બે પાંખવાળી પરી
બે પાંખવાળી પરી


હું મારી પ્રતિચ્છાયાને પકડવા મથુ છું. કોઇ આવે છે મને લઇ જવા સામે પાર. હું ધ્યાનથી જોઉં છું, અરે આ તો બે પાંખવાળી પરી છે કે જેની વાતો
દાદીમાના મુખેથી નાનપણમાં સાંભળેલી કે પછી ખુદ દાદીમા આ પરીરૂપે આવ્યા હશે. મારી આંખ ખૂલે છે ને દાદીમાએ કહેલી વાર્તાઓ ચિત્રપટની જેમ મારી આંખ સામે એક પછી એક આવે છે. ને દાદીમાએ બાંધેલું એ ભાતુ લઇ આ ખંડેર જેવા મનમાંથી બહાર નીકળું છું. હસતા હસતા ....હવે હું સમર્થ છું કોઇ પણ મુશ્કેલી સામે લડવા..