દર્દ : પેરાડોક્સ
દર્દ : પેરાડોક્સ
" નીરજ , નીરજ કયાં છે તું યાર ચલ ને લેટ થાય છે ..." દેવ બોલ્યો , નીરજની લેબમાં પ્રવેશતાં દેવ આમ - તેમ નજર કરતાં ..
ત્યાં જ એક રુમમાંથી એક ફાઈલ લઈને નીરજ આ રૂમમાં આવ્યો...એ એના એજ રોજના કપડાં અને એજ જૂના-જમાનાના ચશ્માં સાથે. પણ ચશ્માને પોતાની આંખો પર બરાબર રીતે ગોઠવતાં....અને દેવ તરફ નજર કરતાં " દેવ , કયાં જવા નીકળ્યો છે ભાઈ ! "
દેવ " તું પાછો ભૂલી ગયો ...અબે કેટલું ભણીશ, લાગે છે બેચલર્સમાં જ માસ્ટર્સ ભણી લઈશ..."
દેવ આટલું બોલીને ખુરશી પર બેઠો અને ફાઈલને એક ટેબલ પર મૂકી નીરજ પણ દેવની સામેની ખુરશી પર બેઠો.
નીરજ ચશ્માને પોતાના રૂમાલ ધ્વારા સાફ કરતાં " શું કરું યાર, પ્રોજેકટ સબમિશન ચાલે છે. તું બોલ ! તારે તો સબમિશન પૂરુંને !! "
દેવ " અરે , અમારે એ સારું છે બી.એસ.સી કેમેસ્ટ્રીમાં અમારે પ્રેકટિકલ એકઝામ હોય ડાયરેકટ નહીં કે સબમિશનના નામે આવા ફિઝિકલ પ્રોજેકટ્સ ....!! "
નીરજ " હા , ભાઈ અમે તો બી.એસ.સી ફિઝિક્સવાળાને...પણ આખરે અમે ફિઝિક્સવાળા અમારા રૂલ્સ અને સિધ્ધાંતો સાબિત કરી શકયે છીએ...પણ તમે કેમેસ્ટ્રી આ અસલ દુનિયામાં કેવી રીતે સાબિત કરશો.."
દેવ " અબે , હું તો એમ જ કહેતો હતો ...તું સાલા બધી વાતમાં ભણવવાનો પૉઈન્ટ કેમ નાખે છે..અને તું હજું તૈયાર નથી થયો ! આપણે આજે હાર્ડરોક કેફેના ઓપનમાઈકમાં જવાનું જો મેં તારી ટિકીટ પણ લીધી છે ! "
નીરજ ટિકીટ ને પોતાના હાથમાં લે ત્યાં તો બારીમાંથી એક ઠંડો પવન કે જે ટેબલ પર રહેલી ફાઈલ જેના પર પેપરવેટ ના હોવાથી એ ફાઈલના કાગિળયા ફાઈલમાંથી નીરજના રૂમ વિખરાઇ ગયા ...નીરજ અને દેવ કાગળિયા સમેટીને પાછી એ ફાઈલમાં નાંખી. કાગળિયા સમેટવા દેવે બે - ચાર પેજના હેંડીગ્સ અને એના પૉઈન્ટઆઉટ્સ વાંચ્યા ...
એણે એ વિશે નીરજ જોડે વાત પણ કરી. નીરજે એને એની કુશળતા પ્રમાણે સમાજાવ્યુ પણ ફિઝિક્સ વિષય શરુવાતથી દેવની બાઉન્ડ્રીની બહારનો વિષય હતો....એટલે વાત પતાવતા એ બધું સમજી ગયો હોય એમ હા માં હા પાડતો. પછી આખરે નીરજને એ બોલતાં અટકાવતાં અને એના રૂમની એ જર્જરિત દિવાલ પર લટકેલી ઘડિયાળ તરફ ઈશારો કરતાં " નીરજ ૭:૦૦ વાગ્યા છે. કલાક રહ્યો છે તું આવવાનો છે...!!! "
નીરજ એ એને ના પાડી અને પછી વાત કરતાં " જો , ભાઈ મને તો ખબર છે તું ત્યાં કેમ જાય છે..હવે ભલે આપણી ભણવવાની સ્ટ્રીમ અલગ છે. પણ , હું તને નાનપણથી ઓળખું છું ! મને એટલું તો ખબર છે કે તને ઊંડે સુધી સ્ટોરીટેલિંગ કે પોયમ કે પછી વાર્તાઓનો કોઈ શોખ નથી ...તું ત્યાં જે સ્ટોરીટેલિંગ કરવાવાળી છે એને જોવા જાય છે...અને તમે બેઉની વચ્ચે હું કબાબમાં હડ્ડી નથી બનવા માંગતો...! "
દેવ પોતાના મોં પર શરમની હસી છુપાવતાં " અબે , એવું કશું જ નથી , યાર ! "
નીરજ પણ દેવને ચીઢવતાં " ચાલ - ચાલ હવે રહેવા દે ! આ હસી ના છુપાવીશ ! સ્કુલના આટલા કઠીન વર્ષો પછી તારો કોલેજમાં આવો મેળ પડયો છે ! "
નીરજ એના ખભા પર મૂકતાં " જો , યાર આ તારો વખત છે ઈન્જોય કર આને....તારી જોડે આ તારા હેપ્પી મોમેન્ટમાં ના સહી પણ તારા બીજા અનેક મોમેન્ટમાં મેં તારી સાથે જ છું..."
દેવ નીરજની ના પાછળનું કારણ સમજતાં મોં પર એક નાના સ્મિત સાથે ઉભો થયો. અને જેવો દેવ દરવાજા તરફ ગયો. ત્યાં , નીરજ તેને અટકાવવાતાં " અરે , તું આજે એને વાત કરવાનો છે શું ! "
દેવ જતાં - જતાં અચનાક ચોંકીને નીરજ તરફ જોઈને " અબે , તને કેવી રીતે ખબર !! "
નીરજ પોતાની ખુરશી પરથી ઉભો થયો અને કબાટમાંથી પોતાનો એક શર્ટ કાઢતાં " અબે , તારો યાર છું ...તારા કપડાં કરતાં ક્યારનો જે તું ઘડિયાળ પર નજર રાખીને બેઠો હતો એ ઘડિયાળે અથવા કહું તો એ તારી ઉત્સુકતાં કે જેણે મને બધી વાત કહી...આ લે તારો ફેવરિટ શર્ટ "
અને એ નીરજને દેવની દરેક પસંદ-નાપસંદનો ખ્યાલ હતો..શરુવાતમાં દેવ આના-કાની કરતો હતો ...પણ પછી નીરજ એને સમજવતાં " અબે , તું પહેલીવાર એને તારા દિલની વાત કરવા જાય છે ! થોડો સજી-ધજીને જા....મને ખબર છે તને આ શર્ટ અને શર્ટને તું બહુ ગમે છે...." દેવે જેવો શર્ટ પહેર્યો કે તરત જ નીરજ એને જોઈને " જોઈ એટલે કહુ છું કે આ શર્ટ મારા કરતાં તારા પર સારો લાગે છે.."
અને , પછી દેવ નીરજને ભેટીને હાર્ડરોક કેફેમાં પહોંચ્યો..એ થોડો લેટ થઈ ગયો હતો એ પહોંચ્યો ત્યાં સુધી તો હૉસ્ટે શો સ્ટાર્ટની એનાઉન્સમેન્ટ કરી દીધી હતી. નાના કેફેના એ હોલની નાની જગ્યા જયાં ખુરશી પર લોકો બેઠા હતાં .ત્યાં વચ્ચેની એક ખુરશી ખાલી દેખાતાં એ ત્યાં લોકોને થોડા આગળ - પાછળ ખસેડતાં ત્યાં બેઠો. પછી , એ સ્ટેજ પર ધ્યાન આપતાં ...
સ્ટેજ પરની લાઈટો થોડીકવાર માટે બંધ રહી. લોકો જેમ આવા અંધારા વર્તન કરતાં હોય એમ ત્યાં થોડીકવાર ત્યાં થોડીવાર માટે ચીસો પડી પણ થોડીકવારમાં સ્ટેજ પર એક સફેદ સ્પૉટલાઈટ પ્રકાશિત થઈ અને સ્ટેજ પર રહેલા માઈક પર કોઈ હાથ મૂકયો હતો....પછી એક છોકરીનો અવાજ આવ્યો. એકદમ સૂરીલો , મીઠો અને એના એવા મીઠા અવાજેથી એક પોયમ સંભાળવવાની સ્ટાર્ટ થઈ. પોયમ વિરહમાં બિછડેલા પંછીઓ પર હતી...એનો અવાજ ભલે દેવ માટે જાણીતો હતો . પણ પોયમ વ્યકત થયેલા દર્દને બયાન આપતો એ અવાજ સાંભળી દેવ થોડો મૂઝંવાયો...પછી એક શાયરીના મૂશયારો શરુ કરતા એ છોકરીએ પોતાની શાયરી બોલતા - બો
લતાં એ અંધારામાંથી સ્પૉટલાઈટમાં આવી એ છોકરીને જોતાં વેત જ દેવના મોં પર કદી ઢળવાવાળી સ્મિત પથરાઇ ગઈ હતી. આ છોકરી એ એજ હતી કે જેના કેટલાંય ઑપનમાઇક દેવ દરવખતે અટેઈન કરતો ...અને આ રેગ્યુલરિટી જોઈને એ છોકરી પણ દેવની સાથે વાત કરતી. શરુવાતમાં આ રિલેશન ફેન તરીકેનો જ હતો પણ નજીદીકીઓ અને દેવની ઉત્સુકતાભર્યો , રમૂજી અને સારા સ્વભાવના કારણે આ રિલેશન આજે દોસ્તી સુધી પહોંચ્યો હતો. અને આજે એ આ શૉ બાદ પોતાના આ રિલેશનને એ એક પડાવ ઉપર પ્રેમ તરફ પહોંચશે. જો સિયા હા કહે તો....!
સિયા વર્મા કે જે એલ.એલ.બીનું ભણતી હતી એનું આ લાસ્ટયર હતું. અને ઈત્તેફાક હતો કે દેવ અને સિયા એક જ કોલેજમાં હતાં પણ કદી એકબીજાને મળ્યા પણ નહોતાં, કેમ કે અલગ ડિપાર્ટમેન્ટમાં હતાં અને માંડ તો એ બે કદાચ આવતાં - જતાં એકબીજા જોડે અથડાયા હતાં. એકબીજાના ચહેરા જોઈને પણ ભૂલી ગયા હશે. પણ એ તો આ આવા ઓપનમાઈક જેવા શૉ જ હતા કે જેમણે આ બન્ને આટલા નજીક લાવ્યા. કે જેણે એ બે ને અજાણીયાઓમાંથી એક દોસ્ત બનાવ્યા....આ બધું મગજમાં વિચારતો એ સ્ટેજ તરફ જોતો રહ્યો . અને એક શાયરી કે જેણે સિયા અને દેવ બંન્નેના મોં પણ સ્મિત વેરી દીધું . દેવ સિયાને જોઈને અને કદાચ સિયા દેવને જોઈને ક્યાંક તો એ શાયરીના શબ્દોના લીધે...પણ થોડીવાર માટે બંન્નેના ચહેરા પર એક સ્મિત વેરી ગયું.
પણ દેવના કાને એ મીઠા અવાજને અવરોધતો એક ઘોંઘાટ પણ આવ્યો. એણે એ તરફ નજર કરી. તો પાછળ અને થોડી ત્રાંસી તરફ અંધારામાં બઠેલો માણસ કે જે આવા શાંત માહોલને બગાડવા માંગતો હોય એમ વેઈટર જોડે પોતાના ડ્રિંન્ક માટે બહેસ કરતો હતો. પણ પછી સારો માણસ હોય એમ વ્યવહાર કરતો હોય એમ પોતાની ખલેલ માટે માફી માંગી. પણ પછી એની નજર દેવ તરફ પડી તો થોડીકવાર માટે દેવ એને અને એ દેવને ઘૂરી-ઘૂરીને જોતો હતો. પણ પછી દેવ સિયા પર ફોક્સ કરતાં સીધું સ્ટેજ તરફ ફૉકસ કરતાં. પણ , જાણે દેવ હજુ પણ એ માણસના વશમાં હોય તેમ એને એના મગજમાં એ માણસનો ચહેરો અને પહેરવેશ ચાલતો હોય ...કેમ કે ઉનાળાના આવા ગરમ માહોલમાં પણ એ માણસ ગરમ કપડાં પહેરીને ફરતો હતો. પણ એને સહેજ પણ ગરમી નહોતી લાગતી ઉલટીકા એ તો ફ્રેશ ફીલ કરતો હોય એમ વર્તતો હતો. આવા અંધારપટ્ટ માહોલમાં પણ એ ચશ્માં પહેરીને ફરતો .કેમ એ ખબર નહીં અને ડ્રેસિંગ પણ થોડું અલગ હતું . અને થોડી અજીબ વાત કયારનો ઘૂરી-ઘૂરીને દેવને જોયા કરતો હતો. જાણે એ શૉ જોવા નહીંને દેવને જોવા આવ્યો હોય એમ..પછી દેવ પોતાના વિચારોને કંન્ટ્રોલ કરતાં સ્ટેજ તરફ નજર કરી ત્યાં તો સિયા એને બેકસ્ટેજ જતી દેખાય. પછી એ પણ ખુરશીમાંથી ઉભો થઈને બીજા એક અલગ દરવાજાથી સિયાને મળવવા ગયો. અને એ બંન્ને આ રીતે શૉ પૂરો થયા બાદ બેકસ્ટેજ મળતાં જ હતાં , પણ આજે દેવે સિયાને કોફીડેટમાં રાજી કરી દીધી હતી. અને સિયા પણ ખુશ હતી. દેવ બેકસ્ટેજ ગયો અને સિયાના ગ્રેવરુમથી થોડોક જ દૂર હતો. અને ત્યારે જ એ રૂમમાંથી સિયા બહાર નીકળી અને એ જેવું દેવ તરફ નજર કરે ત્યાં સ્ટેજથી બેકસ્ટેજ તરફના દરવાજા ધ્વારા પેલો શંકાસ્પદ માણસ એ સિયાને મળવા ત્યાં આવી પહોંચ્યો...
અને આ તરફ એકબાજુ ઉભેલો દેવ એ બેને વાત કરતાં જોતો હતો. અને એ બે વાત કરતાં - કરતાં કયારે કેફેથી એક ગાર્ડનમાં આવી પહોંચ્યા એનો ખ્યાલ એ બેને પણ નહોતો. અને એમનો પીછો કરતાં - કરતાં ત્યાં દેવ પણ આવી પહોંચ્યો. એક છોડની પાછળ ઉભેલો દેવ એ બેને જોયાં કરતો હતો...પણ , પછી અચાનક એ માણસ થોડા ગંભીર અવાજે સિયાને કંઈક સમજાવતો હોય એમ એ સિયાની સામે જઈને ઉભો રહ્યો. પણ પછી જયારે દેવ એ માણસની પાછળના પોકેટમાં રહેલી ગન જોઈ તો દેવ ડરી ગયો અને એ ચીસ પાડે ત્યાં તો એણે જોયું કે સિયા જે બેન્ચ પર બેઠી હતી. એની , પાછળ એક પ્રકાશ એટલે કે જાણે કોઈ ધમાકો કર્યૉ ત્યારે કેવો પ્રકાશ દેખાય એવો પ્રકાશ દેખાયો અને દેવ કશું સમજે ત્યાં તો કોઈકે સિયાને પાછળથી ગન ધ્વારા શૂટ કરી. ગોળીએના માથાની આર-પાર થઈ ગઈ અને જાણે સિયા છેલ્લો શ્વાસ પણ ના લેવા પામી હોય એમ જમીન પર ઢળી પડી...અને પેલો માણસ આ જોઈને જાણે ખુશ થતો હોય એમ અને ખુશીમાં કહો કે સિયા પ્રત્યેની એની ખૂન્સ એણે પોતાના પાછળના પોકેટમાં રહેલી એ ગન ધ્વારા બીજી ચાર -પાંચ ગોળી સિયાના મૃત શરીરમાં મારી. સિયાનું તડફતું શરીર હવે , શાંત અને ઠંડુ થયું. દેવ એ તો જાણે સ્તબધ જ થઈ. એ પણ જાણે એ જ સિયાના મૃત શરીરની જેમ ઠંડો થઈ ગયો હતો જાણે એના જીવવા માટે કશું જ બચ્યું નહોતું ...
આ સમયે સિયા અને દેવ બંન્ને શાંત અને અધૂરા આ દુનિયાથી દૂર થયા હતા.
દેવ થોડાક સમયબાદ ભાનમાં આવ્યો અને પછી જયારે પાછી એ તરફ નજર કરી તો બધું શાંત હતું અને એ માણસ પણ નહોતો ત્યાં દેવ એ શાંત માહોલનો ફાયદો ઉઠાવવાતાં ત્યાં ગયો અને થોડીકક્ષણો માટે એ સિયાની મૃત શરીરને જોય અને પછી પોતાની જાત પર નજર નાખે. અને એને એ સમયે પોતાની જાત પર ગુસ્સો બહુ જ આવતો . પણ એના માટે સિયાનો જીવ અગત્યનો હતો. પણ એણે જેવો સિયાને ઉંચકીને ચાલવાનું શરું કર્યુ ત્યાં જ એને ખ્યાલ આવી ગયો કે એ બહું જ લેટ થઈ ગયો હતો . પછી સિયાના એ શરીર તરફ અને એના મોં ને જોઈને એને યાદ કરતાં એને ભેટીને બહુ જ રડયો. પછી જેમ મદદ માટે એણે આમ- તેમ નજર કરી ત્યાં એને એક ગન મળી કે જેનો ઉપયોગ કરી એ પણ પોતાનો જીવ સિયા માટે કુરબાન કરી દીધો .