divyesh gajjar

Fantasy Inspirational Children

4  

divyesh gajjar

Fantasy Inspirational Children

ભણતર

ભણતર

7 mins
342


"સર,હું !" "સર, હું," સર, હું !"ના નામનો એક જ હોલમાં કેટલાંય બાળકોનો કલબલાટ ગૂંચી ઉઠયો. જાણે પેલાં પક્ષીઓનાં માળામાં નાના-નાના બચ્ચાઓ કેવા કલબલ કરતાં હોય એમ !  મેડમ એ એક છોકરા તરફ નજર કરી મોટાં ગાલ તથા એ ગોળમટોળ ચહેરા સાથે હંમેશની હસી ચોંટાડીને બેઠો એવો એ છોકરા તરફ મેડમ આંગળી ચીંઢતા "ચંદન, તું પૂછ સવાલ ! "

ચંદન પોતાની જગ્યા પરથી ઉભો થયો અને એણે સ્ટેજ પર બેઠેલાં પોતાનાં પ્રિન્સિપાલ મેડમ નીલિમા મેડમ તથા આજની આ પ્રાર્થનાસભા તથા સ્પે.સભાનાં એક સ્પે. તથા મુખ્ય અતિથિ એવા સિનેમા જગતનાં હીરો વિરાટ રાજ તરફ નજર કરી અને બંન્ને સમક્ષ હાથ જોડી "નમસ્તે મેડમ, નમસ્તે સર ! " અને, વળતામાં એ બે એ પણ હાથ જોડી એને નમસ્તે કર્યુ.

અને, પછી પોતાનો સવાલ પૂછતાં "સર, તમે તો મોટાં ફિલ્મ સ્ટાર છો ! અને હીરો બનાવવા માટે ભણવવાની જરૂર જ નથી નહીં ? પણ, મારો સવાલ એ છે કે તમારી ઝિંદગીમાં ભણતરનું કેટલું મહત્ત્વ છે ? શું આ શાળા-કોલેજોનું ભણતર આગળ જઈને કામે આવે છે ખરું ?"

આ સવાલ સાંભળી સ્ટેજ પર તથા છોકરાઓની આજુબાજુ પણ ઉભેલાં સર - મેડમ જરા ચોંકી ગયા. પછી, કોઈ મેડમ બોલે એ પહેલાં જ સ્ટેજ પર બેઠેલ મુખ્ય અતિથિએ પોતાનાં હાથમાં માઈક લીધું અને ચંદન તરફ નજર કરીને "વાહ, સારો સવાલ છે ! બેટા તું કયાં ધોરણમાં ભણે છે ? " ચંદન તરજ મોટાં અવાજે જવાબ આપતાં "સર, ૮મું ધોરણ ! "

વિરાટ "હમ્મ, તોજ આ ઉંમરે આવા સવાલ આવે ! મને પણ મારા જીવનમાં એક દિવસ આ સવાલ સૂઝેલો અને મારા ગુરુ, મારા મેડમ એવાં કે જેમણે મારા જીવનમાં મને ડગલે ને પગલે સલાહ તથા સૂચનો આપ્યા છે એમને મેં આ સવાલ કરેલો ! પણ, એમનો જવાબ સાંભળી મને થોડો સંતોષ નહોતો થયો. સંતોષ કહુ અથવા એમ પણ કહુ કે એ વખત સમજાયું નહીં. પણ, હા આજે આટલાં વર્ષોનાં અનુભવ બાદ બધો ખ્યાલ આવી ગયો. પહેલાં તો તારી આ હિંમત તથા તારા સવાલ માટે તાળીઓ થઈ જાય ! "  અને, આ સાંભળી સ્ટેજની નીચે બેઠેલાં બધા બાળકો તાળી પાડવા લાગ્યાં.

પછી, જેમ-જેમ તાળીઓનો ગળગળાટ ઓછો થયો અને એવામાં વિરાટ પાછું માઈક હાથમાં લઈને "હા, તો ચંદન જયારે-જયારે કોઈ ભણતર બાબતે આવા સવાલ કરે છે. ત્યારે-ત્યારે મને પણ મનમાં એક સવાલ ઉઠે કે ભણતર એટલે તમારા મુજબ શું ? ચલ, ચંદન તુ જ બોલ ભણતર એટલે શું ? તારા માટે ભણતરની શી વ્યાખ્યા હોઈ શકે ?"

ચંદન થોડો મૂંઝાતા ચહેરે "મતલબ, સર ?"

વિરાટ પાછું ભાર દઈને એને એ સવાલ સમજાવ્યો અને એ સવાલ સમજયાં બાદ ચંદન પોતાનો જવાબ આપતાં "સર, હું કદાચ જેટલું ભણ્યો એ પ્રમાણે ભણતર એટલે એ કે જેનાં ધ્વારા આપણને એક સારી નોકરી તથા સારો પગાર મળે !" વિરાટ આ જવાબ સાંભળી જરા મલકાયો 

"હમ્મ, સારો જવાબ છે તારો અને આજનાં સમયમાં ભણતર એટલે પણ આ જ છે ! પણ, મારા માટે ભણતરની વ્યાખ્યા થોડી અલગ છે. મારા મુજબ ભણતર એટલે હંમેશા કંઈક નવું શીખતાં રહેવું , હંમેશા કંઈક નવું જાણવું ! અને, હવે વારી છે તારા સવાલની તો એ અનુસાર હા, કદાચ હીરો બનાવવા માટે ભણવવાની જરૂર નથી !" 

અને, આ જવાબ સાંભળી હોલમાં થોડો ખલબલાટ વધવા લાગ્યો અને સ્ટેજ પર હાજર મેડમ તથા સર એ લોકો પણ વિરાટને એક નજર જોવા લાગ્યાં. તથા, આ જવાબ સાંભળી ચંદન જરા મલકાયો. પણ, વિરાટ લોકોને શાંત કરતાં " પણ,....એક મિનીટ...એક મિનીટ ! હીરો બનવા માટે ભણવવાની જરૂર નથી એટલે એવું પણ નથી કે એક હીરો, એક એકટર અથવા એક અભિનેતા બનાવવા માટે નાટયશાસ્ત્ર પણ ભણવાની જરૂર નથી ! એક સારા અભિનેતા,એક સારા એકટર બનાવવા માટે છેલ્લે નાટયશાસ્ત્ર તો ભણવું જ પડશે ને ! અને, એ પણ શીખવું તો પડશે જ ને ! એટલે, છેલ્લે તમે સીધી રીતે નહીં ને ઉંધી રીતે પણ આખરે કાન તો પકડયા જ ને ! અને, એ નાટયશાસ્ત્રને પણ ભણવવા માટે સામાન્ય રીતનું વાંચવાનું, લખવવાનું તથા સમજવા જેટલું સક્ષમ થાવ એટલું તો ભણવું પડે જ ! ને, આખરે તમે આગળ જઈને ઝિંદગીમાં જે બનો એ પણ આ ૧-૧૨ કે પછી કોલેજ સુધીનું ભણવવાનું અને ઘણીવાર એથી પણ વધારે ભણાવવાનું જરૂરી છે ...છે ને છે જ ! કેમ કે ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે તથા મને પણ એ અનુભવ થયો છે એ પ્રમાણે 'કરેલું કદી ખાલી જતું નથી !' તમે જે શીખ્યા, જે જાણ્યું એ બધું આગળ જઈને ઝિંદગીનાં એક પડાવ પર અથવા દરેક પડાવ પર એ કામ લાગે. લાગે ને લાગે જ ! અને, મેં શરૂઆતમાં કહ્યું એમ ! ભણવવાનું એટલે માત્ર આ ૧-૧૨નાં ચોપડાં કે કોલેજનાં વિવિધ કોર્સ વિશે ભણવવાનું એને જ માત્ર ભણતર ના કહી શકાય ! હા, સામાન્ય જરૂર પૂરતું ભણતર તમે એને કહી શકો. પણ, ઝિંદગીમાં આ બધા સિવાય પણ અન્ય કંઈક નવું શીખ્યા, જાણ્યા તથા સમજયા એ બધાને પણ ભણતર કંઈ જ શકાય. ઝિંદગીમાં થયેલી ભૂલો તથા એ ભૂલો પરથી મળેલ કેટલાંક અનુભવો એને પણ આપ એક રીતે જ્ઞાન તથા ભણતર કહી જ શકો. જે કહો એ ભણતર વગર કે જ્ઞાન વગર આપણી ઝિંદગીનો કે આપણો ઉધ્ધાર શક્ય જ નથી. અને, રહી વાત મારી ઝિંદગીની તો હા, હું પણ શરૂઆતમાં આવા સવાલો મનમાં રાખી ભણતો હતો. તથા તમારા જેવા હોશિયાર વિધાર્થી જેવો હું હોશિયાર નહોતો. પણ, હા મારા ગુરુની તથા મારી મહેનતનાં લીધે હું જયાં સુધી ભણી શક્યો ત્યાં સુધી ભણ્યો મેં મહેનત કરી ખરી ભણતર પાછળ ! પણ, એકસમયે હું પણ હાર માની ગયો.

