divyesh gajjar

Abstract Drama Fantasy

3  

divyesh gajjar

Abstract Drama Fantasy

ઘાટ

ઘાટ

10 mins
194


ઢળતા સૂરજ અને સળગતી ચિતાઓથી થોડી દૂર એક છોકરી ઘાટનાં દાદરા પર બેઠી હતી. ઢળતાં સૂરજ અને જિંદગીનાં આ કડવા અંતને જોઈને, જાણીને કદાચ નિરાશ હતી.

જે વ્યક્તિ એ છોકરી તરફ એક નજર કરી ઊભો હતો એ એકાએક એની તરફ વધ્યો. છોકરી પોતાનું મોં પોતાનાં બે પગ વચ્ચે દબાવીને બેસી હતી જાણે એ આ વાતને માનવવા જ તૈયાર ના હોય

અને, એ વ્યક્તિ એ છોકરીની બાજુમાં જઈને બેઠો અને એનાં આ એકાંતનાં ક્ષણમાં થોડી ખલેલ પાડતાં " લાગે છે આ સત્ય તમારે સ્વીકારવું નથી લાગતું ! "

એ છોકરીએ પોતાની નજર એ અવાજ તરફ કરી પછી પાછી એ પોતાનાં એકાંતમાં છૂપાઈ ગઈ. એ વ્યક્તિ છતાં પણ " માફ કરજો, જો હું તમારા એકાંતમાં ખલેલ પાડતો હોઉં તો ! પણ, શું કરીએ આ સ્થળ બનારસ છે જ એવું ! એક તરફ સાંજનાં સમયે મંગળ આરતી અને ભગવાનની પૂજા અને એમની ભવ્યતાનાં દર્શન કરાવે અને એકતરફ જિંદગીનાં આ અનંત તથા અંતિમ સત્યનાં દર્શન કરાવે. ( એ છોકરી હજુ પણ પોતાની જ ધૂનમાં ખોવાયલી હતી ) એક તરફ જિંદગીમાં કેટલું મેળવવું તથા કેટલું જીવવું એની લાલસા તો બીજી તરફ એક ઝટકા ભસ્મી ભૂત થતી લાલસા ! કેવું અનોખું છે આ શહેર, નહીં ! માફ, કરજો અંતિમ સત્ય...અંતિમ સત્ય .. શબ્દ હું પણ એટલે જ વાપરું છું કેમ કે મારા પણ તમારી જેમ મોતને આટલી નજીકથી જોવાની હિંમત નથી. પણ શું કરીએ આ જે છે તે આ જ છે.

જીના યહા, મરના યહા ઈસકે સિવા જાના કહા ! "

આટલું બોલી એ વ્યક્તિ ફરી પાછી એ છોકરી તરફ નજર કરી પણ એ હજુ પોતાનાંમાં ખોવાયેલ હતી છતાંય, એ વ્યક્તિ પોતાની વાત આગળ ધપાવતાં " અરે, એવું નથી કે આ જ અંત છે. પણ, આ તો શરૂઆત છે. એક જગ્યાએથી અન્ય જગ્યાએ જવાનાં સફર પરનો ! એક જિંદગી પૂરી કરી અન્ય નવી જિંદગી જીવવા પરનો ! બીજા નવા દોસ્ત બનાવવા પરનો ! ઘણીવાર કોઈ એકની મૃત્ય, અન્ય માટે જીવનદાન સાબિત થાય છે. કોઈ એકનું દુઃખ, અન્ય માટે હેપ્પી એન્ડિંગ સાબિત થાય ! "

અને, આ વાત સાંભળી એ છોકરીએ એ વ્યક્તિ તરફ નજર કરી. ઢળતાં સૂર્યની કિરણો જાણે જતાં-જતાં પણ એક છેલ્લીવાર એ વ્યક્તિની આંખોમાં ઝગમગતી હતી. કેમ કે વ્યક્તિની આંખો નદી કે સમુદ્રનાં પાણીની જેમ અસ્થિર નહીં પણ એ ઉદાસીનાં ક્ષણોને માણતી, એ ક્ષણમાં મગ્ન રહે એવી સ્થિર હતી.

અને, એ છોકરી પણ ક્ષણભર માટે એ આંખો તથા કિરણોની ચમકમાં ખોવાઈ ગઈ.

પછી, એકાએક દૂરથી લાકડાં સાથે કોઈ મૃતદેહનાં હાડકાંનો તૂટવાનો અવાજ આવ્યો.

અને, એ છોકરી પોતાનો હાથ આગળ વધારતાં " શિવાની ! "

અને એ છોકરો પણ હાથ મિલાવવતાં " રાઘવ ! "

શિવાની " આવી ફિલોસોફિકલ વાતો કરવી તો બહુ સહેલી છે ! જયારે સત્ય સામે આવીને ઊભું રહી જાયને ત્યારે ખબર પડે કે આપણો અંત કયાં જઈને અન્ય કોઈની શરૂઆત બને 

છે. અને, માફ કરજો પણ આપની આ ફિલોસોફીવાળી વાત માટે પણ તમે કદી આ સત્યને નજીકથી અનુભવ્યું પણ છે. "

રાઘવ " માફ, કરજો મારી આ વાત માટે ! પણ, આ માહોલમાં જે મેં અનુભવ્યુ એ જ મેં આપને જણાવ્યું ! એક તરફ ભગવાનની અરાધાના તો એક તરફ આ અંત ! અને, ....એક તરફ "

શિવાની એની વાતને અટકાવવતાં " તમે મૃત્યુને નજીકથી અનુભવ્યું છે હા કે ના ? "

રાઘવ " હા પણ અને ના પણ ! "

શિવાની " આવો કેવો જવાબ હા પણ અને ના પણ ! સીધું બોલો હા કે ના ! "

રાઘવ " પહેલાં તમે એ કહો કે તમે કેમ અહીંયા નિરાશ બેઠાં હતાં ? "

શિવાની " સવાલ પર સવાલ નહીં ! તમે પહેલાં મારા સવાલનો જવાબ આપો પછી હું તમારા સવાલનો જવાબ આપીશ ! "

રાઘવ હવે ચૂપ રહ્યો. અને, એની આ શાંતિ જોઈ શિવાની " તમારી ચૂપ્પી જ તમારો જવાબ છે. ના કહેવાની જરૂર નથી. તમે આ જીવન-મૃત્યુનાં ચક્રને હજુ ઠીકથી માણ્યો જ નથી અને બસ અન્ય કેટલાંક મુસાફરોની જેમ તમે પણ બસ આ ચિતા જોઈને ભાવવિભોર થઈ ગયા છો ! સાહેબ ફિલોસોફીની વાત કરવી સહેલી છે. પણ, આ મૃત્યુ, મોત જયારે આંખો સામે તરી આવેને ...ત્યારે ! "

રાઘવ હવે એને અટકાવવતાં એકાએક " મેં મોતને મારી આંખો સમક્ષ જોઈ છે ! અને મારા આ અનુભવ માટે મારે કોઈને મારા અનુભવો કહેવા જરૂરી નથી. હું કોઈને જવાબ આપવવા બંધાયેલ નથી. આ તો બસ તમને નિરાશ બેઠેલાં જોઈ પોતાનાં જેવું લાગ્યું એટલે બસ બેઘડી દુઃખ હલકું કરવા આવ્યો ! "

અને, આટલું બોલી રાઘવ ત્યાંથી ઊભો થઈ આગળ વધી ગયો.

અને, એની પાછળ-પાછળ શિવાની પણ " હા, બિલકુલ ઠીક કર્યુ આપે નાસી જાવ ! ફિલોસોફીની વાત જયારે કરવાની હોય ચો એ આખી દુનિયાને લાગુ પડે પણ એ જ ફિલોસોફીની વાત પોતાનાં પર આવી જાય ત્યારે...નાસી જાવ ! બસ ! "

રાઘવ પાછળ જોયા વગર કે એની વાત સાંભાળ્યા વગર હજુ આગળ વધ્યા જ કરતો હતો.

શિવાની હજુ પણ પાછળથી " સત્ય સ્વીકારવાની વાત મને કહેતાં હતાં ! સત્ય કહેવાની હિંમત તમારામાં જ નથી લાગતી ! અરે, ફિલોસોફીની વાત તો કરી દીધી. હવે, સત્ય પણ જણાવી દો ! નથી કર્યો ને આવો કોઈ અનુભવ ! "

રાઘવ હવે એકાએક અટકયો. અને આ જોઈને એ શિવાની પણ અટકી ગઈ. 

અને, રાઘવ શિવાની તરફ ફર્યો અને એની પાસે આવી ડૂમો ભરેલાં ડગમગ અવાજ સાથે

" અ.....મેં.... મોતને જોઈ છે. એની....એની..એની સાથે લડીને પાછો પણ ફર્યો છું ! પહેલાં તું કહે તે એને અનુભવ્યું છે ! અને, જો તો પછી, મને બીજા સવાલ કર ! "

અને, શિવાની આ વાત સાંભળી ચૂપ રહી. અને એની શાંતિને જવાબ સમજતાં " તારે ના કહેવાની જરૂર નથી તારા જવાબમાં છૂપાયેલ શાંતિએ જ બધા જવાબ આપી દીધાં ! બસ, બે ઘડી આ ઘાટ પર બેઠી એટલે જિંદગીથી નિરાશ થઈ ગઈ. અરે, આજમાં જીવતાં શીખને ! અને, પાછું મને કહે છે ! " 

અને, આટલું બોલી રાઘવ ત્યાં જ બેસી ગયો. અને પોતાની આંખો લૂંછતાં આસપાસ નજર કરવા લાગ્યો.

શિવાની " કોણ દૂર જતું રહ્યું એ મોતનાં કારણે ? "

અને, સાંભળી રાઘવ એકાએક ઉપર એ શિવાની તરફ જોવા લાગ્યો.

શિવાની હવે એકદમ વાતની જડ પકડતાં 

" એટલે, પાક્કુ કોઈકને ગુમાવ્યા છે. કોણ હતું એ ? શું થયું હતું તમારી સાથે ? "

રાઘવ પોતાની આંખો સાફ કરી તરત જ ઊભો થયો અને આગળ વધતાં " મારે, એ તમને કહેવાની જરૂર નથી ! "

શિવાની રાઘવની પાછળ ગઈ અને એને અટકાવવતાં " તમે, દુઃખી લાગો છો ! એટલે પૂછયું ! અને, જો આપ થોડું તમારું દુઃખ જણાવશો તો હું પણ મારું દુઃખ તથા આમ નિરાશ બેસી રહેવાનું કારણ જણાવીશ ! "

આ વાત સાંભળી રાઘવ થોડો અટકયો અને પછી શિવાની તરફ વળીને " ચાલતાં-ચાલતાં વાત કરીએ ! "

 " ચાય-ચાય ....ગરમા-ગરમ ચાય...ચાય ! " થોડી દૂર એક નાનો છોકરો ચાની કેટલી તથા કપ હાથમાં લઈને ઊભો ચા વેચતો હતો.

આ સાંભળી શિવાની " ચા પીતાં-પીતાં ને ચાલતાં-ચાલતાં વાત કરીએ ! "

રાઘવ ' હા ' માં ગરદન હલાવી.

રાઘવ ચા ની એક સિપ મારતાં " આજથી ૭-૮ વર્ષ પહેલાં હું આર્મીમાં હતો. દરેક સામાન્ય યુવકની જેમ મેં પણ અપ્લાય કર્યુ, એકઝામ આપી અને બીજી કેટલીક એકઝામ અને હું સિલેકટ થઈ ગયો. "

શિવાની " હમ્મ્મ, નાઈસ વેરી ગુડ ! "

આ વાત સાંભળી રાઘવ " અરે, નાઈસ તો ખરું પણ તમે મારા ચહેરા પર ના જશો ! હું ખાલી ચહેરા પરથી આમ સ્માર્ટ ને હોશિયાર લાગું બાકી અંદરથી તો મેં એકદમ ડફોળ છું ! હા, એટલું નહીં ! પણ, એટલું તો ખરું કે આર્મીની એકઝામ પાસ થાય એટલો તો નહીં. ( આ વાત સાંભળી શિવાની થોડી મૂંઝવણમાં પડી ) મતલબ, કે મારા પિતા, મારા દાદા બધા શરૂઆતથી જ આર્મી માટે તૈયારી કરતાં હતાં અને એમની જિંદગીનો તો ધ્યેય જ દેશની સેવા હતી અને એ આખરે આર્મીમાં દાખલ પણ થઈ ગયા. પણ, મારું જરા અલગ હતું. મેં આ દેશ સેવા-વેવામાં માનતો જ નહોતો. અને, હું જન્મયો ત્યાંરથી મારા મગજમાં આ દેશની એક છાપ છપાયેલી હતી. આ દેશ એટલે જુગાડોનો દેશ. એ રસ્તા કરતાં ખાડા વધારે, કામ કરતાં બહાનાં વધારે ! પ્રગતિ કરતાં અધોગતિ વધારે ! આ બધા વધારે ને લીધે મેં ૧૨માં પછી બહાર જવાનું અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું ! પપ્પા એમ પણ આર્મીમાં ઊંચી પોસ્ટ પર હતાં. પગાર પણ વધારે હતો એટલે બહાર જવા જેટલું તો શક્ય હતું જ મારા માટે ! પણ, ૧૨માં આવેલ ઓછા ટકા તથા ઘરમાં શિસ્ત સાથે ના રહેવાના અંતર્ગત પપ્પાએ પોતાનું ફરમાન સંભળાવ્યું કે મારે ઓછામાં ઓછાં આર્મીમાં અને ખાસ કરીને આર્મી કોલેજમાં કેટલાંક વર્ષ પસાર કરવા પડશે ! અને, જો મારા શિસ્તભર્યા વર્તન પર વિશ્વાસ બેઠો તો જ એ મારા જવાનાં ખર્ચા પર પોતાની મોહર લગાવશે ! નહીં તો પછી ! "

શિવાની વાતમાં રસ લેતાં " નહીં તો પછી ? "

રાઘવ " નહીં તો પછી આર્મીમાં જોડાવવું પડશે ! "

શિવાની " અરે, પણ આર્મીમાં જોડાવવાનું એટલે કેટલું ગર્વની વાત કહેવાય ! દેશ માટે કંઈક કરી જવાનું ...."

રાઘવ એને અટકાવવતાં " હા, એ વાત હું આજે માનું છું ! પણ, તમે મને એ વખતે મળ્યાં હોત તો ! આ દેશભક્તિ અને દેશસેવા એ બધું નકામું લાગતું હતું. પણ, આજે મારા માટે આ વાત અલગ છે. અને, એ બધું એણે બદલ્યું ! મને અને મારા વિચારોને ! "

શિવાની " કોણે ? "

રાઘવ " હતો, એક જનૂની ! "

શિવાની " કોણ ? "

રાઘવ " આમ, તો એક નહીં બે જણ ! પણ, તમે જોવો કેવો સંયોગ કહેવાય ! ( આ સંયોગવાળી વાત સાંભળી શિવાની અચરજ પામતાં ) 

શિવાની " મતલબ ? "

રાઘવ " મતલબ, કે સંયોગ એવો છે કે હમણાં આપણે આ બનારસનાં એકતરફનાં આ સ્મશાન ઘાટ તથા એકતરફની મંદિર-પૂજાની આસ્થા વિશે વાત કરતાં હતાં. અને, એ જ રીતે એકતરફ મારા દાદા કે જેમની મૃત્યુએ મારા જિંદગીમાં આ આર્મી દાખલ થવાની વાતને પાકી કરી દીધી. "

શિવાની " એટલે કે ? "

રાઘવ આખી વાત કરતાં " આમ, તો શરૂઆતમાં આપને જણાવ્યું એમ આર્મીમાં જવાની ઈચ્છા શું સપનું પણ નહોતું પણ આખરે નસીબમાં જે લખ્યું હોય એ જ થાય ! મારા દાદાની મૃત્યુએ એ નસીબનાં લખેલાંનું કામ કર્યું. મારા દાદાની છેલ્લી ઈચ્છા એ હતી કે હું આર્મીમાં જ જોડાવ ! પરિવારની જે પરંપરા છે એ પ્રમાણે જ ચાલુ ! અને આ છેલ્લી ઈચ્છા સાથે દાદાજી ગુજરી ગયા. શરૂઆતમાં ઘરમાં આ વાતને કોઈએ ગંભીર ના ગણી પછી, એક દિવસ પપ્પા જયારે આર્મીની ભરતી માટેનું ફોર્મ લઈને આવ્યાં ત્યારે મમ્મીએ અને મેં અમે બંન્નેએ એમની વાતનો સખ્ત વિરોધ કર્યો. કેમ કે પપ્પા મુજબ આર્મીનું શિસ્ત અને આર્મી કોલેજમાં માત્ર ૪-૫ વર્ષ જ મારે પસાર કરવાનાં હતાં. પણ, દાદાની છેલ્લી ઈચ્છાનાં લીધે પપ્પાએ હવે આર્મીને મારી જિંદગીનો છેલ્લો અને પહેલો એક જ વિકલ્પ બનાવી દીધો. અને, કેટલાંય વિરોધ તથા કેટલીય આનાકાની બાદ પણ પપ્પા ના માન્યા ! અને, આખરે એક રાત્રે જયારે દાદાની યાદમાં અગાસીમાં બેઠો હતો ત્યાં જ પપ્પા આવ્યાં. અને એ મને પ્રેમથી સમજાવવા લાગ્યાં કે એકવાર દાદાજી માટે માત્ર દાદાજી માટે આર્મીમાં જા તો ખરો ! ચલો, સેવામાં નહીં પણ ખાલી ટ્રેનિંગ માટે તો જા ! ના ગમે તો પાછું આવવાનાં પર વિકલ્પ હતાં કેમ કે પપ્પા પોતે જ આર્મીમાં હતાં એટલે કોઈકને કોઈક છટકબારી હતી અને એ પણ ટ્રેનિંગ પીરીયડ સુધી અને જો સેવા લાગી ગયા...તો લાગી ગયા ! પપ્પાએ તો એમ પણ કહ્યું કે જો ના ગમ્યું તો ન પાછા પણ, જો ભૂલથી આર્મી ગમવા પાછળનાં એક પણ સંકેત કે કારણ દેખાયું તો પછી આર્મીની ડયુટી જિંદગીભર સુધી પાકી છે. પણ, હું અંદરોઅંદર જાણતો હતો કે આ આર્મી અને એનું શિસ્ત મને આ જિંદગીમાં શું આવતી કેટલીય જિંદગીમાં નથી ગમવાનું. પણ, આખરે.... ! "

અને, શિવાની એની વાત પૂરી કરતાં " પણ, આખરે ગમી જ ગઈ આ આર્મી ! " અને, આ વાત પૂરી કરતાં શિવાની રાઘવનાં ચહેરા પર છવાયેલ સ્મિત જોઈને " તમને તમારા દાદાજી હજુ યાદ આવે છે. અને, કદાચ બહુ ગમતાં પણ હશે ! "

