STORYMIRROR

Amit Chauhan

Abstract

3  

Amit Chauhan

Abstract

અમદાવાદી જીવન

અમદાવાદી જીવન

4 mins
247

અમદાવાદી જીવન કેવું હોય એવો સવાલ ક્યારેય થયો છે ? 

સવાલ થાય તો જવાબ મળવાની સંભાવના રહે છે !

સરેરાશ અમદાવાદી માણસ સૂતા પૂર્વે એલાર્મ મૂકવાવાળો છે. 

અહીં પાંચના ટકોરે ઊઠીને 

પોતાના ઘરનાં કચરા-પોતા કરનારી ગૃહિણીઓ રહે છે

અહીં સવાર માટેનું શાક પૂર્વ સંધ્યાએ સમારી દેવામાં આવે છે. 

મતલબ કે તૈયાર કરી દેવામાં આવે છે. 

ઘણાખરા પરિવારના સભ્યો અહીં 'અમદાવાદ મિરર'

વાંચતા વાંચતા ઈન્દુબેન કે અન્ય કોઈ કંપનીના ખાખરા આરોગતા જોવા મળે છે. 

આ શહેરમાં સરેરાશ માણસ તંદુરસ્ત જોવા મળે છે. 

મનદુરસ્ત છે કે કેમ એ અંગે ખાતરીપૂર્વક કશું કહી શકાય એમ નથી. 

અહીં ઓફિસે પહોચવા જેવી બાબતમાં પણ પ્લાનીંગ કરવામાં આવે છે. 

અહીંના રોડ-રસ્તા પર મહિલાઓને સ્કૂટી કે એક્ટીવા ચલાવતા જોવા નવાઈની વાત રહી નથી. 

અહી ફોર લેન આગળ સ્કૂટી કે એક્ટીવા સવાર મહિલાને એમનું બાળક સહજ રીતે પૂછી લે છે: મમ્મી, વોટ ગ્રીન લાઈટ ડિરેક્ટસ ? 

અહીં છોકરીથી માડીને ચાલીસ-પચાસ વર્ષના મહિલા માટે પેન્ટ-શર્ટ પહેરવા સામાન્ય બાબત છે. 

આ એવું શહેર છે કે જ્યાં પ્રાઈવેટ બેન્કોનો ભારે દબદબો છે. આવી બેન્કોમાં શર્મા, વશિષ્ઠ, મહેતા, કોટક,શેઠ અને આવી અનેક પ્લેટિનમ અટક ધરાવતા યુવાન યુવતીઓ સવારના દસ વાગ્યાથી લઈને સાજના છ વાગ્યા સુધી બેન્કને ધબકતી રાખે છે. 

જો નજરિયો હોય તો બેન્કને પણ હદય હોવાનું પ્રતિત થયા વિના રહેતું નથી. 

અને બેન્કમાં પ્રવેશવાનો ફાયદો તો જુઓ ! 

તમે સાહેબ ન હોવ તોયે બે ઘડી માટે સાહેબ બનવાનો સુવર્ણ લ્હાવો મળે છે. અહીં ઘણાખરાના ગળે આઈડેન્ટીટી કાર્ડ લટકેલા જોવા મળે છે. 

અહીં પાન પાર્લર કે ગલ્લે કોર્પોરેટ કંપનીના કર્મચારીઓ બિઝનેસને લગતી વાતો કરતા જોવા મળે છે.

એક વખત તો મારા ધ્યાનમાં એવું આવ્યું કે એક યુવતી, લગભગ પચીસેક વર્ષની, પુરુષ કર્મચારીની સોબતમાં સિગરેટ ફૂંકી રહી હતી ! એણે ગુજરાતી પુરુષ મેરેજ વખતે પહેરે એવો સુટ પહેર્યો હતો. અને હોઠ પર લિપસ્ટીક પણ લગાવી હતી. લાલ રંગની. 

આ જોઈ મારા આશ્ચર્યનો પાર નહોતો રહ્યો. 

પહેલા ધડાકે તો મને એવું લાગ્યું કે હું ટાઢા પ્હોરનુ કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છું પણ પછી અહેસાસ થયો કે એ સ્વપ્ન નહીં પણ હકીકત હતી. 

ખેર, બેન્કના કેશ કાઉન્ટર પરના એમ્પ્લોઈની તો શું વાત કરું… એ એટલો ઈન્ટેલીજન્ટ અને રિસ્પેક્ટ આપનારો હોય છે કે ન પૂછો વાત !

કસ્ટમરને જોતાં જ" યેસ સર" તેના મુખમાંથી સરી પડે છે. 

અહીં દિવસ આખો ચાની કિટલીઓ ધમધમે છે. રાજસ્થાન સાઈડના ઘણાખરા અંગુઠા છાપ શખ્સો અહીં આવીને બે પાંદડે થઈ ગયા છે. 

અને આ શહેરની સાંજ એટલે…..વાહ! શું સાંજ છે આ શહેરની ! 

ચોક્કસ સ્થળોએ કવિસંમેલન યોજાય છે. 

શ્રોતાઓ ખુરશી પરથી ઊભા થઈને "દોબારા દોબારા" પોકારી ઊઠે છે. 

અમદાવાદમાં કવિને લોકપ્રિય થતાં વાર નથી લાગતી.

અહીં અવારનવાર બંકિમ પાઠક અને મુખ્તાર શાહના કાર્યક્રમો યોજાય છે. 

પણ બહુ ઓછા લોકો આવા કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. 

જેની પાસે આ શહેરમાં રાતવાસો કરવાની કોઈ જોગવાઈ નથી

અને જેને આર્થિક રીતે પોષાય તેમ નથી એવી વ્યક્તિ કેવળ જે તે શોનું બોર્ડ જોઈને-વાંચીને સંતોષ માની લે છે. થોડે આગળ ગયા બાદ મનોમન કિશોરદા કે રફીસાહેબનું ગીત ગણગણી લે છે. 

અહીં ઘરઘાટીઓ બદમાશી કરી બેસે એવી પૂરી શક્યતા રહેલી છે. 

છતાં પણ ઘરઘાટીઓની નિમણૂંક કરવાનું જારી છે. 

અહીં ઘરઘાટી તરીકે કામ કરતા રામલો અને રામલીને લીલાલહેર છે. 

અહીં એવું નથી કે જે આવ્યું એ પિક્ચર જોઈ નાખ્યું !

ભદ્ર સમાજના શિક્ષિત લોકો અહીં ફિલ્મ જોવા જતાં પહેલાં એના રિવ્યુ તપાસી-જોઈ લે છે ! 

આ શહેર ક્વોલિટી વર્ક પર ભાર મૂકે છે. 

અહીં સાદગી; ઈન્કમટેક્સ ચાર રસ્તા અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમા વધુ જોવા મળે છે. 

અહીં સવાર સાંજ ડાન્સના ક્લાસ ચાલે છે. ભરતનાટ્યમ કે કથકમા જેને દિલચસ્પી છે તેવી વ્યક્તિ માટે આ શહેર અત્યંત ઉપયોગી સાબિત થાય છે. 

અહીં સાડીઓનું આખું બજાર છે કે જ્યાં વેપારીઓ "આવો બેન", "આવો માસી " કહી કહીને મહિલાઓને પાણી પાણી કરી દે છે ! 

અહીં પૂઠાના નાના કપમાં ચા પીવડાવીને બે-ત્રણ હજારનો વેપાર કરી નાખનારા ચબરાક વેપારીઓ છે. 

અહીં કબાડીબજાર છે કે જ્યાં એન્ટીક વસ્તુઓ સસ્તા દામમા મળી રહે છે. નવી વસ્તુ ન લાવી શકનાર અહીં આવીને પોતાને આવશ્યક વસ્તુ ખરીદી શકે છે. 

આ શહેર બે ભાગમાં વહેચાઈ ગયું છે. નદીની આ પારનુ અમદાવાદ અને નદીની પેલે પારનુ અમદાવાદ. 

આ શહેરમાં જન્મેલી , મોટી થયેલી, ભણેલી કન્યાને જ્યારે 'પિયાના ઘેર ' જવાનો સમય આવતો હશે ત્યારે તેને કેવી લાગણી થતી હશે એ તો કલ્પના કરવી રહી ! 

અને જરા વિચારો; એને 'પિયાનુ ઘર ' અમદાવાદમાં જ પ્રાપ્ત થયું હોય તો એને એ વાતનો કેટલો આનંદ થતો હશે ! 

અહીં આર્ટ ગેલેરીઓ છે અને આર્ટ ક્યુરેટર્સ પણ છે કે જે ગેલેરીમાં ચિત્ર નિહાળતા નિહાળતા કહે છે; " મિસ હેમાંગીની, તમે અહી લાઈટ ઓરેન્જ કલર યુઝ કર્યો હોત તો વધારે સરસ લાગત! " 

અહીં ઝભ્ભા નીચે સ્કાય બ્લૂ રંગનું જીન્સનું પેન્ટ પહેરીને નીકળો તોયે વટ પડી જાય છે. 

અહીં તમારે સ્હેજ સ્હેજ હસતા રહેવું પડે છે. વ્યક્તિગત સ્તરે હસવા જેવી હાલત રહી ન હોય તોયે સરવાઈવ કરવા સારું પણ હસી લેવું પડે છે ! 

મોઢું ખોલીને નહીં બલકે ઉપરના અને નીચેના હોઠને ભેગાં કરીને સ્હેજ સ્માઈલ આપી દેવી પડે છે. 

અહીં દાઢી રાખીને રહો તોયે લોકો નભાવી લે છે અને દાઢી કાઢી નાખીને ફરો તોયે કોઈ કશો વાંધો ઉઠાવતું નથી. 

અહીં લેખન સાથે સંકળાયેલા શખ્સો અને શખ્સીઓ આર્થિક રીતે ઝાઝું કંઈક ઉકાળી શકતા નથી !

પણ હા એમનું માનસિક કે બૌદ્ધિક સ્તર કંઈક અંશે સારુ બને છે. 

અહીં કચ્છી છે ને લોહાણા છે. અહીં મારવાડી પણ રહે છે ને યુપી- બિહારના ભૈયા પણ નિવાસ કરે છે. 

સહુ પોત પોતાના હુનરમા વ્યસ્ત રહે છે. 

અમદાવાદને જુદા જુદા એન્ગલથી જોવામાં આવે તો એના કેટલાય રંગ જોવા મળે ! અને છેલ્લે કોઈએ પણ મુક્ત મને ગાઈ કાઢવું પડે: શહેર રંગીલા રંગીલા શહેર મેરા રંગીલા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract