divyesh gajjar

Fantasy

4  

divyesh gajjar

Fantasy

એલિયન

એલિયન

12 mins
248


એજન્ટ વી એજન્ટ કેનાં ખભે હળવેથી હાથ મૂકતાં"કે. માફ કરજે જો તને ડિસ્ટર્બ ના થયું હોય તો એક સવાલ કરું !"

કે. પાછળ તરફ ગરદન ફેરવતાં "પૂછ ને !"

એજન્ટ વી : "આ ફોટો શેનો છે ? અને કોણે પાડયો છે ?" કે. એ ફોટો વી.ને પકડાવતાં

આ દૂર અંધકારમય આકાશની વચ્ચે નાના-નાના તારલાં સમાન ચમકતાં એક યુ.એફ.ઓ નો ફોટો છે. અને આ ફોટો મેં જ પાડયો હતો !"

એજન્ટ વી. એ ફોટા જોઈને તરત સવાલ કરતાં, "આમ, તો આ ફોટામાં આ યુ.એફ.ઓ.જેવો કોઈ આકાર તો દેખાતો નથી. બસ, માત્ર એક તારા સમાન એ દેખાય છે. તો, તને કેવી રીતે ખબર કે આ તારો નહીં ને કોઈ યુ.એફ.ઓ છે ?"

એજન્ટ કે. પોતાનો નાનપણનો એ કિસ્સો યાદ કરતાં"એક વાત કહુ વી. ! હું અથવા મારો પરિવાર આ સ્પેસ કે ઈન્ટરગેલેક્સીમાં આજે ના હોત જો મારા દાદા આ બધામાં ના આવ્યાં હોત. હું મારા દાદા જેટલો હોશિયાર નથી. પણ, આ બધું અને આજે હું જે છું એ બધું એમનાં લીધે જ શક્ય બન્યું છે. આ બધુ મારા દાદાજીથી શરૂ થયું કે જેમને આ સ્પેસ અને ઈન્ટરગેલેક્સી સ્ટડીમાં બહુ ગૂઢ રસ હતો. અને એ રસનાં લીધે જ આ સ્પેસ એજન્સી અને ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટમાં એમણે કામ કર્યુ અને પોતાનું એક આગવું વર્ચસ્વ બનાવ્યું અને એમનાં પછી મારા પપ્પા એમની રાહે ચાલ્યા. એટલે એક રીતે મારી ઝિંદગી આ બધાની આસપાસ સમેટાઈ ગઈ. એટલે હું ચાહું કે ના ચાહું પણ આ સ્પેસ એજન્સી જોડેનાં આટલાં ગૂઢ સંબંધોનાં લીધે મને અવાર-નવાર આવી વિચિત્ર ચીજોનો સામનો કરવો પડતો.

એક રાત મેં મારી ઘરની અગાસી પરથી દૂર એક સૂમસામ ગ્રાઉન્ડમાં આવી જ એક ચમકતી તથા વિચિત્ર ચીજ જોઈ. આમ, તો ઘરથી થોડું દૂર હતું એ ગ્રાઉન્ડ પણ એ વસ્તુમાંથી નીકળતાં એ પ્રકાશનાં કારણે એ થોડું સાફ તો થોડું ધૂંધળુ દેખાતું હતું. આમ, આકાર તો એક યુ.એફ.ઓ. જેવો હતો. પણ, પછી જેવો નીચેથી કેમેરો લઈ પાછો ઉપર અગાસી પર આવ્યો ત્યાં તો આ ગાયબ થઈ ગયું. અને પછી દૂર આસપાસ અંધકારમય આકાશમાં નજર દોડાવી ત્યાં પાછો મને એ ચમકતાં તારા વચ્ચે આ આકાર દેખાયો. અને હું જેટલી ઝડપે આ ફોટો ખેંચવા જાવ એટલામાં તો આ આકાશમાં એક તારાની માફક એ એકદમ દૂર થઈ ગયો. એટલે, આ ફોટામાં આસપાસનાં તારા તથા આ યુ.એફ.ઓ વચ્ચે કોઈ ફરક નથી દેખાતો."