રાઘવ " બહુ જ ! બહુ જ ગમે છે. પણ હા, આર્મીવાળી ઈચ્છા પછી એકાએક અણગમતાં થઈ ગયા. પણ, આખરે હું એમની આજે કદર કરું છું એમની દરરોજ આ જિંદગી માટે થેંન્ક યૂ કહું છું. ખબર, છે આ શિસ્ત બહુ કડક એક નાળિયેર જેવું લાગે પણ ધીરે-ધીરે જેમ-જેમ તમે શિસ્તનાં આધીન થઈ જાવ એટલે જિંદગીનાં દરેક કામ અને જિંદગી પણ નાળિયેરનાં કોમળ ભાગની જેમ સરળતાથી આગળ વધે છે. સાચે જ આર્મી ટ્રેનિંગ તથા એનાં શિસ્તનો અનુભવ દરેક એક જણે એક વખત જિંદગીમાં અનુભવવો જ જોઈએ ! "

શિવાની " આઈ વિશ હું પણ આ અનુભવ મેળવી શકત ! પણ, એક મિનિટ ! તમને જોઈને એવું લાગતું નથી કે તમે આર્મી મેન છો ! "

રાઘવ " નહીં ! મારી મમ્મી પણ આવું જ કહેતી હતી....! "

શિવાની " હા....હા ! "

રાઘવ એકાએક વાત કરતાં પોતાનો અવાજનો પેસ વધારતાં " રોંગ ! યુ આર સ્ટેન્ડિંગ ઈન ફ્રન્ટ ઓફ જવાન. રાઘવ રાજ આનંદ ! અટેન્શન ! "

અને, એકાએક શિવાની ચોંકી ગઈ અને આવો અવાજ અને રીત-ભાત જોઈ અચંબો પામી.

રાઘવ પછી શાંત થતાં " મમ્મીને પણ આમ જ ડરાવતો હતો. આમ, તો મને પણ આ ઓર્ડરવાળી રીત-ભાત ડરવાની લાગતી હતી. પણ, એનું રિએકશન આમ તમારી જેમ તરત જોવા મળતું ! બોડી એકદમ સાવધાનની સ્થિતમાં સ્થિર થઈ જાય ! " 

શિવાની " હમ્મ ! તમે તો આર્મીમાં દાખલ થયા હતાંને તો હમણાં અહીં કેવી રીતે ! અને, તમારી ઉંમર જોઈને એમ લાગતું પણ નથી કે તમે રિટાયર્ડ થયાં હશો ! તો, અહીં કેવી રીતે વેકેશન માણવા નીકળ્યા છો કે શું ? "

રાઘવ " હા, તમારા બધા સવાલ અને બધી સંભાવના સાચી છે. ના હું રિટાયર્ડ થયો છું અને આ એક ખોટી એ કે હું વેકેશન માણવા પણ નથી નીકળ્યો. આમ, તો હા પણ છે. પણ, એ અલગ વાત છે. મેં પેલો સંયોગ કહ્યો હતો એ યાદ છે ! બનારસ શહેર એકતરફ ઘાટ અને એક તરફ... ! "

શિવાનીની વાત રિપીટ કરતાં " મંદિર...હા, હા ખબર છે તો આગળ ? "

રાઘવ " હા, તો મંદિર એટલે કે દાદાજીની ઈચ્છા મને આર્મી તરફ લઈ તો આવી. પણ, આર્મીમાંથી બહાર કાઢી આજે મને ભારત ફરવા પર મજબૂર કરનાર માત્ર એ એક જ વ્યક્તિ હતો "

શિવાની રાઘવની આ વાત ખેંચવાની આદતથી કંટાળતાં " અરે, રાઘવ બહુ બિલ્ડ અપ આપ્યો તે એ વ્યક્તિને હવે સીધી રીતે એનું નામ બોલ ! "


Rate this content
Log in

Similar gujarati story from Abstract