શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

એક યાદગાર કોલ

એક યાદગાર કોલ

3 mins
165


સફર મજાની હતી પરંતુ એક વળાંકે હચમચાઈ જવાયું. આપણે આવા જ બે યુવાન હૈયાની વાત લઈ આવી છું, જેવો સંજોગોવશ વિખૂટા પડી ગયેલા હૈયાની વાત આપ સમક્ષ લઈ આવી છું.આનલ અને ઈશાનની દિલચસ્પ પ્રેમસફરની વાર્તા..

આંચલને મ્યુઝિકનો ખૂબ શોખ હતો.તે નાનપણથી ગાતી હતી,તેને આ શરુઆત જન્માષ્ટમીના પર્વ આધારિત મંદિરમાં યોજાયેલી ભજન સ્પર્ધાથી કરી હતી.તેને મંદિરના મહારાજે પ્રોત્સાહન ઈનામ 500 રૂપિયા આપેલું.આંચલનો ઉત્સાહ વધતો ગયો.તેની આ સફર અહીંથી શરૂ થઈ ધીરે ધીરે ઓડિશન પણ આપવા લાગી કોઈવાર રિજેક્ટ તો કોઈવાર સિલેક્ટ થતી.પણ તેઓ ક્યારેય નાસીપાસ થવાની જગ્યાએ તેને સંગીતના ક્લાસ જોઈન કર્યા.બહુ સંઘર્ષ બાદ આંચલને સફળતા મળી હતી.

ઈશાન અને આંચલની મૂલાકાત એક પ્રોગ્રામમાં થઈ હતી.બેઉ ઓડિશન આપવા પ્રોગ્રામમાં આવેલા આ ઓડિશન જ તેમને જોડાવાનુ માધ્યમ બને છે,સદનસીબે બેઉ મ્યુઝિકનું ઓડિશન આપી સિલેક્ટ થયાં.

ઈશાન:અરે...ખુબ અભિનંદન...

આંચલ:અરે...તમને પણ...

બેઉ એક બીજાંના પરફોર્મન્સથી ખુબ ઈમ્પ્રેસ થઈ ગયા એટલી હદે કે મનોમન પોતાના કલ્પનાચિત્રમાં રેખાંકિત કરી બેઠાં.પોતાના જ્યારે પોતાના ગર્લફ્રેંડ અને બોયફ્રેન્ડની વાત આવે ત્યારે એકબીજાને આ વર્તુળમાં ફિટ બેસાડી કલ્પનામાં સરી પડતા.

બેઉ ઓડિશન આપી ફરી મળીશું એવા કોલ સાથે સહજ સ્મિત પોતપોતાની જગ્યાએ પહોંચી ગયાં,

આંચલ બહુ મીઠળી યુવતી હતી,એટલે ઈશાન અને આંચલની દોસ્તી જલ્દી ઈશાન થઈ ગઈ.પરંતુ એકબીજાના રસ્તા પણ અલગ ફંટાઈ ગયાં.

 આંચલ પોતાના ઓફિસવર્કમાં લાગી ગઈ તો ઈશાન પોતાના મ્યુઝિક પ્રોગ્રામમાં લાગી ગયો.બેઉ વચ્ચે દોસ્તી પણ ગાઢ બનતી ગઈ.બેઉ જોડે ટાઈમ ટેબલનો સિડ્યુલ હોવાથી એકબીજા જોડે ગૂડનાઈટ અને ગૂડમોર્નિંગથી કામ ચલાવી લેતા.કોઈવાર મજાક મસ્તી ભરી વાતો કરતાં,બે માંથી ક્યાં કોઈને પણ ખબર હતી કે વિધિના લેખ કેવી મશ્કરી કરે છે તે !

એક દિવસની આંચલ પર સિલેક્શનનો ફોન આવ્યો.આવો જ કોલ ઈશાન પર આવ્યો હતો.

આંચલ આ કોલની પુષ્ટિ કરવા ઈશાનને પુછી રહી હતી,સપનાં સજાવેલા કે ઈશાન મળશે તો પોતાના દિલની વાત કરીશ.મન માં સપનાંઓ સજાવેલા હતાં ઘણાય.પરંતુ આ રિલેશન કેવું આગળ વધે છે એ તો સમયને આધિન હતું.

એ...ઈશાન તું પણ આવવાનો છે ?

ઈશાને કંઈ જવાબ ન આપ્યો !

આંચલે સહેજ ગુસ્સામાં પૂછ્યું"અરે...ઈશાન ક્યારનીય હું બોલે જાવ છું તું તો કંઈ બોલતો જ નથી આમ ન હોય..? એ ઈશાન સાંભળે છે કે નહીં

ઇશાન:નક્કી નહીં મારું તું મારી રાહ જોઈ ન બેસતી તું તમ તમારે જતી આવજે...ઓકે...બાય..

આંચલ:અરે...ઈશાન સાંભળતો..

બેઉએ થોડી ભવિષ્યની યોજના વિશે જાણકારી મેળવી એકબીજાની પસંદ ના પસંદ પણ જાણી.પરંતુ ખબર નહીં કે આ વાર્તાલાભ છેલ્લો હશે...એવી તે ક્યાં ખબર હતી બેઉને...?

એકાએક ફોનમાં અવાજ આવ્યો ઈશાનના પટકાવવાનો આંચલ પણ આ જોઈ ગભરાઈ ગઈ

હોસ્પિટલમાં ચેકઅપ બાદ ખબર પડી કે તો મગજ ઉપર ઘાત થઈ.પરંતુ એ પહેલાં આંચલને દિલમાં આઘાત જરૂર લાગ્યો,ઈશાન સાજો થાય તે માટે તેને કોઈ મંદિરનો દ્વાર કે દાદરો બાકી નહીં રાખ્યો હોય.

બની શકે કે આચલની પ્રાર્થના ઈશ્વરે સાંભળી હોય !

"અરે...રે...આશુ"સદનસીબે બચી ગયો પરંતુ જીવતી લાશ બનીને તો અહીં આંચલ ઈશાનને કોલ કરે અને તેનો મધૂર અવાજ સાંભળવા મળે તેની આશ સજાવી બેઠી છે,જીવનના તમામ શોખ ત્યજીને વિધવા જેવું જીવન ગાળી રહી છે.જ્યારે ઈશાનની યાદ આવે ત્યારે મન મૂકી રડી લે છે,તો ક્યારેક એની સાથે વાત થયેલી થકી મનમાં ફૂટેલા યાદોના બીજાંકૂરના સહારે જીવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance