Kalpesh Patel

Action Crime Thriller

5.0  

Kalpesh Patel

Action Crime Thriller

બચાવો - 6

બચાવો - 6

4 mins
1.4K


‘...કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જવાબ આપવાની ઈચ્છા થતી હોવા છતાં એ સવાલના જવાબ આપવા માટે મન તૈયાર થતું નથી. રીંકલ મર્ડરકેસ સાથે ફરી પાછા એ સવાલ આવ્યા છે. બૌદ્ધિકમાં ગણતરી કરાવતા હોય એ વ્યક્તિ કઈ રીતે કહી શકે કે આસૃષ્ટિપર જેમ ભગવાન છે એમ જ, બરાબર એમ જ, આ સૃષ્ટિ પર ભૂત પણ છે.વાત જ્યારે આ સ્વીકૃતિની આવે છે ત્યારે ઓલવાઈ ગયેલો આત્મા પણ સામે આવીને પોતાની સ્વીકૃતિ માટે બૂમો પડતો હોય છે. અલબત્ત, આ અવાજ સાંભળવા કોઈ રાજી નથી હોતું. આ જગતમાં ક્યારેય કોઈએ અણગમતી વાત સ્વીકારી નથી, સ્વીકારવાના નથી... ’

…….ભૂત છે કે નહીં, આત્મા આવીને માનવસૃષ્ટિને રંજાડતા હોય છે કે નહીં એ મુદ્દો અત્યારે અસ્થાને છે, પણ હકીકત એ છે કે દીકરા, રીંકલના મોત માટે સીધી રીતે, ક્યાંય કોઈ જોડાયેલ હોય તેવા સગડ નથી. ઘટનાક્રમ ના બે કલાક પહેલા તો તું પણ ત્યાં હવેલીએ તેમના ત્યાં હતો. ભલે, કોર્ટે કેસ બંધ કર્યો પણ,આપણાં કારોબાર કામના ધર્મ પ્રમાણે તારે તો કેસ ચાલુ રાખવાનો છે... તું ફળની આશા અવગર તારું કર્મ કર.

કેન્દ્રીય કાનૂન વિભાગના ચીફ ગુપ્તાજી એ દસ્તૂરજીને તેઓની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારને સ્પેશિયલ અપીલ કરી, દસ્તૂરજીને નિવૃત્તિ પછી ખાનગી કાનૂની સહાયક તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપવી હતી. દસ્તૂરજીના પિતાશ્રી તેઓના જમાનાના એક સારા ગુપ્તચર પણ હતા, અને ઘણીવાત તેઓ પિતાને કામમાં મદદ કરતાં હોઈ, જાસૂસી કામમાં પણ ફાવટ આવેલી હતી. આમ દસ્તૂરજી પાસે કાનૂની કુનેહ ઉપરાત એક સારા ગુપ્તચરની પણ કાબેલિયત હતી. આવા ખાતાકીય વિભાગનો તેઓના બહોળો આનુભવના લીધે અગણિત જટિલ કેસમાં કઈક રીઢા ગુનેગારોને કાયદાને હવાલે કરેલા હોઈ, અંધારી આલમના માંધાતાઓ તેમનાથી ડરતા અને “ બાવાજી ”ના નામથી તેઓ અંધારી આલમમાં પણ ડર બનવી રાખેલો. આમ સ્થાનિક પોલીસ વિભાગનું કામ પણ મહદ અંશે તેમના ખોફ ને લીધે ઓછું રહેતા તેમનો આખે મલકમાં બાવાજીનો દબદબો હતો. પરંતુ અહીં વાત અલગ હતી. ના એફ –આઈ- આર, ના ફરિયાદી, અહીં તો મન ના પોકારે ભૂતને પકડવા ભુવા બનવાનું હતું.

 પરમ મિત્ર સોહનલાલ પ્રત્યેની ભાવના અને અંતરના અવાજ ને અનુસરીને, દસ્તૂરજીએ સમય ગુમાવ્યા વગર હિંમત રાખી છૂપી તપસ આદરી અને પહેલા તે વિસ્તારની પોલીસ ચોકી તથા સ્થાનિક વડીલો સાથેની તપાસ દરમ્યાન જણાયું કે આ હવેલી બ્રિટીશ સરકર તરફથી સરપાવ રૂપે સોહનલાલના દાદાને તરફથી બક્ષિશ આપવામાં આવી હતી. એવું પણ જાણવામાં આવ્યું કે અહીં અંગ્રેજના સુબા સાથે અવાર નવાર મિજબાની અને ઐયાશીના દોર ચાલતા રહેતા અને એકવાર એક અંધારી રાત્રીએ કોઈએ આ હવેલીમાં મિજબાની દરમ્યાન નશાની હાલતમાં ચોકીદાર શંકરની જુવાન છોકરી શ્યામલીની ઈજ્જત લૂંટી હતી , અને તે છોકરીએ લોકલાજે હવેલીના કૂવામાં પડી જીવ ટૂંકાવ્યો હતો અને તેના આઘાતમાં તેના ચોકીદાર પિતાએ પણ પાછળ કૂવામાં પડી જીવ ગુમાયો હતો. અને કોઈ વાદી-પ્રતિવાદી કે અન્ય ફરિયાદી ના હોવાથી મામલો રફે દફે થઈ સરકરી ચોપડે કેસ દફતરે થઈ ગયો હતો. તે દિવસ પછી અહીં હવેલીના પ્રાંગણથી અવાર નવાર રોવા હસવાના વિચિત્ર આવાજો આવતા રહેતા.

આખરે લખું દરવાન દસ્તૂરજીની વહારે આવ્યો, તેને કહ્યું, સાહેબ જ્યારે આપની બુધ્ધિ ના ચાલે ત્યારે, બહુ માગલ ના ચલાવાય. ભૂતપ્રેત એવી બાબત છે જેના પર કેટલાંક લોકો વિશ્વાસ કરે છે તો કેટલાંક તેને અંધવિશ્વાસમાં ખપાવે છે, પરંતુ ખરી વાત તો એ છે કે જેના પર વીતે તે જ જાણે. સંસારમાં એવી કેટલીયે જગ્યાઓ છે જ્યાં સદીઓ પહેલાં ઘટેલી ઘટનાઓને કારણે કમોતે મરનારાઓના આત્મા ભટકે છે અને આજે પણ તે જગ્યાઓ પર જનારાઓને પોતાના હોવાનો અહેસાસ કરાવીને ડરાવે છે, અને આ આપની ગુલમહોર હવેલી તેમાથી બાકાત નથી.

જુવાન છોકરી શ્યામલીની ઈજ્જત લૂંટવાની ઘટનાને સદી વીતી ગઈ, પણ તેના આત્માનો ખોફ હજુયે આખી ગુલમહોર હવેલીમાં બધાનાં બરકરાર છે. તે સમયથી લઈને અત્યાર સુધી હવેલીમાં મહેફિલ, ડાન્સ, મદિરા સેવન જેવી આનંદ પ્રમોદની બાબતો વર્જિત છે. નાદાન હસતી ખેલતી શ્યામલીની ઈજ્જત લૂંટવા પાછળ મૂળ કારણ પાર્ટીમાં થયેલું મદિરા પાન જવાબદાર હતું. તેથી જ, તે દિવસ પછી, અહી શ્યામલીની આણ વર્તે છે. અહીં મહેફિલ અને આનંદ પ્રમોદ વર્જિત છે. આ બાબતોને અવગણીને કોઈ વર્જિત કાર્ય કરે તો તે શ્યામલીનો આત્મા આવીને તેનો બહુ ખરાબ અંજામ કરે છે. રૂપકુનવરબા ના મોત અને સજનબાની મરજી વિરુધ્ધ મોટા શેઠે અહીં પાર્ટી રાખી ત્યારેજ કઈ અઘટિત થવાનુજ હતું અને આખરે તે થઈને રહ્યું.

સાહેબ તમે શ્યામલીએ ફરમાવેલી આણમાં ડખો કરવો છોડો, ચાલે તમે મારા ભુવા પાસે, વધારે તે તમને શ્યામલી વિષે સમજાવશે. 

લખું દરવાન સાથે આવતા દસ્તૂરજીને ભીમજી ભૂવાએ આવતા જોયા ત્યારે, દસ્તૂરજીની પાછળ ઊભા રહેલા શ્યામલી અને તેના બાપુ શંકરનો આત્મા તેની સામે ઘુરકિયાં કરતા હતા. અને બંનેમાંથી કોણ પહેલું દસ્તૂરજીને હૉસ્ટેલ બનાવીને એમાં રહેવા જાય..અને કામ તમામ કરે પણ ના, એ હવે શક્ય નહોતું. ભીમજી ભુવા એ તેની ચોખટની ફરતે બનાવેલી રક્ષાકવચની ચોકી તેઓને નડી રહી હતી. શ્યામલીની આણ ની ડરામણી વાતું સાંભળ્યા પછી. અજીબ મંત્રો રટી ધૂણી-ધખાવી ઘૂણી રહી, અ-સામાન્ય પ્રવુતી આદરતા ભીમજી ભુવાના ધૂમાંડિયા ખંડમાં લખુ ભેળા આસન લીધું, તે વખતે દસ્તૂરજીના મુખમાંથી આપોઆપ બોલાઈ ગયું હતું “મેં કઈ નથી કર્યું”


Rate this content
Log in

Similar gujarati story from Action