બાળમજૂર
બાળમજૂર
"શિવ સાગર" હોટલ આગળ એક ફીયાટ આવીને ઉભી રહી. તેમાંથી રાજેશ અને તેની પત્નિ સાક્ષી અને બે બાળકો ઉતર્યાં. તેઓ જમવા માટે સીધાં એ.સી.હોલમાં ગયાં. વોસબેસીન પર હાથ ધોઈને ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયાં.
થોડીવારમાં વેઈટર આવીને મેનું મુકી ગયો. ત્યોં એક નવ વર્ષનો છોકરો હાથમાં જગ લઈને આવ્યો અને ટેબલ પર રાખ્યો. તે છોકરો હાથમાં કપડાનો ટુકડો લઈને બાજું વાળું ટેબલ સાફ કરવા લાગ્યો. તેની પાસે બીજો એક છોકરો આવીને થાળી ગોઠવવા લાગ્યો. આ બંન્ને બાળકો ને "છોટુ" નામથી હોટલવાળા બોલાવતા હતા. કાઉન્ટર પરથી અવાજ આવ્યો,
"એ છોટુ, ક્યાં મરી ગ્યો ? અહીં આવ. આ વાસણ કોણ તારો બાપ ધોશે ?"
છોકરા ડરી ગયા અને આ બંન્ને છોકરા વાસણ ધોવા પહોંચી ગયા. આ બધું આ લોકો જોઈ રહ્યા હતા. વેઈટર આવીને ઓર્ડર લઈ ગયા. થોડીવારમાં જમવાનું પણ આવી ગયું. જમવાનું પુરું કરીને આ ફેમીલી કાઉન્ટર પર ગયું. કમ્પ્યુટરમાંથી બીલ નીકળ્યું તે ચુકવી દીધું.
આ બંન્ને છોકરાને સારી શાળામાં દાખલ કરાવવા અને તેમનો તમામ ખર્ચ ભોગવવાની માનસિકતા તૈયાર કરી. ચોકડીમાં વાસણ સાફ કરી રહેલા બે છોકરાને બોલાવીને કહ્યું, "તમે અમારી સાથે ચાલો."
મેનેજર વચમાં કુદી પડ્યો અને બોલ્યો, "એ મિસ્ટર, તમે સમજો છો શું ? સાથે ચાલો એટલે ? તમે કહેવા શું માંગો છો ? અમે તેમને કામના બદલામાં બે ટાઈમ જમવા આપીયે છીયે. બાર મહીને જોડી કપડાં આપીયે છીયે, બીજું શું કરીયે ? આમ તમારા કહેવાથી અમે છોકરાને મુકતા હોઈશું ?
આ સાહેબે કહ્યુ, "તમને ખબર છે ? બાળકોને ભણવાની ઉંમરે બાળમજૂરી કરાવવી અને શોષણ કરવું તે ગુનો છે ? તેની સજા પણ છે ? એ બધી ખબર છે ?"
મેનેજર કોઈ વાત સમજવા તૈયાર ન હતો. ત્યારે ખીસામાંથી આઈ.ડી.કાર્ડ કાઢીને મેનેજરના ટેબલ પર મુકી દીધું. મેનેજર અવાચક બની ગયો. ખુરશી પરથી ઉભો થઈ ગયો અને સલામ ભરીને ઉભો રહ્યો.
"સાહેબ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. હવેથી હું કોઈ છોકરાને કામ પર નહીં રાખું. આ બે છોકરાને ભણવાથી માંડીને તમામ જાબદારી આ હોટલની છે." સાહેબ આગળ બે હાથ જોડીને આજીજી કરવા લાગ્યો.
સાહેબ આ બે છોકરાને મેનેજરના ત્રાસથી અને બાળમજૂરીથી મુકત કરીને નવી દુનિયા કે જયાં ખેલકૂદ સિવાય બીજું કાંઈ ન હોય તેવી જીંદગી અપાવી. ભારત દેશમાં "બાળમજૂરી"નું દુષણ ખૂબજ છે. તેનું કારણ વસ્તિ વધારો, ગરીબી અને અજ્ઞાનતાના કારણે આવા બાળકોને ના છૂટકે બાળમજૂરી કરવી પડે છે.
