સ્નેહની સરગમ
સ્નેહની સરગમ
'બગીચાના વૃક્ષો સાથે મોટો થયેલ રાજેશ એના પિતાજી સાથે નવજાત છોડને પાણી પાઇ રહ્યો હતો ત્યારે પિતાજી જે રીતે છોડને પ્રેમ અને વાત્સલ્યની નજરે જોઈને એક બાળકને જેમ પંપાળી રહ્યા હતા એ જોતા જ રાજેશ બોલ્યો, 'હે પિતાજી, આ છોડને પ્રેમનું પાણી, સ્નેહ સુવાસ ને વાત્સલ્યનું વાવેતર જોઈએ છે શું એમ કરમાતાં સંબંધોમાં સમજણ અને સાથ-સહકાર, સ્નેહ અને મીઠાશની થોડી પ્રેમવર્ષા કરીએ તો એ ફરી પાછા તાજા ન થઇ શકે ?'
દૂર ઉભા રહી રાજેશની પત્ની સુમન અને સાસુ રસીલાબેન સાંભળી રહ્યા.'