divyesh gajjar

Classics Inspirational

4  

divyesh gajjar

Classics Inspirational

બદલાવ

બદલાવ

8 mins
280


વર્ષો પછી પુષ્પકને આમ આવી હાલતમાં જોઈ મિનાક્ષી થોડી ચૂકી. મિનાક્ષી તરત જ એની નજીક જઈને, "ષ્પક, વોટ અ સરપ્રાઈઝ તું અહીંયા !"

પુષ્પક પણ મિનાક્ષીને જોઈને, "અરે, મિનાક્ષી તું અહીંયા ! મને નહોતું લાગતું કે તારે પણ એક દિવસ અહીં આવવું પડશે !"

પુષ્પક પોતાનાં હાથમાં રહેલ ડમ્બલ નીચે જમીન પર એક ખૂણામાં મૂકી તથા નીચે સાઈડ પર મૂકેલ એક નેપકીનથી પોતાનું મોં તથા હાથ-પગ સાફ કરી મિનાક્ષી જોડે હાથ મિલાવવતાં, "કેમ છે તું ?"

મિનાક્ષી :"અરે, તું કહે તું કેમ છે ? મેં ધાર્યુ નહોતું કે તું પણ એક દિવસ આમ !"

પુષ્પક એનું વાક્ય પૂરું કરતાં, "આમ, આવી બોડી-શોડીવાળી હાલતમાં હોઈશ એમ ને !"

મિનાક્ષી :"હા ....કેમ કે કોલેજમાં જયારે મેં તને જોયો હતો ત્યારે તું ...!"

પુષ્પક ફરી પાછું એનું વાકય પૂરું કરતાં "એકદમ જાડીયો ....!"

મિનાક્ષી આ શબ્દ બોલવા જ જતી હતી કે એ પોતાનું શરીર જોઈ એ બોલતાં-બોલતાં અટકી, "હા, એક...રીતે એજ ! પણ, હવે હું તને એમ ના કહી શકું કેમ કે હું પોતે જ હવે !"

પુષ્પક :"અરે, કંઈ નહીં તું કંઈ મારી જેમ ૧૦૦ કિલોની કેટેગરીમાં થોડી છે ! અરે, આ તો જસ્ટ શરૂઆત છે. સારું છે તું જલ્દી આવી ગઈ ! પણ, છતાંય કોલેજમાં તું જેવી દેખાતી હતી એનાંથી જસ્ટ થોડુંક જ તે વજન વધાર્યુ છે !"

મિનાક્ષી, "અરે, પણ ના શરીરનો દેખાવ બગડે છે જો ને !"

પુષ્પક આ વાત સાંભળી "કોણે કહ્યું તને આ ?"

મિનાક્ષી: "અરે, કોઈએ નહીં આ તો હું અરીસામાં જોઉં છું તો શરીર બેડોળ લાગે છે એટલે !"

પુષ્પક: "એમ ! મિનાક્ષી તને આજે પણ જૂઠ્ઠુ બોલતાં નથી આવડતું ! અને એ વખતે પણ નહોતું આવડતું. હું તને ઓળખું છું ! જયાં સુધી કોઈ તને કશુંક કહે નહીં ને ત્યાં સુધી તું કશું જ કરતી નથી. તું આમ બહારથી બસ પોતાની મરજીથી જીવવાનું નાટક કરી શકે ! પણ, તું માનીશ તો તારા મમ્મી-પપ્પાની જ વાત ! અને, કોલેજનાં વર્ષો પછી માણસ બદલાય પણ માણસનો સ્વભાવ નહીં !"

આ વાત સાંભળી મિનાક્ષી, "અરે, ના યાર મમ્મી-પપ્પાનાં લીધે નહીં ...."

પુષ્પક : "તો ....અરે, મિનાક્ષી પેલો કોલેજનો કિસ્સો આજે પણ મને યાદ છે. બધા એલિકટિવ સબ્જેકટ સિલેકટ કરતાં હતાં એ વખતે તારે તારા ઈલેકટિવ સબ્જેકટમાં આર્ટ એન્ડ ક્રાફટ સિલેકટ કરવું હતું. પણ, બધાએ પ્રોગ્રામિંગ સિસ્ટમ એન્ડ ઈન્ટ્રો સબ્જેકટ સિલેકટ કર્યો એટલે બધાની પાછળ-પાછળ તે પણ એ સબ્જેકટ સિલેકટ કર્યો. અરે, કહીં દે કોણ છે એ ?"

મિનાક્ષી: "અરે, પુષ્પક નથી કોઈ ! અને, તું મને આટલાં સવાલ કરે છે તો તે કોનાં માટે આ બોડી-શોડી બનાવી છે. તું તો એમ પણ હંમેશા તારા મનની જ કરતો હતો ને ! કોલેજની શરૂઆતથી અંત સુધી કેટલાંય લોકોએ તારા વજન પર અને તારા દેખાવ પર જોક માર્યા તને હેરાન કર્યો પણ તું તો હંમેશા એમ જ કહેતો હતો !"

એ બોલે એ પહેલાં જ પુષ્પક : "હા, હું તો કંઈ આમ કોઈનાં કહેવાથી બદલાઈ નહીં જવું ! હું જેવો છું એવો સારું છું !"

મિનાક્ષી: "હા, તો....તો આ બદલાવ કોનાં માટે ! અન્ય કોઈને ખુશ કરવા માટે જ ને !"

પુષ્પક પોતાની વાત રજૂ કરતાં: :કોઈને ખુશ કરવા માટે ! ના ....પોતાનો જીવ બચાવવા માટે ! દરવખતે કોઈને ખુશ કરવા અથવા કોઈનાં સમક્ષ સારો દેખાવ રજૂ કરવા આપણી જાતને આપણે બદલ્યે એ જરૂર નથી. અને, એવું હોવું પણ ના જોઈએ ! મારું વધેલું વજન મારા જીવન માટે જ ખતરો બની ચૂકયું હતું. કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સ ઘર કરી બેઠી હતી મારા શરીરમાં ! અને, ડો. અને આખરે ઘરવાળાની સલાહ પર તથા ખાસ કરીને એ પ્રોબ્લેમ્સથી છૂટકારો મેળવવા મેં આ વજન પર કંટ્રોલ કરવવાનું કામ શરૂ કર્યુ. અને મને કોઈ શોખ નથી આ બોડી-શોડી તથા ડાયટ મુજબ ખાવવાનું ખાવવાનો ! અને, તું તો મને જાણે છે હું નિયમ મુજબ નહીં પણ નિયમ મારા મુજબ ચાલતાં હોઈ છે."

અને, આખરની વાત સાંભળી બંન્ને જણ હસવા લાગ્યાં તથા મિનાક્ષી પણ પુષ્પકની વાત સાથે સહમત થતાં"હા...હા હં મને ખબર છે. નિયમ મુજબ ના ચાલવવાની તારી આદત બહુ જૂની છે !"

પુષ્પક: "તો, પછી ! પણ, તું... !"

મિનાક્ષી એને અટકાવવતાં, "પણ, આ ડાયટ અને ઈન્ટેન્સ ટ્રેનિંગ સિવાય દવાઓ પણ એક વિકલ્પ હોઈ શકે ને ?"

પુષ્પક મિનાક્ષીની વાતનો જવાબ આપતાં  "જો, મિનાક્ષી કયાંક તો આપણે આખી ઝિંદગી દવા ખાઈને જીવન કાઢી શકયે અને એક આંશિક બદલાવ લાવી શક્યે ! અથવા તો પછી આવી ટ્રેનિંગ તથા ખાવવાનાં પર કંન્ટ્રોલ કરી પૂરે પૂરો બદલાવ. બોલ હવે આમાં કયો વિકલ્પ સારો છે !"

મિનાક્ષી સામાન્ય વ્યકિતની માફક પણ છતાંયે થોડું મોં ચઢાવવતાં, "હા, બીજો વિકલ્પ ! પણ, પુષ્પક તારું મન આ ડાયટીંગ કરવામાં માન્યું જ કેમ નું ? હું જે પુષ્પકને ઓળખતી હતી એ તો જીવવા માટે નહીં પણ ખાવા માટે જીવતો હતો."

પુષ્પક આ વાત સાંભળી જરા હસ્યો પછી મિનાક્ષીનાં ખભે હાથ મૂકતાં, "હા, તારી વાત સાચી છે. અને, મને પણ વિચાર થાય છે કે કોલેજનાં ચાર-પાંચ વર્ષ તું મારી સાથે હતી છતાંય તને મારો રંગ ના લાગ્યો અને આજે જોવો તું પોતે જ એ કોલેજવાળા પુષ્પકની જેમ વાત કરે છે !"

મિનાક્ષી: "અરે, પણ શું કરું યાર ! લોકો સાલું નાની-નાની વાત પર !..."

મિનાક્ષી ફ્લો-ફ્લોમાં આ વાત કરી જ ગઈ અને પુષ્પક એની આ વાત પકડતાં: "ઓકે, તો લોકોનાં ચક્કરમાં જીમનાં આંટા-ફેરા વાગે છે. પણ, આ લોકો છે કોણ ?"

મિનાક્ષી મોં બગાડતાં :"લોકો નથી બસ ખાલી એ એક જ છે. હું જે કોલજેમાં માસ્ટર્સ કરુ છું એ જ કોલેજમાં એક છોકરો છે અભય ! એનાં લીધે હું જીમનાં આટાં-ફેરા મારું છું !"

પુષ્પક: "અભય ! એમ ...પણ એણે તને કહ્યું કે તું થોડી વજનમાં ..."

પુષ્પક આ વાક્ય પૂરું ના કરતાં અને મિનાક્ષી એનો કહેવાનો અર્થ સમજતાં"ના ....પણ !"

પુષ્પક: "તો, પછી ! તે વાત કરી એને એકવાર ! એ તારો ફ્રેન્ડ છે ખરો ?"

મિનાક્ષી જરા શરમાતાં: "ના...હું બસ એની ફ્રેન્ડ લિસ્ટમાં આવવા માંગું છું અને પછી, બીજી વાત ...."

પુષ્પક: "ઓહો, ભગવાન તું હજુ એ જ શરમાળ છોકરી છે જેવી તું કોલેજનાં પહેલાં વર્ષમાં હતી એવી ! અરે, એ તને ઓળખે છે પણ ખરો ? એને ખબર છે કે તું એનાં જ ક્લાસમાં છે."

મિનાક્ષી: "અરે, હા એ મારો પ્રોજેકટ પાર્ટનર જ છે અને એક રીતે આમ મારો ફ્રેન્ડ છે જ !"

પુષ્પક:"તો, પછી પહેલાં ના કેમ કીધું ?"

મિનાક્ષી: "ના, એ તો હું એનાં પર્સનલ ફ્રેન્ડ સર્કલમાં નથી એટલે... !"

પુષ્પક : "ઓહો, મિનાક્ષી તારું શું થશે ! ફ્રેન્ડ ફ્રેન્ડ જ હોય ! એને તું પસંદ છે ?"

મિનાક્ષી: "આમ, તો ખબર નહીં ! પણ, ઘણીવાર એમ એનાં વર્તન પરથી લાગે કે હા, કદાચ એનાં મનમાં મારા માટે કશુંક છે !"

પુષ્પક: "પરફેકટ, બસ તો એક સારો દિવસ જોઈને તું એને બધી વાત કરી દે !"

મિનાક્ષી: "અરે, પણ એ નહીં કરે ? અને, સામાન્ય રીતે છોકરાઓ જ પહેલ કરે ને ?"

પુષ્પક: "અરે, કોણે તારા મગજમાં આ કચરો નાંખ્યો ! હા, મોટેભાગે છોકરાઓ જ પહેલ કરે પણ ઘણાં કેસમાં છોકરીઓ પણ પહેલ કરે જ છે ! અને, તારું વજન એને નડશે મતલબ કે એની પસંદ નહીં પડે એમ એણે તને કહ્યું ?"

મિનાક્ષી: "ના !"

પુષ્પક: "તો, પછી ?"

મિનાક્ષી: "અરે, એનાં પર્સનલ ગ્રુપમાં જે છોકરીઓ ફ્રેન્ડ છે કે જે મારી પણ ફ્રેન્ડ છે એ લોકોએ મને કહ્યું .. !"

પુષ્પક: "બસ, તો પછી એ લોકોમાં એ તારો અભય વિલન નથી ! એ અભયની આસપાસ બળેલાં લોકો છે ને કે જે તને આવા ઉંધા રવાડે ચઢાવે એ લોકો વિલન છે."

મિનાક્ષી આખી વાત સમજતાં, "મતલબ, કે એનાં ફ્રેન્ડ્સ ...!"

પુષ્પક: "હા, બસ એ જ છે. એ લોકો જે તને અભય વિશે ખોટું કહે છે. તને અભય ગમે છે એ વાત તે એ લોકોને કરી હતી ?"

મિનાક્ષી: "હા, બસ એક મારી ક્લોઝ ફ્રેન્ડને જ આ વાત કીધી હતી."

પુષ્પક; "બસ, તો પછી એણે જ આખા ગામમાં આ વાત ફેલાય હશે ! અને, એણે શું કહ્યું હતું તને અભય વિશે ?"

મિનાક્ષી: "એ જ કે અભયને હેલ્થી લોકો ગમે છે. કે જે રમત-ગમતમાં સારા હોય તથા ખાવામાં પણ કંન્ટ્રોલ કરે એવાં એક રીતે હેલ્થી ખાવવાનું ખાય એવાં ! અને એ તો એ પણ કહેતી હતી કે અભયને પાતળાં લોકો...!"

પુષ્પક જરા હસ્યો પછી એકાએક, "હા, બસ તો પછી ! પણ, તે અભયની આસપાસ કોઈ જાડા વ્યકિતને જોયો ખરો ?"

મિનાક્ષી:"અરે, હા એનો એક ભાઈબંધ તો બહુ જ જાડો છે."

પુષ્પક એને સમજાવવતાં: "જો વિચાર એને હેલ્થી લોકો ગમતાં હોય તો પછી આ એનો ભાઈબંધ કેવી રીતે કહેવાય ! તારી ફ્રેન્ડો તને ઉંધા રવાડે ચઢાવે છે. હું તારો જૂનો ભાઈબંધ છું એટલે તને સમજાવ છું સમજ બદલાવ જરૂરી છે. જો તારે તારું આટલું જરા વધેલું વજન પણ ઓછું કરવું હોય અને એ પણ માત્ર તારા મનમાં થયું એટલે ! તો, ઠીક છે. બાકી માત્ર કોઈનો પ્રેમ મેળવવા કે દોસ્તી માટે પોતાનું શરીર બગાડવું એ કયાંની સમજદારી છે. લે ચલ માની લીધું તે વજન ઓછું કરી દીધું અને તારા અને અભયનાં લગ્ન પણ થઈ ગયાં...!"

આ વાત સાંભળી મિનાક્ષીનાં હોઠ પર જરા સ્મિત ફેલાઈ ગઈ. પણ, પુષ્પક એને સમજાવવતાં "અરે, સમજ મારી માં ! આ ઉદાહરણ છે. હા, તો લગ્ન થઈ ગયા બાદ એનું કશુંક તને ના ગમ્યું એટલે કે એની કોઈક આદત કે એનું વર્તન તને ગમ્યું ! તો, શું તું એને એ બદલવવાનું કહીશ અને એ બદલી દેશે !" 

મિનાક્ષી: "હા, કેમ નહીં ! કેમ ના બદલે ! જો હું એનાં માટે બદલાવવા તૈયાર છું તો એણે પણ આવું કરવું જોઈએ !"

પુષ્પક એને પાછું યાદ કરાવવતાં "અરે, મિનાક્ષી તું એનાં માટે થોડી વજન ઓછું કરે છે એ તો તારી બહેનપણીઓએ કહ્યું એટલે તું વજન ઓછું કરે છે. અને, એટલે જ મારું માન એકવાર તું અભયને વાત કર ! જો એ તને આમ જ પ્રેમ કરવવા તૈયાર હોઈ તો બદલાવું શા માટે ! અને, મને લાગે છે ત્યાં સુધી એ તને હા જ કહેશે ! બસ, તું વાત કર એકવાર !"

મિનાક્ષી જરા આશાવાદી થતાં "એમ !"

પુષ્પક:"હા, સીધી એને વાત કર ના કે એ દોસ્તોને ! અને જો એ વજનનાં કારણે તને છોડી જાય તો સમજજે કે એ તને નહીં તારા શરીરને પ્રેમ કરે છે. અને, પ્રેમ દિલથી તથા મનથી થાય. એ વ્યકિતનાં સ્વભાવ, આદતો, એની વાતો, એની એ એક અદાથી થાય ના કે એનાં શરીરનાં ભાગોથી ! અને, એક વાત યાદ રાખજે પ્રેમમાં બદલાવ જરૂરી છે પણ સંબંધોનો બદલાવ ના કે એ વ્યકિતનાં શરીરનો ! હા, કદાચ પ્રેમ બાબતે મારી વાત થોડી જૂનવણી લોકો જેવી હશે ! પણ, હું તને ઓળખું એટલે અને મને ખુદને પણ આ જુનવણી એટલે કે સચ્ચી મહોબ્બતવાળો પ્રેમ પસંદ છે. અને આવા પ્રેમનું તો વાત જ શું કરવી ! મનડું જો એકવાર જેની જોડે લાગ્યું તે લાગ્યું બસ પછી વાત પૂરી ! પછી, છેલ્લે સ્વર્ગમાંથી કોઈ ભગવાન કે અપ્સરા પણ કેમ ના આવી જાય પણ એ વ્યકિત જેવું કોઈ જ નહીં !"

મિનાક્ષી: પણ પુષ્પકની આ વાત સાથે સહમત થતાં"હા, બસ એ જ વાત છે....થીક છે એને વાત કરી જોઈશ ! પણ, હમણાં શું કરું ?"

પુષ્પક જરા હસ્યો"કંઈ નહીઁ જીમમાં આવ્યાં છો તો થોડી કસરત કરી લો ! જમા કરેલાં પૈસા વસૂલી લો !"


Rate this content
Log in

Similar gujarati story from Classics