STORYMIRROR

Bhavna Bhatt

Abstract

2  

Bhavna Bhatt

Abstract

અમુક લોકો

અમુક લોકો

1 min
194

અમુક લોકોનું ઘરમાં કંઈ ચાલે નહીં એટલે બીજાનાં ઘરોમાં ચંચુપાત કર્યા જ કરે તોય એમનાં પેટમાં દુખતું જ હોય અને આવાં સ્વભાવના કારણે એમનું શરીર ભીમ જેટલું ખાય તોયે સૂકલકડી સાંઠા જેવું હોય એટલે પાછું જો બીજાનું શરીર એમનાથી વધારે હોય એટલે બીજાને તારું શરીર તો જો કેટલું બધું વધ્યું છે આખો દિવસ ખા, ખા નાં કરો...

બોલો આવાને શું ‌કહેવું ?

અમુક લોકો એટલું બધું જુઠ્ઠું બોલતાં હોય એટલે એમને સાચા વ્યક્તિની વાતો પણ જુઠ્ઠી જ લાગે..

પાછાં આવાં જુઠ્ઠું બોલી બોલતાં લોકોની આખી જમાત હોય છે અને સાચી વ્યક્તિ ને એકલા પાડી દે અને મોટે મોટેથી બૂમો પાડીને સામેની વ્યક્તિને બોલવા જ નાં દે અને પોતે એટલું જુઠ્ઠું બોલે એટલે વાતેવાતે કસમ ખાય..

બોલો આવાનો કેવી રીતે વિશ્વાસ કરવો ?

અમુક લોકો બીજા પાસેથી રૂપિયા પડાવી લે‌ અને બધે બાકી ( ઉધારી ) કરે અને બીજાનાં રૂપિયે જ લહેર કરે છતાંય પાછાં બીજા ઉપર આક્ષેપ કરતાં હોય કે આનો ભરોસો નાં કરાય ને અને બીજા માણસને કહેતાં હોય કે આની જોડે રોકડા રૂપિયા પડાવી લેવા નહીંતર આપણે ભોગવવાનો વારો આવે...

બોલો આવાને શું કહેવું ?

આવાં અમુક લોકોને લીધે સાચી વ્યક્તિ અને રૂપિયાનાં વ્યવહારનાં ચોખ્ખા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract