divyesh gajjar

Drama Romance

3  

divyesh gajjar

Drama Romance

પુલ

પુલ

6 mins
192


" સિયા, તારા ગયા પછી આ દુનિયામાં કશું જ નથી રહ્યું ! હવે તારા વગર એક-એક ક્ષણ પણ જીવવું પણ અઘરું લાગે છે. જાણે શરીરનું કંઈક અંગ શરીરથી છૂટું થયું હોય એમ લાગે છે. તારા વગર મન નથી માનતું....તારા વગર... "

( આટલું બોલતાંમાં તો રાઘવ ડૂસકે ને ડૂસકે રડી પડયો ! )

અને પછી આંસુ લૂછતાં-લૂછતાં " જોયું આ ....આ....વાકય પણ અધૂરું રહી ગયું ! સિયા તારા વગર આ જિંદગી જ અધૂરી છે ! "

એ પુલની પાળી પર પોતાના હાથની પકડ જમાવતાં " સિયા તારા ગયા પછી લોકોએ ઘણી સલાહ આપી, ઘણો સમજાવ્યો મને કે હવે મારે બીજી કોઈક છોકરી જોડે પ્રેમ કરવો જોઈએ ! આમ દુઃખી ના રહેવું જોઈએ તથા નવા દોસ્તો તથા નવા-નવા લોકોને મળતાં રહેવું જોઈએ પણ મારું મન નથી માનતું ! અરે, લોકો માટે તું કે હું ગમે તો હોઈશું પણ મારા માટે તો તું મારો જીવ હતો ! મારી આત્મા હતી તું ! બસ, હવે બહુ થયું ! હવે મારાથી સહન નથી થતું ! તું પાછે મને મળવા આવે એવું શકય થઈ શકે એમ નથી અને હું અહીંયા એકલો રહી શકું આમ તારા વગર એ પણ કંઈ શકય નથી ! પણ, હા એક કામ થઈ શકે ! હું તારી પાસે આવું ! હા, હું આત્મહત્યા કરી તારી પાસે આવી શકું છું ! હા, શકય છે ! "

અને, આટલું કહી રાઘવ પુલ પરની પાળી પર ચઢવા લાગ્યો ! અને પોતાનાં પગ ધ્વારા શરીરને સમતુલિત રાખતાં એ પુલની નીચેથી પસાર થતી નદીને જોવા લાગ્યાં. અને નદી તરફ એકધારું જોઈને "બસ, હવે આ નદીમાં ઊંડાણ સમાયને ઊંચે આકાશમાં છેક તારા સુધી પહોંચવાનું છે મારે ! " આટલું કહી એ આકાશમાં ફેલાયેલ વાદળો તરફ જોવા લાગ્યો ! અને, પછી જેવો નદીમાં ભૂસકો મારવા જતો હતો કે ત્યાં જ એને એક પાછળથી એક છોકરીનો અવાજ આવ્યો !

" હું આવી ગઈ તારા માટે ! હવે, તો તું ઊભો રહી જા ! બસ થયું હવે આ બે-ત્રણ અઠવાડિયાનાં બ્રેક-અપ માટે તું આમ મને છોડી નહીં જઈશ એ સારું લાગશે ! "

રાઘવ એ છોકરી તરફ આમ અજાણી નજરોએ જોવા લાગ્યો પછી એને જોઈ ના જોઈ કરતાં પાછો આગળ તરફ નદી તરફ નજર કરવા લાગ્યો ! 

એ છોકરી પાછી રાઘવ તરફ નજર કરતાં "અરે, એય સીધી રીતે ઉતરી જા ! જો ...જો... પેલી તરફ "

રાઘવ ડાબી બાજુ જોવા લાગ્યો !

