શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Tragedy

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Tragedy

એકાંતનું જીવન

એકાંતનું જીવન

4 mins
135


આમ એકાએક એકલા થઈ જવું ખરેખર વસમુ લાગે છે,હું આવી જ વાત લઈ આવી છું,આ એકાએક પરંતુ આ પરિસ્થિતિ કેવી રીતે આવી એમાં આપણે થોડા ઊંડા ઉતરીએ.

હું આવી જ વાર્તા આપ સમક્ષ લઈ આવી રહી છું,નાયિકા એકતાને નાયક ઉત્કર્ષની. પરંતુ આપણે તેમના ભૂતકાળમાં જાઈએ..બેઉની પ્રણય સફર ગરબા ક્લાસિસથી શરૂ થઈ હતી.એવું નહીં કે નવરાત્રી પુરી થયા પછી રસ્તા અલગ તેમના કોન્ટેક્ટ તો વધતા જ રહ્યા.એ વધી રહેલા કોન્ટેક્ટે જ બેઉના પ્રેમની દોરને મજબૂત કરી.

ઉત્કર્ષ અને એકતા બેઉ ગરબા ક્લાસિસમાં મળેલા હતા,બેઉની પસંદ નવરાત્રી હતી.એટલે તો મહીના પહેલા સજતા હતાં.તેઓ ગરબાની સ્ટાઈલ શબ્દો સાથે ચહેરાના એક્પ્રેશન,ડ્રેસિંગ સેન્સ,

ધમાકેદાર પર્ફોર્મન્સ જે સૌ કોઈનું મન મોહી લેતા હોય તો જર્જીસ કઈ માટીની બલા છે?પરંતુ આજનું કોમ્પિટિશન કેવું જાય છે તે જોવા જેવું હતું.

ઉત્કર્ષ : "એ.એકુ જલ્દી આવજે આપણે પ્રેક્ટિસ કરવાની છે."

એકતા : હા.બેટુ.એમાં કંઈ કહેવું પડે આપણી જોડીની શાનનો સવાલ છે.

ઉત્કર્ષ : આપણે આ વખતે પણ આપણા બહેતરીન પર્ફોમન્સથી જર્જીસના હોશકોશ ઉડાવી દેશું શું કહેવું એકુ તારુ.

એકતા : સાચી વાત વ્હાલુ.પણ ચાલ એ પહેલાં પેટપૂજા કરીએ..

ઉત્કર્ષ : બહુ ભારે ખોરાક ન ખાતા હલકો ખોરાક લેજે હોકે.બેટુ.

એકતા : તું..પણ.બેટુ કેમ કે આપણા વટનો સવાલ છે આ તો.

અને હા આપણો ડ્રેસકોર્ડ રાખવો..એ સવાલ છે.

ઉત્કર્ષ : આ તે સાચું કહ્યું?આપણે બેઉ શોપિંગ કરવા પણ સાથે જ જાશું "કપલ નવરાત્રી એસેસરીઝ" લેવા.

એકતા : એ..હાલો.ત્યારે.

બેઉ બમણા ઉત્સાહ સાથે ગયેલા.

એકતા અને ઉત્કર્ષની જોડી આમાં મોખરે હતી.

  ગરબાના આરોહ અવરોહ તાલે અને લયબદ્ધ શબ્દાવલીએ તો યુવાન હૈયાને પ્રેમરૂપી ડોરે બાંધ્યા હતાં.

 પરંતુ આજ જે કોમ્પિટિશન હતું.એ માટે બેઉ ખાનગી ચર્ચા કરી રહેલા.

એકબીજાને શુભેચ્છાઓ આપી તેઓ પ્રેક્ટિસમાં લાગી ગયેલા.થોડીવારમાં જ ગરબા કોમ્પિટિશન શરૂ થઈ.

 આ વખતનું બેઉનુ પરફોર્મન્સ જોઈ જર્જ પણ મોં મા આંગળા મૂકી વિચારતા રહી ગયા એવું બહેતરીન હતું.બેઉએ એ ગરબા પ્રાઈઝમા ફસ્ટ પ્રાઈઝ જીત્યો.

 બેઉ અનાથ હતાં એટલે સેલિબ્રેશન કંઈ ખાસ નો'હતુ.બેઉએ જીત એ જશ્નરૂપે આઈસ્ક્રીમનો કોન ખાઈ સેલિબ્રેશન કર્યું..

એકતા : મારે તને કંઈક કહેવુ છે?

ઉત્કર્ષ : કહે ને.તારે મને મનની વાત કહેવા માટે ક્યારથી મંજૂરી માંગવી પડી.

એકતા : પણ શું કરું વાત જ કંઈક એવી છે.ને કે મંજૂરી માંગવી પડે એમ છે.

ઉત્કર્ષ : બોલ શું વાત છે.

એકતા : આપણે છ વર્ષથી સાથે રહીએ છીએ,આપણા શોખ ને પસંદ-ના પસંદ બધું જ મળતું આવે છે તો આપણે કેમ એક ન થઈ જઈએ.

ઉત્કર્ષ : સાચી વાત કહી.તે આ તો વિચાર્યું જ નહીં હો.

એકતા : મજાક ન કરીશ ને સાચુ કહું છું હું.

ઉત્કર્ષ : હું પણ ક્યાં કોઈ મજાકના મૂડમાં છું સાચે તો કહું છું.

એકતા : તો આપણે અરજી આપીએ.?

ઉત્કર્ષ : ઓ.શાની.?

એકતા : અરે..તુ કંઈ બચ્ચુ છે..તે નથી સમજ આવતું.

ઉત્કર્ષ : આ.તું હથોડા મારે.છે.અરે.અરે.આવા હથોડા કઈ માર્કેટથી ખરીદી લાવી છો.?

એકતા : હું આટલી ગંભીર વાત કરું છું ને તને મજાક સુઝે છે.અરે.હદ છે.યાર.તને તો મારી લાગણીઓની પણ બિલકુલ પરવાહ જ નથી.

આટલું કહી એકતા રડી પડી

ઉત્કર્ષ : અરે.અરે.માર બચ્ચુ ન રડ.ન રડ.

એકતા : તું હેરાન મને એવી રીતે કરે તો રડું નહીં તો શું કરું.? 

ઉત્કર્ષ : ચાલ બેબી રડ નહીં હજી આપણે બેઉ કોર્ટમેરેજની અરજીમાં સહી કરીએ એટલી જ વાર છે.પછી બેઉ આખીય જિંદગી રડીશુ ને.

એકતા વધુ મોટા અવાજે રડીને કહે,"લુચ્ચા.તું નહીં સુધરે એમ જ ને.

ઉત્કર્ષ : હા.હરામીગીરી કરવી એ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે.

એક દિવસ એકતા અને ઉત્કર્ષ બેઉ લગ્નના તાંતણે બંધાઈ જ ગયા.

લગ્ન પછી બેઉ ભેગા મળીને ગરબા ક્લાસ ખોલ્યા.તેમને લગ્ન પહેલાનો ગરબા રમવાનો શોખ પણ હજી અકબંધ રાખ્યો હતો.વોસ્કાર પણ એટલા જ જિત્યા હતા.એકતા ઓફિસની સાથે ક્લાસિસ હેન્ડલ કરતી.તો આવા હાલ ઉત્કર્ષના પણ હતાં.તેમના ગરબા ક્લાસિસને પ્રતિભાશાળી કપલની ચર્ચા આખાય શહેરમાં આગની જેમ પ્રસરી રહી હતી. 

એક દિવસની વાત છે એકતા ઓફિસની મિટિંગમાં ગઈ.ઉત્કર્ષને ગરબા ક્લાસમાં સારી એવી આવક મળતી હતી.પરંતુ ક્યારેય ઓછા સમયમાં વધુ મેળવવાની લાલચ માણસના મગજ પર કબજો કરે છે એની ખબર નથી રહેતી પરંતુ જ્યારે ફટકો પડે છે ત્યારે બહુ મોડું થઈ જાય છે.

ઉત્કર્ષ અને એકતાનું લગ્નજીવન પણ સરસ ચાલી રહ્યુ હતું પરંતુ એકાએક વિધાતાને પણ એકતા અને ઉત્કર્ષની મજાક કરવાનું મનથયુ હોય!

ઉત્કર્ષના બોસ અમન ને કંપનીના ઉચ્ચ પોસ્ટ પર હતાં તેમની દીકરી સલોનીએ ગરબામાં ભાગ તો લીધો પરંતુ તાળી પાડતા એ નોહતી આવડતી.અમને ઉત્કર્ષને ભલામણ કરી.કે દીકરી સલોનીને ગરબા શીખવાડે.બદલામાં અમન મોં માંગી કિંમત અને પ્રમોશન આપશે તેવી જૂબાન આપેલી."

ઉત્કર્ષ તો ખુશ થઈ ગયો. ઉત્કર્ષ તાળી પાડવાથી લઈ ચહેરાના હાવભાવ સુધી શીખવાડી રહ્યો હતો.સલોનીને જોતજોતા ઉત્કર્ષ માટે અટેચમેન્ટ થઈ ગયું હતું,ઉત્કર્ષ આ વાતથી અજાણ હતો.ઉત્કર્ષ સલોનીની કામૂક હરકતને બાળકનુ તોફાન સમજી ટાળતો હતો.પરંતુ સલોની ઉત્કર્ષને પોતાનો ક્રશ માની બેઠી હતી.

પરંતુ એકતા સલોનીને કાંટાની માફક ચૂભતી હતી.

એકતા મિટિંગ ગઈ હતી.એટલે સલોનીએ આ તકનો સારો એવો લાભ ઉઠાવ્યો ઉત્કર્ષના કોલડ્રિંકમાં નશીલી દવા મેળવી હતી,અમનનુ ઉત્કર્ષના ઘરમાં દીકરીની પ્રેક્ટિસ જોવા આવવું દરવાજો ખુલ્લા જેવો હતો એટલે વગર મંજૂરીએ ઘરમાં ઘૂસી આવવું પરંતુ દીકરી સલોનીને ઉત્કર્ષ સાથે આમ આ અવસ્થામાં જોવી તે વજ્રઘાત સમાન હતી.

અમન દિલ પર પથ્થર મૂકી દીકરીને ઘરે લઈ ગયો.ઉત્કર્ષને તો પોતાની વાત રજુ કરવાનો કોઈ મોકો જ ન મળ્યો.

એકતાને ઉત્કર્ષ પાસે તો કોઈ આવી આશા નો હતી,પરંતુ જીવનસાથી તરફથી મળેલા વિશ્વાસઘાતના પડઘાએ તેને કોમાની સફર કરાવી હતી.તો અહીં ઉત્કર્ષ જેલમાં નિર્દોષ હોવા છતાં જેલમાં સજા કાપી રહ્યો હતો.

આ વાતને તો પંદર વર્ષ થઈ ગયા.એકતાએ ઉત્કર્ષને છૂટાછેડા પણ આપી દીધા..અમન તરફથી મળેલા નોટરી પેપર બાદ ઉત્કર્ષને ન તો કોઈ નોકરી આપવા તૈયાર હતું કે ન કોઈ ગરબા ક્લાસમાં આવવા તૈયાર હતું.જેલની સફર બાદ આ જીવનની એકાંત સફર જે નાયકને અપરાધી ન હોવા છતાંય અપરાધી હોવાનો અહેસાસ અપાવી રહ્યું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Romance