકરા “જીવણ”ની સગાઈ ગિધુભાઈની દીકરી “માણેક” સાથે કરી હતી. પણ “ગિધુભાઈ” મૃત્યુ પામ્યા અને કંઈ ખાસ પૈસો ન મૂકી ગયા એટલે એણે સગાઈ તોડવાના પ્રયત્નો કરવા માંડ્યા. પોતાની ન્યાતમાં ખાસ કારણ વિના સગાઈ તોડવાની રિવાજ નહોતો; પણ લાગવગ અને પૈસા આગળ એનું શું ચાલે ? એના અને બીજા થોડાક મોભીના પ્રબળ વિરોધછતાં સગાઈ તૂટી. એક વાર સગાઈ તૂટ્યા પછી જીવણના બાપે ઢીલ ન કરી, તેણે તરત જ મુંબઈના એક કોર્પોરેટરની દીકરી સાથે જીવલાના પંદર દિવસમાં જઘડિયા લગ્ન કરવી લીધાં... ગામમાં નાલેશીનો તાપ અને ઉપરથી ઘરમાં નાણાંનો અભાવ, બેવડા મારથી હરેલી “માણેકે” એક રાતે કૂવો પૂરીને આત્મહત્યા કરી ત્યારે એકલો પડેલો “જગદિશ” ખૂબ રડેલો, પણ સમય બળવાન, કોઈ તેને પડખે હતું નહીં.

બીજા કપની પહેલી ચૂસકીએ ગિધુભાઈની યાદ આવી ગઈ, સવારના સૂરજના મનોમન હરખાતો આકાશ તરફ જોઈ." જો બાપુ તે કહેલ શબ્દો સાચા ઠર્યા! હું ફેમસ થઈ ગયો. બાપુ તમે હમેશાં કહેતા "હું ખુબજ હોશિયાર છું, ઈશ્વરે મને ઘણી શક્તિઓ બક્ષિસ સ્વરૂપે આપી છે, હું બધાથી અલગ છું અને મોટો થઈ ખૂબ ફેમસ થઈશ. આજે ફેમસ થઈ ગયો.." કાન પર એક ટહુકો પડે છે.

તેઓના કાને તેમની વહાલી દીકરીનો અવાજ પડ્યો “ઑ ડેડી પાછા ગણદેવીની યાદમાં ખોવાઈ ગયા કે શું ? ચાલો જલ્દી તૈયાર થાવ, મંદિરે જવાનું છે. આજેમમ્મીની તિથીએ આજનું મંદિરનું રસોડુ આપણાં તરફથી છે માટે ત્યાં આપણું જવું જરૂરી છે,” આ સાંભળતાજ એક ઘૂટડે બાકીની ચાય પતાવી ઊભા થતાં બોલ્યા, ગૂંજન બેટા ડ્રાઈવરને કહો ગાડી તૈયાર કરે, હું હાલ આવ્યો નીચે, ના ડેડીઆજે ડ્રાયવર નહિ,હું,તમે અને વિનયભાઈ, આપણે ત્રણજ,બીજું કોઈ નહીં,. અરેબેટા, કેટલીવાર કહું તને ?,તું આ વિનયને હેરાન ના કર, તે બિચારો કેટલુંકરશે, તે શોરૂમ સંભાળશે કે, ઘરના તારા કામ ?, ના આજે “નો શો રૂમ વર્ક”, ફક્ત તેની ડ્યૂટી આશિયાના માટે જ, મેં તેને બોલાવ્યો છે, અને તે નીચે આપણી રાહ જુએ છે, ચાલો જલ્દી કરો...જગજીવનદાસ દીકરીના રુઆબથી મનોમનમલકાતાં બોલ્યા,ગૂંજન તું ભલે આ જન્મે મારી દીકરી છે, પરંતુ ગત જન્મમાં મારી માં હોય તેમ લાગે છે, ભલે તું કહે તેમ, કહેતા તૈયાર થવા ગયા.

આજ, વિનય, જેવું નામ તેવાંજ ગુણ, વકીલાત કરતાં વિનયની કાર્યશૈલી અને નિયમિતતામાં જગજીવનદાસ પોતાની ભૂતકાળની છબી જોતાં હતા, બિલકુલ તેમના જેમ પ્રમાણિક અને મહેનતુ એટલે જ તો, વિનય જોતજોતામાં તેમનો ડાબો હાથ બની ગયો હતો. પોતાના ઘોળા અને કાળા બંનેને સઘળા વ્યવહારો, સામ-દંડ અને ભેદ,જ્યારે જે જરૂર હોય તે શસ્ત્ર વાપરી, તેની કાયદાકીય કુનેહ અને સમજદારીથી પાર પડતો હતો, અને છડેચોક જગાભાઈના દિવસના અને રાતના સામ્રાજ્યને પ્રસરાવવામાં તેનો સિંહ ફાળો હતો. "હુકમ કરો"ના રણકા સાથે ચોવીસે કલાક ખડે પગે હાજર રહેનાર અનાથ હતો, અને જગભાઈએ રેલ્વે સ્ટેશનેથી રખડતો પોતાની સાથે લઈ ભણાવી વકીલ બનાવ્યો. 

વિનયના સાથે ભલે કોઈ લોહીની સગાઈ નહતી, પરંતુ વિનય જગભાઈ નો દીકરો પ્રસ્થાપિત થઈ ચૂક્યો એટલે તો તેને આશિયાના ટાવરમાંજ બારમા માળે જગજીવનદાસે રહેવા માટે પોતાનો ફ્લેટ ખોલી આપ્યો હતો.અને હવે, તેઓવિનયને પોતાના કુટુંબમાં સમાવવા માગતા હતા અનેતેથી ઓફિશીયલ એડોપ્શન પીટીસન પણ ફાઈલ કરી,વિનયને પોતાનો વારસદાર ઠરાવી ચૂક્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Romance