એ છોકરી એને સમજાવવતાં " અરે, જમણી બાજુ જો એ બાજુ ! દૂર પુલનાં એક છેડે પોલીસ ઊભી છે ! "

રાઘવનું મન નહોતું માનતું છતાં પણ એ એ છોકરીની સતત ચાલતી દલીલોને જવાબ આપતાં " અરે, એમાં મારે શું ! મારે તો આ દુનિયા છોડીને જવું છે ! એમ પણ ! અને, જો હવે વધારે કંઈ બોલીને તો તારા નામની ચિઠ્ઠી અહીં છોડીને મરીશ ! "

છોકરી પણ પોતાનાં તેવર બતાડતાં " એમ, શું છે મારું નામ ? "

રાઘવને પોતાની ભૂલ પકડાવવાનો ખ્યાલ આવતાં " હશે..કંઈક તો હશે ! અને જો પોલીસ જો ત્યાં ઊભી છે તો એમાં તારે શું ! તું તારા કામે વળગને ! "

" મારે તો કોઈ પ્રોબ્લેમ નથી ! પણ, આ પોલીસવાળા તારો જીવ હમણાં બચાવવા નહીં આવે ! પણ તું જયારે કૂદીશ ને ત્યાર પછી તારો જીવ બચાવશે ! "

" હા, તો બચાવવા દે ! "

" અરે, તારે તો મરવું છે ને ! તો, પછી જીવીને શું કરવું છે ! "

" એય, છોકરી તારું શું નામ છે અને તારે મારી જોડે શું કામ છે એનાંથી કોઈ મતલબ નથી ! બસ, તું અહીંથી જા ! "

એ છોકરી પોતાની ગાડીનો દરવાજો ખોલતાં " ઠીક છે મારે તો કશો જ કોઈ પ્રોબ્લેમ નથી ! પણ, હા વકીલ હોવાને નાતે એક સલાહ આપી દઉં ! આ તરફ તું કૂદયો અને બીજી તરફ આ લોકો તને બચાવશે અને તારા પર કેસ ચાલશે. અને હા, આ પોલીસવાળાઓને તારો જીવ બચાવવા વાહ-વાહઈ મળશે તે અલગ ! "

રાઘવ થોડો ચોંકીને એની તરફ જોવા લાગ્યો !

છોકરીએની આ નજરનો જવાબ આપતાં " આમ શું જોવે છે ! તને ખબર નથી આત્મહત્યા કરવી એ ગુનો છે ! "

અને, આટલું સાંભળીને રાઘવ તરત જ પુલની પાળી પરથી ઉતરી ગયો !

અને, એ છોકરી ગાડીમાં બેસી ગઈ ! પણ, રાઘવ હજુ બહાર હતો ! 

રાઘવને આમ બહાર જોઈ એ છોકરીએ પોતાની ગાડીનો કાચ નીચે કર્યો " અરે, ચલ હવે ગાડીમાં બેસી જા કોની રાહ જોવે છે પોલીસની ! "

પોલીસનું નામ સાંભળી રાઘવ તરત જ ગાડીમાં બેસી જાય છે.

એ છોકરીએ ગાડી આગળ જવા દીધી. એ છોકરી રાઘવ તરફ હાથ વધારતાં " હાય, આઈ એમ જાનકી ! "

રાઘવે ના હાથ મિલાવ્યો અને ના કશું બોલ્યો !

જાનકી પણ રાઘવની આ ખામોશી સમજતાં " ઠીક છે ! "

પછી, જાનકી એ ગાડી એક કેફે પાસે ઊભી રાખી. અને જાનકી તો ગાડીની બહાર નીકળી પણ રાઘવ ના નીકળ્યો ! 

" અરે, બહાર તો નીકળ ! "

રાઘવ ' ના ' માં માથું હલાવતાં ! જાનકી એની બાજુ જઈને એનો દરવાજો ખોલી " જોવો, સર આપ જે હોવ તે ! તમે પ્લીઝ બહાર નીકળો ! મારે આ કેફેમાં ૫-૧૦ મિનીટનું જ કામ છે ! એ પતાવી હું તમને પાછી તમારા સ્યુસાઈડ પોઈન્ટ પર છોડી આવીશ ! પણ હાલ પ્લીઝ ! "

આટલું સાંભળી રાઘવ પણ જાનકીની વાતનું માન રાખતાં બહાર આવી જાય છે.

બંન્ને કેફેમાં બેસે છે ! જાનકી કોફી અને રાઘવ ચા નું ઓર્ડર આપે છે !

પછી, ૨-૩ મિનીટ બાદ ચા નો એક સિપ મારી રાઘવ એમ ખામોશ થઈ બેસી રહે છે પછી અચાનક પોતાની ખામોશી તોડતાં " રાઘવ ....! "

જાનકી માહોલ થોડો હળવો કરતાં " સો, રાઘવ ! તમે બોલો પણ છો ! સારી વાત કહેવાય ! "

જાનકી રાઘવની આંખોમાં આંખો મિલવવા લાગી. રાઘવ આમ-તેમ નજર કરવા લાગ્યો.

રાઘવ પછી અચાનક જાનકી તરફ જોઈને " આમ, તો મારે તમને થેન્ક યૂ કહેવું જોઈએ પણ મારે કહેવું નથી ! અને, ના હું કહીશ ! "

" ઓકે, નો પ્રોબ્લેમ ! "

થોડીવાર માટે બંન્ને એકદમ શાંત રહ્યાં.

જાનકી " સો, મિ. રાઘવ શું દુઃખ આવી પડયું કે તમે આમ જીવ દેવા ચાલી પડયાં ! "

રાઘવ ત્યાંથી તરત જ ઊભો થઈ ગયો.

જાનકી એને અટકાવવતાં " અરે, કયાં જાવ છો ઊભા રહો ! મારો કલાઈન્ટ ૫-૧૦ મિનીટમાં આવે જ છે પછી, આપણે નીકળ્યે છીએ ! બેસો તો ખરા ! વાત તો કરો ! મનમાં શું એવું તો દબાવીને બેઠા છો કે બોલી પણ નથી શકતાં "

રાઘવ પાછો પોતાની જગ્યા પર બેસી ગયો. પછી, જાનકી તરફ જોઈને " ૧.) તમને ના હું ઓળખું છું !, ૨.) ના તમે પોતાનાં છો, ૩.) ના તમે મનોચિકિત્સક છો ! "

જાનકી પણ હસતાં મોં એની વાતનો જવાબ આપતાં " જોવો મિ. રાઘવ વાત કરશો તો વાતનો નિકાલ આવશે ! અને મન શાંત થશે ! અને, હા તમારે ભલે મરવું હોય પણ કોઈનો જીવ બચાવ્યા બાદ એ માણસનું જીવ એ બચાવવાવાળાનું થઈ જાય છે ! સો પ્લીઝ હવે તો વાત કરો ! "

રાઘવ એકદમ જ અકળાયને પોતાની વાત શરૂ કરી કે કેવી રીતે એણે પોતાની પ્રેમિકા સિયાને એક જાનલેવા રોગનાં કારણે ખોવી દીધી અને એનાં ગયાં પછી જિંદગી કેવી વીતી અને એનાં ગયાં પછીનાં એ દરેક દર્દની વાત કરે છે કે જે દર્દને એણે ક્ષણે-ક્ષણે અનુભવવો પડે છે.

આ બધું સાંભળ્યા બાદ જાનકી થોડીવાર શાંત થઈ જાય છે. પછી, પોતાની વાત શરૂ કરતાં " મેં માત્ર ૫ વર્ષની હતી અને મારી માં મને આમ જ દુનિયામાં મૂકી મારાથી છેક દૂર બીજી દુનિયામાં જતી રહી ! અને તમને ખબર હશે એમ મિ. રાઘવ આખી દુનિયમાં એક તો માં-બાપ અને એક તો પ્રેમી/ પ્રેમિકા જ આપણને નિ:સ્વાર્થ પ્રેમ કરી શકે છે ! અને તમને શું લાગે છે મેં આત્મહત્યા કરવાની કોશિશ નહીં કરી હોય ! પણ, જિંદગી જીવવી પડે છે ! અને, તમારી પાસે તો હજુ માં-બાપ છે ! તમે એમનું તો વિચારો ! અને,હા પ્રેમ કરો.


Rate this content
Log in

Similar gujarati story from Drama