વી. આ જવાબ સાંભળી ફરી પાછો એક સવાલ કરતાં "હમ્મ્મ, થીક છે ! પણ, તું આ ફોટો હમણાં લઈને કેમ બેઠો છે ?"

"કંઈ નહીં બસ એમ જ જૂની યાદો અને જૂનાં દિવસો પાછાં વાગોળતો હતો. અને ઠીક આ ફોટો પાડયો એનાં બે દિવસ બાદ મારા દાદા શંકાસ્પદ સ્થિતિમાં મત્યુ પામ્યાં હતાં અને એ રાતે પણ આકાશમાં મેઁ એમ જ નજર દોડાવી હતી ત્યારે પણ મને આવા જ આકારની એક ચીજ દેખાય હતી. હવે, મને એ તો ખબર નથી કે મારા દાદાનાં મૌત અને એ યુ.એફ.ઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. પણ, એનાં પછી જયારે ઈન્ટર ગેલેક્સી ગાર્ડની ટ્રેનિંગમાં આવા જ કેટલાંક કિસ્સા જાણ્યા તથા એનાં વિશે ભણયો ત્યારે નાનપણની એ બધી યાદો એકસાથે પાછી મગજમાં કિલક થઈ ગઈ. અને ત્યારથી હું મારા દાદાની મૌતનું રહસ્ય પણ શોધું છું અને એ કિસ્સાઓ વિશે ભણીને પણ એટલો તો ખ્યાલ આવ્યો જ કે હોઈ ના હોઈ આપણાં આ ગ્રહ તથા અન્ય ગ્રહો વચ્ચે કોઈને કોઈ સંબંધ છે ખરો ! કદાચ દુશ્મનીનો ! અને ઘણા કિસ્સા એવામાં પણ વાંચ્યા તથા ભણ્યા છે કે જેનાં અનુસાર અન્ય ગ્રહ પર રહેનાર જીવ એક દોસ્ત પણ હોઈ શકે. પણ, આ બંન્ને કિસ્સાઓ વિશે ભણીને તથા પોતે અનુભવેલાં અનુભવોનાં લીધે એવું પણ થાય છે કે અન્ય ગ્રહ પર કોઈ દોસ્ત નથી પણ દુશ્મન જ બેઠાં છે. અને બસ આજે આટલાં વર્ષ બાદ ઈન્ટરગેલેક્સીનાં ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યું છું તથા આપણી કેદમાંથી ભાગેલ એ એલિયન પકડવા નીકળ્યો છું એટલે બધું પાછું એકાએક વાગોળુ છું !"

વી. એને આશ્વાસન આપતાં "તું બહુ વિચાર ના કરીશ એને તો આપણે પકડી જ લઈશું ! અને પાછો આપણી કેદમાં પણ પૂરી દઈશું !"

કે. હવે જરા રોષે ભરાતાં "તને ખબર છે આપણાં ગ્રહ પર પણ મારી જેમ મૂંઝાયેલાં કેટલાંય લોકો છે. જેમાનાં કેટલાંક આવા જીવ અથવા એલિયન્સને દોસ્ત માને છે તો કેટલાંક મારી જેમ દુશ્મન ! પણ, આ દોસ્ત માને છે ને એ લોકોનાં કિસ્સાઓ જાણી હું પણ થોડો મૂંઝાવ છું ! પણ, આ એલિયન કે જેને આપણે પકડવા જઈએ છીએ. એની બાબતે હું મૂંઝવણમાં નથી. એ હારાએ, આપણાં કેટલાંય ગાર્ડ તથા કેટલાંય સામાન્ય નાગરિકોને મારી નાંખ્યા છે. અને આના જેવા એલિયન દોસ્ત નહીં પણ દુશ્મન જ હોઈ શકે. અને આનાં જેવા માટે દયા દાખવી પણ એક ખતરનાક ભૂલ સાબિત થઈ શકે એમ છે !"

વી. કે. ને શાંત પાડતાં"શાંત થા કે. ! હવે, એને પકડવામાં આપણે એક કદમ જ દૂર છીએ. અડધો રસ્તો તો કપાય ગયો અને બસ હવે બીજો થોડો બચ્યો છે, એ પણ કપાય જશે ! અને એમ પણ આપણાં બેમાંથી જે એને પકડશે તથા આપણાં ગ્રહનાં રાજા સમક્ષ જે એને રજૂ કરશે ! રાજા એને જ આપણાં ગ્રહની ઈન્ટરગેલેક્સી સેનાનો ચીફ ગાર્ડ બનાવશે ! એટલે પકડીશ તો એને હું જ" (અને આટલું બોલી વી. કે.ના બરડા પર હલકી થાપટ મારી ! )

અને કે. પણ વી.ની વાતની નકલી ગંભીરતાને હસી કાઢતાં"હા..હા અરે આપણી સેનાનો ચીફ ગાર્ડ તારી સામે જ ઉભો છે આ જો ! અરે, વી. ચીફ ગાર્ડ તું બને કે હું શું ફરક પડે છે. બસ, આપણી પોસ્ટ બદલાય તો ચાલે પણ દોસ્તી ના બદલાવી જોઈએ !"

વી. પણ કે.ની વાત સાથે સહમત થતાં"હા, સાચી વાત છે તારી !" 

અને આટલું બોલી વી. પાછો સ્પેસશીપનાં કોકપીટ તરફ ગયો ! અને ત્યાં કેટલાંય બટનો તથા અન્ય કેટલાંક ટેકનિકલ બટનો વચ્ચે એક લીલા રંગની સ્ક્રીન હતી. અને એનાં તરફ નજર કરતાં "કે. જલ્દી અહીંયા આવ ! હવે, જે આ નાના ગ્રહની નજીકથી આપણે પસાર થવાનાં ને ત્યાં જ એ છે કદાચ ! શું કરવું છે ત્યાં જવું છે કે પછી આગળ અન્ય ગ્રહોમાં એને શોધ્યે ?"

કે."કેમ અન્ય ગ્રહ ? જો એનું સ્પેસશીપ આ નાના ગ્રહ પર લેન્ડ થયું છે તો એ પણ અહીં જ હશે ને !"

છતાંયે એને સમજાવવતાં, "ના, કદાચ એ માત્ર આપણને પોતાની રમત ફસાવવા આવું કરતો હોય એટલે !"

કે. એની વાતનો ડર સમજતાં, "એમ હોય તો આ નાના ગ્રહ પર આપણે થોડીવાર આમ-તેમ નજર કરીએ ! જો સ્પેસશીપની આસપાસ એ મળે તો ઠીક ! નહીં તો પછી આપણે આગળ જઈશું બસ !" 

વી. એની વાત જોડે સહમત 'હા' માં ગરદન હલાવી.

અને આ લાંબી મુસાફરી બાદ એ લોકોનું એ સ્પેસશીપ એ નાના ગ્રહ પર લેન્ડ થયું. અને પોત-પોતાનું સ્પેસશૂટ પહેરી બંન્ને જણ સ્પેસશીપનાં દરવાજા પાસે ઉભા રહ્યાં. વી. દરવાજા નજીક એકદમ સ્થિર ઉભો રહ્યો અને કે. વી.નાં એકશનની રાહ જોવા લાગ્યો. અને વી. ને આમ સ્થિર ઉભેલો જોઈ કે. એને ઓર્ડર કરતાં "અરે, વી. ઉભો શેનો છે ? પેલું બટન દબાવ કે જેથી દરવાજો ખુલ્લે !"

વી. પણ એનાં કહ્યા પ્રમાણે બટન દબાવવા જ જતો હતો કે ત્યાં જ કે. "અરે, એ તો ગ્રેવેટી કંન્ટ્રોલનું બટન છે. તું એની બાજુનું જે ભૂરું બટન છે એ દબાવ !"

વી.એ એ ભૂરું બટન દબાવ્યું. અને એક યાંત્રિક અવાજ સાથે ધીરે-ધીરે સ્પેસશીપનો દરવાજો ખુલી ગયો.  અને કે. વી. તરફ એક શંકાસ્પદ નજરે "વી. તું ઠીક છે ને ?"

વી.: "કેમ ? મને શું થયું ?"

કે.: "ના, આ તો બસ જસ્ટ ! તું આ સામન્ય બટનનું...."

કે. પોતાનું વાક્ય પૂરું કરે કે ત્યાં જ વી. થોડો ચીંડાતાં "અરે, હા હવે ભૂલ થઈ ગઈ ! હવે માણસથી આટલી ભૂલ પણ ના થાય !"

કે. વી.ને શાંત પાડતાં "સારું...સારું થીક છે ! પહેલાં તો શાંત થા અને હવે તારું ફોક્સ બસ એ એલિયનને પકડવામાં જ હોવું જોઈએ !" 

વી. અને કે. એ નાના ગ્રહ પર ઉતર્યા. એ ગ્રહની જમીન તથા એ ગ્રહ પર દૂર - દૂર સુધી માત્ર એક જ રંગ એ લોકોની નજરે ચઢતો હતો અને એ રંગ હતો લાલ....ઘાટો લાલ ! લાલ રંગનાં પથ્થર, લાલ રંગનો દળ, લાલ રંગની માટી બધું જ લાલ ! અને ત્યાં પણ ઉતરીને એ લોકો કેટલુંય લાંબું ચાલ્યા અને પછી, આખરે એક સૂમસામ જગ્યા પર અને એક શહેરથી કેટલાંય કિ.મી. દૂર એ એલિયનનું સ્પેસશીપ દેખાયું. પહેલાં તો વી. અને કે. દૂરથી એ સ્પેસશીપને જોવા લાગ્યાં. અને પછી હાથમાં સ્પેસગન રાખી એકદમ સાવધાનીપૂર્વક એ બે જણ એકબીજાને કવર આપતાં-આપતાં એ સ્પેસશીપની નજીક પહોંચ્યા. 

એ સ્પેસશીપની અંદર, બહાર, આગળ, પાછળ બધે એ લોકોએ નજર કરી. પણ, એ એલિયન ત્યાંનાં દેખાયો ! વી. સ્પેસશીપનાં ઉપરનાં ભાગેથી નીચે તરફ આવતાં "કે. એ અહીંયા પણ નથી ! લાગે છે આપણો એલિયન દોસ્ત અથવા દુશ્મન એ અહીંયા નથી. કદાચ, આપણને હાથતાળી દઈ એ અહીંથી પણ ભાગી ગયો. પણ, બાય ધ વે એનું નામ શું રાખેલું આપણે ?"

કે. વી. ને નામ યાદ કરાવવતાં "રાખેલું નહીં એણે જ કીધેલું 'યાંગ ' ભૂલી ગયો તું !" અને વી. કે.ની વાતનો જવાબ આપતાં"અરે, સોરી ભૂલી જવાય છે યાર ! અને બાય ધ વે આ એલિયન એટલે કે યાંગ બોલે પણ ...છ...છે !"આટલું બોલતાં જ વી. એકાએક બેભાન થઈ ગયો. કે. તરત જ આવો અવાજ સાંભળી વી.ની નજીક ગયો એણે વી.તરફ નજર કરી. વી.ની છાતી પર એક ભૂરા રંગનું ઈલેક્ટ્રીકો મેગન્ટિક મેટલ હતું. કે જે સતત એનાં છાતી અથવા હ્રદયનાં ભાગ તરફ અનિયમિત શોક વેવ મોકલતું હતું ! અને એનાં કારણે વી.ની બધી નસો ભૂરી તથા આંખોની કીકી એકદમ તણાય ગઈ તથા શ્વાસો-છ્વાસની ક્રિયા એકાએક વધી ગઈ અને આ જોઈ કે. વીને ઝકઝોળાતાં 

"વી...વી...હોશમાં આવ વી. !" અને આટલું કહી કે. પેલાં ઈલેકટ્રોમેગનેટિક મેટલને અડકયું જ હતું કે એને તરત જ એક હલકો કરંટ લાગ્યો. અને એણે પોતાનો હાથ તરત જ પાછો ખેંચ્યો. વી.એ મદદ માટે આસપાસ નજર કરી જ હતી કે એટલામાં જ એકાએક પાછળથી કોઈકે એનાં માથા પર ભારે વસ્તુનો પ્રહાર કર્યો. અને એનાં કારણે એ બેભાન થઈ ગયો.

