BINAL PATEL

Drama

4.0  

BINAL PATEL

Drama

મન

મન

2 mins
176


'અત્યંત વિચલિત અને ચંચળ આ મનની વાત તો અવશ્ય આપણા જીવનને સ્પર્શે એવી જ હોય છે. આપણે સહુ કાળા માથાના ૨૧મી સદીના અવિચર માનવીને આ વિષયમાં વધારે રસ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી. માનવ દેહ ધારણ કરી ને પૃથ્વી પર જન્મ લેનાર દરેક માણસના મનમાં મનને લઈને સવાલ-જવાબ અને વિચાર-વિમર્શ ચાલ્યા જ કરતા હોય છે. એ જ મનની થોડી વાત આપની સાથે કરવાની છે.

ક્યારેક સત્ય-અસત્ય, હિંસા-અહિંસા, સારું-નરસું, સુખ-દુઃખ, પ્રેમ-નફરત, ચિંતા-શાંતિ અને બીજા અઢળક અનુભવોના આભાસ આ મન કરે છે. એ મનને કેન્દ્રિત રાખવું અને એના દ્વારા ખુદ પર અંકુશ રાખવો બહુ જ અઘરો સાબિત થાય છે. આપણે સહુ એક ભારતીય સંસ્કૃતિને સમજીએ છીએ અને એટલે જ જાણીએ છીએ કે આપણા પૂર્વજો, સાધુ-સંતો, મહાન ઋષિઓ અને મહાપુરુષો તપ અને ધ્યાન દ્વારા મનને શાંત કરવા પ્રયન્ત કરતા જેનું પરિણામ આપણે સહુ જાણીએ છે.

૨૧મી સદીના ભોગ-વિલાસ વાળા કળયુગમાં જો સત્ય અને અહિંસા સાથે ખુદ પર વિજય પ્રાપ્ત કરવા 'મન'ને કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. જીવનમાં દરેક ક્ષણ એક સરખી વીતે એ જરૂરી નથી. જેમ રાત-દિવસનું ચક્ર ફરે છે એમ જીવનમાં સુખ-દુઃખ, સારું-નરસું બધું જ એક પછી એક આપણી સમક્ષ આવશે જ એ જ સમયને આપણે માન આપી બસ જિંદગીના આ મહાસાગરને પાર કરવાનો છે.

''થોડું આમ-તેમ શું થયું તું ડગી ગયો?

 સમયના ચક્ર સાથે શું તું પણ બદલાઈ ગયો?

 પારકાને બાજી ફેરવતા જોયા છે,

 હે 'મન' તને વિચલિત કરે એવી તે કેવી શક્તિ?

 તું તો મારુ ખુદનું 'મન' છે,

 પોતીકો થઈને પણ તું મને ભૂલી ગયો?

 સુખ-દુઃખ આવશે ને જશે,

 તારા વિચારોના ભ્રમણ કેમ કરી ઠરશે?

 તને પામ્યા પછી પણ શું કશું જીતવાનું બાકી હશે?

 ખૂબ સમજ્યા ને ખૂબ સમજાવ્યું, બસ હવે મનનાં દરેક સમાધાનને પ્રાપ્ત કરવું એ જ જીવનનું લક્ષ્ય હોવું એ માનવી તરીકે આપનો વિજય ગણી શકાય.


Rate this content
Log in

Similar gujarati story from Drama