The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Lata Bhatt

Drama Tragedy

3  

Lata Bhatt

Drama Tragedy

સાર્થક

સાર્થક

2 mins
703


 જૂના અખબારો જૂના ફોટા સામે જોઇ સાર્થક પોતાની એ સોનેરી દિવસો યાદ કરતો. એક સમય એવો હતો જ્યારે સાર્થકના અનેક ફેન હતા. તે એક વર્લ્ડ ક્લાસ ટેનિસ પ્લેયર હતો. અનેક વખત તેણે દેશને ટેનિસક્ષેત્રે પ્રતિષ્ઠા અપાવી હતી. તેના અનેક ફેન હતા. તેની એક ઝલક મેળવવા તેના ચાહકોની કતાર લાગતી પણ સમયની ધૂળ સાર્થકની પ્રતિષ્ઠા પર લાગી ગઇ હતી અત્યારે તે કાળની ગર્તમાં ધકેલાઇ ગયો હતો. આસમાનમાં કેટલાય નવા સિતારા આવી ગયા હતા. ચાહકો હવે તેને લગભગ ભૂલવા જ આવ્યા હતા પણ રમતવીરો પરની એક બે સફળ ફિલ્મોના પગલે જૂના ખેલાડીઓને યાદ કરી કરી તેમના પર ફિલ્મો બનવા લાગી ને કોઇ ડાયરેક્ટરને સાર્થક યાદ આવ્યો. તેની ઝળહળતી કારકિર્દી કચકડામાં કેદ થવા જઇ રહી હતી. ને સ્ટોરી રાઇટર તેનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા.


"કોઇ એકાદ પ્રેમનો કિસ્સો. કોઇ સાથે આંખ મળી હોય."

"અરે ભાઇ એ બધુ કરવા રહ્યો હોત તો હું આગળ ન આવત.."

"જુઓ, આ ફિલ્મને સફળ બનાવવી હોય તો એકાદ પ્રેમનો કિસ્સો તો નાખવો જ પડશે".

સાર્થકે પત્ની સામે જોયું. 

આંખ સામે લાચારી, સર્ટીફિકેટ અને મળેલા મેડલ સિવાય ઘરમાં કશું બચ્યું નહોતુ.

કચવાતા મને સાર્થકે હા પાડી.


ને પછી તો સાર્થક ઉપર ફિલ્મ બની મસાલાથી ભરપૂર....ફિલ્મ સફળ થઇ પેપરમાં ને ટીવી.માં તેના ઇન્ટરવ્યૂ આવ્યા કોઇને તેની સિધ્ધિમાં રસ નહોતો. સૌને તેના પ્રણયના કિસ્સામાં જ રસ હતો. ને સૌ પ્રશ્નો તેને લગતા જ પૂછાતા મિત્રો કહેતા, "યાર તું તો છૂપો રુસ્તમ નીકળ્યો."

ઘરની આર્થિક પરિસ્થ્તિ ભલે ઊંચી આવી હતી પણ સાર્થક પોતાની નજરમાંથી ઉતરી ગયો હતો. 

 


Rate this content
Log in

Similar gujarati story from Drama