શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract Inspirational Others

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract Inspirational Others

ભગવદગીતા

ભગવદગીતા

2 mins
48


ભગવદગીતા આપણો પવિત્ર ગ્રંથ છે. ભગવદગીતા પુસ્તક મારા જીવનની યાદગાર ભેટ છે.

એક સ્પર્ધાત્મક પળ હતી કોની રચના સરસ છે. એની બોલબાલા હતી. સૌ કોઈની રચનાઓ આનંદદાયક હતી. વિવેકાનંદ એ તો આપણા દેશનું હૈયું અને યુવાનોની પ્રેરણા કહી શકાય, આ મહાનઆત્માના વખાણ કેવી રીતે કરવા એને શબ્દ પણ ખૂટે છે.

પહેલી ભેટ તો સર્ટીફીકેટ હતું. એ પણ મારા માટે એક સિદ્ધિથી ઓછું નો'હતું. પછી સૌને ભગવતગીતા અને મેડલ મળી રહ્યા હતા. એટલે મારું હૈયે જાણે કે બે રેડ હાર્ટ દોરાઈ ન ગયા હોય તેવું લાગી રહ્યું હતું. મારી ભેટ ક્યારે આવશે તેની તાલાવેલી હતી. પરંતુ મારી પણ ભેટ આવી એ હતી ભગવદગીતા. . . આ જોઈ જાણે કે મને ગોલ્ડમેડલ ન મળ્યો હોય એટલો હૈયે હરખ નો'હતો સમાતો. મારે ઘેર સખા કૃષ્ણ શાબ્દિક સ્વરૂપે ન આવ્યા હોય તેઓ આભાસ જ કાફી છે.

આ તો માનો કે આવી પરિસ્થિતિ સર્જાઈ એ ક્રિષ્ના એ રુક્મણી પતિ તને શોધે જગત આખું સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગમાં આવ્યા છો કળીયુગમાં પુરાવા મળ્યા છે. આ માધવ, કેશવના દર્શન માટે નયનો તરસે છે. આવા જગતપિતા પાલનહાર શ્રીહરિની વાણી રૂપે પ્રભુ આવે ને હૈયું ભક્તિભાવથી પવિત્ર થયું ને ઈશ્વરની કૃપા મળી. એવો આભાસ થયો ન હોય. જીવન જીવવાની દિશા જ માનો કે બદલાઈ ગઈ. હૈયે કંઠે એક જ નામ જ ગૂંજે છે. એ જ ગીતાના અધ્યાયો સમાન જીવન છે. કોઈવાર સાંખ્યયોગ બની જાય છે. તો કોઈવાર કર્મનો સિધ્ધાંત બની પરંતુ તમારો ઉપદેશરૂપી ગ્રંથ અમને પ્રેમ પ્રચુર કરી નાંખે છે. એવા તમારા વચનો છે અમૃતવાણી હરી જેના સ્વાદની તરસ આજીવન રહેશે.

જેમાં ક્રિષ્ન ભગવાન રથના સારથીની સાથે એક માર્ગદર્શક પણ બને છે જે આસ્થાનો વિષય હોય એમા હરીના હસ્તાક્ષર ક્યાં હોય છે ! મધુર વચનોની સાથે જીવનની વાસ્તવિકતા વણાયેલી છે. ભૂત, ભવિષ્ય, વર્તમાનનો સમન્વય છે.

જેમાં શ્રી કૃષ્ણની લીલા અને જીવન પર આધારિત છે. અઢાર અધ્યાયોમાં વેચાઈ ગયેલી આ ગીતા જીવનનો સાર પણ જણાવે છે.

જ્યારે જ્યારે ધરતી પર પાપ વધે છે ત્યારે ઈશ્વરનો અવતાર થાય છે. અહીં પુનર્જન્મનો ખ્યાલ વિકસે છે. નિ:સ્વાર્થ મહેનત કરવાનું સૂચવે છે. ગીતાનો સારાંશ કર્મ પર આધારિત છે. આ વાત સમજાઈ જાય તો જીવનનો ઉદ્દેશ સિધ્ધ થઈ જાય છે.

એટલે હૈયે શ્રીમદ ભગવતગીતાને જોઈ ભારે રાજીપો છલકાઈ રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract