The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Shaimee Oza

Crime Others Romance

3  

Shaimee Oza

Crime Others Romance

અધુરી તરસ ભાગ 1

અધુરી તરસ ભાગ 1

5 mins
863


આ વાત છે બે વર્ષ પહેલાંની .એક છોકરી જે આત્મહત્યા કરી દે છે. બે વર્ષ પહેલાંના સમયમાં આપણે પ્રકાશ ફેંકીએ. એ છોકરી હસતી ખીલતી કિલ્લોલ કરતી યુવાન છોકરીની વાત છે. તેનું નામ ઈશા હોય છે. તે‌ દેખાવે સુંદર યુવાન, ગતી કરતાં સર્પ સમાન કાળા વાળ, ગુલાબી ગાલ, પડતા ખંજનથી વધું સુંદર લાગતા હતા. તેની કાતિલ આંખો, સુરમો આંખની શોભા વધારતો હતો. તેના દાડમના દાણાની જેમ ગોઠવાયેલા દાંત ,તેના હોઠ સુંદરતામાં વધારો કરતાં હતાં. મધ્યમ કદ, ઘાટીલા અંગો, શરીરનો આકાર. કોઈ પણ યુવાનને મોહી લે તેવું તેનું વ્યક્તિત્વ હતું,

તેનું રુપ તેની ચડતી યુવાનીની સાબિતી આપી રહ્યા હતા. તે જોત જોતામાં કોલેજમાં આવી ગઈ, તેના માં-બાપની ચિંતા વધી ગઈ. તેને ઘણી સમજાવટ પછી કોલેજમાં ભણવા મૂકી. તેના ગામમાં કોલેજ ન હોવાથી તેને બહાર શહેરમાં અભ્યાસ અર્થે જવું પડ્યું. તેની ઇચ્છા હતી કે તે ભણી ગણીને આગળ વધવાની ઇચ્છા હતી. તેના મમ્મી પપ્પાએ તેને માટે છોકરો ખોળવાનું શરૂ કરી દીધું. તે છોકરી સમજુ અને શાંત હતી. પણ ખબર નહીં કે શું થઈ ગયું અચાનક તે ડાહી છોકરી કેવી રીતે આમ હેરાનગતીમાં પડી તેને પોતાનો જીવ લેવો પડયો.

દિવાળી વેકેશન પહેલાં વાત છે. તે કોલેજમાં લેક્ચર ચાલતાં હતાં, તેને એક છોકરો ક્લાસમાં ચાતક નજરે નિહારે રાખતો, ઈશા તેના આ વર્તનને ટાળે રાખતી. તે અભ્યાસમાં મન લગાવી દેતી. પણ પછી આ રોજનું થયું. યુવાન ઇશાથી કસાયેલો બાંધો, શ્યામવર્ણનો પણ આકર્ષક લાગતો હતો. તેની પાછળ કોલેજની છોકરીઓ ફિદા હતી, તે ઇશા પાછળ. તે ઇશા સિવાય કોઇનો વિચાર સુધ્ધા નહતો કર્યો. પણ ઇશા એ પણ એની લાગણીને વશ થવું જ પડ્યું. પણ બંનેનો પ્રેમ નિસ્વાર્થ જ હતું ‌.બંને એકબીજાને પ્રેમ કરવા માટે પ્રેમ કરતાં.

બહુ મનાવટ પછી ઇશા માની હતી. તે બંને મિત્રો બની ગયાં. તેમની દોસ્તી પ્રેમમાં બદલાઇ તે ઇશા ભુલી ગઇ હતી કે તેનાં ગામનું પણ કોઇ રહે છે અહિયાં. ઇશાની જીંદગી મસ્ત ચાલતી હતી પણ અચાનક તેની જીંદગીમાં તોફાન આવ્યું તે તોફાને તેની જીંદગી બદલી નાંખી.

વેકેશન પડ્યું દિવાળીનું. હોસ્ટેલમાંથી રજા આપી. ઈશા તેના ગામડે ગઈ. પછી તેના ઘરે કામ કરતી હતી. તેના મમ્મી પપ્પા ઇશા માટે મહેમાન બોલાવ્યા, તેની ઘરમાં તૈયારી ઓ ચાલતી હતી. તેને મમ્મી પપ્પા એ આગતા સ્વાગતા કરી મહેમાનની પછી બંનેને એકાંતમાં વાત કરવા માટે મોકલ્યા. પછી છોકરાના ઘરે થી કંઈ જવાબ આવ્યો નહીં. તેના મમ્મી પપ્પા એ ઇશાને પુછ્યું કે "બેટા તને આ છોકરો કેવો લાગ્યો ?" ઇશાએ પપ્પાને ના કહી કે મારે પહેલાં પગભર બનવું છે. પછી જ લગ્ન કરવાં છે. તે ભણવામાં હોશિયાર હતી. તેના પપ્પાએ દિકરીની ઇચ્છાને માન ખાતર જોવાનું માંડી વાળ્યું.

પછી ઇશાના ઘરે કોઈ પાડોશી તેની કોલેજ બાજુ રહેતું હતું તે ખબર લાવ્યું, કે ઇશાને કોઇ છોકરા સાથે પ્રેમ સંબંધ છે. તો તેના ઘરમાં તોફાન આવ્યું, તેની મા તો પોતાની ઔકાત પર આવી ગઈ, તેના પપ્પાને ભરાવવા લાગી આડુ અવળું. કેમકે જે છોકરો જોવા આવ્યો હતો તે પૈસે ટકે સુખી હતા. ઈશા સુઈ ગયેલી ત્યારે એના મા બાપ એ એની બધી જ વસ્તુ જોઈ પણ પાડોશીની વાત સાચી ન જણાઈ. વેકેશન પતી જવા આવ્યું હતું. પછી બેગ ભરવાની ચાલું કરી પછી તે સુઈ ગઈ, તેના મમ્મી પપ્પાના હાથ માં ઇશા ની પર્સનલ ડાયરી આવી ગઈ. પછી ઇશાની હાલ જોયા જેવાં થયાં. ને સાથે પ્રેમપત્રો પણ પછી તેનાં મમ્મી પપ્પા એ સમાજમાં આબરુ ખાતર દિકરીને જબરજસ્તી બીજે સગાઈ દીધી. તેને પૂછવામાં પણ ન આવ્યું, તેનો અભ્યાસ અને કોલેજ બંધ કરાવી દેવામાં આવી, તેને બહુ વિનંતી કરી પણ એક ન સાંભળવામાં આવી. તેણે સપનાં સજાયા હતા પ્રેમી સાથે જીવવાના પણ તેનાં મમ્મી પપ્પા એ પાણી ફેરવી નાખ્યું. તેને પોતાના પ્રેમી જોડે છેલ્લી વાર વાત કરી લીધી. પછી તેનાં મમ્મી પપ્પાએ સમાજની ઇજ્જત ખાતર દહેજ ભુખ્યા રાક્ષસોને દિકરી હોમી દીધી.

તેને પણ ભગવાન ને કંઈ અલગ જ મંજુર હતું તેના નસીબમાં જીંદગી નહીં હોય. આ લગ્ન એ તેની માટે મોતને આમંત્રણ આપવા જેવા હતા.

લગ્ન કરાવી દીધાં તેનાં થોડા દિવસ સારું ચાલ્યું, પછી આ લોકો એ પોતાની ઔકાત બતાવી. તેના પતિ ને સાસુ ઇશા પાસે દહેજ માંગવા ઉશ્કેરતી. તેના પિયર માટે ખરાબ ખરાબ ગાળો ભાંડતા, તેની પર ત્રાસ વિતાવતા, તેને ખાવા પણ ન આપતાં. તે એઠુ જુઠુ ખાઇ દિવસો નિકાળતી. તેનાં એક એક દિવસો બહુ કઠીન જતાં. તેને રૂમમાં બંધ કરી અને દોરડાથી બાંધી રાખતા. એક વાર તો તેના પતિએ ખુબ ઢોરમાર માર્યો એવો કે પેમાં રહેલ બાળક પણ મરી ગયું. તે એકવાર ભાગીને ઘરે ગઈ તેના મમ્મી પપ્પાને આ ઘટના કહી પણ પથ્થર ઉપર પાણી એને જ જવાબદાર સમજવામાં આવી,કે તેને હજી પણ પ્રેમ સંબંધ હોવાથી સાસરાને બદનામ કરે છે, તેવો આરોપ મુકવામાં આવ્યો.

તેને ત્યાં પાછી મોકલી દીધી, પછી તેના પતિ અને સાસુ સસરા એ ઈશાને મારી નાંખવા નું ષડયંત્ર રચ્યું. તેને ખાવામાં ઉંઘની દવા મેળવી દેવામાં આવી. પછી તેને કેરોસીન છાંટી મારી નાંખવામાં આવી. દહેજ ખાતર. પછી તેના પતિ બીજા લગ્ન માટે તૈયાર થઈ ગયો, તેના મા ચણોઠીભર પણ શર્મ ન હતી, તેની પત્નીને મરે બાર દિવસ પણ નહોતાં થયાં.

આ દહેજના ભુખ્યા ને ક્યાં પ્રેમ લાગણી સમજમાં આવે. જયાં પૈસા વધું મળે તે છોકરી લાવો ને પૈસા ખુટે તો તેને મારી નાંખો. આ લોકો માણસના નામે રાક્ષસ છે. તે ઇશનો આત્મા પણ બદલો માંગે છે. આસું અને દર્દનો તેના આત્મા એ નક્કી કર્યું કે તે હવે છોડશે નહીં. સજા તો અપાવીને જ રહેશે. તે તેને મન ગાંઠ વાળી હોય છે. તે તેના મમ્મી પપ્પાને પણ નથી ખબર હોતી કે આ લોકો તેમની દિકરીને દહેજનો રાક્ષસ નામનો રાક્ષસ ભરખી ગયો છે. આ વાત તેમની રડતી દિકરીનો આત્મા કહે છે.પ ણ જ્યારે ખબર પડી આ વાતની ત્યારે ઘણું મોડું થયેલું હોય છે. પછી પછતાવાનો પાર નથી હોતો. હવે શું થઇ શકે. પણ તે તેના સાસરાવાળાને પાઠ ભણાવવાની યુક્તિ વિચારે છે. તેમાં તે તેનો સાથ આપે છે. પણ તે જીવતી દિકરીને ન સાંભળી તેનો વસવસો રહી જાય છે.

તેના પતિનું બીજું લગ્ન થાય છે. ત્યારે ઇશાનો આત્મા તેના પતિને અને સાસુ સસરાને કોઇનું જીવન આવી રીતે ન બગાડે તે માટે તેમને ડરાવીને રોકે છે. પણ તેઓ આ સંકેતને નથી સમજતા. ત્યારે તે બળપુર્વક રોકે છે. પણ તેના સાસરીવાળા સમજે છે કે ઈશા મરી ગઈ છે, પણ તે લોકો અજાણ છે કે તેનો આત્મા હજી ન્યાય માટે લડે છે. આજે પણ એની આત્મા એના પ્રેમીને તેના દ્વારા થયેલી બેવફાઇનો પશ્ચતાપ આંસુ ઓથી કરે છે.

આજે પણ તે પ્રેમીને મળીને રડે છે, તેનો આત્મા તેનાથી થયેલી આ ભુલની માફી માંગે છે, તેના પ્રેમીની આંખ માંથી આંસું આવે છે આ તેની આપવીતી સાંભળીને પણ હવે આસું સિવાય કંઈ નથી મળતું.


Rate this content
Log in

More gujarati story from Shaimee Oza

Similar gujarati story from Crime