divyesh gajjar

Drama Crime Thriller

4  

divyesh gajjar

Drama Crime Thriller

પતન

પતન

10 mins
400


રાઘવ રમન તરફ જોઈને " હા, પહેલાં જૂનાં લૂઘડાં તથા ગંદા વેશમાં હું એમને ઓળખી ના શક્યો. પણ, હવે સાફ રીતે હું ઓળખી ગયો. આ છે ગ્લેન ઈન્ડ્રસ્ટ્રીનાં માલિક અનંતરાય શર્મા ! "

અનંતરાય પણ નિરાશા સાથે " છે નહીં હતો ! ગ્લેન ઈન્ડ્રસ્ટ્રીનો માલિક હું હતો ! હવે નથી ! "

રાઘવ " હા, એટલે કે હતાં ! હા, તો સર આજે આ ડિટેકટીવનું શું કામ પડયું તમને ! "

અનંતરાય પોતાનાં જૂનાં દિવસો યાદ કરતાં 

" તમને ખબર છે એક વ્યકિતનું કશેક ઊંચાઈ પર પહોંચવું એક દિવસ કે એક રાતનું કામ નથી ! ધીરે-ધીરે એક પછી એક પગલાં ભર્યા બાદ માણસ એ ઊંચાઈઓ પર પહોંચે છે ! અને દુનિયા સમજે છે માણસ એ ઊંચાઈ પર રાતો રાત પહોંચી ગયો. શિખર એક રાતમાં સર નથી થતાં પણ, શિખર પરથી નીચે તરફનું પતન એક રાત શું એક મિનિટનું કામ છે. ઊંચાઈ પર એક રાતમાં ના પહોંચાઈ પર એ ઊંચાઈથી નીચે ખીણમાં ઊંડે સુધી પડવામાં એક રાત શું એક ક્ષણ જ બહુ છે. "

અને, આ ગોળ-ગોળ વાતો સાંભળતાં રાઘવ 

" સર, સાફ-સાફ તથા મુદ્દા પર વાત કરો ! "

અનંતરાય હવે જરા અકળાતા " બસ, તો મુદ્દો એ છે કે મારા પતનમાં પણ કોઈક એક વ્યકિતે એ એક ક્ષણનું કામ કર્યુ છે. "

રાઘવ " કોણે ? "

અનંતરાય " બસ એને પકડવા જ તો તમારી પાસે આવ્યો છું ! "

રાઘવ છતાં પણ સવાલ પાછો રિપીટ કરતાં 

" અરે, હા પણ આપને કોઈનાં પર શંકા છે ! "

અનંતરાય " શંકા તો બધા પર છે ! પણ, એ એક વ્યકિતને ફરી પાછું હાલ જ જોયા બાદ શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ. "

રાઘવ હજુ પાછો સવાલ કરતાં " સર, આમ ગોળ-ગોળ વાતો કરી મારો સમય ના બગાડશો ! મારી પાસે બીજા પણ કેટલાંક કેસ છે ! મુદ્દા પર આવો કોણ છે એ ? "

અનંતરાયે પોતાનાં ખિસ્સામાંથી દારૂની નાની બોટલ કાઢી તથા એનો એક ઘૂટ માર્યો પછી એકાએક રાઘવ તરફ નજર કરીને " એક ભિખારી ! " અને, આટલું બોલી એમણે બોટલ રાઘવનાં ટેબલ પર મૂકી.

રાઘવ પાછો સવાલ કરતાં " એક ભિખારી ! કોણ છે એ ભિખારી ? કયાં છે એ ? "

અનંતરાય " એને મેં બે-ચાર દિવસ પહેલાં જ પહેલાં અજય ચોકવાળા હનુમાન મંદિરની બહાર જોયો હતો. અને, બસ એની તરફ જ જતો હતો કે રસ્તા વચ્ચેથી એક રેલી પસાર થઈ અને હું એ રેલી વચ્ચેથી જેમ-તેમ કરીને એની નજીક જાવ કે એટલામાં જ એ ત્યાંથી ગાયબ થઈ ગયો ! "

રાઘવ " હમ્મ્મ, પણ એ ભિખારીએ તમારું શું બગાડયું ? "

અનંતરાય " મને પણ શરૂઆતમાં એમ જ લાગતું હતું કે એક ભિખારી મારું શું બગાડી શકે ! પણ, જયારે મારા પતનની શરૂઆત થઈ.... "

રાઘવ " પતન એટલે ? સાફ-સાફ કહો ! "

અનંતરાય એ વખતની કડવી યાદો પાછી વાગોળતાં " એ વખતે એકાએક મારી કંપની પર કેટલાંય કેસ થઈ ગયા હતાં. અને, એમાંનાં કેટલાંક કોર્ટની બહાર જ રફા-દફા થઈ ગયા. પણ, મારી મેઈન ઈન્ડ્રસ્ટ્રીયલ ફેકટરી જે ઝમીન પર હતી. એ ઝમીનનાં માલિકે પણ મારા પર કેસ કર્યો હતો કે મેં એનાં માં-બાપને મારીને એ ઝમીન એ લોકો પાસેથી પડાવી હતી. એટલે એ કેસ થોડો જટિલ હોવાથી કોર્ટની બહાર સેટલ ના થયો ! "

રાઘવ " એનાં સિવાય ? "

અનંતરાય બોલતાં-બોલતાં અટકયા આંખો આમ-તેમ ફેરવી પછી " એનાં સિવાય તો બીજો કોઈ કેસ નહોતો ! "

રાઘવ " પાક્કું ! "

અનંતરાય પોતાની વાતમાં ખોખલો વિશ્વાસ જોડતાં બહુ પછીથી જવાબ આપ્યો

" હા, પાક્કું ! કેમ તમને શું લાગે છે ? "

રાઘવ " ઠીક છે આગળ બોલો ! "

અનંતરાય " હા, તો એ વખતે મેં સળંગ ૧૫ દિવસ મારા ઘરથી થોડે દૂર એક ભિખારીને જોયો હતો. મારા ઘરની એકદમ બહાર નહોતો બેઠો. પણ ઘરથી થોડે દૂર એક વળાંક પર એ બેઠો હતો. "

રાઘવ " તો ? "

અનંતરાય " તો, શું મારી પાસે એ ઈન્ડ્રસ્ટ્રીની ઝમીનનાં અસલી કાગળ હતાં કે જેમાં માલિક તરીકે મારું નામ હતું ! " અને, આટલું બોલી એ પાછા અટકયાં.

રાઘવ " તમે આમ અટકશો નહીં ! એકધારું બોલ્યા કરો બસ ! "

અનંતરાય " હા, તો આ કેસ ચાલતો હતો. એ વખતે આખરનાં ૧૫ દિવસમાં દરરોજ મેં એને એ વળાંક પર ભીખ માંગતાં જોયો હતો. અને, પછી જયારે કેસનાં છેલ્લાં ૨-૩ દિવસ વખતે જયારે કોર્ટમાં એ ઝમીનનાં માલિકે પોતાનાં કાગળ તથા દસ્તાવેજ રજૂ કર્યા અને જયારે મેં મારા એ કાગળ રજૂ કર્યા ત્યારે હું ખોટો તથા એ જમીનનો માલિક સાચો નીકળ્યો એ દિવસે પણ મેં એ ભિખારીને કોર્ટની બહાર જોયો હતો. અને, પછી, કોર્ટનાં ચુકાદાનાં ૨ દિવસ બાદ એ ભિખારી એકાએક ગાયબ થઈ ગયો. અને, આખરે મારા હાથેથી એ ઝમીન તથા એ કંપની ગયા બાદ છેક હવે મેં એને પાછો જોયો અને બધા તાર પાછાં ગોઠવી જોયા ત્યારે મને ધીરે-ધીરે મારી શંકા પર વિશ્વાસ બેઠો કે મારા ઘરેથી એ કાગળિયા એણે જ ચોર્યા હશે ! "

રાઘવ " પણ, કેમ તમને કેમ એમ લાગે કે એણે જ આ કાગળ ચોરી કર્યા હશે ! તમારા ઘરમાં પણ વિભીષણ હોઈ શકે ને ! "

અનંતરાય " વિભીષણ હોઈ તો વિભીષણ પણ રામાયણનાં આખરમાં સુખી થઈને જીવે છે. અને, મારા ઘરમાં તો બધાનાં હાલ આજે બેહાલ છે ! અને, કોઈ એની મદદ કરી હોઈ તો પણ એ આજે દુઃખી જ છે. અને, કોઈ પોતાનું ભવિષ્ય બગાડવા આમ મદદ કેમ કરવાનું ? "

રાઘવ " હમ્મ ! તમારા ઘરે એ વખતે તો ટાઈટ સિકયોરિટી હશે નહીં ! "

અનંતરાય " હા, પણ કોર્ટમાં જે રીતે મારા દસ્તાવેજો નકલી સાબિત થયા એ અનુસાર તો એમ જ લાગે છે કે એ ચોરની જેમ ઘરમાં ઘૂસ્યો અને કાગળ બદલી નીકળી ગયો."

રાઘવ " હમ્મ્મ ! ઠીક છે સર તમે અમારી એજન્સીનાં સ્કેચ આર્ટિસ્ટ પાસે એનું સ્કેચ દોરાવી જાવ ! પછી, શોધ્યે આપણે તમારા એ ભિખારીને ! "

અનંતરાય " થીક છે ! આપની ફી ? "

રાઘવ " સર, કામ તો ચાલુ થવા દો ! અને આવી હાલતમાં હું ફી કેવી રીતે લઈ શકું આપની પાસેથી ? "

અનંતરાય છતાંયે " જે હોય તે મને આપ આપની ફીની રકમ જણાવજો જરૂર ! હું કોઈનો એક રૂપિયો પણ મારી છાતી પર બાંધી રાખવવા નથી માંગતો ! જેમ બનશે એમ હું તમારી ફી ભરી દઈશ ! "

અને, આટલું કહીને અનંતરાય હાથ જોડી રાઘવનાં કેબિનની બહાર નીકળી ગયો.

અને, કેબિનનો દરવાજો જેવો બંધ થયો કે ત્યાં જ રમન રાઘવ તરફ જોઈને કંઈક બોલે કે ત્યાં જ રાઘવ એને અટકાવવતાં " રમન, આને આ ઓફિસની બહાર જવા દે પછી આ કેસ વિશે વાત કરીએ ! ત્યાંથી સુધી તું અન્ય કોઈ કેસનું કામ પકડ ! "

અને, આશરે બે કલાક બાદ રમન પાછો રાઘવનાં કેબિનમાં ગયો " હા, તો રાઘવ કોણ હશે આનો એ ભિખારી ? "

રાઘવ રમન તરફ ના જોઈને પોતાની ખુરશી પાછળ રહેલ કાચની બારીની બહાર તરફ નજર કરતાં " હું જ છું એ ! "

રમન જરાક હસ્યો અને " રાઘવ તું મજાક કરે છે નહીં ? "

રાઘવ કશું જ ના બોલ્યો અને એકદમ ચૂપ રહ્યો.

રમન ફરીવાર આ જ સવાલ કર્યો. પણ, આ વખતે પણ રાઘવનું મૌન ના તૂટયું.

અને, રમન પણ હવે ચૂપ થઈ ગયો અને એકાએક રાઘવને સવાલ કરતાં " તો, તે આવું કેમ કર્યું ? "

રાઘવ રમનને આ કેસ વિશે યાદ કરાવવતાં 

" રમન, તને યાદ છે તું તારી પત્ની સાથે ૩ વર્ષ પહેલાં કોઈક સપ્ટેમ્બર કે ઓગસ્ટ મહિનામાં ....હા, ઓગસ્ટમાં બહાર ફરવા ગયો હતો ! "

રમન " હા....હા ! તું પણ રજાઓમાં બીજે કશેક જવાનો હતો ! પણ, અણીનાં સમયે કોઈક કેસ આવી ગયો હતો એટલે તું ના ગયો ! તો, એ આ કેસ હતો ! "

રાઘવ હજુ પણ બહાર તરફ નજર કરીને ' હા ' માં ગરદન હલાવી.

અને, પાછી વાત શરૂ કરતાં " હા, તો એ વખતે આ ઝમીનનાં માલિક ઘનશ્યામભાઈ મારી પાસે આવ્યાં હતાં. અને એમને આ કેસ વિશે જણાવ્યું અને એમનાં પ્રમાણે એ ઝમીન એમની હતી કે જે ગ્લેન ઈન્ડ્રસ્ટ્રીનાં માલિક અનંતરાયે એમનાં માં-બાપનું ખૂન કરીને પડાવી લીધી હતી. અને, એનાં કેટલાંક સબૂત પણ એમણે મારી સમક્ષ રજૂ કર્યા. હાલ, અનંતરાયે જમીનનાં કેસની વાત કરી પણ તે જોયું આ ખૂનનાં કેસની વાત એણે કેવી દબાવી દીધી. અને સાથે-સાથે એ ઘનશ્યામભાઈ સાથે અન્ય એક વ્યકિત પણ આવ્યાં હતાં એ રાતે મને મળવા. "

રમન " કોણ ? "

રાઘવ " એ જ કે જે અસલી માલિક છે ગ્લેન ઈન્ડ્રસ્ટ્રીનાં ! મિસીસ. મહેતા અને એમનાં બે છોકરાઓ ! "

રમન " મતલબ, કે અનંતરાય.. ! "

રાઘવ " હા, આ કંપની પણ એમની નથી ! આ કંપનીનાં અસલી માલિક મહેતા પરિવારનાં સદસ્યો છે. અનંતરાય પહેલાં આ કંપનીમાં એક સામન્ય વર્કર તરીકે જ કામ કરતો હતો. એ તો પછીથી કેટલાંક દાવ-પેચ રમીને એણે એ વખતનાં કંપનીનાં માલિક અજીત મહેતાને માલિકપદેથી નીચે ઉતાર્યા. અને, આ દાવ-પેચ અને માલિકપદેથી નીચે ઉતર્યા બાદ અજીત મહેતા પણ લાંબુ ના જીવી શકયાં અને એમનાં મૃત્યુ બાદ કંપની પરથી મહેતા પરિવારનો સમગ્ર કંટ્રોલ છૂટી ગયો. અને, એટલે જ આ જમીનનાં કેસમાં અનંતરાયની હાર મહેતા પરિવાર તથા એ ઘનશ્યામભાઈની જીત સાબિત થઈ શકે એટલે મેં એ અસલી કાગળની ફેર-બદલી કરી. અનંતરાયને લાગે છે કે એનાં પતનનું કારણ એ ભિખારી છે. પણ, એનાં પતનનું કારણ એનાં એ જ જૂનાં કર્મો, એની ચાલબાઝી અને પૈસા પ્રત્યેનું એનું લાલચ જ છે."

અને, રાઘવ હજુ પણ બહાર નજર કરતો હતો. એ બહાર દારૂનાં નશામાં ચૂર કચરાનાં ઢેરમાં આમથી તેમ ડોલતા અનંતરાયને જોતો હતો.

અને, પછી એકાએક એની નજર એ કચરાનાં ઢેરમાં ડોલતાં વ્યકિતનાં કપડાં પર ગઈ તથા એકાએક એને અનંતરાય જયારે કેબિનમાં ત્યારે એમનાં હાથમાં રહેલ પેલી નાની દારૂની બોટલ યાદ આવી અને એણે જેવું ફરીને પોતાનાં ટેબલ તરફ નજર કરી તો એ બોટલ ત્યાં જ હતી.

રમન પણ હજુ સામેની ખુરશી પર જ બેઠો હતો. અને, એણે પણ એ બોટલ તરફ નજર કરીને " શું થયું ? કેમ આમ એકાએક વિચાર કરવા લાગ્યો ? "

રાઘવ એ બોટલ તરફ જોઈને " રમન પાક્કું અનંતરાય ઓફિસની બહાર ગયો ? "

રમન " હા, કેમ ? "

રાઘવ " એ એની બોટલ અહીં જ ભૂલી ગયો છે કે જે અડધી ભરેલી છે. અને, એક દારૂડિયા માટે અડધી બોટલ પણ એક આખી ભરેલી બોટલ જેટલી જ અગત્યની હોઈ છે અને હોઈ ના હોઈ એ આપણી આસપાસ જ હશે અથવા આ બોટલ માટે પાછો આ વ....શે ! "

રાઘવનું આટલું બોલવવાનું જ હતું કે કેબિનનાં દરવાજાની પાછળથી અનંતરાય એકાએક બહાર આવ્યાં.

અને, અનંતરાય રાઘવ તરફ જોઈને " તો મારા પતનનું કારણ હું પોતે જ છું એમ ! "

રાઘવે ' હા ' માં ગરદન હલાવી " હા, તો વળી ! જે માલિકે તમને નોકરી આપી. તમે એની જ ગરદન પર તલવાર ચલાવી ! "

અનંતરાય " શું....જાણો છો આપ ? ના, જાણો શું છો આપ આ બધા વિશે ? "

રાઘવ " મતલબ ? "

અનંતરાય " તમે ડિટેકટીવ છો ને ! "

રાઘવ " હા, કેમ ? "

અનંતરાય " તો, આમ અડધી વાત કરી તમે કોઈ વાતને સત્ય કેવી રીતે ગણી શકો ! "

રાઘવ પોતાની વાત રજૂ કરતાં " અનંતરાય, મેં માત્ર એ લોકોની વાત સાંભળી એ કેસમાં હાથ નથી નાંખ્યો ! પણ, તમારા ઘરનાં ચોકીદાર તથા કંપનીનાં કેટલાંક વર્કસ અને તમારી આસપાસ કામ કરનાર કેટલાંય લોકો જોડે વાત કર્યા બાદ જ તમારા વિરુધ્ધમાં ઉભો થયો છું ! "

અનંતરાય " એમ ! મારા ઘરવાળા જોડે વાત કરી ? "

રાઘવ " ઘરવાળા જોડે વાત કરવી એટલે તમારા જ ગુણગાન સાંભળવવા એવું થયું ! એ લોકો તો તમારા વખાણ જ કરશે ને, એ તો તમારી જ બાજુ ઊભા રહેવાનાં ને ! "

અનંતરાય " ઠીક છે ચલો ! પણ, તમે એ ન્યૂઝ સાંભળ્યા હતાં કે જયારે મારું દેવાળું ફૂંકાયુ તો પણ એ વખતે હું હાથ ઊભા કરીને વિદેશ નહીં ગયો પણ, મારા એક-એક વર્કરનાં પગાર તથા મારું બનતું દેવાળુ ચૂકવી હું રોડ પર આવી ગયો હતો. "

રાઘવ " હા, સાંભળેલું ! પણ, આ તો તોય મિડીયા તથા પબ્લિસીટીની વાત થઈ. એટલે એ ખોટી પણ હોઈ શકે ? "

અનંતરાય " ના, આ તો તમે લોકોની સાંભળેલી વાત પર જ વિશ્વાસ કરો છો એટલે પૂછયું ! "

રાઘવ " સર, પેલાં બે જણાં સામેથી આવી એમનું સત્ય સંભળાવી ગયા તથા એ સત્યને સત્ય સાબિત કરવા એમની પાસે કેટલાંક પૂરવા પણ હતાં ! "

અનંતરાય " તો, શું એમનાં સત્ય પર શંકા કરવી એ પણ તમને જરૂરી ના લાગ્યું ! અને, ચલો છોડો એને પણ તમે મારા વર્કર, ચોકીદાર એ લોકોને મારા વિશે પૂછયું ! પણ, કદી સત્યની શોધમાં મારી પાસે આવ્યાં આપ ! "

રાઘવ " તમે, સત્ય કહેશો ? "

અનંતરાય " મીડીયાની વાત ચલો કદાચ ખોટી લાગે આપને ! પણ, તમારી સમક્ષ ઉભેલાં માણસનાં દેદાર જોઈને પણ વિશ્વાસ ના આવે આપને ! અને, આવા દેદાર રાખવવાનો મને શોખ નથી થયો..."

અને, અનંતરાય આગળ કશુંક બોલે કે ત્યાં જ રાઘવ " કદાચ, આ દેદાર નાટક માટે પણ હોઈ શકે ! "

અનંતરાય પોતાનો હાથ રાઘવનાં ટેબલ પર મૂકતાં " નાટક લાગે છે. ૧૦ દિવસથી ભૂખનાં માર્યો આમ-તેમ ફરું છું નાટક છે ? મારું આખુ પરિવાર રસ્તા પર આવી ગયું નાટક છે ? આ નાટક નથી આ સત્યને ઝેલવાની કિંમત છે. કે જે અમે ચૂકવી રહ્યા છીએ ! "

રાઘવ " જો આ નાટક ના હોઈ તો, શું સત્ય કહેશો તમે ? "

અનંતરાય " કેમ નહીં ! ....


Rate this content
Log in

Similar gujarati story from Drama