મુખડું
મુખડું
'સાત-સમુંદર' પાર કામે ગયેલ પતિ સુદેશની રાહમાં નવરાત્રી પણ ગઈ અને 'શરદ પૂર્ણિમા' આવી ત્યારે દૂધપૌંઆમાં ચાંદની શીતળતા ભેળવવા ભાર્ગવી ધાબે ચડી. હજી ચાંદને જોવા જરાક અમથી નજર ઊંચી કરે ત્યાં તો ફોનની રિંગ વાગે અને સામેથી અવાજ આવે.
'શું લાગે છે મારો ચાંદ આજે ! અહાહાહા ! અરે ! નજર ઊંચી કરીને આમ જોવો જરાક ચાંદ સામુ, એટલે તમારા અંતરના પ્રેમનો પડછાયો આ ચાંદ પર પડે અને આપણા વચ્ચે આ કિલોમીટરનું અંતર આમ જ હટી જાય.' સુદેશનો અવાજ સાંભળી ભાર્ગવીના મનનો દરિયો એટલો છલકાયો કે એક બાજુ આંખની કિનારીમાં ભીનાશ પથરાઈ ગઈ ને બીજી બાજુ મનમાં રહેલી અઢળક લાગણી સાથે 'મુખડું' છલકાઈ ગયું અને 'ચાંદલો' પણ પોતાના હોવા પર ગર્વ સમજવા લાગ્યો.