STORYMIRROR

Kaushik Joshi

Drama

4  

Kaushik Joshi

Drama

અધૂરા મિલન

અધૂરા મિલન

4 mins
265

ઉત્તર દિશાથી આવતી ધૂળની આંધીએ તેનું જોર વધારી દીધું હતું. શહેર આજ ધૂળની આંધીમાં સપડાઈ ગયું હતું. શહેરીજનો પોત પોતાના વાહનો દ્વારા જેમ બને તેમ ઘેર જવાની દોડ લગાવી રહ્યા હતા. રસ્તા પરના ઝાડ જમીનથી વાતો કરી રહ્યા હતા.

વર્ષા સીટીબસની વાટ જોતી પીક અપ બસ સ્ટેન્ડ પર એકલી અટૂલી બસની વાટ જોતી ઊભી હતી. રીક્ષા વાળાને હાથ આપતી પણ કોઈ બ્રેક કરતું ન હતું. રાત પડવા આવી હતી. વર્ષા ગભરાઈ ગઈ હતી. ત્યાં અચાનક એક બાઈક વર્ષાની આગળ આવીને ઊભું રહ્યું.

બાઈકવાળાએ કહ્યું, " જો તમને વાંધો ન હોય તો હું તમને તમારા ઘેર સુધી પહોંચાડી દઉં?

વાતાવરણ ખરાબ છે અને વરસાદ હમણાં તૂટી પડશે. "

એક પલનો પણ વિચાર ન કર્યો અને વર્ષા આ જુવાનની પાછળ બેસી ગઈ. પવન ભયંકર સુસવાટા મારી રહ્યો હતો. બાઈકની ગતિ અવરોધી રહ્યો હતો. પવનના કારણે પાછળ બેસવું કઢીન હતું એટલે વર્ષાએ આ જુવાનનો ખભો પકડી રાખ્યો. રસ્તામાં વર્ષાએ કહ્યું," મારું નામ વર્ષા છે. તમારું નામ શું ? અને કયાં રહો છો ?"

જુવાને કહ્યું, " મારું નામ મદન છે અને કહ્યું હું ભાગ્યોદય સોસાયટીમાં રહું છું. તમને કયાં જવું છે ?"

વર્ષા એ ત્રણ હનુમાન શેરી ના નાકે ઉતરવાનું કહ્યું.

ભારે પવનના સૂસવાટા સાથે ભયંકર વરસાદ તૂટી પડ્યો. એકબીજાના કપડાં પલળી ગયાં. રસ્તામાં પાણી ભરાઈ જતાં ખૂબ તકલીફ પડી. તોય જેમતેમ કરીને મદન વર્ષા ને સહી સલામત ત્રણ હનુમાન શેરીની અંદર આવેલ તેના ઘર આગળ ઉતારી. આખી પલળી ગઈ હોવા છતાં વર્ષા મદનના પલળી ગયેલાં કપડાં અને વાળની લટમાંથી ટપકતું પાણી જોઈ રહી. મદન પણ વર્ષાનું બદન જોઈ ઘડી ભર થંભી ગયો. અને પછી નીકળી ગયો.

સહી સલામત ઘેર આવેલ દીકરીને જોઈ તેની વિધવામાના જીવમાં જીવ આવ્યો.  

બંને મા દીકરીયે આદુ વાળી ચા બનાવી પીધી. વર્ષા ફ્રેશ થઈને તેના રુમમાં ચાલી ગઈ.

રાત ડરામણી થઈ ગઈ હતી. ધીમી ધારે વરસાદ ચાલું હતો. અહીં વર્ષા પલંગમાં પડી પડી વિચારોના વંટોળમાં અટવાઈ પડી. . . . . 'એ ભયંકર આંધી અને આંધીમાં પણ મદનનું અચાનક આવવું અને વરસતા વરસાદમાં છેક ઘેર સુધી મુકી જવું. '

મદનનો એ પલળેલો ચહેરો હવે તેને યાદ આવવા લાગ્યો. ખુબજ યાદ કરવા લાગી.

અહીં મદન પણ વર્ષાના એ પલલેળા બદનને ભૂલ્યો ન હતો. તેને પણ વર્ષા ખુબ યાદ આવવા લાગી. સમય એવો હતો કે બંનેએ એકબીજાના મોબાઈલ નંબર પણ લીધા ન હતા. આખી રાત કરવટા બદલતાં બદલતાં પસાર કરી.

 મદને વર્ષાની સોસાયટી જોઈ હતી પણ લોક લજજાના ડરથી તેને મળવાનું ટાળતો હતો. વર્ષાને પણ મળવાનું મન થતું પણ કોઈ સરનામું ન હોઈ લાચાર હતી. તે એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી એટલે લોકલ બસના પાસથી અપડાઉન કરતી હતી. જ્યારે મદન પણ જોબ હતો.

એક દિવસ વર્ષા તેની મમ્મી સાથે ડી માર્ટ માં શોપીંગ કરવા ગઈ હતી. હાથમાં બાસ્કેટ હતી. જે જોઈયે તે વસ્તુ બાસ્કેટમાં રાખતી હતી. અને આગળ વધતી જતી હતી.

મમ્મી તેની પાછળ પાછળ આવી રહી હતી. અચાનક વર્ષાની નજર મદન પર પડી. તેનાથી ન રહેવાયું અને ઊંચા અવાજે બોલી ઊઠી, " એ મદન . . . મદન. . . "

મદનની નજર વર્ષા પર પડી અને મદને થોડો પણ વિલંબ કર્યા સિવાય દોડીને વર્ષા પાસે આવીને ઊભો રહ્યો. જાણે ભવોભવનું અધુરું મિલન આજ પુરું થયું હોય તેવો અહેસાસ થવા લાગ્યો. બંને અંદરથી ખૂબ રાજી થઈ ગયાં. વર્ષાએ તેની મમ્મીને મદનની ઓળખાણ કરાવી. મદન મમ્મીને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા.  

પછી તો તેમણે સાથે જ શોપીંગ કર્યુ. મનોમન બે જણાં રાજી થતાં હતાં. અચાનક થયેલા આ મિલનને કુદરતની બક્ષિસ સમજવા લાગ્યાં. શોપીંગ પુરુ થયા પછી બધાં બહાર નીકળ્યાં અને મદનની ગાડીમાં જ વર્ષાના ઘેર જવા નીકળ્યાં. રસ્તામાં મમ્મીએ મદનને કહ્યું, " દીકરા તારાં મમ્મી પપ્પા શું કરે છે ? ક્યાં છે ? તેં લગ્ન કર્યાં છે ?"

  મદને કહ્યું, " માજી, મારા પપ્પા ગુજરી ગયા છે. મારાં બા વતનના ગામમાં છે. તેમને શહેરમાં ફાવતું નથી. હું ખાનગી નોકરી કરું છું અને મેં લગ્ન કર્યા નથી. "

મમ્મી અવાચક બની ગયાં.  

વર્ષાએ મદનના મોબાઈલ નંબર માગ્યા. બંનેએ એકબીજાના મોબાઈલમાં નંબર સેવ કરી લીધા. વર્ષા ના ઘર આગળ ગાડી ઊભી રહી. બંને મા દીકરી ઉતર્યાં અને મદનને ચા પીવા આવવાનું કહ્યુ. મદને ફરી ક્યારેક આવીશ, કહીને નીકળી ગયો.

આજના આ મિલનનો બંને ને અતિ આનંદ હતો. બે જણાં તેમની કાલ્પનિક દુનિયામાં રાચવા લાગ્યાં. અને અવાર નવાર મોબાઈલથી મળવા લાગ્યા.  

બે દિવસથી મદન વર્ષાને ફોન કરતો હતો. પણ તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. એ મદનથી સહન થતું ન હતું. તેને ચિંતા થવા લાગી. અવાર નવાર ટ્રાય કરતો પણ જવાબ ન મળતો. હવે વર્ષાનો વિયોગ તેનાથી સહન થતો ન હતો. તે ચિંતા કરવા લાગ્યો.  

અઠવાડિયા સુધી તો તે માંડ રહી શક્યો. કારણ કે વિરહ વસમો હોય છે. તે એક દિવસ વર્ષાના ઘેર ગયો. ઘરને તાળું હતું. તે મુજાઈ ગયો. તેણે પાડોસીને પુછ્યું ," કાકા આ બધા કયાં ગયા છે ?"

  કાકાએ જવાબ આપ્યો," દીકરા શું વાત કરું ? વર્ષાના સમાજના લોકો આવ્યા હતા, એક શ્રિમંતને લઈને આવ્યા હતા. બીચારી વર્ષા ના. . ના. . ના. . . કરતી રહી. તેની મા પણ ના કરતી હતી. તોય એ નરાધમો પરાણે વર્ષાને આ શ્રિમંત સાથે લગ્ન કરવા મજબૂર કરી હતી. ના છૂટકે વર્ષાએ તેની મમ્મીને સાથે રાખવાની શરતે લગ્ન કરવા તૈયાર થઈ અને તેને અમદાવાદ લઈ ગયા છે. "

મરદ જેવા મરદ એવા મદનનું હૈયું ફાટવા લાગ્યું. અફસોસ સિવાય કંઈ ન હતું. વર્ષાને મેળવવાના સપના પર વિયોગના વાદળો છવાઈ ગયા અને યાદ રૂપી વરસાદ તેની આંખમાંથી વરસવા લાગ્યો.  

અને એ જ દિવસે મદન શહેર છોડીને તેની માતા પાસે રહેવા લાગ્યો.  


Rate this content
Log in

Similar gujarati story from Drama