અને પછી જયારે એની આંખો ખુલ્લી અને એણે પોતાની આંખો મંચોળતાં આમ-તેમ નજર કરી ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ એક પીંજરામાં કેદ છે અને એની આગળ બે વિચિત્ર જીવ તથા એની પાછળ બીજા બે એવાં જ ભયાવહ વિચિત્ર જીવ આ પીંજરું પકડીને ચાલે છે. કે. ડરનાં માર્યા આ પીંજરાને અડયું જ હતું કે એને પાછો પહેલાં જેવો જ કરંટ લાગ્યો.

અને એણે પોતાનાં હાથ એકાએક પાછા ખેંચી લીધાં. અને એણે આસપાસ નજર કરી તો જોયું કે એની થીક એક ફૂટ દૂર બીજા પીંજરામાં યાંગ પણ બંધ હતો. ચીકણી જાંબલી રંગની ચામડી, મોટી કાળા રંગની આંખોની કીકી, એકદમ પાતળુ શરીર ! અને માથે વાળનાં નામે માત્ર આખો ચાંદો ! અને કે. યાંગ તથા એ પીંજરાને હજુ જોતો જ હતો કે ત્યાં જ વી.નું લટકતું બેભાન શરીર એ બે પીંજરા વચ્ચે ઝૂલતું દેખાયું. મતલબ કે યાંગ તથા કે.નાં પીંજરા વચ્ચે એક દંડા સાથે વી.નું બેભાન શરીર બાંધેલું હતું. કે. આ જોઈને જરાક ડરી ગયો. અને પછી એ કશુંક બોલવવા જતો હતો કે ત્યાં જ એ એકાએક ચૂપ રહી ગયો અને આ પીંજરામાંથી નીકળવાનો રસ્તો વિચારવા લાગ્યો. એ વિચિત્ર જીવને ચાલતાં-ચાલતાં આખરે ઠાક લાગ્યો અને એનાં લીધે એ જીવોએ એક જગ્યા પર થોડીવાર ઉભા રહેવાનું વિચાર્યું. બસ આજ વાતનો ફાયદો ઉઠાવતાં જેમ-જેમ એક બાદ એક એ જીવ ઘોર નિંદ્રામાં ખોવવા લાગ્યાં કે ત્યાં જ કે. એ પોતાનું કામ શરૂ કર્યું

એણે પોતાનાં પીંજરાની આસપાસ નજર કરી પણ કશેયથી પણ છટકવાનો રસ્તો એને ના દેખાયો. અને હારીને એણે યાંગ તરફ નજર કરી. યાંગ એ પણ એની તરફ નજર કરી. અને પછી યાંગે પણ પોતાનાં પીંજરામાં આમ-તેમ નજર કરી અને પીંજરાની નીચે ઉપસેલ ભાગ તરફ પોતાનાં લાંબા તથા પાતળાં હાથ પીંજરાની બહાર એકદમ ધ્યાનથી કરંટનાં લાગે એમ કાઢી. એણે જોત-જોતામાં એ પીંજરાનો ઈલેક્ટ્રીક પાવર કટ કર્યો. આ જોઈ કે. પણ એ ટ્રીક ટ્રાય કરવા ગયો પણ એનાં હાથ પાતળા ના હોવાથી એને એકાએક પાછો કરંટ લાગ્યો. આ કરંટનાં લીધે એનાં મોંમાથી થોડો અવાજ નીકળી ગયો.

અને એનાં કારણે એક-બે પેલાં જીવ પણ જાગી ગયા. એમણે એક તરફ યાંગ તથા બીજી તરફ કે.નાં પીંજરા તરફ નજર કરી. અને કશું જ અસામાન્ય ના દેખાતાં એ લોકો પાછાં નિંદ્રામાં સરી પડયાં. પછી, એકાએક એ બેમાંથી એક જીવની એ આંખમાં એ નજારો પાછો દોડી ગયો. અને એને ખ્યાલ આવ્યો કે યાંગનાં પીંજરામાં પાવર કટ થઈ ગયો છે. અને જેવી એણે યાંગનાં પીંજરા તરફ નજર કરી કે ત્યાં જ એ પીંજરું ઠાલી દેખાતાં તરત જ કે.નાં પીંજરા તરફ નજર કરી. અને એ પણ ખાલી દેખાતાં એ તરત જ ભાનમાં આવી ગયો. એણે બીજા બધા જીવને પણ ઉઠાડી દીધાં. એ બધા જીવ જેવા ઉઠયાં કે તરત જ એમણે પોત-પોતાની સ્પેસગનને શોધવા લાગ્યાં.

સ્પેસગન ના દેખાતાં એ જીવોએ આસપાસ નજર જ કરી હતી કે એકાએક એ ૧૦ માંથી બે જીવને ગોળી વાગી ગઈ. બચેલાં, ૮ પણ એકદમ ચેતી ગયા અને એમણે પોતાનીથી ૫-૬ ફૂટ દૂર ઉભેલ યાંગ તરફ નજર કરી. યાંગનાં હાથમાં પણ સ્પેસગન હતી. અને એ જીવ છતાંયે એની તરફ દોટ મૂકી.એનાં કારણે કે. એ લોકોની પાછળ આવી પાછળનાં ૩ જીવને પણ ગોળી મારી અને તરત જ પાછો પથ્થરોનાં મોટાં ધેર પાછળ સંતાઈ ગયો.મરેલાં ૩ જીવ તરફ બચેલાં ૫ જીવે હજુ નજર કરી અને પછી તરત જ પાછી યાંગ તરફ નજર કરી કે ત્યાં તો સામેથી યાંગ પણ ગાયબ થઈ ગયો.બચેલાં પાંચમાંથી ૨ યાંગને શોધવા એક દિશામાં ગયા અને બીજા બે કે. ને શોધવા અલગ દિશામાં ગયા. અને બચેલો એક વી.ની નજીક ઉભો રહ્યો. યાંગ એક મોટાં લાલ રંગનાં પથ્થરની પાછળ છુપાયેલો હતો. એણે દૂરથી એ એક જીવને તો પતાવી દીધો. પણ, આ છૂપાછુપીનાં કારણે એ બચેલાં એક જીવે યાંગને જ પકડી પાડયો.એનાં માથે સ્પેસગન રાખી એને કે.વાળી દિશામાં જ લઈ જતો કે ત્યાં જ કે. એકાએક વીજળી વેગે એની સામે આવી એ જીવને પણ ગોળી મારી દીધી.કે.ની પાછળ દોટ મૂકેલાં એ બે જીવને યાંગે પેલાં મરેલાં જીવની સ્પેસગનથી માર માર્યા.

આખરે બચેલો એક તો વી.ને મારવાની ધમકી આપી અને આખરે કે. તથા યાંગની સમજદારીથી એ બચેલો એક પણ એ બેની ગોળીનો શિકાર બની ગયો.આખરે યાંગ તરફ પણ કે. એ સ્પેસગન રાખી"યાંગ, યુ આર અંન્ડર અરેસ્ટ ! બાય ઈન્ટરગેલેક્સી ગાર્ડ !"

યાંગ: "મારી મૌત માટે તમને બચાવ્યાં એ વાતનાં દુઃખ કરતાં દુઃખ એ વાતનું થશે કે હું તમારા ગ્રહ પર થનાર હુમલાને રોકી ના શકયો." 

કે. :"મતલબ ?" 

યાંગ : "હું જયારે આ વિચિત્ર જીવો કે જે અમારા તથા કદાચ તમારા મુજબ પણ એલિયન છે એ લોકોની કેદમાં હતો ત્યારે તમારા ગ્રહ પર હુમલો થવાની વાત સાંભળી મેં તથા એવું પણ સાંભળ્યું કે આ ગ્રહનાં ૫ સ્પેસશીપ આજે અને કદાચ હમણાં જ તમારા ગ્રહ પર હુમલો કરવા નીકળી ચૂકયાં છીએ !"

કે.: "તો ? "

યાંગ સવાલી નજરે "તો, શું હજુ નીકળ્યા જ છે અને મારા સ્પેસશીપમાં કેટલાંક એડવાન્સ શસ્ત્ર છે કે જે એ ૫ સ્પેસશીપને રસ્તામાં જ ઠાર કરી દેશે !" 

કે.: યાંગ, તરફ જોઈને "યાંગ, જો તું એમ સમજતો હોય કે આ કરીને તું છૂટી જઈશ તો માફ કરજે ! કદાચ ઈન્ટરગેલેક્સી કોર્ટ તને છોડી દે પણ હું તને મારીને રહીશ ! કેમ કે તે તારી કેદમાંથી છૂટવા કેટલાંયે બેગુનાહોને માર્યા છે ! અને એની સજા તો તને મળશે જ !"

યાંગ: "બેગુનાહોને મેં માર્યા એમ ! અરે, હું જે જેલમાં બંધ હતો. જો એનો દરવાજો કોઈને ખબર ના પડે એમ અન્ય કોઈકે ખોલ્યો હોય તો પછી કેદમાંથી છૂટવા માટે હું ધમપછાડા કરીને કેમ ભાગવવાનો ! જો હું શાંતિ જ ભાગી શકતો હોઉં તો !"

કે.: એની વાતનો તર્ક સમજતાં"મતલબ ! કે"

યાંગ એની વાત પૂરી કરતાં"હા, મને તમારા કેદખાનામાંથી જ મદદ મળી હતી !"

કે.: હવે થોડો ચીંઢાતા તથા એનું નામ જાણવવા ઉત્સુક થતાં" પણ, કોણ ?"

યાંગ વાતને દબાવતાં"કોણ છે અને એણે કેમ આવું કર્યું એ બધા વિશે તો હું પછી જણાવી દઈશ આપને ! ( આટલું બોલી એણે વી. તરફ નજર કરી ! ) પણ, હા મેં એ બેગુનાહોને નથી માર્યા. અને જો આપને લાગતું હોય કે હું આપનો ગુનેગાર છું ! તો પ્લીઝ આ ૫ સ્પેસશીપ રોકયા બાદ આપ શાંતિથી મને ગોળી મારી શકો છો ! પણ, હાલ પહેલાં આપનાં ગ્રહનાં સામાન્ય જનતાનો જીવ બચાવ્યે ! એ સ્પેસશીપને રોકીને !"

કે. 'હા 'માં ગરદન હલાવવતાં ! પાછા પોતાનાં સસપેસશીપ તરફ દોટ મૂકી.પાછળ-પાછળ યાંગ પણ બેભાન વી.ને પોતાનાં ખભે ટીંગાળી દોટ મૂકવા લાગ્યો. પછી, એકાએક કે. યાંગ તરફ ફરીને "જો, યાંગ આ તારો અમારાથી બચાવવાનો એક નવો રસ્તો નીકળ્યો. તો, પછી મારાથી બુરું કોઈ નહીં હોઈ." 

યાંગ: હવે અકળાતાં"અરે, હા ભાઈ હા ! ઠીક અહીંયા માથા પર વચ્ચો-વચ્ચ ગોળી મારી દેજો બસ ! અરે, ભાગવું હોત તો પીંજરામાંથી છટકયો ત્યારે જ એ જીવ વચ્ચે તમને છોડીને ભાગી જાત ! આ ભલાઈનાં પોટલાંનાં ઉંચકત !"

કે. પાછો પોતાનાં રસ્તે દોટ મૂકવા લાગ્યો. યાંગ ચાલતાં-ચાલતાં બબડવા લાગ્યો "એક એલિયનને બધા એલિયન જ લાગે !" 

કે.:આ બબડાટ પણ સાંભળી ગયો"શું ?"

યાંગ બનાવટી હસી હસતાં: "કંઈ નહીં ઈન્ટરગેલેક્સી ગાર્ડજી !"

ચાલતાં-ચાલતાં કે.નાં મનનાં વિચારોમાં પણ ધીરે-ધીરે બદલાવ આવવા લાગ્યો. અને એણે એક નજર પાછી યાંગ તરફ કરી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy