ક્રેક
ક્રેક


અમે, બે કદાચ એક જેવા જ છે. બસ, અલગ - અલગ વિશ્વમાં વસેલાં છીએ.
આ, લો આવી ગયાં સાહેબજી.
કેવિન પોતાનું ઓફિસનું કામ-કાજ પતાવીને ઘરે ગયો અને પોતાનાં બેડરૂમ પાસેનાં અરીસા પાસે આવીને પોતાનો કપડાં બદલતાં અરીસા તરફ જોઈને " અરે, યાર આજે પણ સિયા જોડે વાત ના થઈ. લાગે છે મારે આખી જિંદગી એકલું જ રહેવાનું છે ! સ્કુલમાં ટોપ, કોલેજમાં ટોપ બધે જ ટોપ પણ આ બાબતે સાલું સાવ ફ્લૉપ ! ..."
એની સામે રહેલો અરીસો કેવિનને સંભળાય નહીં એમ " હા, ભાઈ એ તો એવું જ થાય ! આ બધી તને બેકબેન્ચરોની બદુઆઓ રંગ લાવી છે ! સાલા જે ઉંમરે તારે છોકરીઓ જોડે ફ્રેન્ડશિપ કરવાની હતી ત્યારે તું મેડમનો લાડલો બનતો હતો ....હજુ લોકોની ફરિયાદ કર ! " અને આટલું બોલી અરીસો હસવાં લાગ્યો.
કેવિનને કશું સંભાળ્યું તો નહીં પણ એ અરીસાની હસીથી એ અરીસો થોડો ધૂંધલો થઈ ગયો ! કેવિન એ ધૂંધલા અરીસાને જોઈને અસંમજસમાં એ વિચારતો- વિચારતો એ અરીસા પર જામેલી ધૂંધને સાફ કરવા લાગ્યો.
અને, બસ પછી રોજની જેમ એણે પાછી એ જ ઓફિસની બીજી એની જોડે ઘટેલી અન્ય કેટલીય નકારાત્મક ઘટનાઓની વાત કરી. એમ, પણ કેવિનના મમ્મી સુશિલા બેનના ગયા બાદ હવે, માત્ર એની એક મોટી બહેન ચેરી જ હતી કે જે એનો ખ્યાલ રાખતી હતી. અને એની બહેનના પરણી જવા બાદ એમનું પણ, આ ઘરમાં આવા જવવાનું બંધ થઈ ગયું હતું. બસ, ત્યારથી આ ઘરમાં માત્ર હવે કેવિન જ હતો એકલો.......બસ , આ બધી ફરિયાદો કરીને ખાઈ-પીને કેવિન સૂઈ ગયો.
બીજા, દિવસે દરરોજની જેમ એ તૈયાર થયો. પોતાની અંદર એક સકારાત્મકતા ભરતાં અરીસા તરફ જોઈને " આઈ કેન ડુ ઈટ ! આઈ કેન ડુ ધીસ ! "
અરીસો કેવિન કોન્ફિડન્સ જોઈને " હા, બેટા તું જ એક તુર્રમખાં છે કે જે બધું કરી શકે છે ! તો પછી, સાંજે ૬:૦૦ વાગ્યે હારીને આવતો એ માણસ કોણ છે ! "
અને, પછી આટલામાં અરીસો પાછો ધૂંધળો થઈ ગયો ! અને કેવિન પાછો એ ધૂંધને સાફ કરવા લાગ્યો !
પછી, અરીસો પાછો પોતાની વાત કન્ટીન્યુ રાખતાં " અબે, તું તારા બોસ વર્મા ને તારી જોડે કામ કરનાર શેખરની સચ્ચાઈ વિશે જાણ કરે એ જ બહુ મોટી વાત છે ! ત્યાં જ તું અડધી જંગ જીતી જઈશ ! હહ જા, જા આ ગુંદર જેવા વાળને ઠીક કરવા કરતાં જલ્દી ઓફિસ પહોંચ નહીં તો પાછી, લેટ પેન્લ્ટી લાગશે ! "
પછી, સાંજે ૫:૩૦...
કેવિન પોતાના બેડરૂમમાં એન્ટર થયો. એનાં. હાથમાં. દારૂની બોટલ હતી. પોતાની ટાઈ ધીલી કરતાં. થાકી-હારીને બેડ પર આવીને બેસી ગયો.
અરીસો કેવિન તરફ જોઈને " કેમ, બેટા યુધ્ધ જીતીને આવ્યો ! કે ગુલામી કરીને ! બોસને વાત કરી કે સિયાને..... ! "
એટલામાં જ એ બોટલનો ઘા છૂટો એ અરીસાના એક ખૂણે વાગ્યો અને અરીસાના એ એક ખૂણામાં ક્રેક પડી ગઈ અને અરીસાના એ ખૂણાનો એક નાનો ટુકડો એ અરીસાથી છૂટો પણ પડયો.
અને, એટલામાં જ જોરથી એક અવાજ આવ્યો " અબે, સાલા નિષ્ફળ તું, એકલો તું અને કાચ મારો ફોડે છે. સાલા, તારામાં હિંમત હોય તો પેલા શેખરને એક મુક્કો મારીને બતાવ મારા પગ શું કામ તોડે છે ! ...."
અને, આ અવાજ એ આખા બેડરૂમમાં ગૂંજવા લાગ્યો. આ અવાજ સાંભળીને કેવિન ચોંકીને ઊભો થયો અને અવાજ કંઈ જગ્યાએથી આવે છે એ એ તરફ નજર કરવા લાગ્યો. અને એ અરીસાની પાસે પીઠ કરીને ઊભો રહી ગયો ! અને એટલામાં જ પાછો એક અવાજ " એય, ત્યાં કયાં નજર કરે છે. મારી સામે જો કાયર ! સાલા, હિંમત તારામાં નથી અને વાર મારા પર કરે છે ! "
અને, કેવિન અરીસા તરફ નજર કરીને થોડીવાર ઘૂરવા લાગ્યો. અને, અરીસામાં માત્ર એનું જ પ્રતિબિંબ પ્રતિબિંબિત થઈ રહ્યું હતું. અને, પછી પાછું કેવિનને બધું પહેલાં જેવું લાગ્યું ત્યાં એટલામાં એ અરીસો એ પાછું કંઈક ને કંઈક બોલવા લાગ્યો. અને, પાછો કેવિન અરીસાને ઘૂરવા લાગ્યો. આમ, કરતામાં પછી, ત્રીજીવારમાં તો કેવિનનો નશો બધો ઉતરી ગયો. અને એ અરીસાની નજીક જઈને બોલવા લાગ્યો " તું બોલી શકે છે ! "
અને, એટલામાં જ એણે એનો હાથ એ અરીસા પાસે ટેકવ્યો. અને, એક આછો પ્રકાશ થયો અને આ પ્રકાશના કારણે એની આંખો અંજાય ગઈ. અને, એ બેભાન થઈ ગયો. પછી, થોડીકવાર બાદ કેવિન એ બેભાન અવસ્થામાંથી ઊભો થયો. એની, સામે રહેલા એનાં અરીસામાં રહેલું એનું પ્રતિબિંબ કેવિન તરફ જોઈને " ઓકે , તો આજે પણ રોજની જેમ ના માત્ર શેખરે તારા કામનું ક્રેડિટ એણે લીધું. પણ, ઉપરથી બોસે એને નહીં તને નાલાયક સમજી ઓવરટાઈમ કરાવ્યું. અને, એટલું ઓછું હતું ત્યાં તે સિયા. અને શેખરને પાર્કિગ એરિયામાં એકલા જોયાં એમ ! ...."
કેવિન પોતાની આંખો મંચોળતાં " તું, બોલી પણ શકે છે ! "
અરીસા પરનું પ્રતિબિંબ " જોઈ શકું તો, બોલી ના શકું ! તારી પરછાય છું તું નહીં બોલે તો હવે મારે બોલવું પડશે ! "
કેવિન " અરીસો બોલે છે ! પણ તારું આંખ, નાક, મોં કયાં છે ? "
અરીસા પરનું પ્રતિબિંબ " ભલે, અરીસો છું ! ભલે મારું પોતાનું કોઈ અસ્તિત્તવ નહીં હોય પણ મારી સામે જે ઊભું હોય છે હું એ બની જાઉં છું ! એનો ચહેરો મારો ચહેરો થઈ જાય છે ! ..."
કેવિન માથું ખંજવાળતો " તને, મારી પ્રોબ્લેમ્સ વિશે ! "
અરીસો " રોજની જેમ તું જ તારી ઓફિસની દરેક વાત મને કહી સંભળાવતો હોય છે ! આજે જયારે તે મને સ્પર્શ કર્યો ત્યારે આ વાત મને જાણવા મળી તો હા , હવે સોલ્યુશન સાંભળ એક કામ કર હિંમત કરીને તારા કામ વિશેની દરેક સચ્ચાઈ વિશે તારા બોસને વાત કર ! અને એ પછી, કંઈક ગતકડુ ગોઠવ કે જેમાં એ શેખર ફસાઈ જાય અને બોસને પણ તારી વાતમાં વિશ્વાસ થાય . અને, સાલા વાંધા જયારે તારી માં તને લોકો જોડે વાત કરવાનું હરવાનુ-ફરવાનું કહેતી હતી ત્યારે ચોપડીમાં મોં નાંખીને બેઠો હતો અને આજે જયારે આવું થયું ત્યારે કેવું લાગે છે. કોઈ ભાઈબંધ નહીં કોઈ જ નહીં તારી સાથે હવે, આ ચોપડીઓ કામ લાગે છે ! અરે, તારી સગી બહેનનાં પણ હાલ-ચાલ પૂછવાનો તારી પાસે સમય છે ! પહેલાં દોસ્ત બનાવતાં અને એનાથી પણ પહેલાં લોકો જોડે વાત કરતાં શીખ પછી દોસ્ત બનાવ, પછી, ગર્લફ્રેન્ડ પછી બીજુ બધું. આમ, દેવદાસ બનીને કાચની બોટલ ફોડવાથી કંઈ ના થાય . રિલેશન મેન્ટેન કરવા પડે !"
કેવિન પોતાની વાત મૂકતાં " આ બધું કરવાથી કંઈક થશે ! "
અરીસો " સાલા, તારા દોસ્તોનો હાલ-ચાલ પૂછવાનો તને ટાઈમ નથી ! અને આવા ટાઈમમાં હું જ એક તારી પ્રોબ્લેમ સમજુ છું તું એનાં પર શંકા કરે છે. હું તો નિર્જીવ છું તો પણ મને આટલાં બધા ઉપાય દેખાય છે. અને આખરે તું તો સજીવ છે. તું તો શું ના કરી શકે ! તારી પરછાઈ બનતા-બનતા હવે લાગે છે મારામાં પણ નકારાત્મકતા ઘૂસી ગઈ છે. "
પછી, આવી બીજી બહુ વાતો ચાલી મોડી રાત સુધી. અને, પછી બીજા દિવસે કેવિન ઉઠયો અને એ અરીસા પાસે જઈને ઊભો રહ્યો. પર અરીસા પાસેથી કોઈ જાતનો પ્રતિભાવ ના આવ્યો. અને, પછી કેવિનની નજર ઘડિયાળ તરફ પડી અને જલ્દીથી બધું ઘરનું સાફ સૂફ કર્યા બાદ તૈયાર થઈને ઓફિસ જવા નીકળ્યો અને જતાં પહેલાં એ અરીસા પાસે ઊભો રહ્યો અને અરીસાને અડકીને કહેવા લાગ્યો " થેન્ક યૂ બડ્ડી ! ફોર હેલ્પિંગ મી ! "
અને, પછી કેવિન જયારે ઘરથી નીકળ્યો અને જતાં-જતાં એ ગઈકાલ રાતનું વિચારવા લાગ્યો. અને પછી આજે અરીસા પર એક પણ ક્રેક ના દેખાતાં એને. ખ્યાલ આવી ગયો અને એ કહેવા લાગ્યો " એ હું જ હતો ! "
અને, જયાં સુધી રાહુલ ઘરમાં હતો ત્યાં સુધી એ અરીસા પર એક પણ ક્રેક નહોતી અને એનાં ઘરમાંથી નીકળ્યા બાદ એ અરીસા પર રહેલી ક્રેક પાછી પહેલાં જેવી જ દેખાવા લાગી !