Bhavna Bhatt

Romance Crime

5.0  

Bhavna Bhatt

Romance Crime

અનેરો નિઃસ્વાર્થ પ્રેમ

અનેરો નિઃસ્વાર્થ પ્રેમ

4 mins
584


આ યુવાની, આ ખુમારી, આ નજાકત, આ નજર, કેટ કેટલાંયના દિલ હચમચાવી નાખશે એ કોને ખબર ? કિન્તુ માસૂમ ફૂલ જેવા રૂપને ક્યાં કંઈ ખબર છે ? આ જિંદગી બરબાદ કરશે કોઈ ભ્રમર બનીને જુવાની.

આયેશા એક ઉચ્ચ કુળમાં જન્મેલી ધનાઢ્ય અને રૂઢિચુસ્ત પરિવારની એકની એક દીકરી હતી. આયેશાને વધુ ભણવું હતું તેથી માતા પિતાએ અને મોટાભાઈએ ખુબજ શિખામણ આપી ને વલ્લભ વિદ્યાનગરમાં હોસ્ટેલમાં ભણવા મૂકી. પણ સાથે ધમકી પણ આપી કે આપણાં કુળની મર્યાદા ભંગ કરીશ તો જીવતી નહીં રહેવા દઈએ. એટલે ભણવામાં જ મન લગાવજે અને ભણજે અમે સમય સમયે મળવા આવતાં રહીશું.

આમ કહીને હોસ્ટેલમાં મૂકીને માતા પિતા અને ભાઈ પાછાં ડિસા ગયા. આયેશા દેખાવડી અને ખુબજ સુંદર અને નમણી હતી. ફાર્મસી કોલેજમાં આજે પહેલોજ દિવસ હતો. આયેશાને હજુ કોઈ ઓળખતું નહોતું એથી સંકોચ પામતી કોલેજમાં ગઈ. જોયું તો જાણે જુવાનીનો મેળો જામ્યો છે બધા કેમ્પસમાં હસી મજાક કરે છે.

નિલય પોતાના દોસ્તોનું ગ્રુપ બનાવીને મજાક મસ્તી કરતો હોય છે. નિલયના ગ્રુપમા કાજલ હતી એણે આયેશા સામે હાથ લંબાવીને દોસ્તીનો હાથ ફેલાવ્યો. આયેશાએ કાજલ જોડે હાથ મિલાવીને પોતાની ઓળખાણ આપી. નિલય ત્રાંસી નજરે આયેશાને જોઈ રહ્યો હતો. ધીમે ધીમે આયેશા નિલયના ગ્રુપમાં ભળી ગઈ. રોજ કોલેજમાં અને કેન્ટીનમા મળતાં અને ભણતાં નિલયે આયેશાને પ્રેમ જાળમાં ફસાવી દીધી.

એક દિવસ નિલયે કહ્યું કે "આજે મારી બર્થડે છે તો હું બધાંને આમંત્રણ આપું છું તો આપણે બધા મારાં એક મિત્રનું આણંદ ગામડી રોડ પર ફાર્મ હાઉસ છે ત્યાં જઈએ છીએ. બધાં પોતપોતાના સાધનો પર આવો. હું અને આયેશા મારી બાઈક પર આવીયે છીએ."

આયેશા ને ના કહેવાનો મોકો જ ન મળ્યો. એ પણ મનોમન નિલયને પ્રેમ કરતીજ હતી પણ કહી શકી નહોતી. એણે કાજલને રૂપિયા આપ્યા અને કહ્યું કે નિલય માટે સારી ગિફ્ટ લેતી આવજે. અને આયેશા નિલયના બાઈક પર બેસીને નિકળી. ફાર્મ હાઉસ પહોંચીને નિલય ના પ્લાન મુજબ બધુંજ ગોઠવાયેલું હતું. પહેલાં કેક કાપી અને એકબીજાને લગાવી. પછી કોલ્ડ ડ્રીકસ બધાંને જ પીવા આપ્યું. નિલય એક ગ્લાસ ભરીને લાવ્યો અને એક ગ્લાસ આયેશાને આપી ને ચિયર્સ કર્યું. અને મ્યુઝિક ચાલુ કરી ડાન્સ ચાલુ કર્યો..

આયેશા સાથે ડાન્સ કરતા કરતા નિલયે જોયું કે આયેશા બેભાન થઈ રહી છે એ આયેશાને રૂમમાં લઈ ગયો અને દરવાજો બંધ કરી દીધો. આયેશા સાથે નિલયે મનમાની કરીને આયેશા ને સૂતી મૂકીને એ બહાર આવ્યો. આયેશા જ્યારે ભાનમાં આવી પોતાને નિર્વસ્ત્ર જોઈ, એણે ઉભા થઈને કપડાં પહેરીને બહાર આવી.

નિલય અને આયેશાએ જમવાનું પતાવીને કોલેજ પાસે આયેશા ને ઉતારી દીધી. આયેશા રોજ હવે નિલયને લગ્ન માટે મનાવતી રહી. નિલય રોજ નવા બહાનાં બતાવતો રહ્યો. આમ કરતાં એક ભૂલનું પરિણામ આવ્યું આયેશા કુંવારી મા બનવાની હતી. એણે નિલયને વાત કરી. નિલય ગુસ્સો કરી ચાલ્યો ગયો. આયેશા રોજ નિલયની રાહ જોતી પણ નિલય કોલેજ ના આવતો. આયેશા એ કાજલને કહીને નિલયના ઘરે તપાસ કરાવી તો ખબર પડી એ તો એના મામાએ બોલાવતાં આફ્રિકા જતો રહ્યો છે.

આયેશા હોસ્ટેલમાં આવી ખૂબ જ રડી.

બીજા દિવસે આણંદ જઈને ગાયનેક ડોક્ટર ને બતાવી આવી. ડોક્ટરે કહ્યું કે ગર્ભપાતનો સમય જતો રહ્યો છે હવે એ શક્ય નથી. આયેશા વિચારોમાં આણંદથી ચાલતી રેલ્વેના પાટા પાસે જવા લાગી. ત્યાં જ આણંદ રેલવે સ્ટેશન પર એ પ્રૌઢવસ્થાના અનિલભાઈ સાથે અથડાઈ. અનિલભાઈ અમૂલ ડેરી રોડ પર રહેતા હતા એમનાં મિત્ર મુંબઈથી આવતાં હોવાથી એ રેલ્વે સ્ટેશન લેવા આવ્યા હતા. પણ એમને આયેશાની હાલત ઠીક ના લાગતાં એમણે આયેશાનો પીછો કર્યો. આયેશા રેલ્વે સ્ટેશન પર ગાંડાની જેમ આંટા મારી રહી.

એટલામાં જ એક ટ્રેનની વીહસલ સંભળાઈ અને એ પડવાની તૈયારી સાથે પ્લેટફોર્મના છેડા પર ઉભી રહી જેવી એક્સપ્રેસ ગાડી આવી એણે કૂદવા પગ ઉંચો કર્યો એ સાથેજ અનિલભાઈ એ મજબૂત હાથથી પકડીને ખેંચી લીધી. આયેશા રડી પડી કે મને મરી જવાદો. અનિલભાઈ એને સમજાવીને સરિતા રેસ્ટોરન્ટમાં લઈ ગયાં અને ઠંડું પાણી પીવડાવ્યું અને કહ્યું કે 'બોલ તારે મરવું પડે એવું શું દુઃખ પડ્યું છે ?'

આયેશા એ રડતાં રડતાં બધી વાત કહી. આ સાંભળીને અનિલભાઈ બોલ્યા કે 'બસ આટલીજ વાત.

હું ભણતો ત્યારે મારી સાથે ભણતી પૂજા.. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. પણ એના પિતાને મારી ગરીબી નડી અને એને લંડન એમનાં મિત્રને ઘરે મોકલી દિધી અને ત્યાંજ પરણાવી દીધી.

આજે તો આણંદમાંજ મારી ચાર પાંચ મોટી હોટલ છે અને અમૂલ ડેરી રોડ પર મારો મોટો બંગલો છે પણ હું એકલો છું. આયેશા હું તારાં આવનાર બાળકનો પિતા બનીશ અને એને મારું નામ આપીશ. મારાંથી તું ઘણીજ નાની ઉંમરની છે પણ કાયદેસર હું તારી સાથે લગ્ન કરીને તને પત્ની તરીકે નાં બધાં જ હક્ક આપીશ. પણ શારીરિક સંબંધ કોઈ નહીં રહે.

હું સકારાત્મક રીતે તને હૂંફ અને લાગણી આપીશ. પણ પ્રેમ તો મારો આજેય પૂજા માટેજ છે અને રહેશે. જો તને કોઈ વાંધો ના હોય તો. આયેશા તો અનિલભાઈની સામે જોઈ રહી અને પછી એમની સાથે ચાલવા લાગી. આયેશા વિચારી રહી આવાં નિસ્વાર્થ પ્રેમ કરનારા હજુ પણ દુનિયામાં પડ્યા છે એજ મારું અહોભાગ્ય.


Rate this content
Log in

Similar gujarati story from Romance