The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

BINAL PATEL

Classics Inspirational

4.2  

BINAL PATEL

Classics Inspirational

અમૂલ્ય ભેટ

અમૂલ્ય ભેટ

3 mins
275


એક એવા વિષયમાં થોડો પ્રકાશ પાડીશ જેમાં મારા જીવનમાં મને મળેલ અણમોલ ભેટ, જેને હું આજીવન મારા દરેક સારા કર્મોના ફળ સમાન ગણું છું અને એ જ ફળ માનવ શરીરના અવતાર સ્વરૂપે, જન્મારાને સફળ કરવાના ઉદેશથી, જીવનમાં કોઈક ઠોસ કાર્યના નિર્માણ અને નવસર્જનની શરૂઆત બને એ જ મહત્વનું છે.

એક ઈશ્વરીય શક્તિ જેના આશીર્વાદ સંગ જીવન પ્રદાન થયું હોય એ આખું જીવન જ એક અણમોલ ભેટ ગણી શકાય. સહુ પ્રથમ આ માનવ જન્મ પ્રદાન કરનાર મારા અસ્તિત્વને ઉજાગર કરનાર મારી 'મા' એ મારા માટે ઈશ્વરે અર્પેલી પ્રથમ ભેટ છે અને એ એટલી અમૂલ્ય છે કે એની સામે કોહિનૂર પણ ફિક્કો જ લાગે. મારા જીવનમાં મેં જન્મથી લઈને અત્યારે સુધી ઘણા અનુભવો કર્યા છે અને એ બધા જ અનુભવો પરથી મને જે શીખવા મળ્યું, એના કરતા પણ વધારે જો હું કઈ શીખી હોય તો એ મારા 'પિતા' પાસેથી શીખી હોઈશ, એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. જીવનના દરેક તબક્કે હસતા મોઢે સિદ્ધિ હાંસેલ કરવી એ પણ એક અદ્ભૂત કળા છે જે મેં એમની પસેથી શીખી છે એટલે એ પણ એક ભેટ જ સમજુ છું.

 શાળા સમયે બહુ શરમાળ અને અંતર્મુખી મારો સ્વભાવ હતો અને એ સમયે મારા શિક્ષકોએ મને સંભાળી, મને જીવન જીવતા અને દુનિયાદારીના દરેક પાઠ મને એમના દ્વારા શીખવવામાં આવ્યા. બહુ નસીબદાર હોય છે એ વ્યક્તિ જેને પળેપળે કોઈ સમજદાર વ્યક્તિનો સથવારો મળી રહે છે અને ક્યારેક એ જ સાથ જીવનમાં ઊંડી છાપ છોડી દે છે એટલે મારા દરેક શિક્ષકોને પણ હું એક વરદાન જ સમજુ છું. કૉલેજ કાળમાં આપણા ખરા જીવનની પરીક્ષાની તૈયારીઓ શરુ થતી હોય છે અને એવા સમયે એક નિષ્ઠાવાન અને સમજદાર દોસ્તારની આપણને ઘણી જરૂર હોય છે જે આપણા મનની વાત જાણી શકે અને એનું સમાધાન કઈ કીધા વગર જ કરી દે ત્યારે એવા સમયે મારા ખાસ દોસ્તારને કેમ ભુલાય ? યુવાનનીની ઉંમરમાં અણસમજુ આ મન કંઈ કેટલા ઉછાળા મારતું હોય છે અને એ જ મનની થોડી મોકળાશ કોઈ સામે વર્ણવાનો મોકો મળે અને એમાંથી સાચું સમાધાન મળે એટલે ગાડી સીધા રસ્તે જવાની જ ને ? મારી સાથે પણ એ જ થયું, મારા કરતા ઉંમરમાં વધારે મોટા વ્યક્તિઓ સાથે મને વધારે ફાવતું અને એમના અનુભવો અને વર્તન પરથી ઘણું શીખી લીધું અને સાથે જીવનભર દોસ્તારોનો સાથ પણ મેળવી લીધો.

 અમુક સંબંધો લોહીના ન હોવા છતાં પણ અતૂટ બંધન સાથે જ સર્જાયા હોય છે. જીવનની દરેક સફરમાં આગળ વધતા અનેક અનુભવોના ગંઠાડા આપણે બાંધતાં હોઈએ છીએ અને એ જ અનુભવ અને વિશ્વાસ સાથે આપણે જીવનના સૌથી મોટા પગલાં પણ હોંશે ભરતાં હોઈએ છીએ અને એવા જ એક પગલાં મેં પણ જીવનમાં ભર્યા ત્યારે મને શરૂઆતમાં ઘણી મૂંઝવણ અને ઘણા સવાલો હતા ત્યાં જ મારા જીવનમાં મારા ભરથાર, મારા પતિ-પરમેશ્વર, મારા હમસફર ને એક સાચાં સાથીદાર આવ્યા જે મારા હદય અને આત્મા બંનેમાં વસ્યા છે. મારા પરિવારને એક જમાઈ નહિ એક દીકરો જ મળ્યો હોય એવી લાગણી થઇ છે. સંબંધોની આ નવી સીડી પર પગ મૂકતાં મને બહુ જ બીક લગતી ત્યારે મારા 'મા' સમાન 'સાસુમાં' જેમણે મને હાથ પકડીને આ ઘરના આંગણે કંકુપગલા કરાવ્યાં અને એ હાથ એક દોસ્તની જેમ પકડ્યો અને માથા પર પણ એટલો જ પ્રેમથી ફર્યો છે અને એમના આશીર્વાદ અને એમના સાથને હું મારા થોડા ઘણા સારા કર્મોના ફળ જ ગણું છું.

 જીવનમાં અનેક અમૂલ્ય ભેટ મળી છે જેની ગણતરી પણ મુશ્કેલ જ છે સાથે એક અદ્ભૂત આશીર્વાદ ગણી શકું તો એ છે 'લેખનકાળા' જેમાં 'મા સરસ્વતી'નો વાસ છે અને એ જ કળાને મારા જીવનનો અસીમ ઉદ્દેશ ગણીને હું મારા પરિવાર સંગ શાંતિનો અનુભવ કરું એ જ મહત્વનું છે. નકારત્મક વિચારોને અને ઘટનાઓને યાદ કરી જીવનના હકારાત્મક પાસાં સામે મોઢું મચકોડાવાની વાત મને યોગ્ય લગતી નથી એટલે આપણું આખું જીવન જ એક અમૂલ્ય ભેટ જ છે એમ માની આનંદ-ઉત્સાહ અને સંપથી જીવીએ, એ જ આગળ જતા સુખ-સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક બને છે. 


Rate this content
Log in

More gujarati story from BINAL PATEL

Similar gujarati story from Classics