પણ, છતાંયે મહેનત કરતો હતો એટલે કોલેજનાં દાદરા પણ ચઢવવાનું નસીબમાં હતું અને પછી, બસ એ જ મહેનતનાં લીધે હું આજે આ મુકામે પહોંચ્યો. અને, નાટકો, પિક્ચરો એ બધાનો તો મને નાનપણથી જ ગાંડો શોખ હતો. અને, મારું જો થોડું ભણતર પણ બગડયું હોય તો આ શોખનાં લીધે જ ! પણ, મારા ગુરુની તથા મારી મહેનતે હું કોલેજ સુધી પહોંચ્યો. અને, અભિનેતા બનાવવા તથા અભિનયને પણ જાણવા તથા સમજવા આ જ શાળા-કોલેજનું ભણતર કામ લાગ્યું છે મને ! એટલે જો હું આ ભણતર પર ધ્યાન ના આપત ! તો, આગળ જઈને પણ હું કશું નવું શીખી ના શકત ! એટલે, ચંદન તું પૂછતો હતો ને મારા જીવનમાં ભણતરનું મહત્ત્વ તો, હા મારા જીવનમાં ઘણું મહત્ત્વ છે ભણતરનું ! સ્કુલનાં આ અમિત સર પાસેથી અંગ્રેજી શીખ્યો એટલે આજે હું કડકડાટ અંગ્રેજી પણ બોલી શકું છું,સમજી શકું છું તથા સમજાવી પણ શકું છું. એમ જ દરેક એક સર,મેડમ તથા દરેક એક વિષયે મારા જીવનમાં તથા મારા કરિયરમાં એક અલગ છાપ છોડી છે. અને, રહી વાત તારા છેલ્લા સવાલની કે ભણતર કામ લાગે છે કે નહીં ? તો દોસ્ત આ સવાલનો જવાબ હું હમણાં જ આપી ચૂકયો અને એ અનુસાર ' કરેલું/શીખેલું કદી વિફળ જતું નથી ' તો આ તો ભણતર છે એનું તો વિફળ જવવાનો સવાલ જ નથી ઉઠતો. હમણાં, એમ લાગે છે કે આ બધું કયાં કામ આવવાનું છે. પણ, જેમ અંગ્રેજી મને કામ લાગ્યું એમ જો કોઈકને એન્જીનિયર બનવું હશે તો એને ગણિત અને વિજ્ઞાન અને જો કોઈને ડોકટર બનવું હશે તો એને વિજ્ઞાન તથા જીવ વિજ્ઞાન અને જો કોઈને લેખક બનવું હશે તો ગુજરાતી, અંગ્રેજી તથા હિંન્દી, સમાજ એ બધું કામ લાગશે. એટલે, હું આ ઉદા આપીને જણાવવાતો નથી કે આને આ જ કામ લાગશે. બની શકે કોઈકનાં માટે આ બધાં જ વિષય અગત્યનાં હોઈ. અને, જેનાં માટે આ બધું અગત્યનું હોઈ એ જ આ દેશની આવનારી પેઢીનું ઘડતર કરી શકે ! અને, દેશની આવનારી પેઢીનું ઘડતર કોઈ ડોકટર, એન્જીનિયર કે કોઈક હીરો નહીઁ પણ ( સ્ટેજ પર બેઠેલ સર-મેડમ તરફ ઈશારો કરતાં ! ) એક ટીચર કરે છે. એટલે, આખરે જે કંઈ પણ શીખો કે ભણો ! પણ, ભણેલું કદી વિફળ જતું નથી ! એ આગળ જઈને કામ આવે ...આવે ને આવે જ ! પણ, હા એ બધું શીખવા, જાણવા તથા સમજવા માટે મહેનત પણ એટલી જ લાગે એટલે ઝિંદગીમાં જે કરો એ પણ મહેનતનો સાથ કદી ના છોડતાં. અને, આજનાં ડિજીટલ સમયમાં તો મહેનત + હોશિયારી આ બે નો સાથ કદી ના છોડતાં. સમજી ગયો ચંદન ! થેઁન્ક યૂ બેટા તારા આ સવાલ માટે !"

અને, આટલું કહી વિરાટે માઈક પાછું નીચે મૂકયું.

અને, આખરે બીજા ૪-૫ સવાલો પૂછાયા અને આખરે સભા પૂરી થયા બાદ તથા સ્ટાફ રૂમમાં બધા મેડમો તથા સરને મળ્યા બાદ વિરાટ પ્રિન્સિપાલ મેડમનાં કેબિનમાં ગયો.

"મે આય કમીન મેમ ? "

પ્રિન્સિપાલ મેડમ ચશ્માનાં એ બે કાચ વચ્ચેથી ઉપર નજર કરતાં "આવ...આવ..વિરાટ ! આખરે મેં તને સમજાવેલી એ વાત તને ખબર પડી ખરી. "

વિરાટ હસતાં મોં એ "મેડમ, મને તો એ વાત એ વખતે નહીં પણ કોલેજમાં ગયો ત્યારે આ ભણતર ચાલુ રાખવવાવાળી વાત ખબર પડી. અને, બસ વર્ષો પહેલાં તમે જે ભણતરવાળી વ્યખ્યા મને સમજાવી એ જ મેં આજે બાળકોને પાછી સમજાવી. તમારા લીધે જ હું કોલેજનું ભણવવાનું પણ પૂરું કરી શકયો. બાકી, હું તો સ્કુલ અડધેથી જ છોડી આ ફિલ્લમ અને નાટકોની દુનિયામાં જવાનો હતો. અને, જયારે હીરો બનાવવાનાં સ્ટ્રગલનાં દિવસો ચાલતાં હતાં ત્યારે પણ આ વાત મને દરરોજ યાદ આવતી. ત્યારે મારી આસપાસ જેટલાં સ્કુલ-કોલેજ છોડી ફિલ્લમમાં હીરો બનવા આવેલ લોકોને જોતો અને એ લોકો પૂરે-પૂરું ભણયા પણ નહોતાં અને એનાં કારણે સ્ટ્રગલમાં ખાવા માટે પણ પૈસા કમાવવા જરૂરી હતાં અને પૈસા કમાવવા પણ ભણેલાં હોવું જરૂરી હતું કે જેનાંથી એક સામાન્ય નોકરી મળી શકે. પણ, એ સામાન્ય નોકરી મળવામાં પણ જે મહેનત એ લોકોને લાગતી હતી ત્યારે મને તમારી ભણતરની સલાહ વિશે ઠીક બધું સમજાય ગયું. અને, કોલેજ પૂરી હોવાથી હું સ્ટ્રગલ પણ કરતો હતો અને નોકરી પણ કરતો હતો. એટલે ટૂંકમાં મારું સ્ટ્રગલ બહુ દુખઃદાયી પણ નહોતું. થેન્ક યૂ મેડમ ! "

પ્રિન્સિપાલ મેડમ " અરે, થેન્ક યૂ તો મારે તને કહેવવાનું હોય કે જે આજે પણ પોતાની એ જ જૂની સ્કુલમાં પાછો આવ્યો અને અહીંનાં બાળકોનાં ઘડતરમાં પોતાનો થોડો ફાળો આપ્યો. "


Rate this content
Log in

Similar gujarati story from Fantasy