અમર જવાન ((માઇક્રોફિક્શન)
અમર જવાન ((માઇક્રોફિક્શન)
(માઇક્રોફિક્શન)
એકના એક દીકરાને આમ ગુમાવવો પડે ત્યારે કોઇ વ્યક્તિ ભાંગી પડે પણ જ્યારે અમરનો દેહ ત્રિરંગામાં વીંટાઇને સન્માનપૂર્વક ઘેર આવ્યો ત્યારે કંકુમાંએ કહ્યું, "મારો દિકરો તો અમર છે, તેની પાછળ રોકકળ કરવાની નથી. તેણે પીઠ પર નહીં છાતી પર ગોળી ખાધી છે. સો સો શત્રુને તેણે માર્યા છે." ને 'વંદે માતરમ' ના નારા સાથે સૌએ કંકુમાની વાત વધાવી લીધી ખરેખર તે એક દેશભક્ત હતી અને એવી માતાના કોખમાંથી અમર જેવા સપૂત પાકે.