Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

HEMILKUMAR PATEL

Drama Action Thriller

4  

HEMILKUMAR PATEL

Drama Action Thriller

અનુચ્છેદ નંબર : 300 એ 19 એ

અનુચ્છેદ નંબર : 300 એ 19 એ

10 mins
100


           અનુચ્છેદ: [૩૦૦ એ] [૧૯(૧)જી]

                ભારત, આપણું બંધારણ અમલમાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં (૨૬ જાન્યુઆરી ૧૯૫૦). આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખાયો. કાયદો તો બન્યો પરંતુ કાયદાનો ભંગ કરવાવાળા વધી ગયા. દિવસો વીતતાં ગયા તો ક્યાંકને ક્યાંક હુમલો, હક માટેની હડતાલ, બાળમજૂરી અત્યાચાર, ગરીબો સાથે અન્યાય, કાનૂનની આંખે કાળી પટ્ટી બાંધેલી હોવા છતાં પૈસાવાળા સામે તેની રક્ષા કરવાવાળા હારી જાય, આવી પરિસ્થિતિ ઊભી થવા માંડી અને તેજ પરિસ્થિતિ સામે લડનારને કાતો મારી નાખવામાં આવે કાતો પછી તેના મગજમાં તણાવ ઉભો થાય તેવો તેને સમય આપવામાં આવે. સમય જતા આ કાનૂનની માયાજાળમાં કોઈ ફસવા માંગતું નહોતી, કેમ કે ગરીબોના મનમાં એવુજ હતું કે કાયદા કાનૂન તેમના માટે છે જ નહીઁ. એમની પાસે આત્મહત્યા કરવા સિવાય કંઈ છેલ્લે ઉપાય બચતો નહોતો. આવી હાલતની સામે કોઈ તો પોતાના દમ પર લડી, કાયદો કાનૂન સરકારને શીખવાડવા જવાનો વિચારતો. તેના પાસે પછી બીજો આનાથી સારોં ઉપાય નહોતો. જે રીતે હેરાન કરશો તે રીતે હેરાન કરવામાં આવશે તેવી વાત હતી. છતાં પણ કાયદો બચાવા અમુક લોકો સામી છાતીએ લડતા હતા. તેવીજ એક લડાઈ છે, જે હક માટે લડવામાં આવી હતી.

           [આ વાર્તાના મુખ્ય કિરદાર સી.બી.આઈ અધિકારી કમલેશ પટેલ. તેના મદદનીશ અધિકારી તરીકે રીના. તેમજ તેમના મૂળ સંચાલક એવા નિલેશભાઈ.]

(૨૭ ડિસેમ્બર ૨૦૧૯ સમય સાંજના સાત આવ્યાની સાથે પાંચ મિનિટ ઉપર, ૭:૦૫) ગાંધીનગર સી.બી.આઈ ઓફિસ.

                   કમલેશ પોતે ઓફિસમાં ટેબલ પર હાથ મૂકી રાખી એકી ટસે સામું જોઈ પોતાની ખુરશી પર બેઠો છે. ના જાણે કેટલું મોટું થયું હશે તે વિચારતો હતો, બુટ પહેરેલા હોવાથી થપથપાવતા અવાજ આવી રહ્યો છે. તે જ સમયે તેની મદદનીશ અધિકારી રીના, તેના કેબીનમાંથી નીકળી, દોડતી તે કમલેશના ઓફિસ કેબીનમાં આવી દરવાજા પાસે,

“આવી શકું, સર ?” કંઈક ખોટું થયું હોય, તેવી રીતે આવી થોડાક તીખા અવાજે કમલેશને પૂછ્યું.

“હા, આવ.” કમલેશે કહ્યું.

“સર, ચાર હત્યાં અલગ અલગ જગ્યાએ થઈ ગઈ!” થોડાક ઢીલા અવાજે રૂમમાં ઝડપી આવીને રીનાએ કહ્યું.

“શું? આવું, અત્યારે!” કમલેશે નવાઈ પામતા કહ્યું.

“હા સર, મેલાજ ગામ જે અમદાવાદના વિરમગામમાં આવેલ છે, ત્યાંના તલાટી જશુંભાઈ ઉંમર બાવન વર્ષ. તે ગામના સરપંચ વીરાભાઈ, ઉંમર સાઈઠ વર્ષ. ત્યારપછી રોયલ કંપનીની માલિક રેશ્મા ભાવસાર અમદાવાદ, ઉંમર પંચાવન વર્ષ. ડી.એસ.પી મયુર જોશી અમદાવાદ, ઉંમર એકાવન વર્ષ. આ બધું ઠીક, નવાઈની વાત એ છે બધાને સાત વાગે અલગ અલગ રીતે મારવામાં આવ્યા.” રીનાએ બધી વાત જણાવી કમલેશને.

(સમય સાંજના સાત વાગ્યાથી પહેલાની દસ મિનિટ અને પછીની દસ મિનિટ વચ્ચે થયેલ ઘટના.)

                                     ઓફિસે બધા પોતપોતાના કામ કરતા હતા, ત્યાં અચાનક બધાના કોમ્પ્યુટર હેક થઈ ગયા. બધાના કોમ્પ્યુટર પર એક જ શબ્દ લખેલો દેખાતો હતો, ત્યારે કમલેશ ઓફિસમાં પોતાના રૂમની બહાર આવી બધા જે કોમન રૂમમાં બેઠા હતા, ત્યાં આવી ગયો.

“સાંભળો, બધા ધ્યાનથી. અત્યારે હાલ આપણા બધાનાં કોમ્પ્યુટર હેક થઈ ગયા છે અને એક જ મેસેજ તેની સ્ક્રીન પર દેખાય છે. જે છે તે દસ, જોકર, રાણી, બાદશાહ, એક્કો (10JQKA). આ મેસેજમાં કંઈક મોટો જવાબ દેખાઈ રહ્યો છે. તમે આ હેકિંગને દૂર કરો, હેકિંગ કરનારને પકડો. જે પણ સમાચાર નવા મળતા રહે તે ઓફિસમાં આવીને મને જણાવો.” કમલેશ આટલુ બોલતાની સાથે પોતાના ઓફિસ રૂમમાં દોડી ગયો.

                         (તે ખુરશી પર બેઠો તેવીજ હાલતમાં આવ્યો જે આ સમયે હતો. ત્યાં રીના આવીને બધું કહી રહી હતી. પછીની વાત,)

“એનો મતલબ દસ એટલે દસ્સો જે છે તલાટી, જોકર છે સરપંચ, રાણી છે રોયલ કંપનીની માલિક અને બાદશાહ છે ડી.એસ.પી., એક્કો બાકી રહી ગયો !” કમલેશે વિચારતા કહ્યું.

“તો આગળ, શું?” રીનાએ કમલેશને પૂછ્યું.

“કંઈ નહીઁ, ડાઈરેક્ટરને મળી જણાવીએ ચાલો અને આગળ પછીની મિટિંગ બોલાવીએ.” કમલેશે જણાવ્યું.

                        આ બધી વાત નિલેશભાઈ ડાઈરેક્ટર છે જેને જણાવી દીધી અને તે બંને તેની ઑફિસરૂમમાં છે.

“તો શું, આ જે બાકી એક્કો તે પોતે ના હોઈ શકે?” નિલેશે બંનેને પૂછ્યું.

“ના સર. તે બધાને મારવા બેઠો છે. એક્કાને પણ મારશે, તેને હજુ સુધીમાં માર્યો નથી એટલે તે કોઈ મેસેજ આપવા ઈચ્છે છે.” કમલેશે વિચારતા-વિચારતા કહ્યું.

“રોકી શકાતું હોય તો રોકી લો !” નિલેશે આશ્ચર્ય સાથે પૂછ્યું.

“હેક આપણે થયાં છીએ, ત્યાંની પોલીસને પણ આ વાતની જાણ હજુ સુધી નહીઁ થઈ હોય. અમને તો આ કરનારે વાત મોકલી છે મેસેજ દ્વારા અને ફોટા પણ મોકલ્યા.” કમલેશે કહ્યું.

“જો, તમે જગ્યા જાણતા હોય કે નહીઁ, ઓફિસના બધાને અલગ અલગ જગ્યાએ લગાડ. હું બીજી વ્યવસ્થા કરું.” નિલેશે આટલુ કામ આપતાં કહ્યું.

“હા સર, અમે હમણાં જ નીકળીએ.” કમલેશ આટલુ કહી તે અને રીના બંને ત્યાંથી નીકળી ગયા. બધાને અલગ અલગ જગ્યાએ જવાનુ કહ્યું. તે પોતે ગાડી અને પોતાની ટીમ લઈને નીકળી ગયો અમદાવાદ જવા.

(સમય સાંજના સાત વાગ્યાથી વિશ મિનિટ પહેલા અને વિશ મિનિટ પછી, આ બને વચ્ચે થયેલ ઘટના)

                      શરૂઆતમાં કમલેશને કોઈનો ફોન આવ્યો હતો, જયારે તે રીના જોડે તેના કેબીનમાં કોમ્પ્યુટરથી કંઈક માહિતી લેતો હતો. ફોન તેને ઉચક્યો અને વાત કરી.

“હેલો.” કમલેશ પોતાના કામમાં વ્યસ્ત હોવાથી તેને નંબર જોયો નહીઁ અને તરત વાત કરવા માંડ્યો.

“હેલો, કમલેશભાઈ કેમ છો?” સામેથી કોઈ બોલ્યું.

“બસ, જલસા ચાલે હમણાં.” કમલેશે જવાબ આપતાં કહ્યું.

“એ પણ નીકળી જશે, વિશ મિનિટમાં.” સામેનો અજાણ્યો માણસ આવું બોલ્યો, ત્યારપછી તેને નંબર જોયો અને આશ્ચર્યમાં આવ્યો. આટલુ બોલતાની સાથે ફોન મૂકી દે છે. કેમ કે ત્રીસ સેકન્ડમાં તે જે જગ્યાએ હોય તે ખબર પડી જાય.

“કોનો ફોન હતો, સર?” રીનાએ પૂછ્યું.

“વિશ મિનિટ પછી કંઈ થશે, એવુ કીધું તેણે.” જવાબ આપતાં કમલેશે કહ્યું અને તેના મોઢું જોતા એવુ લાગતું હતું કે કંઈક વિચારી રહ્યો હોય.

“બીજું કંઈ કહ્યું હોય તો યાદ કરો !” આશ્ચર્ય સાથે રીનાએ કહ્યું.

“હું અત્યારે મારા કેબીનમાં જાઉં છું, તને જે કામ આપ્યું તે પૂરું કરી લે. પહેલા આપણે રાહ જોવી પડશે. વિશ મિનિટનો જ સમય આપ્યો છે, વધારે હોત તો કંઈક કરત.” કમલેશે પોતાના કેબીન બાજુ જતા જતા કહ્યું.

                          તેના પછી હેકિંગ વડે મેસેજ આવ્યો અને સાંજે સાત વાગે ચાર હત્યાં થઈ. હવે સમય આવ્યો હતો તે કે આ બધા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જવા રવાના થયાં. બધુંજ તપાસ કરતા બે ત્રણ કલાક થઈ ગયા. જે પણ સાબિતી વાળી વસ્તુ મળી હોય તે લઈને ત્યારેજ ઓફિસ આવ્યા. ત્યાં નિલેશ કોન્ફરન્સ રૂમમાં બધાની રાહ જોતો હતો. બધા જે ગયા હતા, તે લોકો કોન્ફરન્સમાં ભેગા થયાં અને વાત ચાલુ કરી.

“કંઈ મળ્યું, સાબિતી જેવું?” નિલેશે બધાને પૂછ્યું.

“સર, આ બધું જ જેનું કામ છે તે બહુજ પહેલાથી વિચારીને બેઠો હશે. તેને ચાર હત્યાં એવીરીતે કરી કે સાબિતી મળેજ નહીઁ.” કમલેશે જવાબ આપતાં કહ્યું.

“કેમ, એટલે એવુ તો થયું શું?” નિલેશે કમલેશ સામું જોઈ આશ્ચર્યથી પૂછ્યું.

“આ હત્યાં કરનાર ચાર અલગ અલગ માણસ હોઈ શકે પણ આવી વ્યવસ્થા કોઈ એક જ કરી શકે.” કમલેશે જણાવ્યું.

“એક માણસ જ! મને આખી વાત સમજાવ.” આશ્ચર્ય સાથે નિલેશે પૂછ્યું.

“હા. સમય સાંજના સાત વાગે. આ સમય એવો છે કે ઘણા લોકો ઘરે જ હોય. ત્યારેજ બનેલી ચાર ઘટના,

‘કેશ નંબર એક.’

તલાટી જશુંભાઈ, જે દસ્સાની જગ્યા પર. ઘરે ગેસના બાટલાની પાઈપ કાઢી તેમના ઘરે જે રહેતા હતા એ ઘરના માણસોને હત્યારાએ બહાર બોલાવ્યા ફોન કરી ભોળવાઈને, ત્યાં તરત કોઈ રસોડાની બારીમાંથી દીવાસળી ત્યારે સળગાવીને નાખી જયારે તલાટી જશુંભાઈ રસોડામાં આવ્યા. રસોડામાં બાટલા સુધી આગ પહોંચે ત્યાં સુધીમાં તેને બારી વાળી દીવાલ નીચે ખાડો પહેલાથી કરેલો હતો ત્યાં નીચે ખાડામાં પડી ગયો. ત્યાંનું વાતાવરણ શાંત થયાં પછી ભાગી ગયો.

‘કેશ નંબર બે.’

મેલાજ ગામનો સરપંચ વીરાભાઈ, જેને જોકરની જગ્યાએ રાખ્યો હતો હત્યારાએ. વીરાભાઈ જયારે ઘરની બહાર નીકળ્યા ત્યારે, સાંજના શિયાળાના અંધારામાં પેટમાં ચપ્પાના આઠ દસ ઘા માર્યા, પછી ત્યાંથી ફરાર.

‘કેશ નંબર ત્રણ.’

અમદાવાદના થલતેજમાં રોયલ કંપનીની માલિક રેશ્મા ઘરે એકલી રહેતી હતી, જે રાણીની જગ્યાએ. તેના ઘરથી થોડે દૂર પાંચ માળની બિલ્ડીંગ પર જઈને સ્નાઈપરથી માથામાં ગોળી મારી.

‘કેશ નંબર ચાર’

છેલ્લે અમદાવાદના સરખેજમાં રહેતા ડી.એસ.પી મયુર જોશી, જે બાદશાહની જગ્યાએ. જયારે ઘરે આવવાની તૈયારીમાં હતા ત્યારે હત્યારો હશે ત્યાંજ ઘરની આજુબાજુ. જેવી તેની ગાડી ઘૂસી ઘરમાં, તેનીજ બંદૂક લઈને તેને મારી નાખ્યો.” બધીજ વાત આખી ઊંડાણપૂર્વક સમજાવી કમલેશે નિલેશને.

“તો હવે, હવે કોનો વારો હશે?” નિલેશે પૂછ્યું.

“વારો કોનો હશે તેની રાહ નથી જોવી, હું ઑફિસે જ રહુ છું. સવાર સુધીમાં તેને પકડી લઈશ. આપણને મેસેજ તેને કર્યો હતો એટલેકે આપણાથી કોઈ વાત તેને નડી રહી હશે, તે હું જડપીશ.” કમલેશે વિચાર્યા પછી કહ્યું.

“આ ઓફિસના બધા માણસોને તારા પર ગર્વ રહેશે.” ગર્વ લાગતા નિલેશે કહ્યું.

                         હવે આખી રાત કામ કરવાનું હતું. કમલેશ કંઈક કામ કર્યા જ ગયો અને સવારનો સમય થયો ત્યારે કમલેશે નિલેશને ફોન કર્યો. ફોન ઉચક્યો નિલેશે.

“શું કંઈ મળ્યું નિલેશ?” નાહીને બહાર આવતાની સાથે વાત કરી.

“હા, ઘણું બધું.” કમલેશે જવાબ આપતાં કહ્યું.

“શું મળ્યું, બોલ ફટાફટ?” નિલેશે પૂછ્યું.

“તમે ઓફિસ આવો ત્યારે મારા પપ્પાને લઈને આવજો.” કમલેશે કહ્યું.

“વશંતભાઈને લઈને આવું, તારા પપ્પા !” નિલેશે આશ્ચર્ય સાથે કહ્યું.

“હા, પપ્પાને લઈને આવો.” કમલેશે કહ્યું.

“કેમ, એમને શું લેવાદેવા?” નિલેશે પૂછ્યું.

“તમે લઈને ઑફિસે આવો, હું બધુંજ જણાવી દઈશ.” જવાબ આપતાં કહ્યું.

                     નિલેશ કમલેશના પપ્પા વશંતભાઈને લઈને આવ્યો ઓફિસે. ત્યાં નિલેશ, કમલેશ, રીના અને વશંત આ ચાર માણસો હતા અને રૂમને અંદરથી વાખી દીધો કમલેશે.

“કેમ વાખી દીધો દરવાજો?” આશ્ચર્ય પામતા નિલેશે પૂછ્યું. ત્યારે કમલેશે તેના પપ્પાને ખુરશીમાં બેસાડી, બાંધી દીધા. આ બધું જોતા નિલેશ આશ્ચર્યમાં આવી ગયો.

“એ, કમલેશ તું મને બાંધી કેમ રહ્યો છે?” વશંતે આશ્ચર્યમાં આવી પૂછ્યું. કમલેશ હતો ગુસ્સામાં.

“ચૂપ, બેઠો રે શાંતિથી.” કમલેશે ગુસ્સામાં કહ્યું.

“તું આ કરી શું રહ્યો છે, કમલેશ?” નિલેશે પાછું પૂછ્યું. ત્યારે કમલેશ તેના પપ્પાની સામે ખુરશી લઈને બેસી ગયો. ગુસ્સામાં હતો, આખો લાલ. ચહેરો તેનો જોઈને વશંત પણ ઢીલો પડ્યો. ધીરે રહીને કમલેશે બધી વાત કહેવાનું શરુ કર્યું.

“દસ, જોકર, રાણી, બાદશાહ છેલ્લે એક્કો તું.” કમલેશે કહ્યું.

“એક્કો હું એટલે, સમજ્યો નહીઁ હું?” વશંતે આશ્ચર્ય સાથે પૂછ્યું.

“તો સાંભળ મારી વાત, ભૂતકાળની છે. આજથી ચૌદ વર્ષ પહેલા રોયલ કંપનીના માલિકને આઠ એકર જમીન મેલાજ ગામમાં કોલેજ બનાવવાનું બહાનું કરી ફેક્ટરી માટે જોઈતી હતી. ત્યારે જે જમીન પસંદ કરી હતી તેનો માલિક તે ગામમાં રહેતો એક ગરીબ ખેડૂતની હતી, આ જમીન જોઈતી હતી પાછી મફતમાં ! તો તેની માલિક એટલે રાણી રેશ્મા, દસ હજાર રૂપિયાનું બહાનું આપી વાત પતાવા માંગતી હતી. ત્યારે તે ખેડૂતે જમીન વેચવાની ના પાડી. તો એ સમયે તે રાણીએ દસ્સો, જોકર, બાદશાહ અને એક્કાને ખરીદી લીધો, જો કે આવીરીતે પહેલી જમીન નહોતી, ઘણાય આવા કાંડ કરેલા. ત્યારે જમીનનો ભાવ હશે દસથી પંદર કરોડ. આમતો એ ખેડૂત ગરીબ ના કહેવાય છતાં તેના પાસે મફતમાં જમીન લઈએ તો તે ગરીબ થઈ જાય. મારા પપ્પા હતા સી.બી.આઈ અધિકારી. પપ્પાને ખરીદ્યા પછી એ ગામમાં જે પણ કંઈ થાય તેની હવા બહાર આવીજ ના શકે. તો આને તે ખેડૂતનો અંગુઠો કાપી, સિક્કો મારી જમીન પોતાની કરી રેશ્માએ.” કમલેશે આખી વાત જણાવી.

“હશે, એ વાત. મને કોણ મારવા ઈચ્છે છે પણ?” વશંતે ડરેલા અવાજે પૂછ્યું.

“હત્યારો કોણ છે, તે તારે જાણવું છે એમ?” કમલેશે ગુસ્સામાં પૂછ્યું.

“હા, વશંતે જે કર્યું હોય તે છોડ. અત્યારે હત્યારા ઉપર ધ્યાન આપ. મળ્યો હત્યારો?” નિલેશે આખી વાત નવાઈ પામતા પૂછ્યું.

“હત્યારો બીજો કોઈ નહીઁ, હુંજ છું. આખી વ્યવસ્થા મે જ કરી હતી.” કમલેશે મોઢા પર સ્મિત સાથે જવાબ આપતાં જણાવ્યું. આટલુ કહેતાની સાથે નિલેશ અને વશંત આશ્ચર્યમાં આવી ગયા. રીના આશ્ચર્યમાં ના આવી, પણ મોઢા પર સ્મિત નજર આવતું હતું.

“આવું કેમ, કમલેશ?” આશ્ચર્યમાં આવેલ નિલેશે પૂછ્યું.

“આજથી નવ દિવસ પહેલા એક પચીસ વર્ષનો છોકરો, માથે ટોપીવાળું જેકેટ પહેરીને ચોરી છુપી રીતે મારા ઘરમાં આવ્યો હતો, પપ્પાને મારવા માટે. તો તે રાતના એક વાગ્યો હશે, ત્યારે મે એને પકડ્યો અને તેને બધું મને જણાવ્યું. પછી તેને એટલું કહ્યું કે જે ખેડૂતને મારવામાં આવ્યો હતો તે એના પપ્પા હતા અને આવી હત્યાં કરશે તો બચાવા માટે રીના એટલે એની બહેન, જે પહેલેથી અહીંયા હતી. તો પછી રીનાના ભાઈને મે જણાવ્યું કે હું તારો બદલો એવીજ રીતે પૂરો કરીશ જે રીતે તું ઈચ્છે છે. મારી વ્યવસ્થા એટલી હતી કે શરૂઆત હત્યાં કરવાની થઈ એટલે રીનાના ભાઈનો ફોન મારી પર આવ્યો. મે એટલું કહ્યું હતું એને બધું તૈયાર થઈ જાય એટલે ફોન કરજે, જેની પાંચ મિનિટ પછી મારે સી.બી.આઈના બધા કોમ્પ્યુટર હેક કરવાનાં હતા. એકજ સમયે રીનાનો ભાઈ સ્નાઈપર લઈ નિશાને રેશ્માને રાખી, તેના ગામના બીજા લોકો હતા એમને બીજી ત્રણ જગ્યાએ મોકલ્યા, પછી સાત વાગે સાંજે હુમલો. મારી નાખ્યાં બધાને.” કમલેશે આખી વાત જણાવી.

“તું છુપી રીતે મારી શકેતને! બહાર નીકળવાનું કારણ?” નિલેશે આશ્ચર્ય પામી પૂછ્યું. કમલેશ ઊભો થઈને નિલેશ પાસે આવ્યો, આંખમાં આંખ લગાવી વાત કરી બધી.

“આખી રાત બેસીને મેં વિચાર્યું, અત્યાર સુધી મેં મારા પપ્પાના પૈસે નહીઁ પરંતુ આવા ખેડૂતોના પૈસે જલસા કર્યા હતા. તે પૈસા પર હક રીના અને તેના ભાઈનો હતો. જે તેમની પાસે હતું તેને છીનવી લઈને હંમેશા માટે ગરીબીનું જીવન આપ્યું હતું. અત્યાર સુધી આમને આવું ગરીબીનું જીવન જીવ્યું અને મે જલસા કર્યા, તો હવે આમનું સારું જીવન જાય તેના માટે હું બહાર આવી પોતાનું બલિદાન આપીશ. આખો ભારત દેશ જાણશે કે તમે કોઈપણ રીતે ભ્રષ્ટાચાર કરશો તો જવાબ મળશે, પોતાના લોકોજ જવાબ આપશે, પોતાના જ એમની વિરુદ્ધ જશે. જો આવું થશે તો ભ્રષ્ટાચાર નહીઁ થાય, સર. આ ઓગણસીતેર વર્ષ પહેલા કાયદો બનાવ્યો તેનું પાલન તો થતું નથી. ચુમ્માળીશમોં બંધારણીય સુધારો ઓગણીસો ઈથ્યોતેર(૪૪મોં બંધારણીય સુધારો ૧૯૭૮)માં જણાવ્યું કે મિલકત ધારો ભાગ-બે અનુચ્છેદ નંબર એકત્રીસને ભાગ-બારમાં અનુચ્છેદ નંબર ત્રણસો એ(૩૦૦ એ)માં નાખી કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. કાનૂની રીતે જમીન કહેવાય રીના અને તેના ભાઈ કે પછી તેના પપ્પા જીવતા હોય તો તેની. હવે વાત છે એવી કે જબરદસ્તી કરી, તો અનુચ્છેદ નંબર ઓગણીસ [એક][જી] (૧૯-૧-જી) મુજબ ગમે ત્યાં રહેવાની, સ્થાયી થવાની સ્વતંત્રતા એમની પાસે ક્યાં રહી? આવા લોકોના લીધે બંધારણના આ અનુચ્છેદનું ઉલ્લંઘન થાય છે અને તેના વિશે ખબર ના હોવાથી ગરીબ ચૂપ બેસે છે. કદાચ કોઈ ગરીબે આ લોકો વિરુદ્ધ અવાજ કર્યો હોય તો, આના જેવા તેને મારી નખાવે છે. હું એટલા માટે બહાર આવું છું કે અત્યાર સુધી રોજ મરી-મરીને જીવતા હતા રીના અને તેનો ભાઈ બંને, હવે આરામની ઊંઘ લે તેના માટે મારે આવું કરવું પડયું, ઉપકારનો બદલો આપવો તો પડશેને. એટલે મે આવું કર્યું અને રીના તમારી સામે આને મારી નાખશે. તમારે બહાર એટલું જ બોલવાનું કે મે મારી નાખ્યો મારા પપ્પાને. નિલેશ સર, મે કાયદાનું ઉલ્લંઘન તો કર્યું પણ કાયદો શીખવાડવા માટે ઉલ્લંઘન કર્યું. જે સજા હવે મળશે, મને તે મંજુર છે.” કમલેશે સહેલાઈપૂર્વક સમજાય તે રીતે બધી વાત જણાવી દીધી. ત્યારબાદ રીનાએ વશંતને ગોળી મારી દીધી. આ બધું નિલેશે જોયું, પછી તેને રીનાના હાથમાંથી બંદૂક લઈ લીધી.

“આ હત્યાં કોણે કરી? તે મને નથી ખબર. રીનાની બંદૂક બે દિવસ પહેલા ખોવાઈ ગઈ હતી.” નિલેશે હસીને કહ્યું. કમલેશ અને રીના બંને જણ ખુશ થયાં. તેનો મતલબ રીના, તેનો ભાઈ અને કમલેશ ત્રણેય બચી ગયા.

[અનુચ્છેદ: ૩૦૦ A : મિલકતને કાનૂની અધિકાર બનાવ્યો.

અનુચ્છેદ: ૧૯(૧): વિવિધ સ્વતંત્રતા વિશે માહિતી]


Rate this content
Log in

More gujarati story from HEMILKUMAR PATEL

Similar gujarati story from Drama